< કરિંથીઓને પહેલોપત્ર 11 >
1 ૧ જેમ હું ખ્રિસ્તને અનુસરુ છું તેમ તમે મને અનુસરો.
હે ભ્રાતરઃ, યૂયં સર્વ્વસ્મિન્ કાર્ય્યે માં સ્મરથ મયા ચ યાદૃગુપદિષ્ટાસ્તાદૃગાચરથૈતત્કારણાત્ મયા પ્રશંસનીયા આધ્બે|
2 ૨ વળી તમે બધી બાબતોમાં મારું સ્મરણ કરો છો અને જેમ મેં તમને જે આજ્ઞાઓ આપી, તે પ્રમાણે દ્રઢતાથી પાલન કરો છો માટે હું તમારી પ્રશંસા કરું છું.
તથાપિ મમૈષા વાઞ્છા યદ્ યૂયમિદમ્ અવગતા ભવથ,
3 ૩ હું તમને જણાવવાં ચાહું છું કે પ્રત્યેક પુરુષનું શિર ખ્રિસ્ત છે અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.
એકૈકસ્ય પુરુષસ્યોત્તમાઙ્ગસ્વરૂપઃ ખ્રીષ્ટઃ, યોષિતશ્ચોત્તમાઙ્ગસ્વરૂપઃ પુમાન્, ખ્રીષ્ટસ્ય ચોત્તમાઙ્ગસ્વરૂપ ઈશ્વરઃ|
4 ૪ જે કોઈ પુરુષ પ્રાર્થના કે પ્રબોધ કરતાં પોતાનું માથું ઢાંકેલું રાખે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે.
અપરમ્ આચ્છાદિતોત્તમાઙ્ગેન યેન પુંસા પ્રાર્થના ક્રિયત ઈશ્વરીયવાણી કથ્યતે વા તેન સ્વીયોત્તમાઙ્ગમ્ અવજ્ઞાયતે|
5 ૫ પરંતુ જે કોઈ સ્ત્રી ખુલ્લે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે, કેમ કે તેમ કરવું તે વાળ ઊતરાવી નાખ્યાં સમાન છે.
અનાચ્છાદિતોત્તમાઙ્ગયા યયા યોષિતા ચ પ્રાર્થના ક્રિયત ઈશ્વરીયવાણી કથ્યતે વા તયાપિ સ્વીયોત્તમાઙ્ગમ્ અવજ્ઞાયતે યતઃ સા મુણ્ડિતશિરઃસદૃશા|
6 ૬ કેમ કે જો સ્ત્રી માથે ઓઢે નહિ તો તેણે પોતાના વાળ ઊતરાવી નાખવા જોઈએ; પણ જોકે વાળ ઉતરાવવાથી સ્ત્રીને શરમ લાગે તો તેણે માથે ઓઢવું જોઈએ.
અનાચ્છાદિતમસ્તકા યા યોષિત્ તસ્યાઃ શિરઃ મુણ્ડનીયમેવ કિન્તુ યોષિતઃ કેશચ્છેદનં શિરોમુણ્ડનં વા યદિ લજ્જાજનકં ભવેત્ તર્હિ તયા સ્વશિર આચ્છાદ્યતાં|
7 ૭ કેમ કે પુરુષને માથું ઢાંકવું ઘટતું નથી, તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે, પણ સ્ત્રી તો પુરુષનો વૈભવ છે;
પુમાન્ ઈશ્વરસ્ય પ્રતિમૂર્ત્તિઃ પ્રતિતેજઃસ્વરૂપશ્ચ તસ્માત્ તેન શિરો નાચ્છાદનીયં કિન્તુ સીમન્તિની પુંસઃ પ્રતિબિમ્બસ્વરૂપા|
8 ૮ કેમ કે પુરુષ સ્ત્રીથી થયો નથી, પણ સ્ત્રી પુરુષથી.
યતો યોષાતઃ પુમાન્ નોદપાદિ કિન્તુ પુંસો યોષિદ્ ઉદપાદિ|
9 ૯ પુરુષનું સર્જન સ્ત્રીને માટે કરવામાં આવ્યું ન હતું, પણ સ્ત્રીનું સર્જન તો પુરુષને માટે કરવામાં આવ્યું હતું.
અધિકન્તુ યોષિતઃ કૃતે પુંસઃ સૃષ્ટિ ર્ન બભૂવ કિન્તુ પુંસઃ કૃતે યોષિતઃ સૃષ્ટિ ર્બભૂવ|
10 ૧૦ આ કારણથી અને સ્વર્ગદૂતોને લીધે સ્ત્રીએ પોતાની આધિનતા દર્શાવવાં માથે ઓઢેલું રાખવું તે ઉચિત છે.
ઇતિ હેતો ર્દૂતાનામ્ આદરાદ્ યોષિતા શિરસ્યધીનતાસૂચકમ્ આવરણં ધર્ત્તવ્યં|
11 ૧૧ તોપણ પ્રભુમાં પુરુષ સ્ત્રીરહિત નથી, અને સ્ત્રી પુરુષરહિત નથી.
તથાપિ પ્રભો ર્વિધિના પુમાંસં વિના યોષિન્ન જાયતે યોષિતઞ્ચ વિના પુમાન્ ન જાયતે|
12 ૧૨ કેમ કે જેમ સ્ત્રી પુરુષથી છે તેમ પુરુષ સ્ત્રીને આશરે, પણ સર્વ પ્રભુથી છે.
યતો યથા પુંસો યોષિદ્ ઉદપાદિ તથા યોષિતઃ પુમાન્ જાયતે, સર્વ્વવસ્તૂનિ ચેશ્વરાદ્ ઉત્પદ્યન્તે|
13 ૧૩ સ્ત્રી ઘુંઘટ વિના ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો નિર્ણય તમે પોતે કરો
યુષ્માભિરેવૈતદ્ વિવિચ્યતાં, અનાવૃતયા યોષિતા પ્રાર્થનં કિં સુદૃશ્યં ભવેત્?
14 ૧૪ અથવા શું પ્રકૃતિ પોતે તમને શીખવતી નથી, કે જો પુરુષને લાંબા વાળ હોય તો તે તેને અપમાનરૂપ છે?
પુરુષસ્ય દીર્ઘકેશત્વં તસ્ય લજ્જાજનકં, કિન્તુ યોષિતો દીર્ઘકેશત્વં તસ્યા ગૌરવજનકં
15 ૧૫ પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભા છે, કેમ કે તેના વાળ આચ્છાદનને માટે તેને આપવામાં આવે છે.
યત આચ્છાદનાય તસ્યૈ કેશા દત્તા ઇતિ કિં યુષ્માભિઃ સ્વભાવતો ન શિક્ષ્યતે?
16 ૧૬ પણ જો કોઈ માણસ એ બાબત વિષે વિવાદી માલૂમ પડે, તો જાણવું કે, આપણામાં તથા ઈશ્વરના વિશ્વાસી સમુદાયમાં એવો રિવાજ નથી.
અત્ર યદિ કશ્ચિદ્ વિવદિતુમ્ ઇચ્છેત્ તર્હ્યસ્માકમ્ ઈશ્વરીયસમિતીનાઞ્ચ તાદૃશી રીતિ ર્ન વિદ્યતે|
17 ૧૭ એ કહીને હું તમારી પ્રશંસા કરતો નથી, કેમ કે તમે સુધારાને માટે નહિ, પણ બગાડને સારુ ભેગા મળો છો.
યુષ્માભિ ર્ન ભદ્રાય કિન્તુ કુત્સિતાય સમાગમ્યતે તસ્માદ્ એતાનિ ભાષમાણેન મયા યૂયં ન પ્રશંસનીયાઃ|
18 ૧૮ કેમ કે પ્રથમ, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ફાટફૂટ હોવાનું મારા સાંભળવામાં આવે છે. અને કેટલેક અંશે તે ખરું માનું છું.
પ્રથમતઃ સમિતૌ સમાગતાનાં યુષ્માકં મધ્યે ભેદાઃ સન્તીતિ વાર્ત્તા મયા શ્રૂયતે તન્મધ્યે કિઞ્ચિત્ સત્યં મન્યતે ચ|
19 ૧૯ જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રગટ થાય એ માટે જરૂરી છે કે તમારામાં મતભેદ પડે.
યતો હેતો ર્યુષ્મન્મધ્યે યે પરીક્ષિતાસ્તે યત્ પ્રકાશ્યન્તે તદર્થં ભેદૈ ર્ભવિતવ્યમેવ|
20 ૨૦ તો તમે એક સ્થાને મળો છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે.
એકત્ર સમાગતૈ ર્યુષ્માભિઃ પ્રભાવં ભેજ્યં ભુજ્યત ઇતિ નહિ;
21 ૨૧ કેમ કે ખાવામાં પ્રત્યેક પોતાનું ભોજન કરી લે છે; કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ સ્વછંદી બને છે.
યતો ભોજનકાલે યુષ્માકમેકૈકેન સ્વકીયં ભક્ષ્યં તૂર્ણં ગ્રસ્યતે તસ્માદ્ એકો જનો બુભુક્ષિતસ્તિષ્ઠતિ, અન્યશ્ચ પરિતૃપ્તો ભવતિ|
22 ૨૨ શું તમારે ખાવા તથા પીવા માટે તમારાં ઘરો નથી? કે શું તમે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને ધિક્કારો છો, કે જેઓની પાસે નથી તેઓને શરમાવો છો? હું તમને શું કહું? શું એમાં હું તમને વખાણું? એમાં હું તમારી પ્રશંસા કરતો નથી.
ભોજનપાનાર્થં યુષ્માકં કિં વેશ્માનિ ન સન્તિ? યુષ્માભિ ર્વા કિમ્ ઈશ્વરસ્ય સમિતિં તુચ્છીકૃત્ય દીના લોકા અવજ્ઞાયન્તે? ઇત્યનેન મયા કિં વક્તવ્યં? યૂયં કિં મયા પ્રશંસનીયાઃ? એતસ્મિન્ યૂયં ન પ્રશંસનીયાઃ|
23 ૨૩ કેમ કે જે હું પ્રભુથી પામ્યો તે મેં તમને પણ આપી દીધું, એટલે કે જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, ત્યારે તેમણે રોટલી લીધી,
પ્રભુતો ય ઉપદેશો મયા લબ્ધો યુષ્માસુ સમર્પિતશ્ચ સ એષઃ|
24 ૨૪ અને સ્તુતિ કરીને ભાંગીને કહ્યું કે, ‘લો ખાઓ, એ મારું શરીર છે, જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારુ તે કરો.’”
પરકરસમર્પણક્ષપાયાં પ્રભુ ર્યીશુઃ પૂપમાદાયેશ્વરં ધન્યં વ્યાહૃત્ય તં ભઙ્ક્ત્વા ભાષિતવાન્ યુષ્માભિરેતદ્ ગૃહ્યતાં ભુજ્યતાઞ્ચ તદ્ યુષ્મત્કૃતે ભગ્નં મમ શરીરં; મમ સ્મરણાર્થં યુષ્માભિરેતત્ ક્રિયતાં|
25 ૨૫ એમ જ ભોજન કર્યા પછી, પ્યાલો પણ લઈને કહ્યું કે, ‘આ પ્યાલો મારા રક્તનો નવો કરાર છે; તમે જેટલી વખત તે પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારુ તે કરો.’”
પુનશ્ચ ભેજનાત્ પરં તથૈવ કંસમ્ આદાય તેનોક્તં કંસોઽયં મમ શોણિતેન સ્થાપિતો નૂતનનિયમઃ; યતિવારં યુષ્માભિરેતત્ પીયતે તતિવારં મમ સ્મરણાર્થં પીયતાં|
26 ૨૬ કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેમનું મૃત્યુ પ્રગટ કરો છો.
યતિવારં યુષ્માભિરેષ પૂપો ભુજ્યતે ભાજનેનાનેન પીયતે ચ તતિવારં પ્રભોરાગમનં યાવત્ તસ્ય મૃત્યુઃ પ્રકાશ્યતે|
27 ૨૭ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાય, કે તેમનો પ્યાલો પીએ, તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે.
અપરઞ્ચ યઃ કશ્ચિદ્ અયોગ્યત્વેન પ્રભોરિમં પૂપમ્ અશ્નાતિ તસ્યાનેન ભાજનેન પિવતિ ચ સ પ્રભોઃ કાયરુધિરયો ર્દણ્ડદાયી ભવિષ્યતિ|
28 ૨૮ પણ દરેકે પોતાની તપાસ કરવી. એમ કરીને રોટલીમાંથી ખાવું અને પ્યાલામાંથી પીવું.
તસ્માત્ માનવેનાગ્ર આત્માન પરીક્ષ્ય પશ્ચાદ્ એષ પૂપો ભુજ્યતાં કંસેનાનેન ચ પીયતાં|
29 ૨૯ કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યાં વગર જે કોઈ અયોગ્ય રીતે ખાય તથા પીએ તે, ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાને પાત્ર કરે છે.
યેન ચાનર્હત્વેન ભુજ્યતે પીયતે ચ પ્રભોઃ કાયમ્ અવિમૃશતા તેન દણ્ડપ્રાપ્તયે ભુજ્યતે પીયતે ચ|
30 ૩૦ એ કારણથી તમારામાં ઘણાં અબળ તથા રોગી છે; અને ઘણાંએક ઊંઘે છે.
એતત્કારણાદ્ યુષ્માકં ભૂરિશો લોકા દુર્બ્બલા રોગિણશ્ચ સન્તિ બહવશ્ચ મહાનિદ્રાં ગતાઃ|
31 ૩૧ પણ જો આપણે પોતાને તપાસીએ, તો આપણા પર ન્યાય કરવામાં નહિ આવે.
અસ્માભિ ર્યદ્યાત્મવિચારોઽકારિષ્યત તર્હિ દણ્ડો નાલપ્સ્યત;
32 ૩૨ પણ આપણો ન્યાય કરાય છે, ત્યારે આપણે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા થાય નહિ.
કિન્તુ યદાસ્માકં વિચારો ભવતિ તદા વયં જગતો જનૈઃ સમં યદ્ દણ્ડં ન લભામહે તદર્થં પ્રભુના શાસ્તિં ભુંજ્મહે|
33 ૩૩ તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા એકઠા મળો ત્યારે, એકબીજાની રાહ જુઓ;
હે મમ ભ્રાતરઃ, ભોજનાર્થં મિલિતાનાં યુષ્માકમ્ એકેનેતરોઽનુગૃહ્યતાં|
34 ૩૪ જો કોઈ ભૂખ્યો હોય, તો તે પોતાના ઘરમાં ખાય, જેથી તમારું એકઠા મળવું શિક્ષાપાત્ર થાય નહિ. હવે જે કંઈ બાકી છે તે હું આવીશ ત્યારે યથાસ્થિત કરીશ.
યશ્ચ બુભુક્ષિતઃ સ સ્વગૃહે ભુઙ્ક્તાં| દણ્ડપ્રાપ્તયે યુષ્માભિ ર્ન સમાગમ્યતાં| એતદ્ભિન્નં યદ્ આદેષ્ટવ્યં તદ્ યુષ્મત્સમીપાગમનકાલે મયાદેક્ષ્યતે|