< કરિંથીઓને પહેલોપત્ર 16 >

1 હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે લખું છું; મેં ગલાતિયાના વિશ્વાસી સમુદાયને જે સૂચના આપી તે પ્રમાણે તમે પણ કરો.
ⲁ̅ⲉⲧⲃⲉ ⲡⲟⲩⲱϭⲥ ⲇⲉ ⲉⲧϫⲓ ⲉϩⲟⲩⲛ ⲉⲛⲉⲧⲟⲩⲁⲁⲃ ⲛⲑⲉ ⲉⲛⲧⲁⲓⲧⲟϣⲥ ϩⲛ ⲛⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ⲛⲧⲅⲁⲗⲁⲧⲓⲁ ⲁⲣⲓⲥ ϩⲱⲧ ⲧⲏⲩⲧⲛ
2 હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો.
ⲃ̅ⲕⲁⲧⲁ ⲥⲟⲩⲁ ⲙⲡⲥⲁⲃⲃⲁⲧⲟⲛ ⲙⲁⲣⲉ ⲡⲟⲩⲁ ⲡⲟⲩⲁ ⲙⲙⲱⲧⲛ ⲕⲱ ⲛⲧⲟⲟⲧϥ ⲉϥⲥⲱⲟⲩϩ ⲉϩⲟⲩⲛ ⲙⲡⲉⲧϥⲛⲁϩⲉ ⲉⲣⲟϥ ϫⲉⲕⲁⲥ ⲁⲛ ⲉⲉⲓϣⲁⲛⲉⲓ ⲧⲟⲧⲉ ⲛⲧⲉ ⲟⲩⲱϭⲥ ϣⲱⲡⲉ
3 જયારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારાં દાન યરુશાલેમમાં પહોંચાડવા માટે મોકલીશ.
ⲅ̅ϩⲟⲧⲁⲛ ⲇⲉ ⲉⲉⲓϣⲁⲛⲉⲓ ⲛⲉⲧⲉⲧⲛⲁⲇⲟⲕⲓⲙⲁⲍⲉ ⲙⲙⲟⲟⲩ ⲛⲁⲓ ⲉⲓⲉϫⲟⲟⲩⲥⲟⲩ ϩⲓⲧⲛ ⲛⲉⲡⲓⲥⲧⲟⲗⲏ ⲉϫⲓ ⲛⲧⲉⲧⲛⲭⲁⲣⲓⲥ ⲉⲑⲓⲉⲣⲟⲥⲟⲗⲩⲙⲁ
4 જો મારે પણ જવાનું યોગ્ય લાગશે તો તેઓ મારી સાથે આવશે.
ⲇ̅ⲉϣⲱⲡⲉ ⲇⲉ ⲡⲉⲧⲉϣϣⲉ ⲡⲉ ⲉⲧⲣⲁⲃⲱⲕ ϩⲱ ⲥⲉⲛⲏⲩ ⲛⲙⲙⲁⲓ
5 હું મકદોનિયા થઈને જવાનો છું; તેથી મકદોનિયા પાર કર્યાં પછી હું તમારી પાસે આવીશ.
ⲉ̅ϯⲛⲏⲩ ⲇⲉ ϣⲁⲣⲱⲧⲛ ⲉⲉⲓϣⲁⲛⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲧⲙⲁⲕⲉⲇⲟⲛⲓⲁ ϯⲛⲏⲩ ⲅⲁⲣ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲧⲙⲁⲕⲉⲇⲟⲛⲓⲁ
6 હું કદાચ તમારી સાથે રહીશ, અથવા શિયાળો પણ ગાળીશ કે, જેથી મારે જ્યાં જવાનું છે ત્યાં તમે મને પહોંચાડો.
ⲋ̅ⲙⲉϣⲁⲕ ⲇⲉ ϯⲛⲁϭⲱ ϩⲁⲧⲉ ⲧⲏⲩⲧⲛ ⲏ ⲛⲧⲁⲣⲧⲉⲡⲣⲱ ϫⲉⲕⲁⲥ ⲛⲧⲱⲧⲛ ⲉⲧⲉⲧⲛⲉⲑⲡⲟⲓ ⲉⲡⲙⲁ ⲉϯⲛⲁⲃⲱⲕ ⲉⲣⲟϥ
7 કેમ કે હમણાં જતા તમને મળવાની મારી ઇચ્છા નથી; પણ જો ઈશ્વરની ઇચ્છા હશે તો હું થોડા સમય સુધી તમારી સાથે રહેવાની આશા રાખું છું.
ⲍ̅ⲛϯⲟⲩⲱϣ ⲅⲁⲣ ⲁⲛ ⲉⲛⲁⲩ ⲉⲣⲱⲧⲛ ⲧⲉⲛⲟⲩ ⲉⲉⲓⲡⲁⲣⲁⲅⲉ ϯⲙⲉⲉⲩⲉ ⲅⲁⲣ ⲉⲣⲟⲩⲟⲉⲓϣ ϩⲁⲧⲛ ⲧⲏⲩⲧⲛ ⲉⲣϣⲁⲛ ⲡϫⲟⲉⲓⲥ ⲟⲩⲉϩⲥⲁϩⲛⲉ
8 પણ હું પચાસમાના પર્વ સુધી એફેસસમાં જ રહીશ;
ⲏ̅ϯϭⲉⲉⲧ ⲇⲉ ϩⲛ ⲉⲫⲉⲥⲟⲥ ϣⲁ ⲧⲡⲉⲛⲧⲏⲕⲟⲥⲧⲏ
9 કેમ કે એક મહાન કાર્ય સફળ થાય એવું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે. જોકે વિરોધીઓ પણ ઘણાં છે.
ⲑ̅ⲁⲩⲛⲟϭ ⲅⲁⲣ ⲛⲣⲟ ⲟⲩⲱⲛ ⲛⲁⲓ ⲉϥⲉⲛⲉⲣⲅⲉⲓ ⲁⲩⲱ ϩⲁϩ ⲛⲁⲛⲧⲓⲕⲓⲙⲉⲛⲟⲥ
10 ૧૦ પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, તે વિષે સંભાળ રાખજો, કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે.
ⲓ̅ⲉⲣϣⲁⲛ ⲧⲓⲙⲟⲑⲉⲟⲥ ⲇⲉ ⲉⲓ ϯϩⲧⲏⲧⲛ ϫⲉ ⲉϥⲉϣⲱⲡⲉ ⲁϫⲛ ϩⲟⲧⲉ ϩⲁⲧⲛ ⲧⲏⲩⲧⲛ ⲡϩⲱⲃ ⲅⲁⲣ ⲙⲡϫⲟⲉⲓⲥ ⲡⲉⲧϥⲣϩⲱⲃ ⲉⲣⲟϥ ⲛⲧⲁϩⲉ
11 ૧૧ એ માટે કોઈ તેને તુચ્છ ગણે નહીં; પણ શાંતિથી તમે તેને મારી પાસે પહોંચાડજો, કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની પ્રતિક્ષા હું કરું છું.
ⲓ̅ⲁ̅ⲙⲡⲣⲧⲣⲉ ⲗⲁⲁⲩ ϭⲉ ⲥⲟϣϥ ⲙⲁⲑⲡⲟϥ ⲇⲉ ϩⲛ ⲟⲩⲉⲓⲣⲏⲛⲏ ϫⲉ ⲉϥⲉⲉⲓ ϣⲁⲣⲟⲓ ϯϭⲱϣⲧ ⲅⲁⲣ ⲉⲃⲟⲗ ϩⲏⲧϥ ⲙⲛ ⲛⲉⲥⲛⲏⲩ
12 ૧૨ હવે, ભાઈ આપોલસ વિષે મારે આટલું કહેવું છે કે ભાઈઓની સાથે તે તમારી પાસે આવે માટે મેં તેને બહુ વિનંતી કરી; પણ હમણાં ત્યાં આવવાની તેની ઇચ્છા નથી; પણ જયારે અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.
ⲓ̅ⲃ̅ⲉⲧⲃⲉ ⲁⲡⲟⲗⲗⲱ ⲇⲉ ⲡⲥⲟⲛ ⲁⲓⲡⲁⲣⲁⲕⲁⲗⲉⲓ ⲙⲙⲟϥ ⲉⲙⲁⲧⲉ ϫⲉ ⲉϥⲉⲉⲓ ϣⲁⲣⲱⲧⲛ ⲁⲩⲱ ⲙⲉϣⲁⲕ ⲙⲡⲧⲱϣ ⲁⲛ ⲡⲉ ⲉⲧⲣⲉϥⲉⲓ ⲧⲉⲛⲟⲩ ϥⲛⲏⲩ ⲇⲉ ⲉϥϣⲁⲛϩⲉ ⲉⲡⲟⲩⲟⲉⲓϣ
13 ૧૩ જાગૃત રહો, વિશ્વાસમાં સ્થિર રહો, સામર્થ્ય બતાવો, બળવાન થાઓ.
ⲓ̅ⲅ̅ⲣⲟⲉⲓⲥ ⲁϩⲉⲣⲁⲧ ⲧⲏⲩⲧⲛ ϩⲛ ⲧⲡⲓⲥⲧⲓⲥ ϫⲣⲟ ⲛⲧⲉⲧⲛϭⲙϭⲟⲙ
14 ૧૪ તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો.
ⲓ̅ⲇ̅ⲛⲉⲧⲛϩⲃⲏⲩⲉ ⲧⲏⲣⲟⲩ ⲙⲁⲣⲟⲩϣⲱⲡⲉ ϩⲛ ⲟⲩⲁⲅⲁⲡⲏ
15 ૧૫ ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તે અખાયાનું પ્રથમફળ વિશ્વાસી છે, તેઓ સંતોની સેવામાં હંમેશા સક્રિય રહ્યા છે માટે હું તમને વિનંતી કરું છું કે,
ⲓ̅ⲉ̅ϯⲡⲁⲣⲁⲕⲁⲗⲉⲓ ⲇⲉ ⲙⲙⲱⲧⲛ ⲛⲁⲥⲛⲏⲩ ⲧⲉⲧⲛⲥⲟⲟⲩⲛ ⲙⲡⲏⲉⲓ ⲛⲥⲧⲉⲫⲁⲛⲁ ϫⲉ ⲡϣⲟⲣⲡ ⲡⲉ ϩⲛ ⲧⲁⲭⲁⲓⲁ ⲁⲩⲱ ⲁⲩⲕⲁⲁⲩ ⲉϩⲣⲁⲓ ⲉⲧⲇⲓⲁⲕⲟⲛⲓⲁ ⲛⲛⲉⲧⲟⲩⲁⲁⲃ
16 ૧૬ તમે એવા માણસોને અને અન્ય જેઓ સેવામાં પરિશ્રમ કરે છે તેઓને પણ આધીન થાઓ.
ⲓ̅ⲋ̅ϫⲉⲕⲁⲥ ϩⲱⲧ ⲧⲏⲩⲧⲛ ⲉⲧⲉⲧⲛⲉϩⲩⲡⲟⲧⲁⲥⲥⲉ ⲛⲛⲁⲓ ⲛⲧⲉⲉⲓⲙⲓⲛⲉ ⲙⲛ ⲟⲩⲟⲛ ⲛⲓⲙ ⲉⲧⲟ ⲛϣⲃⲣⲣϩⲱⲃ ⲁⲩⲱ ⲉⲧϩⲟⲥⲉ
17 ૧૭ સ્તેફનાસ તથા ફોર્તુનાતસ તથા અખાઈક્સના આવવાથી હું હર્ષ પામ્યો છું; કેમ કે તમારું જે કામ અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે.
ⲓ̅ⲍ̅ϯⲣⲁϣⲉ ⲇⲉ ⲉϫⲛ ⲧⲡⲁⲣϩⲟⲩⲥⲓⲁ ⲛⲥⲧⲉⲫⲁⲛⲁ ⲙⲛ ⲫⲟⲣⲧⲟⲩⲛⲁⲧⲟⲥ ⲙⲛ ⲁⲭⲁⲓⲕⲟⲥ ϫⲉ ⲛⲁⲓ ⲛⲉⲛⲧⲁⲩϫⲉⲕ ⲡⲉⲧⲛϣⲱⲱⲧ ⲉⲃⲟⲗ
18 ૧૮ તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા. માટે એવા માણસોને માન આપો.
ⲓ̅ⲏ̅ⲁⲩϯ ⲙⲧⲟⲛ ⲅⲁⲣ ⲙⲡⲁⲡⲛⲁ ⲙⲛ ⲡⲱⲧⲛ ⲥⲟⲩⲛ ⲛⲁⲓ ϭⲉ ⲛⲧⲉⲉⲓⲙⲓⲛⲉ
19 ૧૯ આસિયાના વિશ્વાસી સમુદાય તમને સલામ પાઠવે છે. આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં મળતા વિશ્વાસી સમુદાયના સર્વ પ્રભુમાં તમને સલામ પાઠવે છે.
ⲓ̅ⲑ̅ⲥⲉϣⲓⲛⲉ ⲉⲣⲱⲧⲛ ⲛϭⲓ ⲛⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ⲛⲧⲁⲥⲓⲁ ⲥⲉϣⲓⲛⲉ ⲉⲣⲱⲧⲛ ⲉⲙⲁⲧⲉ ϩⲙ ⲡϫⲟⲉⲓⲥ ⲛϭⲓ ⲁⲕⲩⲗⲁ ⲙⲛ ⲡⲣⲓⲥⲕⲁ ⲙⲛ ⲧⲥⲟⲟⲩϩⲥ ⲉⲧϩⲙ ⲡⲉⲩⲏⲉⲓ
20 ૨૦ સર્વ ભાઈઓ પણ તમને સલામ પાઠવે છે. પવિત્ર ચુંબનથી એકબીજાને ક્ષેમકુશળ કહેજો.
ⲕ̅ⲥⲉϣⲓⲛⲉ ⲉⲣⲱⲧⲛ ⲛϭⲓ ⲛⲉⲥⲛⲏⲩ ⲧⲏⲣⲟⲩ ⲁⲥⲡⲁⲍⲉ ⲛⲛⲉⲧⲛⲉⲣⲏⲩ ϩⲛ ⲟⲩⲡⲓ ⲉⲥⲟⲩⲁⲁⲃ
21 ૨૧ હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું.
ⲕ̅ⲁ̅ⲡⲁⲥⲡⲁⲥⲙⲟⲥ ⲉⲛⲧⲁⲓⲥϩⲁⲉⲓϥ ⲛⲧⲁϭⲓϫ ⲡⲁⲩⲗⲟⲥ
22 ૨૨ જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.
ⲕ̅ⲃ̅ⲡⲉⲧⲉⲛϥⲙⲉ ⲁⲛ ⲙⲡⲉⲛϫⲟⲉⲓⲥ ⲙⲁⲣⲉϥϣⲱⲡⲉ ⲛⲁⲛⲁⲑⲉⲙⲁ ⲙⲁⲣⲁⲛⲁⲑⲁ
23 ૨૩ આપણા પ્રભુ આવવાનાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.
ⲕ̅ⲅ̅ⲧⲉⲭⲁⲣⲓⲥ ⲙⲡⲉⲛϫⲟⲉⲓⲥ ⲓⲏⲥ ⲛⲙⲙⲏⲧⲛ
24 ૨૪ ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે હો. આમીન.
ⲕ̅ⲇ̅ⲧⲁⲁⲅⲁⲡⲏ ⲛⲙⲙⲏⲧⲛ ⲧⲏⲣⲧⲛ ϩⲙ ⲡⲉⲭⲥ ⲓⲏⲥ

< કરિંથીઓને પહેલોપત્ર 16 >