< 1 કાળવ્રત્તાંત 7 >
1 ૧ ઇસ્સાખારના ચાર દીકરાઓ: તોલા, પૂઆહ, યાશૂબ તથા શિમ્રોન.
Dos filhos de Issachar: Tola, Puah, Jashub, e Shimron, quatro.
2 ૨ તોલાના દીકરાઓ: ઉઝિઝ, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ તથા શમુએલ. તેઓ તેમના પિતૃઓના કુટુંબોના એટલે કે, તોલાના કુટુંબનાં આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં તેઓની સંખ્યા બાવીસ હજાર છસોની હતી.
Dos filhos de Tola: Uzzi, Rephaiah, Jeriel, Jahmai, Ibsam e Shemuel, chefes das casas de seus pais, de Tola; poderosos homens de valor em suas gerações. O número deles nos dias de Davi era de vinte e dois mil e seiscentos.
3 ૩ ઉઝિઝનો દીકરો યિઝાહયા. યિઝાહયાના દીકરાઓ: મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શિયા. આ પાંચ આગેવાનો હતા.
O filho de Uzzi: Izrahiah. Os filhos de Izrahiah: Michael, Obadiah, Joel, e Isshiah, cinco; todos eles homens chefes.
4 ૪ તેઓના પિતૃઓના કુટુંબોની વંશાવળી પ્રમાણે, તેઓની પાસે લડાઈને માટે હથિયારબંધ છત્રીસ હજાર માણસો હતા, કેમ કે તેઓની ઘણી પત્નીઓ તથા દીકરાઓ હતા.
Com eles, por suas gerações, depois das casas de seus pais, estavam bandas do exército para a guerra, trinta e seis mil; pois tinham muitas esposas e filhos.
5 ૫ ઇસ્સાખારના કુળના પિતૃઓનાં કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતાં તેઓ સિત્યાશી હજાર યોદ્ધાઓ હતા.
Seus irmãos entre todas as famílias de Issachar, poderosos homens de valor, listados ao todo pela genealogia, eram oitenta e sete mil.
6 ૬ બિન્યામીનના ત્રણ દીકરાઓ: બેલા, બેખેર તથા યદીએલ.
Os filhos de Benjamin: Bela, Becher, e Jediael, três.
7 ૭ બેલાના પાંચ દીકરાઓ; એસ્બોન, ઉઝિઝ, ઉઝિયેલ, યરિમોથ તથા ઈરી હતા. તેઓ કુટુંબોના સૈનિકો તથા આગેવાનો હતા. તેઓની ગણતરી પ્રમાણે તેઓના યોદ્ધાઓની સંખ્યા બાવીસ હજાર ચોત્રીસ હતી.
Os filhos de Bela: Ezbon, Uzzi, Uzziel, Jerimoth e Iri, cinco; chefes de casa dos pais, homens poderosos e de valor; e foram listados por genealogia vinte e dois mil e trinta e quatro.
8 ૮ બેખેરના દીકરાઓ: ઝમિરા, યોઆશ, એલીએઝેર, એલ્યોનાય, ઓમ્રી, યેરેમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ. આ બધા તેના દીકરાઓ હતા.
Os filhos de Becher: Zemirah, Joash, Eliezer, Elioenai, Omri, Jeremoth, Abijah, Anathoth, e Alemeth. Todos estes foram os filhos de Becher.
9 ૯ તેઓનાં કુટુંબો પ્રમાણે તેમની ગણતરી કરતાં તેઓ વીસ હજાર બસો શૂરવીર પુરુષો તથા કુટુંબોના આગેવાનો હતા.
Eles foram listados por genealogia, depois de suas gerações, chefes das casas de seus pais, homens poderosos de valor, vinte mil e duzentos.
10 ૧૦ યદીએલનો દીકરો બિલ્હાન હતો. બિલ્હાનના દીકરાઓ: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહિશાહાર.
O filho de Jediael: Bilhan. Os filhos de Bilhan: Jeush, Benjamin, Ehud, Chenaanah, Zethan, Tarshish, e Ahishahar.
11 ૧૧ આ બધા યદીએલના દીકરાઓ હતા. તેઓના કુટુંબનાં સત્તર હજાર બસો આગેવાનો અને યોદ્ધા હતા. તેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.
Todos estes foram filhos de Jediael, de acordo com os chefes de família de seus pais, poderosos homens de valor, dezessete mil e duzentos, que puderam sair para a guerra no exército.
12 ૧૨ ઈરના વંશજો: શુપ્પીમ તથા હુપ્પીમ અને આહેરનો દીકરો હુશીમ.
So eram Shuppim, Huppim, os filhos de Ir, Hushim, e os filhos de Aher.
13 ૧૩ નફતાલીના દીકરાઓ; યાહસીએલ, ગૂની, યેસેર તથા શાલ્લુમ. તેઓ બિલ્હાના દીકરાઓ હતા.
Os filhos de Naftali: Jahziel, Guni, Jezer, Shallum, e os filhos de Bilhah.
14 ૧૪ મનાશ્શાના પુત્રો; અરામી ઉપપત્નીથી જન્મેલા આસ્રીએલ અને માખીર. તેને જ માખીરનો દીકરો ગિલ્યાદ.
Os filhos de Manasseh: Asriel, a quem sua concubina, a Aramitess, aborreceu. Ela deu à luz Machir, o pai de Gilead.
15 ૧૫ માખીરે હુપ્પીમ અને શુપ્પીમકુળમાંથી બે પત્નીઓ સાથે લગ્ન કર્યા. એકનું નામ માકા હતું. મનાશ્શાના બીજા વંશજનું નામ સલોફહાદ હતું, તેને દીકરાઓ ન હતા, માત્ર દીકરીઓ જ હતી.
Machir levou uma esposa de Huppim e Shuppim, cujo nome da irmã era Maacah. O nome da segunda era Zelophehad; e Zelophehad tinha filhas.
16 ૧૬ માખીરની પત્ની માકાને દીકરો જન્મ્યો. તેણે તેનું નામ પેરેશ રાખ્યું. તેના ભાઈનું નામ શેરેશ. તેના દીકરાઓ ઉલામ તથા રેકેમ.
Maacah, a esposa de Machir, teve um filho, e ela lhe deu o nome de Peresh. O nome de seu irmão era Sheresh; e seus filhos eram Ulam e Rakem.
17 ૧૭ ઉલામનો દીકરો બદાન. તેઓ મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના વંશજો હતા.
Os filhos de Ulam: Bedan. Estes eram os filhos de Gilead, o filho de Machir, o filho de Manasseh.
18 ૧૮ ગિલ્યાદની બહેન હામ્મોલેખેથે ઈશ્હોદ, અબીએઝેર તથા માહલાને જન્મ આપ્યો.
Sua irmã Hammolecheth deu à luz Ishhod, Abiezer, e Mahlah.
19 ૧૯ શમિદાના દીકરાઓ; આહ્યાન, શેખેમ, લિકહી તથા અનીઆમ.
Os filhos de Shemida eram Ahian, Shechem, Likhi, e Aniam.
20 ૨૦ એફ્રાઇમના વંશજો નીચે પ્રમાણે છે; એફ્રાઇમનો દીકરો શુથેલા હતો. શુથેલાનો દીકરો બેરેદ હતો. બેરેદનો દીકરો તાહાથ હતો. તાહાથનો દીકરો એલાદા હતો. એલાદાનો દીકરો તાહાથ હતો.
Os filhos de Efraim: Shuthelah, Bered seu filho, Tahath seu filho, Eleadah seu filho, Tahath seu filho,
21 ૨૧ તાહાથનો દીકરો ઝાબાદ હતો. ઝાબાદના દીકરા શુથેલા, એઝેર તથા એલાદ. તેઓને દેશના મૂળ રહેવાસીઓ ગાથના પુરુષોએ મારી નાખ્યા, કારણ કે તેઓનાં જાનવરને લૂંટી જવા માટે તેઓ આવ્યા હતા.
Zabad seu filho, Shuthelah seu filho, Ezer, e Elead, que os homens de Gate que nasceram na terra mataram, porque desceram para levar seu gado.
22 ૨૨ તેઓના પિતા એફ્રાઇમે ઘણાં દિવસો સુધી શોક કર્યો, તેના ભાઈઓ તેને દિલાસો આપવા આવ્યા.
Ephraim seu pai chorou muitos dias, e seus irmãos vieram para confortá-lo.
23 ૨૩ એફ્રાઇમની પત્ની ગર્ભવતી થઈ તેણે પુત્રને જન્મ આપ્યો. એફ્રાઇમે તેનું નામ બરિયા ભાગ્યહીન રાખ્યું, કારણ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી.
Ele foi até sua esposa, e ela concebeu e deu à luz um filho, e ele o chamou de Beriah, porque havia problemas com sua casa.
24 ૨૪ તેને શેરા નામની એક દીકરી હતી. તેણે નીચેનું બેથ-હોરોન તથા ઉપરનું ઉઝ્ઝેન-શેરાહ એમ બે નગરો બાંધ્યા.
Sua filha era Sheerah, que construiu Beth Horon, a inferior e a superior, e Uzzen Sheerah.
25 ૨૫ એફ્રાઇમના દીકરા રેફા તથા રેશેફ હતો. રેશેફનો દીકરો તેલાહ હતો. તેલાહનો દીકરો તાહાન હતો.
Rephah era seu filho, Resheph seu filho, Telah seu filho, Tahan seu filho,
26 ૨૬ તાહાનનો દીકરો લાદાન હતો. લાદાનનો દીકરો આમિહુદ હતો. આમ્મીહૂદનો દીકરો અલિશામા હતો.
Ladan seu filho, Ammihud seu filho, Elishama seu filho,
27 ૨૭ અલિશામાનો દીકરો નૂન હતો. નૂનનો દીકરો યહોશુઆ હતો.
Nun seu filho, e Joshua seu filho.
28 ૨૮ તેઓનાં વતન તથા વસવાટ બેથેલ તથા તેની આસપાસનાં ગામો હતાં. તેઓ પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેનાં ગામો, વળી શખેમ તથા તેનાં ગામો અને અઝઝાહ તથા તેના ગામો સુધી વિસ્તરેલા હતા.
Seus bens e assentamentos foram Betel e suas cidades, e Naaran ao leste, e Gezer ao oeste com suas cidades; Shechem também e suas cidades, para Azzah e suas cidades;
29 ૨૯ મનાશ્શાની સીમા પાસે બેથ-શેઆન તથા તેનાં ગામો, તાનાખ તથા તેનાં ગામો, મગિદ્દો તથા તેનાં ગામો, દોર તથા તેનાં ગામો હતા. આ બધાં નગરોમાં ઇઝરાયલના દીકરા યૂસફના વંશજો રહેતા હતા.
e pelas fronteiras das crianças de Manasseh, Beth Shean e suas cidades, Taanach e suas cidades, Megiddo e suas cidades, e Dor e suas cidades. Os filhos de José, o filho de Israel, viviam neles.
30 ૩૦ આશેરના દીકરાઓ: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા. સેરાહ તેઓની બહેન હતી.
Os filhos de Asher: Imnah, Ishvah, Ishvi, e Beriah. Serah era irmã deles.
31 ૩૧ બરિયાના દીકરાઓ; હેબેર તથા માલ્કીએલ. માલ્કીએલનો દીકરો બિર્ઝાઈથ.
Os filhos de Beriah: Heber e Malchiel, que foi o pai de Birzaith.
32 ૩૨ હેબેરના દીકરાઓ; યાફલેટ, શોમેર તથા હોથામ. શુઆ તેઓની બહેન હતી.
Heber tornou-se o pai de Japhlet, Shomer, Hotham e Shua, irmã deles.
33 ૩૩ યાફલેટના દીકરાઓ; પાસાખ, બિમ્હાલ તથા આશ્વાથ. આ યાફલેટના બાળકો હતા.
Os filhos de Japhlet: Pasach, Bimhal, e Ashvath. Estes são os filhos de Japhlet.
34 ૩૪ યાફલેટના ભાઈ શેમેરના દીકરાઓ; અહી, રોહગા, યહુબ્બા તથા અરામ.
Os filhos de Shemer: Ahi, Rohgah, Jehubbah, e Aram.
35 ૩૫ શોમેરના ભાઈ હેલેમના આ દીકરાઓ હતા; સોફાહ, ઇમ્ના, શેલેશ તથા આમાલ.
Os filhos de Helem, seu irmão: Zophah, Imna, Shelesh, e Amal.
36 ૩૬ સોફાહના દીકરાઓ; શુઆ, હાર્નેફેર, શુઆલ, બેરી, યિમ્રા,
Os filhos de Zophah: Suah, Harnepher, Shual, Beri, Imrah,
37 ૩૭ બેસેર, હોદ, શામ્મા, શિલ્શા, યિથ્રાન તથા બેરા.
Bezer, Hod, Shamma, Shilshah, Ithran, e Beera.
38 ૩૮ યેથેરના દીકરાઓ; યફૂન્ને, પિસ્પા, તથા અરા.
Os filhos de Jether: Jephunneh, Pispa, e Ara.
39 ૩૯ ઉલ્લાના વંશજો; આરાહ, હાન્નીએલ તથા રિસ્યા.
Os filhos de Ulla: Arah, Hanniel, e Rizia.
40 ૪૦ એ બધા આશેરના વંશજો હતા. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના આગેવાનો, પરાક્રમી, શૂરવીર, પ્રસિદ્ધ પુરુષો તથા મુખ્ય માણસો હતા. વંશાવળી પ્રમાણે યુદ્ધના કામ માટેની તેઓની ગણતરી કરતાં તેઓ છવ્વીસ હજાર પુરુષો હતા.
Todos estes foram os filhos de Asher, chefes das casas dos pais, escolhidos e poderosos homens de valor, chefes dos príncipes. O número deles listados por genealogia para o serviço na guerra foi de vinte e seis mil homens.