< કરિંથીઓને પહેલોપત્ર 13 >

1 જોકે હું માણસોની તથા સ્વર્ગદૂતોની પણ ભાષાઓ બોલી શકું, પણ મારામાં પ્રેમ ન હોય, તો રણકાર કરનાર પિત્તળ કે ઝમકાર કરનાર ઝાંઝના જેવો હું છું.
മർത്യസ്വർഗീയാണാം ഭാഷാ ഭാഷമാണോഽഹം യദി പ്രേമഹീനോ ഭവേയം തർഹി വാദകതാലസ്വരൂപോ നിനാദകാരിഭേരീസ്വരൂപശ്ച ഭവാമി|
2 જો મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મ તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને હું પર્વતોને ખસેડી શકું એવો પૂરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નહિ, તો હું કશું જ નથી.
അപരഞ്ച യദ്യഹമ് ഈശ്വരീയാദേശാഢ്യഃ സ്യാം സർവ്വാണി ഗുപ്തവാക്യാനി സർവ്വവിദ്യാഞ്ച ജാനീയാം പൂർണവിശ്വാസഃ സൻ ശൈലാൻ സ്ഥാനാന്തരീകർത്തും ശക്നുയാഞ്ച കിന്തു യദി പ്രേമഹീനോ ഭവേയം തർഹ്യഗണനീയ ഏവ ഭവാമി|
3 જો હું કંગાલોનું પોષણ કરવા મારી બધી સંપત્તિ આપું અને જો હું મારું શરીર અગ્નિને સોંપું પણ મારામાં પ્રેમ ન હોય, તો મને કશું હિતકારક નથી.
അപരം യദ്യഹമ് അന്നദാനേന സർവ്വസ്വം ത്യജേയം ദാഹനായ സ്വശരീരം സമർപയേയഞ്ച കിന്തു യദി പ്രേമഹീനോ ഭവേയം തർഹി തത്സർവ്വം മദർഥം നിഷ്ഫലം ഭവതി|
4 પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે; પ્રેમ અદેખાઈ કરતો નથી; પ્રેમ બડાશ મારતો નથી, ફુલાઈ જતો નથી,
പ്രേമ ചിരസഹിഷ്ണു ഹിതൈഷി ച, പ്രേമ നിർദ്വേഷമ് അശഠം നിർഗർവ്വഞ്ച|
5 પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત શોધતો નથી, ખીજવાતો નથી, કોઈનું ખરાબ ઇચ્છતો નથી;
അപരം തത് കുത്സിതം നാചരതി, ആത്മചേഷ്ടാം ന കുരുതേ സഹസാ ന ക്രുധ്യതി പരാനിഷ്ടം ന ചിന്തയതി,
6 અન્યાયમાં નહિ, પણ સત્યમાં આનંદ મનાવે છે;
അധർമ്മേ ന തുഷ്യതി സത്യ ഏവ സന്തുഷ്യതി|
7 પ્રેમ બધું ખમે છે, બધું સાચું માને છે, બધાની આશા રાખે છે, બધાનું સહન કરે છે.
തത് സർവ്വം തിതിക്ഷതേ സർവ്വത്ര വിശ്വസിതി സർവ്വത്ര ഭദ്രം പ്രതീക്ഷതേ സർവ്വം സഹതേ ച|
8 પ્રેમ કદી ઓછો થતો નથી, પણ પ્રબોધ કરવાનું દાન હોય તો તે નષ્ટ થશે; ભાષાઓ ભુલાઈ જશે; વિદ્યા હોય તો તે વીસરી જશે.
പ്രേമ്നോ ലോപഃ കദാപി ന ഭവിഷ്യതി, ഈശ്വരീയാദേശകഥനം ലോപ്സ്യതേ പരഭാഷാഭാഷണം നിവർത്തിഷ്യതേ ജ്ഞാനമപി ലോപം യാസ്യതി|
9 કેમ કે આપણે અપૂર્ણ જાણીએ છીએ; અને અધૂરો પ્રબોધ કરીએ છીએ;
യതോഽസ്മാകം ജ്ഞാനം ഖണ്ഡമാത്രമ് ഈശ്വരീയാദേശകഥനമപി ഖണ്ഡമാത്രം|
10 ૧૦ પણ જયારે સંપૂર્ણતા આવશે, ત્યારે અપૂર્ણતા જતી રહેશે.
കിന്ത്വസ്മാസു സിദ്ധതാം ഗതേഷു താനി ഖണ്ഡമാത്രാണി ലോപം യാസ്യന്തേ|
11 ૧૧ જયારે હું બાળક હતો, ત્યારે બાળકની માફક બોલતો હતો, વિચારતો હતો અને બાળકની માફક જ સમજતો હતો, પણ હવે હું પુખ્ત થયો, ત્યારે મેં બાળકની વાતો મૂકી દીધી.
ബാല്യകാലേഽഹം ബാല ഇവാഭാഷേ ബാല ഇവാചിന്തയഞ്ച കിന്തു യൗവനേ ജാതേ തത്സർവ്വം ബാല്യാചരണം പരിത്യക്തവാൻ|
12 ૧૨ કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છીએ, પણ ત્યારે નજરોનજર સ્પષ્ટ જોઈશું; હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ ઈશ્વર મને જાણે છે તેમ હું પૂર્ણ રીતે જાણીશ.
ഇദാനീമ് അഭ്രമധ്യേനാസ്പഷ്ടം ദർശനമ് അസ്മാഭി ർലഭ്യതേ കിന്തു തദാ സാക്ഷാത് ദർശനം ലപ്സ്യതേ| അധുനാ മമ ജ്ഞാനമ് അൽപിഷ്ഠം കിന്തു തദാഹം യഥാവഗമ്യസ്തഥൈവാവഗതോ ഭവിഷ്യാമി|
13 ૧૩ હવે વિશ્વાસ, આશા તથા પ્રેમ એ ત્રણે ટકી રહે છે; પણ એ ત્રણેયમાં પ્રેમ શ્રેષ્ઠ છે.
ഇദാനീം പ്രത്യയഃ പ്രത്യാശാ പ്രേമ ച ത്രീണ്യേതാനി തിഷ്ഠന്തി തേഷാം മധ്യേ ച പ്രേമ ശ്രേഷ്ഠം|

< કરિંથીઓને પહેલોપત્ર 13 >