< 1 કાળવ્રત્તાંત 5 >
1 ૧ ઇઝરાયલના જયેષ્ઠ દીકરા રુબેનના દીકરાઓ; જો કે રુબેન ઇઝરાયલનો જયેષ્ઠ દીકરો હતો, પરંતુ તેણે પોતાના પિતાનો પલંગ અશુદ્ધ કર્યો હતો તેથી તેના જયેષ્ઠપણાનો હક ઇઝરાયલના દીકરા યૂસફના દીકરાઓને આપવામાં આવ્યો. તેથી તેને જયેષ્ઠ દીકરા તરીકે ગણવામાં આવ્યો નહિ.
၁ရုဗင်သည် ဣသရေလ၏ သားဦးဖြစ်သော် လည်း၊ အဘအိပ်ရာကို ညစ်ညူးစေသောကြောင့်၊ သားဦး အရာကိုနှုတ်ပြီးလျှင်၊ ဣသရေလ၏သားဖြစ်သော ယောသပ်၏ သားတို့အား ပေးသည်ဖြစ်၍၊ သားစဉ် မြေးဆက်တို့ကို မှတ်သောအခါ၊ သားဦးအရာကို လိုက်၍ မမှတ်ရ။
2 ૨ યહૂદા પોતાના ભાઈઓ કરતાં પરાક્રમી થયો અને તેના વંશમાંથી આગેવાન આવશે. પણ જયેષ્ઠપણાનો હક તો યૂસફનો જ રહ્યો.
၂ယုဒသည်လည်း ညီအစ်ကိုတို့တွင် လွန်ကဲ၍ သူ၏အမျိုးထဲက မင်းဖြစ်တတ်သော်လည်း၊ သားဦးအရာ ကိုမရ၊ ယောသပ်ရ၏။
3 ૩ ઇઝરાયલના જયેષ્ઠ દીકરા રુબેનના દીકરાઓ; હનોખ, પાલ્લૂ, હેસ્રોન તથા કાર્મી હતા.
၃ဣသရေလ၏ သားဦးရုဗင်သားကား ဟာနုတ်၊ ဖာလု၊ ဟေဇရုံ၊ ကာမိတည်း။
4 ૪ યોએલના વંશજો; યોએલનો દીકરો શમાયા હતો, શમાયાનો દીકરો ગોગ હતો, ગોગનો દીકરો શિમઈ હતો,
၄ယောလသားကား ရှေမာယ၊ ရှေမာယသား ဂေါဂ၊ ဂေါဂသား ရှေမိ၊
5 ૫ શિમઈનો દીકરો મિખા હતો, મિખાનો દીકરો રાયા હતો, રાયાનો દીકરો બઆલ હતો,
၅ရှေမိသားမိက္ခ၊ မိက္ခသားရာယ၊ ရာယသား ဗာလတည်း။
6 ૬ બઆલનો દીકરો બેરા હતો. તેને આશ્શૂરનો રાજા તિલ્ગાથ-પિલ્નેસેર, બંદીવાન કરીને લઈ ગયો હતો. બેરા રુબેનીઓના કુળનો સરદાર હતો.
၆ဗာလသားကား၊ အာရှုရိရှင်ဘုရင် တိဂလတ် ပိလေသာ သိမ်းသွားသော ရုဗင်အမျိုး မင်းဗေရာတည်း။
7 ૭ તેઓની વંશાવળીના અહેવાલની નોંધ મુજબ, તેઓનાં કુળ પ્રમાણે તેઓના ભાઈઓ આ હતા; મુખ્ય યેઈએલ તથા ઝખાર્યા,
၇သူ၏ညီ ယေယေလနှင့် ဇာခရိတို့သည်လည်း၊ သားစဉ်မြေးဆက် စာရင်းယူသောအခါ အဆွေအမျိုး သူကြီးဖြစ်သတည်း။
8 ૮ યોએલના દીકરા શેમાના દીકરા આઝાઝનો દીકરો બેલા. તેઓ અરોએરમાં છેક નબો તથા બઆલ-મેઓન સુધી રહેતા હતા.
၈ထိုအတူ ယောလ၊ ရှေမ၊ အာဇတ်တို့မှ ဆင်း သက်သော ဗေလသည်လည်းမင်းဖြစ်လျက်၊ အာရော်မြို့ မှစ၍ နေဗောမြို့၊ ဗာလမောင်မြို့တိုင်အောင် နေရာ ကျယ်၏။
9 ૯ પૂર્વ દિશામાં ફ્રાત નદીથી અરણ્યની સરહદ સુધી તેમનો વિસ્તાર હતો. કેમ કે ગિલ્યાદ દેશમાં તેઓના પશુઓની સંખ્યા ઘણી હતી.
၉ဂိလဒ်ပြည်၌ သိုးနွားများပြားသောကြောင့်၊ အရှေ့မျက်နှာ၌ ဥဖရတ်မြစ်နှင့်ဆိုင်သော တောဝင်ဝ တိုင်အောင် နေရာကျယ်၏။
10 ૧૦ શાઉલના દિવસોમાં યોએલના દીકરાઓએ હાગ્રીઓ પર હુમલો કર્યો અને તેઓનો નાશ કર્યો. તેઓ ગિલ્યાદની પૂર્વ બાજુના સઘળા પ્રદેશમાં પોતાના તંબુઓમાં વસ્યા.
၁၀ရှောလုမင်းလက်ထက် ဟာဂရအမျိုးသားတို့ကို စစ်တိုက်၍ လုပ်ကြံသဖြင့်၊ ဂိလဒ်ပြည်အရှေ့ပိုင်း တရှောက်လုံးတွင် ဟာဂရ၏နေရာကို ယူရနေရာကျကြ ၏။
11 ૧૧ ગાદના કુળના સભ્યો બાશાન દેશમાં તેઓની સામી બાજુએ સાલખા સુધી વસ્યા.
၁၁သူတို့တဘက်တချက်၊ ဗာရှန်ပြည်တွင် သလကာမြို့တိုင်အောင် ဂဒ်အမျိုးသားတို့သည် နေရာ ကျကြ၏။
12 ૧૨ તેઓના આગેવાનો યોએલ, જે કુટુંબનો મુખ્ય હતો, કુટુંબનો બીજો મુખ્ય શાફામ; યાનાઈ તથા શાફાટ બાશાનમાં રહેતા હતા.
၁၂ဗာရှန်ပြည်၌ အကြီးအကဲကား ယောလ၊ ထိုနောက် ရှာဖံ၊ ယာနဲ၊ ရှာဖတ်တည်း။
13 ૧૩ તેઓના સાત ભાઈઓ મિખાએલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝીઆ તથા એબેર.
၁၃သူတို့အဆွေအမျိုးချင်း ပေါက်ဘော်တော်သော သူကားမိက္ခေလ၊ မေရှုလံ၊ ရှေဘ၊ ယောရဲ၊ ယာခန်၊ ဇယာ၊ ယေဗာ၊ ပေါင်းခုနစ်ယောက်တည်း။
14 ૧૪ આ નીચે મુજબની વ્યક્તિઓ અબિહાઈલના વંશજો; બૂઝનો દીકરો યાહદો હતો, યાહદોનો દીકરો યશિશાય હતો, યશિશાયનો દીકરો મિખાએલ હતો, મિખાએલનો દીકરો ગિલ્યાદ હતો, ગિલ્યાદનો દીકરો યારોઆ હતો, યારોઆનો દીકરો હૂરી હતો, હૂરીનો દીકરો અબિહાઈલ.
၁၄ထိုသူတို့သည် ဂုနိ၊ အာဗဒျေလ၊ ဗုဇာတိ၊ ယာဒေါ၊ ယေရှိရှဲ၊ မိက္ခေလ၊ ဂိလဒ်၊ ယာရော်၊ ဟုရိ၊ အဘိဟဲလအမျိုးအနွယ်ဖြစ်သတည်း။ ဂုနိကား ထိုအဆွေ အမျိုး၏ သူကြီဖြစ်၏။
15 ૧૫ ગુનીનો દીકરો આબ્દિયેલનો દીકરો અહી, તેઓના પિતાના કુટુંબનો મુખ્ય હતો.
၁၅
16 ૧૬ તેઓ બાશાનમાંના ગિલ્યાદમાં, તેના નગરોમાં તથા શારોનની સઘળી ઘાસચારાવાળી જમીનોમાં, તેઓની સરહદ સુધી રહેતા હતા.
၁၆သူတို့သည် ဂိလဒ်ပြည်၊ ဗာရှန်ပြည်မြို့ရွာ၊ ရှာရုန်မြို့ပတ်လည်ပြည်စွန်းတိုင်အောင် နေရာကျကြ၏။
17 ૧૭ યહૂદાના રાજા યોથામના દિવસોમાં તથા ઇઝરાયલના રાજા યરોબામના દિવસોમાં, આ બધાને તેઓની વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા હતા.
၁၇ဤသူအပေါင်းတို့သည် ယုဒရှင်ဘုရင် ယောသံ နှင့် ဣသရေလရှင်ဘုရင် ယေရောဗောင်လက်ထက် သားစဉ်မြေးဆက် စာရင်းဝင်ကြ၏။
18 ૧૮ રુબેનીઓ, ગાદીઓ, તથા મનાશ્શાનું અડધું કુળ જેઓ ઢાલ તથા તલવાર ઊંચકનાર, ધનુર્વિદ્યા જાણનારાં તથા યુદ્ધમાં કુશળ એવા ચુંમાળીસ હજાર સૈનિકો હતા.
၁၈ရုဗင်အမျိုး၊ ဂဒ်အမျိုး၊ မနာရှေအမျိုးတဝက်တွင် ဒိုင်းနှင့် ထားကို ကိုင်၍ လေးနှင့် ပစ်တတ်သဖြင့်၊ စစ်မှု စစ်ရေးကို လေ့ကျက်၍ စစ်ချီတတ်သော စစ်သူရဲပေါင်း ကား၊ လေးသောင်းလေးထောင်ခုနစ်ရာခြောက်ဆယ် တည်း။
19 ૧૯ તેઓએ હાગ્રીઓ, યટુર, નાફીશ તથા નોદાબ પર હુમલો કર્યો.
၁၉ထိုသူတို့သည် ဟာဂရအမျိုးသားတို့နှင့် စစ်တိုက် ကြ၏။
20 ૨૦ ઇઝરાયલીઓને તેઓ વિરુદ્ધ ઈશ્વર તરફથી સહાય મળી. આ પ્રમાણે હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા, તેઓ હારી ગયા. કેમ કે ઇઝરાયલીઓએ યુદ્ધમાં ઈશ્વરને વિનંતી કરી અને તેમણે તેઓની વિનંતી માન્ય કરી, કારણ કે તેઓએ ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો.
၂၀စစ်တိုက်သောအခါ ဘုရားသခင်ကို ကိုးစား၍ ဆုတောင်းသောကြောင့်၊ ဘုရားသခင် မစတော် မူခြင်းကျေးဇူးအားဖြင့်၊ ဟာဂရလူတို့နှင့် သူတို့ဥစ္စာ ရှိသမျှကိုရကြ၏။
21 ૨૧ તેઓએ તેમનાં જાનવરો, એટલે પચાસ હજાર ઊંટ, બે લાખ પચાસ હજાર ઘેટાં, બે હજાર ગધેડાં ઉપરાંત એક લાખ માણસોને કબજે કરી લીધા.
၂၁ကုလားအုပ်ငါးထောင်၊ သိုးနှစ်သိန်းငါးသောင်း၊ မြည်းနှစ်ထောင်၊ လူတသိန်းတို့ကိုသိမ်းယူကြ၏။
22 ૨૨ કેમ કે ઈશ્વર તેમના માટે લડ્યા. તેઓએ ઘણાં શત્રુઓનો સંહાર કર્યો. બંદીવાસ થતાં સુધી તેઓ તેમના દેશમાં રહ્યા.
၂၂ဘုရားသခင့်အခွင့်နှင့် စစ်တိုက်သောကြောင့်၊ ရန်သူအများတို့သည် လဲသေကြ၏။ ဣသရေလလူတို့ သည် သိမ်းသွားခြင်းအမှုမရောက်မှီတိုင်အောင်၊ ဟာဂရ လူတို့နေရာ၌ နေရာကျကြ၏။
23 ૨૩ મનાશ્શાનું અડધું કુળ, બાશાનના દેશથી બઆલ-હેર્મોન તથા સનીર જે હેર્મોન પર્વત છે ત્યાં સુધી વસ્યું.
၂၃မနာရှေအမျိုးတဝက်သည်၊ ထိုပြည်တွင် ဗာရှန် မြို့မှစ၍ ဗာလဟေရမုန်မြို့၊ စနိရမြို့၊ ဟေရမုန်တောင် တိုင်အောင် ပွားများလျက်နေ၏။
24 ૨૪ તેઓના પિતાના કુટુંબોના આગેવાનો આ પ્રમાણે હતા: એફેર, ઈશી, અલિયેલ, આઝ્રીએલ, યર્મિયા, હોદાવ્યા તથા યાહદીએલ. તેઓ પરાક્રમી, હિંમતવાન, નામાંકિત પુરુષો હતા તથા પોતાના પિતાના કુટુંબનાં આગેવાનો હતા.
၂၄အဆွေအမျိုးသူကြီးများဟူမူကား၊ ခွန်အား ကြီး၍ ကျော်စောသော စစ်သူရဲဧဖာ၊ ဣရှိ၊ ဧလျေလ၊ အာဇရေလ၊ ယေရမိ၊ ဟောဒဝိ၊ ယာဒျေလတည်း။
25 ૨૫ પણ તેઓ પોતાના પિતૃઓના ઈશ્વરને અવિશ્વાસુ હતા. તેઓની આગળથી દેશના જે લોકોનો વિનાશ ઈશ્વરે કર્યો હતો તેઓના દેવોની પૂજા કરીને તેઓ ધર્મભ્રષ્ટ થયા.
၂၅သို့ရာတွင် ရုဗင်အမျိုး၊ ဂဒ်အမျိုး၊ မနာရှေအမျိုး တဝက်သည် ဘိုးဘေးတို့၏ ဘုရားသခင်ကို ပြစ်မှား၍၊ မိမိတို့ရှေ့မှာ ဘုရားသခင်ဖျက်ဆီးတော်မူသောပြည်သား တို့ ဘုရားများနှင့် မှားယွင်းကြ၏။
26 ૨૬ ઇઝરાયલના ઈશ્વરે આશ્શૂરના રાજા પૂલનું તથા આશ્શૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરનું પણ મન ઉશ્કેર્યું. તે તેઓને એટલે રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અડધા કુળને બંદીવાન કરીને લઈ ગયો. તેણે તેઓને હલાહ, હાબોર, હારા તથા ગોઝાન નદીને કિનારે લાવીને વસાવ્યા, જ્યાં તેઓ આજ સુધી વસેલા છે.
၂၆သို့ဖြစ်၍ ဣသရေလအမျိုး၏ ဘုရားသခင်သည် အာရှုရိရှင်ဘုရင် ပုလနှင့်ရှင်ဘုရင် တိဂလတ်ပိလေသာ စိတ်ကို နှိုးဆော်တော်မူသဖြင့်၊ နောက်ရှင်ဘုရင်သည် ထိုဣသရေလအမျိုးသားတို့ကို ဂေါဇန်မြစ်နား၊ ဟေလမြို့၊ ဟာဗော်မြို့၊ ဟာရမြို့သို့ သိမ်းသွား၍ ယနေ့တိုင်အောင် နေရာချထား၏။