< કરિંથીઓને પહેલોપત્ર 10 >
1 ૧ મારા ભાઈઓ, હું ઇચ્છતો નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળાં ની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા;
ហេ ភ្រាតរះ, អស្មត្បិត្ឫបុរុឞានធិ យូយំ យទជ្ញាតា ន តិឞ្ឋតេតិ មម វាញ្ឆា, តេ សវ៌្វេ មេឃាធះស្ថិតា ពភូវុះ សវ៌្វេ សមុទ្រមធ្យេន វវ្រជុះ,
2 ૨ તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા;
សវ៌្វេ មូសាមុទ្ទិឝ្យ មេឃសមុទ្រយោ រ្មជ្ជិតា ពភូវុះ
3 ૩ સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું,
សវ៌្វ ឯកម៑ អាត្មិកំ ភក្ឞ្យំ ពុភុជិរ ឯកម៑ អាត្មិកំ បេយំ បបុឝ្ច
4 ૪ તેઓ સર્વએ એક જ આત્મિક પાણી પીધું; કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું; તે ખડક તો ખ્રિસ્ત હતા.
យតស្តេៜនុចរត អាត្មិកាទ៑ អចលាត៑ លព្ធំ តោយំ បបុះ សោៜចលះ ខ្រីឞ្ដឯវ។
5 ૫ પણ તેઓમાંના કેટલાક પર ઈશ્વર પ્રસન્ન નહોતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા.
តថា សត្យបិ តេឞាំ មធ្យេៜធិកេឞុ លោកេឞ្វីឝ្វរោ ន សន្តុតោឞេតិ ហេតោស្តេ ប្រន្តរេ និបាតិតាះ។
6 ૬ જેમ તેઓ દુષ્ટ વસ્તુઓની વાસના રાખનાર હતા તેવા આપણે ન થઈએ, તે માટે આ વાતો આપણે સારુ ચેતવણીરૂપ હતી.
ឯតស្មិន៑ តេ ៜស្មាកំ និទឝ៌នស្វរូបា ពភូវុះ; អតស្តេ យថា កុត្សិតាភិលាឞិណោ ពភូវុរស្មាភិស្តថា កុត្សិតាភិលាឞិភិ រ្ន ភវិតវ្យំ។
7 ૭ જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા, તેવા તમે ન થાઓ; લખેલું છે કે, લોક ખાવાપીવા બેઠા, અને ઊઠીને નાચવા લાગ્યા.
លិខិតមាស្តេ, លោកា ភោក្តុំ បាតុញ្ចោបវិវិឝុស្តតះ ក្រីឌិតុមុត្ថិតា ឥតយនេន ប្រការេណ តេឞាំ កៃឝ្ចិទ៑ យទ្វទ៑ ទេវបូជា ក្ឫតា យុឞ្មាភិស្តទ្វត៑ ន ក្រិយតាំ។
8 ૮ જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, એવું આપણે ન કરીએ.
អបរំ តេឞាំ កៃឝ្ចិទ៑ យទ្វទ៑ វ្យភិចារះ ក្ឫតស្តេន ចៃកស្មិន៑ ទិនេ ត្រយោវិំឝតិសហស្រាណិ លោកា និបាតិតាស្តទ្វទ៑ អស្មាភិ រ្វ្យភិចារោ ន កត៌្តវ្យះ។
9 ૯ જેમ તેઓમાંના કેટલાકે ખ્રિસ્તની કસોટી કરી. અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે ઈશ્વરની કસોટી કરીએ નહિ.
តេឞាំ កេចិទ៑ យទ្វត៑ ខ្រីឞ្ដំ បរីក្ឞិតវន្តស្តស្មាទ៑ ភុជង្គៃ រ្នឞ្ដាឝ្ច តទ្វទ៑ អស្មាភិះ ខ្រីឞ្ដោ ន បរីក្ឞិតវ្យះ។
10 ૧૦ વળી જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારકે તેમનો સંહાર કર્યો એવી કચકચ તમે ન કરો.
តេឞាំ កេចិទ៑ យថា វាក្កលហំ ក្ឫតវន្តស្តត្ការណាត៑ ហន្ត្រា វិនាឝិតាឝ្ច យុឞ្មាភិស្តទ្វទ៑ វាក្កលហោ ន ក្រិយតាំ។
11 ૧૧ હવે તે સર્વ તેઓના પર આવી પડ્યું તે તો આપણને સમજે તે માટે થયું; જેઓનાં પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો બોધ આપણને મળે તેને સારુ તે લખવામાં આવ્યું છે. (aiōn )
តាន៑ ប្រតិ យាន្យេតានិ ជឃដិរេ តាន្យស្មាកំ និទឝ៌នានិ ជគតះ ឝេឞយុគេ វត៌្តមានានាម៑ អស្មាកំ ឝិក្ឞាត៌្ហំ លិខិតានិ ច ពភូវុះ។ (aiōn )
12 ૧૨ માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો સમજે છે, તે પોતે પડે નહિ માટે સાવચેત રહે.
អតឯវ យះ កឝ្ចិទ៑ សុស្ថិរំមន្យះ ស យន្ន បតេត៑ តត្រ សាវធានោ ភវតុ។
13 ૧૩ માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.
មានុឞិកបរីក្ឞាតិរិក្តា កាបិ បរីក្ឞា យុឞ្មាន៑ នាក្រាមត៑, ឦឝ្វរឝ្ច វិឝ្វាស្យះ សោៜតិឝក្ត្យាំ បរីក្ឞាយាំ បតនាត៑ យុឞ្មាន៑ រក្ឞិឞ្យតិ, បរីក្ឞា ច យទ៑ យុឞ្មាភិះ សោឍុំ ឝក្យតេ តទត៌្ហំ តយា សហ និស្តារស្យ បន្ថានំ និរូបយិឞ្យតិ។
14 ૧૪ એ માટે, મારા પ્રિયજનો, મૂર્તિપૂજાથી નાસી જાઓ.
ហេ ប្រិយភ្រាតរះ, ទេវបូជាតោ ទូរម៑ អបសរត។
15 ૧૫ તમને સમજુ માણસો સમજીને, હું એ તમને કહું છું, તમે મારી વાતનો વિચાર કરો.
អហំ យុឞ្មាន៑ វិជ្ញាន៑ មត្វា ប្រភាឞេ មយា យត៑ កថ្យតេ តទ៑ យុឞ្មាភិ រ្វិវិច្យតាំ។
16 ૧૬ આશીર્વાદનાં જે પ્યાલા પર આપણે આશીર્વાદ માગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં રક્તમાં સાથે મળીને ભાગ નથી લેતાં? આપણે જે રોટલી ભાંગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં શરીરમાં સાથે મળીને ભાગ નથી લેતાં?
យទ៑ ធន្យវាទបាត្រម៑ អស្មាភិ រ្ធន្យំ គទ្យតេ តត៑ កិំ ខ្រីឞ្ដស្យ ឝោណិតស្យ សហភាគិត្វំ នហិ? យឝ្ច បូបោៜស្មាភិ រ្ភជ្យតេ ស កិំ ខ្រីឞ្ដស្យ វបុឞះ សហភាគិត្វំ នហិ?
17 ૧૭ રોટલી એક જ છે, માટે આપણે ઘણાં છતાં એક શરીરરૂપ છીએ, કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છીએ.
វយំ ពហវះ សន្តោៜប្យេកបូបស្វរូបា ឯកវបុះស្វរូបាឝ្ច ភវាមះ, យតោ វយំ សវ៌្វ ឯកបូបស្យ សហភាគិនះ។
18 ૧૮ જેઓ જાતિએ ઇઝરાયલી છે તેમને જુઓ; શું યજ્ઞ બલિદાનો ખાનારા યજ્ઞવેદીના સહભાગી નથી?
យូយំ ឝារីរិកម៑ ឥស្រាយេលីយវំឝំ និរីក្ឞធ្វំ។ យេ ពលីនាំ មាំសានិ ភុញ្ជតេ តេ កិំ យជ្ញវេទ្យាះ សហភាគិនោ ន ភវន្តិ?
19 ૧૯ તો હું શું કહું છું? કે મૂર્તિની પ્રસાદી કંઈ છે? અથવા મૂર્તિ કંઈ છે?
ឥត្យនេន មយា កិំ កថ្យតេ? ទេវតា វាស្តវិកី ទេវតាយៃ ពលិទានំ វា វាស្តវិកំ កិំ ភវេត៑?
20 ૨૦ ના, પણ હું કહું છું કે, વિદેશીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહિ, પણ દુષ્ટાત્માઓને આપે છે; તમે તેઓનો સંગ ના કરો, એવી મારી ઇચ્છા છે.
តន្នហិ កិន្តុ ភិន្នជាតិភិ រ្យេ ពលយោ ទីយន្តេ ត ឦឝ្វរាយ តន្នហិ ភូតេភ្យឯវ ទីយន្តេ តស្មាទ៑ យូយំ យទ៑ ភូតានាំ សហភាគិនោ ភវថេត្យហំ នាភិលឞាមិ។
21 ૨૧ તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટાત્માઓનો પ્યાલો પી શકતા નથી; તેમ જ તમે પ્રભુના ભોજનની સાથે દુષ્ટાત્માઓનાં ભોજનના ભાગીદાર થઈ શકતા નથી.
ប្រភោះ កំសេន ភូតានាមបិ កំសេន បានំ យុឞ្មាភិរសាធ្យំ; យូយំ ប្រភោ រ្ភោជ្យស្យ ភូតានាមបិ ភោជ្យស្យ សហភាគិនោ ភវិតុំ ន ឝក្នុថ។
22 ૨૨ તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં વધારે બળવાન છીએ?
វយំ កិំ ប្រភុំ ស្បទ៌្ធិឞ្យាមហេ? វយំ កិំ តស្មាទ៑ ពលវន្តះ?
23 ૨૩ સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉન્નતિકારક નથી.
មាំ ប្រតិ សវ៌្វំ កម៌្មាប្រតិឞិទ្ធំ កិន្តុ ន សវ៌្វំ ហិតជនកំ សវ៌្វម៑ អប្រតិឞិទ្ធំ កិន្តុ ន សវ៌្វំ និឞ្ឋាជនកំ។
24 ૨૪ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.
អាត្មហិតះ កេនាបិ ន ចេឞ្ដិតវ្យះ កិន្តុ សវ៌្វៃះ បរហិតឝ្ចេឞ្ដិតវ្យះ។
25 ૨૫ જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછપરછ વગર ખાઓ;
អាបណេ យត៑ ក្រយ្យំ តទ៑ យុឞ្មាភិះ សំវេទស្យាត៌្ហំ កិមបិ ន ប្ឫឞ្ដ្វា ភុជ្យតាំ
26 ૨૬ કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.
យតះ ប្ឫថិវី តន្មធ្យស្ថញ្ច សវ៌្វំ បរមេឝ្វរស្យ។
27 ૨૭ જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ આપે અને તમે જવા ઇચ્છતા હો, તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરકબુદ્ધિની ખાતર કશી પૂછપરછ કર્યાં વિના ખાઓ.
អបរម៑ អវិឝ្វាសិលោកានាំ កេនចិត៑ និមន្ត្រិតា យូយំ យទិ តត្រ ជិគមិឞថ តហ៌ិ តេន យទ៑ យទ៑ ឧបស្ថាប្យតេ តទ៑ យុឞ្មាភិះ សំវេទស្យាត៌្ហំ កិមបិ ន ប្ឫឞ្ដ្វា ភុជ្យតាំ។
28 ૨૮ પણ જો કોઈ તમને કહે કે, તે મૂર્તિની પ્રસાદી છે, તો જેણે તે બતાવ્યું તેની ખાતર, તથા પ્રેરકબુદ્ધિની ખાતર તે ન ખાઓ.
កិន្តុ តត្រ យទិ កឝ្ចិទ៑ យុឞ្មាន៑ វទេត៑ ភក្ឞ្យមេតទ៑ ទេវតាយាះ ប្រសាទ ឥតិ តហ៌ិ តស្យ ជ្ញាបយិតុរនុរោធាត៑ សំវេទស្យាត៌្ហញ្ច តទ៑ យុឞ្មាភិ រ្ន ភោក្តវ្យំ។ ប្ឫថិវី តន្មធ្យស្ថញ្ច សវ៌្វំ បរមេឝ្វរស្យ,
29 ૨૯ હું જે પ્રેરકબુદ્ધિ કહું છું, તે તારી પોતાની નહિ, પણ બીજી વ્યક્તિની કેમ કે બીજાની પ્રેરકબુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે?
សត្យមេតត៑, កិន្តុ មយា យះ សំវេទោ និទ៌្ទិឝ្យតេ ស តវ នហិ បរស្យៃវ។
30 ૩૦ જો હું આભારપૂર્વક તે ખાવામાં ભાગીદાર થાઉં, તો જેને સારુ હું આભાર માનું છું, તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે છે?
អនុគ្រហបាត្រេណ មយា ធន្យវាទំ ក្ឫត្វា យទ៑ ភុជ្យតេ តត្ការណាទ៑ អហំ កុតោ និន្ទិឞ្យេ?
31 ૩૧ માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.
តស្មាទ៑ ភោជនំ បានម៑ អន្យទ្វា កម៌្ម កុវ៌្វទ្ភិ រ្យុឞ្មាភិះ សវ៌្វមេវេឝ្វរស្យ មហិម្នះ ប្រកាឝាត៌្ហំ ក្រិយតាំ។
32 ૩૨ તમે યહૂદીઓને, ગ્રીકોને કે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને અવરોધરૂપ ન થાઓ;
យិហូទីយានាំ ភិន្នជាតីយានាម៑ ឦឝ្វរស្យ សមាជស្យ វា វិឃ្នជនកៃ រ្យុឞ្មាភិ រ្ន ភវិតវ្យំ។
33 ૩૩ તેઓ ઉદ્ધાર પામે માટે જેમ હું પણ સર્વ બાબતે સર્વને ખુશ રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાંનું હિત જોઉં છું, તેમ જ તમે કરો.
អហមប្យាត្មហិតម៑ អចេឞ្ដមានោ ពហូនាំ បរិត្រាណាត៌្ហំ តេឞាំ ហិតំ ចេឞ្ដមានះ សវ៌្វវិឞយេ សវ៌្វេឞាំ តុឞ្ដិករោ ភវាមីត្យនេនាហំ យទ្វត៑ ខ្រីឞ្ដស្យានុគាមី តទ្វទ៑ យូយំ មមានុគាមិនោ ភវត។