< 1 કાળવ્રત્તાંત 6 >

1 લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.
בְּנֵ֖י לֵוִ֑י גֵּרְשׁ֕וֹן קְהָ֖ת וּמְרָרִֽי׃
2 કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ.
וּבְנֵ֖י קְהָ֑ת עַמְרָ֣ם יִצְהָ֔ר וְחֶבְר֖וֹן וְעֻזִּיאֵֽל׃ ס
3 આમ્રામના દીકરાઓ: હારુન, મૂસા તથા દીકરી મરિયમ. હારુનના દીકરાઓ: નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
וּבְנֵ֣י עַמְרָ֔ם אַהֲרֹ֥ן וּמֹשֶׁ֖ה וּמִרְיָ֑ם ס וּבְנֵ֣י אַהֲרֹ֔ן נָדָב֙ וַאֲבִיה֔וּא אֶלְעָזָ֖ר וְאִיתָמָֽר׃ ס
4 એલાઝારનો દીકરો ફીનહાસ. ફીનહાસનો દીકરો અબીશૂઆ.
אֶלְעָזָר֙ הוֹלִ֣יד אֶת־פִּֽינְחָ֔ס פִּֽינְחָ֖ס הֹלִ֥יד אֶת־אֲבִישֽׁוּעַ׃
5 અબીશૂઆનો દીકરો બુક્કી. બુક્કીનો દીકરો ઉઝઝી.
וַאֲבִישׁ֙וּעַ֙ הוֹלִ֣יד אֶת־בֻּקִּ֔י וּבֻקִּ֖י הוֹלִ֥יד אֶת־עֻזִּֽי׃
6 ઉઝઝીનો દીકરો ઝરાહયા. ઝરાહયાનો દીકરો મરાયોથ.
וְעֻזִּי֙ הוֹלִ֣יד אֶת־זְרַֽחְיָ֔ה וּֽזְרַֽחְיָ֖ה הוֹלִ֥יד אֶת־מְרָיֽוֹת׃
7 મરાયોથનો દીકરો અમાર્યા. અમાર્યાનો દીકરો અહિટૂબ.
מְרָיוֹת֙ הוֹלִ֣יד אֶת־אֲמַרְיָ֔ה וַאֲמַרְיָ֖ה הוֹלִ֥יד אֶת־אֲחִיטֽוּב׃
8 અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો અહિમાઆસ.
וַאֲחִיטוּב֙ הוֹלִ֣יד אֶת־צָד֔וֹק וְצָד֖וֹק הוֹלִ֥יד אֶת־אֲחִימָֽעַץ׃
9 અહિમાઆસનો દીકરો અઝાર્યા. અઝાર્યાનો દીકરો યોહાનાન.
וַאֲחִימַ֙עַץ֙ הוֹלִ֣יד אֶת־עֲזַרְיָ֔ה וַעֲזַרְיָ֖ה הוֹלִ֥יד אֶת־יוֹחָנָֽן׃
10 ૧૦ યોહાનાનનો દીકરો અઝાર્યા. સુલેમાને યરુશાલેમમાં જે ભક્તિસ્થાન બાંધ્યું તેમા જે સેવા કરતો હતો તે એ જ છે.
וְיוֹחָנָ֖ן הוֹלִ֣יד אֶת־עֲזַרְיָ֑ה ה֚וּא אֲשֶׁ֣ר כִּהֵ֔ן בַּבַּ֕יִת אֲשֶׁר־בָּנָ֥ה שְׁלֹמֹ֖ה בִּירוּשָׁלִָֽם׃
11 ૧૧ અઝાર્યાનો દીકરો અમાર્યા. અને અમાર્યાનો દીકરો અહિટૂબ.
וַיּ֥וֹלֶד עֲזַרְיָ֖ה אֶת־אֲמַרְיָ֑ה וַאֲמַרְיָ֖ה הוֹלִ֥יד אֶת־אֲחִיטֽוּב׃
12 ૧૨ અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો શાલ્લુમ.
וַאֲחִיטוּב֙ הוֹלִ֣יד אֶת־צָד֔וֹק וְצָד֖וֹק הוֹלִ֥יד אֶת־שַׁלּֽוּם׃
13 ૧૩ શાલ્લુમનો દીકરો હિલ્કિયા. હિલ્કિયાનો દીકરો અઝાર્યા.
וְשַׁלּוּם֙ הוֹלִ֣יד אֶת־חִלְקִיָּ֔ה וְחִלְקִיָּ֖ה הוֹלִ֥יד אֶת־עֲזַרְיָֽה׃
14 ૧૪ અઝાર્યાનો દીકરો સરાયા. સરાયાનો દીકરો યહોસાદાક.
וַעֲזַרְיָה֙ הוֹלִ֣יד אֶת־שְׂרָיָ֔ה וּשְׂרָיָ֖ה הוֹלִ֥יד אֶת־יְהוֹצָדָֽק׃
15 ૧૫ જયારે ઈશ્વરે નબૂખાદનેસ્સાર મારફતે યહૂદિયા અને યરુશાલેમના લોકોને બંદીવાન બનાવ્યાં હતા ત્યારે યહોસાદાકને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો હતો.
וִיהוֹצָדָ֣ק הָלַ֔ךְ בְּהַגְל֣וֹת יְהוָ֔ה אֶת־יְהוּדָ֖ה וִירוּשָׁלִָ֑ם בְּיַ֖ד נְבֻכַדְנֶאצַּֽר׃ ס
16 ૧૬ લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.
בְּנֵ֖י לֵוִ֑י גֵּרְשֹׁ֕ם קְהָ֖ת וּמְרָרִֽי׃
17 ૧૭ ગેર્શોમના દીકરાઓ: લિબ્ની તથા શિમઈ.
וְאֵ֛לֶּה שְׁמ֥וֹת בְּֽנֵי־גֵרְשׁ֖וֹם לִבְנִ֥י וְשִׁמְעִֽי׃
18 ૧૮ કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.
וּבְנֵ֖י קְהָ֑ת עַמְרָ֣ם וְיִצְהָ֔ר וְחֶבְר֖וֹן וְעֻזִּיאֵֽל׃
19 ૧૯ મરારીના દીકરાઓ: માહલી તથા મુશી. આ લેવીઓનાં કુળો તેમના પિતાના કુટુંબો પ્રમાણે:
בְּנֵ֥י מְרָרִ֖י מַחְלִ֣י וּמֻשִׁ֑י וְאֵ֛לֶּה מִשְׁפְּח֥וֹת הַלֵּוִ֖י לַאֲבוֹתֵיהֶֽם׃
20 ૨૦ ગેર્શોમનો દીકરો: લિબ્ની. લિબ્નીનો દીકરો યાહાથ, તેનો દીકરો ઝિમ્મા.
לְֽגֵרְשׁ֑וֹם לִבְנִ֥י בְנ֛וֹ יַ֥חַת בְּנ֖וֹ זִמָּ֥ה בְנֽוֹ׃
21 ૨૧ તેનો દીકરો યોઆહ, તેનો દીકરો ઇદ્દો, તેનો દીકરો ઝેરાહ, તેનો દીકરો યેઆથરાય.
יוֹאָ֤ח בְּנוֹ֙ עִדּ֣וֹ בְנ֔וֹ זֶ֥רַח בְּנ֖וֹ יְאָתְרַ֥י בְּנֽוֹ׃
22 ૨૨ કહાથના વંશજો: તેનો દીકરો આમ્મીનાદાબ, તેનો દીકરો કોરા, તેનો દીકરો આસ્સીર,
בְּנֵ֖י קְהָ֑ת עַמִּינָדָ֣ב בְּנ֔וֹ קֹ֥רַח בְּנ֖וֹ אַסִּ֥יר בְּנֽוֹ׃
23 ૨૩ તેનો દીકરો એલ્કાના, તેનો દીકરો એબ્યાસાફ, તેનો દીકરો આસ્સીર,
אֶלְקָנָ֥ה בְנ֛וֹ וְאֶבְיָסָ֥ף בְּנ֖וֹ וְאַסִּ֥יר בְּנֽוֹ׃
24 ૨૪ તેનો દીકરો તાહાથ, તેનો દીકરો ઉરીએલ, તેનો દીકરો ઉઝિયા, તેનો દીકરો શાઉલ.
תַּ֤חַת בְּנוֹ֙ אוּרִיאֵ֣ל בְּנ֔וֹ עֻזִּיָּ֥ה בְנ֖וֹ וְשָׁא֥וּל בְּנֽוֹ׃
25 ૨૫ એલ્કાનાના દીકરાઓ: અમાસાય તથા અહિમોથ.
וּבְנֵי֙ אֶלְקָנָ֔ה עֲמָשַׂ֖י וַאֲחִימֽוֹת׃
26 ૨૬ એલ્કાનાનો બીજો દીકરો સોફાય, તેનો દીકરો નાહાથ.
אֶלְקָנָ֑ה בְּנֵי֙ אֶלְקָנָ֔ה צוֹפַ֥י בְּנ֖וֹ וְנַ֥חַת בְּנֽוֹ׃
27 ૨૭ તેનો દીકરો અલિયાબ, તેનો દીકરો યરોહામ, તેનો દીકરો એલ્કાના.
אֱלִיאָ֥ב בְּנ֛וֹ יְרֹחָ֥ם בְּנ֖וֹ אֶלְקָנָ֥ה בְּנֽוֹ וּשְׁמוּאֵל בְנֽוֹ׃
28 ૨૮ શમુએલના દીકરાઓ: જયેષ્ઠપુત્ર યોએલ તથા બીજો અબિયા.
וּבְנֵ֧י שְׁמוּאֵ֛ל הַבְּכֹ֥ר יוֹאֵל וַשְׁנִ֖י וַאֲבִיָּֽה׃ ס
29 ૨૯ મરારીનો દીકરો માહલી, તેનો દીકરો લિબ્ની, તેનો દીકરો શિમઈ તથા તેનો દીકરો ઉઝઝા.
בְּנֵ֥י מְרָרִ֖י מַחְלִ֑י לִבְנִ֥י בְנ֛וֹ שִׁמְעִ֥י בְנ֖וֹ עֻזָּ֥ה בְנֽוֹ׃
30 ૩૦ તેનો દીકરો શિમા, તેનો દીકરો હાગ્ગિયા, તેનો દીકરો અસાયા.
שִׁמְעָ֥א בְנ֛וֹ חַגִּיָּ֥ה בְנ֖וֹ עֲשָׂיָ֥ה בְנֽוֹ׃ פ
31 ૩૧ કરારકોશને લાવીને એક જગ્યાએ પ્રસ્થાપિત કર્યા પછી ઈશ્વરના ભક્તિસ્થાનમાં દાઉદ રાજાએ ઈશ્વરની સ્તુતિ કરવા માટે સંગીતકારો પર આગેવાનો નીમ્યા.
וְאֵ֗לֶּה אֲשֶׁ֨ר הֶעֱמִ֥יד דָּוִ֛יד עַל־יְדֵי־שִׁ֖יר בֵּ֣ית יְהוָ֑ה מִמְּנ֖וֹחַ הָאָרֽוֹן׃
32 ૩૨ જ્યાં સુધી સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન યરુશાલેમમાં બાંધ્યું નહોતું, ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકાતમંડપના તંબુ આગળ સેવા કરતા હતા. તેઓ તેમને આપેલા કામના ક્રમ પ્રમાણે સેવા માટે હાજર રહેતા હતા.
וַיִּהְי֨וּ מְשָׁרְתִ֜ים לִפְנֵ֨י מִשְׁכַּ֤ן אֹֽהֶל־מוֹעֵד֙ בַּשִּׁ֔יר עַד־בְּנ֧וֹת שְׁלֹמֹ֛ה אֶת־בֵּ֥ית יְהוָ֖ה בִּירוּשָׁלִָ֑ם וַיַּעַמְד֥וּ כְמִשְׁפָּטָ֖ם עַל־עֲבוֹדָתָֽם׃
33 ૩૩ જેઓ સેવા કરતા હતા તેઓ તથા તેઓના દીકરાઓ: કહાથીઓના કુટુંબનો ગાયક હેમાન, હેમાન યોએલનો દીકરો, યોએલ શમુએલનો દીકરો,
וְאֵ֥לֶּה הָעֹמְדִ֖ים וּבְנֵיהֶ֑ם מִבְּנֵי֙ הַקְּהָתִ֔י הֵימָן֙ הַמְשׁוֹרֵ֔ר בֶּן־יוֹאֵ֖ל בֶּן־שְׁמוּאֵֽל׃
34 ૩૪ શમુએલ એલ્કાનાનો દીકરો, એલ્કાના યરોહામનો દીકરો, યરોહામ અલિયેલનો દીકરો, અલિયેલ તોઆનો દીકરો હતો.
בֶּן־אֶלְקָנָה֙ בֶּן־יְרֹחָ֔ם בֶּן־אֱלִיאֵ֖ל בֶּן־תּֽוֹחַ׃
35 ૩૫ તોઆ સૂફનો દીકરો, સૂફ એલ્કાનાનો દીકરો, એલ્કાના માહાથનો દીકરો, માહાથ અમાસાયનો દીકરો,
בֶּן־צוּף֙ בֶּן־אֶלְקָנָ֔ה בֶּן־מַ֖חַת בֶּן־עֲמָשָֽׂי׃
36 ૩૬ અમાસાય એલ્કાનાનો દીકરો, એલ્કાના યોએલનો દીકરો, યોએલ અઝાર્યાનો દીકરો, અઝાર્યા સફાન્યાનો દીકરો,
בֶּן־אֶלְקָנָה֙ בֶּן־יוֹאֵ֔ל בֶּן־עֲזַרְיָ֖ה בֶּן־צְפַנְיָֽה׃
37 ૩૭ સફાન્યા તાહાથનો દીકરો, તાહાથ આસ્સીરનો દીકરો, આસ્સીર એબ્યાસાફનો દીકરો, એબ્યાસાફ કોરાનો દીકરો,
בֶּן־תַּ֙חַת֙ בֶּן־אַסִּ֔יר בֶּן־אֶבְיָסָ֖ף בֶּן־קֹֽרַח׃
38 ૩૮ કોરા યિસ્હારનો દીકરો, યિસ્હાર કહાથનો દીકરો, કહાથ લેવીનો દીકરો, લેવી ઇઝરાયલનો દીકરો.
בֶּן־יִצְהָ֣ר בֶּן־קְהָ֔ת בֶּן־לֵוִ֖י בֶּן־יִשְׂרָאֵֽל׃
39 ૩૯ હેમાનનો સાથીદાર આસાફ, જે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફ બેરેખ્યાનો દીકરો, બેરેખ્યા શિમઆનો દીકરો.
וְאָחִ֣יו אָסָ֔ף הָעֹמֵ֖ד עַל־יְמִינ֑וֹ אָסָ֥ף בֶּן־בֶּרֶכְיָ֖הוּ בֶּן־שִׁמְעָֽא׃
40 ૪૦ શિમઆ મિખાએલનો દીકરો, મિખાએલ બાસેયાનો દીકરો, બાસેયા માલ્કિયાનો દીકરો.
בֶּן־מִיכָאֵ֥ל בֶּן־בַּעֲשֵׂיָ֖ה בֶּן־מַלְכִּיָּֽה׃
41 ૪૧ માલ્કિયા એથ્નીનો દીકરો, એથ્ની ઝેરાનો દીકરો, ઝેરા અદાયાનો દીકરો.
בֶּן־אֶתְנִ֥י בֶן־זֶ֖רַח בֶּן־עֲדָיָֽה׃
42 ૪૨ અદાયા એથાનનો દીકરો, એથાન ઝિમ્માનો દીકરો, ઝિમ્મા શિમઈનો દીકરો.
בֶּן־אֵיתָ֥ן בֶּן־זִמָּ֖ה בֶּן־שִׁמְעִֽי׃
43 ૪૩ શિમઈ યાહાથનો દીકરો, યાહાથ ગેર્શોમનો દીકરો, ગેર્શોમ લેવીનો દીકરો.
בֶּן־יַ֥חַת בֶּן־גֵּרְשֹׁ֖ם בֶּן־לֵוִֽי׃ ס
44 ૪૪ હેમાનના ડાબા હાથે તેના સાથીદાર મરારીના દીકરાઓ હતા. તેઓમાં કીશીનો દીકરો એથાન. કીશી આબ્દીનો દીકરો, આબ્દી માલ્લૂખનો દીકરો.
וּבְנֵ֧י מְרָרִ֛י אֲחֵיהֶ֖ם עַֽל־הַשְּׂמֹ֑אול אֵיתָן֙ בֶּן־קִישִׁ֔י בֶּן־עַבְדִּ֖י בֶּן־מַלּֽוּךְ׃
45 ૪૫ માલ્લૂખ હશાબ્યાનો દીકરો, હશાબ્યા અમાસ્યાનો દીકરો, અમાસ્યા હિલ્કિયાનો દીકરો.
בֶּן־חֲשַׁבְיָ֥ה בֶן־אֲמַצְיָ֖ה בֶּן־חִלְקִיָּֽה׃
46 ૪૬ હિલ્કિયા આમ્સીનો દીકરો, આમ્સી બાનીનો દીકરો, બાની શેમેરનો દીકરો,
בֶּן־אַמְצִ֥י בֶן־בָּנִ֖י בֶּן־שָֽׁמֶר׃
47 ૪૭ શેમેર માહલીનો દીકરો, માહલી મૂશીનો દીકરો, મુશી મરારીનો દીકરો, મરારી લેવીનો દીકરો.
בֶּן־מַחְלִי֙ בֶּן־מוּשִׁ֔י בֶּן־מְרָרִ֖י בֶּן־לֵוִֽי׃ ס
48 ૪૮ તેઓના લેવી સાથીઓ ઈશ્વરના મંડપની તમામ સેવાને માટે નિમાયેલા હતા.
וַאֲחֵיהֶ֖ם הַלְוִיִּ֑ם נְתוּנִ֕ים לְכָ֨ל־עֲבוֹדַ֔ת מִשְׁכַּ֖ן בֵּ֥ית הָאֱלֹהִֽים׃
49 ૪૯ હારુન તથા તેના દીકરાઓએ પરમપવિત્રસ્થાનને લગતું સઘળું કામ કર્યું. એટલે તેઓએ દહનીયાર્પણની વેદી પર અર્પણો ચઢાવ્યાં. તેઓએ ધૂપવેદી પર ધૂપ બાળ્યું. સર્વ ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવા સારુ, તેઓએ ઈશ્વરના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે કરતા હતા.
וְֽאַהֲרֹ֨ן וּבָנָ֜יו מַקְטִירִ֨ים עַל־מִזְבַּ֤ח הָֽעוֹלָה֙ וְעַל־מִזְבַּ֣ח הַקְּטֹ֔רֶת לְכֹ֕ל מְלֶ֖אכֶת קֹ֣דֶשׁ הַקֳּדָשִׁ֑ים וּלְכַפֵּר֙ עַל־יִשְׂרָאֵ֔ל כְּכֹל֙ אֲשֶׁ֣ר צִוָּ֔ה מֹשֶׁ֖ה עֶ֥בֶד הָאֱלֹהִֽים׃ פ
50 ૫૦ હારુનના વંશજો: હારુનનો દીકરો એલાઝાર, એલાઝારનો દીકરો ફીનહાસ, ફીનહાસનો દીકરો અબીશૂઆ,
וְאֵ֖לֶּה בְּנֵ֣י אַהֲרֹ֑ן אֶלְעָזָ֥ר בְּנ֛וֹ פִּֽינְחָ֥ס בְּנ֖וֹ אֲבִישׁ֥וּעַ בְּנֽוֹ׃
51 ૫૧ અબીશૂઆનો દીકરો બુક્કી, બુક્કીનો દીકરો ઉઝઝી, ઉઝઝીનો દીકરો ઝરાહયા,
בֻּקִּ֥י בְנ֛וֹ עֻזִּ֥י בְנ֖וֹ זְרַֽחְיָ֥ה בְנֽוֹ׃
52 ૫૨ ઝરાયાનો દીકરો મરાયોથ, મરાયોથનો દીકરો અમાર્યા, અમાર્યાનો દીકરો અહિટૂબ,
מְרָי֥וֹת בְּנ֛וֹ אֲמַרְיָ֥ה בְנ֖וֹ אֲחִיט֥וּב בְּנֽוֹ׃
53 ૫૩ અહિટૂબનો દીકરો સાદોક, સાદોકનો દીકરો અહિમાઆસ હતો.
צָד֥וֹק בְּנ֖וֹ אֲחִימַ֥עַץ בְּנֽוֹ׃ ס
54 ૫૪ જે જગ્યા હારુનના વંશજોને આપવામાં આવી હતી. એ જગ્યાઓ આ હતી. કહાથીઓના કુટુંબો માટે ચિઠ્ઠીઓ નાખીને પહેલો ભાગ તેમને આપવામાં આવ્યો હતો:
וְאֵ֙לֶּה֙ מוֹשְׁבוֹתָ֔ם לְטִירוֹתָ֖ם בִּגְבוּלָ֑ם לִבְנֵ֤י אַהֲרֹן֙ לְמִשְׁפַּחַ֣ת הַקְּהָתִ֔י כִּ֥י לָהֶ֖ם הָיָ֥ה הַגּוֹרָֽל׃
55 ૫૫ તેઓને યહૂદાના દેશમાં હેબ્રોન તથા તેની આસપાસની ઘાસચારાવાળી જમીનો આપવામાં આવી હતી.
וַֽיִּתְּנ֥וּ לָהֶ֛ם אֶת־חֶבְר֖וֹן בְּאֶ֣רֶץ יְהוּדָ֑ה וְאֶת־מִגְרָשֶׁ֖יהָ סְבִיבֹתֶֽיהָ׃
56 ૫૬ પણ તે નગરનાં ખેતરો તથા તેની આસપાસનાં ગામો તેઓએ યફૂન્નેના દીકરા કાલેબને આપ્યાં.
וְאֶת־שְׂדֵ֥ה הָעִ֖יר וְאֶת־חֲצֵרֶ֑יהָ נָתְנ֖וּ לְכָלֵ֥ב בֶּן־יְפֻנֶּֽה׃ ס
57 ૫૭ હારુનના વંશજોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્નાહ તેના ગોચરો સહિત યાત્તીર તથા એશ્તમોઆ તેના ગોચરો સહિત,
וְלִבְנֵ֣י אַהֲרֹ֗ן נָתְנוּ֙ אֶת־עָרֵ֣י הַמִּקְלָ֔ט אֶת־חֶבְר֥וֹן וְאֶת־לִבְנָ֖ה וְאֶת־מִגְרָשֶׁ֑יהָ וְאֶת־יַתִּ֥ר וְאֶֽת־אֶשְׁתְּמֹ֖עַ וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃
58 ૫૮ હિલેન તેના ગોચરો સહિત, દબીર તેના ગોચરો સહિત,
וְאֶת־חִילֵז֙ וְאֶת־מִגְרָשֶׁ֔יהָ אֶת־דְּבִ֖יר וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃
59 ૫૯ હારુનના વંશજોને આશાન તેના ગૌચરો સહિત સાથે તથા બેથ-શેમેશ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
וְאֶת־עָשָׁן֙ וְאֶת־מִגְרָשֶׁ֔יהָ וְאֶת־יֻטָּה וְאֶת־מִגְרָשֶׁיהָ וְאֶת־בֵּ֥ית שֶׁ֖מֶשׁ וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃ ס
60 ૬૦ બિન્યામીનના કુળમાંથી ગેબા તેના ગોચરો સહિત, આલેમેથ તેના ગોચરો સહિત તથા અનાથોથ તેના ગોચરો સહિત. કહાથીઓના કુટુંબોને આ સઘળાં મળીને તેર નગરો આપવામાં આવ્યા.
וּמִמַּטֵּ֣ה בִנְיָמִ֗ן אֶת־גִּבְעוֹן וְאֶת־מִגְרָשֶׁיהָ אֶת־גֶּ֤בַע וְאֶת־מִגְרָשֶׁ֙יהָ֙ וְאֶת־עָלֶ֣מֶת וְאֶת־מִגְרָשֶׁ֔יהָ וְאֶת־עֲנָת֖וֹת וְאֶת־מִגְרָשֶׁ֑יהָ כָּל־עָרֵיהֶ֛ם שְׁלֹשׁ־עֶשְׂרֵ֥ה עִ֖יר בְּמִשְׁפְּחוֹתֵיהֶֽם׃ ס
61 ૬૧ કહાથના બાકીના વંશજોને ચિઠ્ઠીઓ નાખીને એફ્રાઇમ, દાન, તથા મનાશ્શાના અડધા કુળમાંથી દસ નગરો આપવામાં આવ્યાં.
וְלִבְנֵ֨י קְהָ֜ת הַנּוֹתָרִ֗ים מִמִּשְׁפַּ֣חַת הַמַּטֶּ֡ה מִֽ֠מַּחֲצִית מַטֵּ֨ה חֲצִ֧י מְנַשֶּׁ֛ה בַּגּוֹרָ֖ל עָרִ֥ים עָֽשֶׂר׃ ס
62 ૬૨ ગેર્શોમના વંશજોને તેઓનાં જુદાં જુદાં કુટુંબો માટે ઇસ્સાખારના કુળમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી તથા મનાશ્શાના કુળમાંથી બાશાનમાં તેર નગરો આપવામાં આવ્યાં.
וְלִבְנֵ֨י גֵרְשׁ֜וֹם לְמִשְׁפְּחוֹתָ֗ם מִמַּטֵּ֣ה יִ֠שָׂשכָר וּמִמַּטֵּ֨ה אָשֵׁ֜ר וּמִמַּטֵּ֣ה נַפְתָּלִ֗י וּמִמַּטֵּ֤ה מְנַשֶּׁה֙ בַּבָּשָׁ֔ן עָרִ֖ים שְׁלֹ֥שׁ עֶשְׂרֵֽה׃ ס
63 ૬૩ મરારીના વંશજોને, તેઓનાં કુટુંબો પ્રમાણે, રુબેનના, ગાદના તથા ઝબુલોનના કુળમાંથી ચિઠ્ઠીઓ નાખીને બાર નગરો આપવામાં આવ્યાં.
לִבְנֵ֨י מְרָרִ֜י לְמִשְׁפְּחוֹתָ֗ם מִמַּטֵּ֣ה רְ֠אוּבֵן וּֽמִמַּטֵּה־גָ֞ד וּמִמַּטֵּ֤ה זְבוּלֻן֙ בַּגּוֹרָ֔ל עָרִ֖ים שְׁתֵּ֥ים עֶשְׂרֵֽה׃
64 ૬૪ તેથી ઇઝરાયલના લોકોએ લેવીઓને આ નગરો તેઓનાં ગોચરો સહિત આપ્યાં.
וַיִּתְּנ֥וּ בְנֵי־יִשְׂרָאֵ֖ל לַלְוִיִּ֑ם אֶת־הֶעָרִ֖ים וְאֶת־מִגְרְשֵׁיהֶֽם׃
65 ૬૫ તેઓએ યહૂદાના, શિમયોનના તથા બિન્યામીનના કુળમાંથી આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં.
וַיִּתְּנ֣וּ בַגּוֹרָ֗ל מִמַּטֵּ֤ה בְנֵי־יְהוּדָה֙ וּמִמַּטֵּ֣ה בְנֵי־שִׁמְע֔וֹן וּמִמַּטֵּ֖ה בְּנֵ֣י בִנְיָמִ֑ן אֵ֚ת הֶעָרִ֣ים הָאֵ֔לֶּה אֲשֶׁר־יִקְרְא֥וּ אֶתְהֶ֖ם בְּשֵׁמֽוֹת׃ ס
66 ૬૬ કહાથના કેટલાંક કુટુંબોને એફ્રાઇમના કુળમાંથી નગરો આપવામાં આવ્યાં.
וּמִֽמִּשְׁפְּח֖וֹת בְּנֵ֣י קְהָ֑ת וַיְהִי֙ עָרֵ֣י גְבוּלָ֔ם מִמַּטֵּ֖ה אֶפְרָֽיִם׃
67 ૬૭ તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ આશ્રયનું નગર તેના ગોચરો સહિત, ગેઝેર તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
וַיִּתְּנ֨וּ לָהֶ֜ם אֶת־עָרֵ֧י הַמִּקְלָ֛ט אֶת־שְׁכֶ֥ם וְאֶת־מִגְרָשֶׁ֖יהָ בְּהַ֣ר אֶפְרָ֑יִם וְאֶת־גֶּ֖זֶר וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃
68 ૬૮ યોકમામ તેના ગોચરો સહિત, બેથ-હોરોન તેના ગોચરો સહિત,
וְאֶֽת־יָקְמְעָם֙ וְאֶת־מִגְרָשֶׁ֔יהָ וְאֶת־בֵּ֥ית חוֹר֖וֹן וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃
69 ૬૯ આયાલોન તેના ગોચરો સહિત તથા ગાથ-રિમ્મોન તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
וְאֶת־אַיָּלוֹן֙ וְאֶת־מִגְרָשֶׁ֔יהָ וְאֶת־גַּת־רִמּ֖וֹן וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃ פ
70 ૭૦ મનાશ્શાના અડધા કુળમાંથી આનેર તેના ગોચરો સહિત તથા બિલહામ તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. આ સંપત્તિ બાકીના કહાથીઓના કુટુંબોની થઈ.
וּמִֽמַּחֲצִית֙ מַטֵּ֣ה מְנַשֶּׁ֔ה אֶת־עָנֵר֙ וְאֶת־מִגְרָשֶׁ֔יהָ וְאֶת־בִּלְעָ֖ם וְאֶת־מִגְרָשֶׁ֑יהָ לְמִשְׁפַּ֥חַת לִבְנֵי־קְהָ֖ת הַנּוֹתָרִֽים׃ פ
71 ૭૧ ગેર્શોમના વંશજોને મનાશ્શાના અડધા કુળમાંથી બાશાનમાંનું ગોલાન તેના ગોચરો સહિત તથા આશ્તારોથ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
לִבְנֵי֮ גֵּרְשׁוֹם֒ מִמִּשְׁפַּ֗חַת חֲצִי֙ מַטֵּ֣ה מְנַשֶּׁ֔ה אֶת־גּוֹלָ֥ן בַּבָּשָׁ֖ן וְאֶת־מִגְרָשֶׁ֑יהָ וְאֶת־עַשְׁתָּר֖וֹת וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃ ס
72 ૭૨ ઇસ્સાખારના કુળમાંથી ગેર્શોમના વંશજોએ કેદેશ તેના ગોચરો સહિત, દાબરાથ તેના ગોચરો સહિત,
וּמִמַּטֵּ֣ה יִשָׂשכָ֔ר אֶת־קֶ֖דֶשׁ וְאֶת־מִגְרָשֶׁ֑יהָ אֶת־דָּבְרַ֖ת וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃
73 ૭૩ રામોથ તેના ગોચરો સહિત તથા આનેમ તેના ગોચરો સહિત પણ આપવામાં આવ્યાં.
וְאֶת־רָאמוֹת֙ וְאֶת־מִגְרָשֶׁ֔יהָ וְאֶת־עָנֵ֖ם וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃ ס
74 ૭૪ આશેરના કુળમાંથી તેઓને માશાલ તેના ગોચરો સહિત, આબ્દોન તેના ગોચરો સહિત,
וּמִמַּטֵּ֣ה אָשֵׁ֔ר אֶת־מָשָׁ֖ל וְאֶת־מִגְרָשֶׁ֑יהָ וְאֶת־עַבְדּ֖וֹן וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃
75 ૭૫ હુકોક તેના ગોચરો સહિત, રહોબ તેના ગોચરો સહિત મળ્યાં.
וְאֶת־חוּקֹק֙ וְאֶת־מִגְרָשֶׁ֔יהָ וְאֶת־רְחֹ֖ב וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃
76 ૭૬ નફતાલીના કુળમાંથી તેઓએ ગાલીલમાંનું કેદેશ તેના ગોચરો સહિત, હામ્મોન તેના ગોચરો સહિત તથા કિર્યાથાઈમ તેના ગોચરો સહિત પ્રાપ્ત કર્યાં.
וּמִמַּטֵּ֣ה נַפְתָּלִ֗י אֶת־קֶ֤דֶשׁ בַּגָּלִיל֙ וְאֶת־מִגְרָשֶׁ֔יהָ וְאֶת־חַמּ֖וֹן וְאֶת־מִגְרָשֶׁ֑יהָ וְאֶת־קִרְיָתַ֖יִם וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃ ס
77 ૭૭ બાકીના લેવીઓને એટલે મરારીના વંશજોને ઝબુલોનના કુળમાંથી, રિમ્મોન તેના ગોચરો સહિત તથા તાબોર તેના ગોચરો સહિત આપવામાં આવ્યા.
לִבְנֵ֣י מְרָרִי֮ הַנּוֹתָרִים֒ מִמַּטֵּ֣ה זְבוּלֻ֔ן אֶת־יָקְנְעָם וְאֶת־מִגְרָשֶׁיהָ אֶת־קַרְתָּה וְאֶת־מִגְרָשֶׁיהָ אֶת־רִמּוֹנ֖וֹ וְאֶת־מִגְרָשֶׁ֑יהָ אֶת־תָּב֖וֹר וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃
78 ૭૮ તેઓના કુળોને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે નદીની પૂર્વ તરફ, અરણ્યમાંનું બેસેર તેના ગોચરો સહિત, યાહસા તેના ગોચરો સહિત;
וּמֵעֵ֜בֶר לְיַרְדֵּ֣ן יְרֵחוֹ֮ לְמִזְרַ֣ח הַיַּרְדֵּן֒ מִמַּטֵּ֣ה רְאוּבֵ֔ן אֶת־בֶּ֥צֶר בַּמִּדְבָּ֖ר וְאֶת־מִגְרָשֶׁ֑יהָ וְאֶת־יַ֖הְצָה וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃
79 ૭૯ કદેમોથ તેના ગોચરો સહિત તથા મેફાથ તેના ગોચરો સહિત રુબેનના કુળમાંથી આપવામાં આવ્યાં.
וְאֶת־קְדֵמוֹת֙ וְאֶת־מִגְרָשֶׁ֔יהָ וְאֶת־מֵיפַ֖עַת וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃
80 ૮૦ ગાદના કુળમાંથી તેઓને ગિલ્યાદમાંનું રામોથ તેના ગોચરો સહિત, માહનાઇમ તેના ગોચરો સહિત,
וּמִ֨מַּטֵּה־גָ֔ד אֶת־רָאמ֥וֹת בַּגִּלְעָ֖ד וְאֶת־מִגְרָשֶׁ֑יהָ וְאֶֽת־מַחֲנַ֖יִם וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃
81 ૮૧ હેશ્બોન તેના ગોચરો સહિત તથા યાઝેર તેના ગોચરો સહિત નગરો આપવામાં આવ્યાં.
וְאֶת־חֶשְׁבּוֹן֙ וְאֶת־מִגְרָשֶׁ֔יהָ וְאֶת־יַעְזֵ֖יר וְאֶת־מִגְרָשֶֽׁיהָ׃ ס

< 1 કાળવ્રત્તાંત 6 >