< કરિંથીઓને પહેલોપત્ર 11 >

1 જેમ હું ખ્રિસ્તને અનુસરુ છું તેમ તમે મને અનુસરો.
Подражателе мне бывайте, якоже и аз Христу.
2 વળી તમે બધી બાબતોમાં મારું સ્મરણ કરો છો અને જેમ મેં તમને જે આજ્ઞાઓ આપી, તે પ્રમાણે દ્રઢતાથી પાલન કરો છો માટે હું તમારી પ્રશંસા કરું છું.
Хвалю же вы, братие, яко вся моя помните, и якоже предах вам, предания держите.
3 હું તમને જણાવવાં ચાહું છું કે પ્રત્યેક પુરુષનું શિર ખ્રિસ્ત છે અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.
Хощу же вас ведети, яко всякому мужу глава Христос есть, глава же жене муж, глава же Христу Бог.
4 જે કોઈ પુરુષ પ્રાર્થના કે પ્રબોધ કરતાં પોતાનું માથું ઢાંકેલું રાખે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે.
Всяк муж, молитву дея или пророчествуяй покрытою главою, срамляет главу свою:
5 પરંતુ જે કોઈ સ્ત્રી ખુલ્લે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે, કેમ કે તેમ કરવું તે વાળ ઊતરાવી નાખ્યાં સમાન છે.
и всяка жена, молитву деющая или пророчествующая откровенною главою, срамляет главу свою: едино бо есть и тожде остриженней:
6 કેમ કે જો સ્ત્રી માથે ઓઢે નહિ તો તેણે પોતાના વાળ ઊતરાવી નાખવા જોઈએ; પણ જોકે વાળ ઉતરાવવાથી સ્ત્રીને શરમ લાગે તો તેણે માથે ઓઢવું જોઈએ.
аще бо не покрывается жена, да стрижется: аще ли же срам жене стрищися или бритися, да покрывается.
7 કેમ કે પુરુષને માથું ઢાંકવું ઘટતું નથી, તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે, પણ સ્ત્રી તો પુરુષનો વૈભવ છે;
Муж убо не должен есть покрывати главу, образ и слава Божия сый: жена же слава мужу есть.
8 કેમ કે પુરુષ સ્ત્રીથી થયો નથી, પણ સ્ત્રી પુરુષથી.
Несть бо муж от жены, но жена от мужа:
9 પુરુષનું સર્જન સ્ત્રીને માટે કરવામાં આવ્યું ન હતું, પણ સ્ત્રીનું સર્જન તો પુરુષને માટે કરવામાં આવ્યું હતું.
ибо не создан бысть муж жены ради, но жена мужа ради.
10 ૧૦ આ કારણથી અને સ્વર્ગદૂતોને લીધે સ્ત્રીએ પોતાની આધિનતા દર્શાવવાં માથે ઓઢેલું રાખવું તે ઉચિત છે.
Сего ради должна есть жена власть имети на главе Ангел ради.
11 ૧૧ તોપણ પ્રભુમાં પુરુષ સ્ત્રીરહિત નથી, અને સ્ત્રી પુરુષરહિત નથી.
Обаче ни муж без жены, ни жена без мужа, о Господе.
12 ૧૨ કેમ કે જેમ સ્ત્રી પુરુષથી છે તેમ પુરુષ સ્ત્રીને આશરે, પણ સર્વ પ્રભુથી છે.
Якоже бо жена от мужа, сице и муж женою: вся же от Бога.
13 ૧૩ સ્ત્રી ઘુંઘટ વિના ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો નિર્ણય તમે પોતે કરો
В вас самех судите, лепо ли есть жене откровенней Богу молитися?
14 ૧૪ અથવા શું પ્રકૃતિ પોતે તમને શીખવતી નથી, કે જો પુરુષને લાંબા વાળ હોય તો તે તેને અપમાનરૂપ છે?
Или и не самое естество учит вы, яко муж убо аще власы растит, безчестие ему есть,
15 ૧૫ પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભા છે, કેમ કે તેના વાળ આચ્છાદનને માટે તેને આપવામાં આવે છે.
жена же аще власы растит, слава ей есть? Зане растение власов вместо одеяния дано бысть ей.
16 ૧૬ પણ જો કોઈ માણસ એ બાબત વિષે વિવાદી માલૂમ પડે, તો જાણવું કે, આપણામાં તથા ઈશ્વરના વિશ્વાસી સમુદાયમાં એવો રિવાજ નથી.
Аще ли кто мнится спорлив быти, мы таковаго обычая не имамы, ниже церкви Божия.
17 ૧૭ એ કહીને હું તમારી પ્રશંસા કરતો નથી, કેમ કે તમે સુધારાને માટે નહિ, પણ બગાડને સારુ ભેગા મળો છો.
Сие же завещавая не хвалю, яко не на лучшее, но на хуждшее сбираетеся.
18 ૧૮ કેમ કે પ્રથમ, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ફાટફૂટ હોવાનું મારા સાંભળવામાં આવે છે. અને કેટલેક અંશે તે ખરું માનું છું.
Первое убо, сходящымся вам в церковь, слышу в вас распри сущыя, и часть некую (сих) верую.
19 ૧૯ જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રગટ થાય એ માટે જરૂરી છે કે તમારામાં મતભેદ પડે.
Подобает бо и ересем в вас быти, да искуснии явлени бывают в вас.
20 ૨૦ તો તમે એક સ્થાને મળો છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે.
Сходящымся убо вам вкупе, несть Господскую вечерю ясти:
21 ૨૧ કેમ કે ખાવામાં પ્રત્યેક પોતાનું ભોજન કરી લે છે; કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ સ્વછંદી બને છે.
кийждо бо свою вечерю предваряет в снедение, и ов убо алчет, ов же упивается.
22 ૨૨ શું તમારે ખાવા તથા પીવા માટે તમારાં ઘરો નથી? કે શું તમે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને ધિક્કારો છો, કે જેઓની પાસે નથી તેઓને શરમાવો છો? હું તમને શું કહું? શું એમાં હું તમને વખાણું? એમાં હું તમારી પ્રશંસા કરતો નથી.
Еда бо домов не имате, во еже ясти и пити? Или о церкви Божией нерадите и срамляете не имущыя? Что вам реку? Похвалю ли вы о сем? Не похвалю.
23 ૨૩ કેમ કે જે હું પ્રભુથી પામ્યો તે મેં તમને પણ આપી દીધું, એટલે કે જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, ત્યારે તેમણે રોટલી લીધી,
Аз бо приях от Господа, еже и предах вам, яко Господь Иисус в нощь, в нюже предан бываше, приемь хлеб,
24 ૨૪ અને સ્તુતિ કરીને ભાંગીને કહ્યું કે, ‘લો ખાઓ, એ મારું શરીર છે, જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારુ તે કરો.’”
и благодарив преломи, и рече: приимите, ядите, сие есть Тело Мое, еже за вы ломимое: сие творите в Мое воспоминание.
25 ૨૫ એમ જ ભોજન કર્યા પછી, પ્યાલો પણ લઈને કહ્યું કે, ‘આ પ્યાલો મારા રક્તનો નવો કરાર છે; તમે જેટલી વખત તે પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારુ તે કરો.’”
Такожде и чашу по вечери, глаголя: сия чаша новый завет есть в Моей Крови: сие творите, елижды аще пиете, в Мое воспоминание.
26 ૨૬ કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેમનું મૃત્યુ પ્રગટ કરો છો.
Елижды бо аще ясте хлеб сей и чашу сию пиете, смерть Господню возвещаете, дондеже приидет.
27 ૨૭ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાય, કે તેમનો પ્યાલો પીએ, તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે.
Темже иже аще яст хлеб сей или пиет чашу Господню недостойне, повинен будет Телу и Крови Господни.
28 ૨૮ પણ દરેકે પોતાની તપાસ કરવી. એમ કરીને રોટલીમાંથી ખાવું અને પ્યાલામાંથી પીવું.
Да искушает же человек себе, и тако от хлеба да яст и от чаши да пиет.
29 ૨૯ કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યાં વગર જે કોઈ અયોગ્ય રીતે ખાય તથા પીએ તે, ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાને પાત્ર કરે છે.
Ядый бо и пияй недостойне, суд себе яст и пиет, не разсуждая Тела Господня.
30 ૩૦ એ કારણથી તમારામાં ઘણાં અબળ તથા રોગી છે; અને ઘણાંએક ઊંઘે છે.
Сего ради в вас мнози немощни и недужливи, и спят доволни.
31 ૩૧ પણ જો આપણે પોતાને તપાસીએ, તો આપણા પર ન્યાય કરવામાં નહિ આવે.
Аще бо быхом себе разсуждали, не быхом осуждени были.
32 ૩૨ પણ આપણો ન્યાય કરાય છે, ત્યારે આપણે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા થાય નહિ.
Судими же, от Господа наказуемся, да не с миром осудимся.
33 ૩૩ તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા એકઠા મળો ત્યારે, એકબીજાની રાહ જુઓ;
Темже, братие моя, сходящеся ясти, друг друга ждите.
34 ૩૪ જો કોઈ ભૂખ્યો હોય, તો તે પોતાના ઘરમાં ખાય, જેથી તમારું એકઠા મળવું શિક્ષાપાત્ર થાય નહિ. હવે જે કંઈ બાકી છે તે હું આવીશ ત્યારે યથાસ્થિત કરીશ.
Аще ли кто алчет, в дому да яст, да не в грех сходитеся. О прочих же, егда прииду, устрою.

< કરિંથીઓને પહેલોપત્ર 11 >