< 1 કાળવ્રત્તાંત 29 >

1 પછી દાઉદ રાજાએ સમગ્ર સભાને કહ્યું, ઇઝરાયલીઓમાંથી મારા પુત્ર સુલેમાન ને જ ઈશ્વરે પસંદ કર્યો છે, તે હજી જુવાન અને બિનઅનુભવી છે અને કામ મોટું છે, કારણ કે આ ભક્તિસ્થાન માણસને માટે નહિ પણ ઈશ્વર યહોવાહને માટે છે.
آنگاه داوود پادشاه رو به تمام آن گروه کرد و گفت: «پسرم سلیمان که خدا او را انتخاب کرده تا پادشاه آیندهٔ اسرائیل باشد، هنوز جوان و کم‌تجربه است و کاری که در پیش دارد، کار بزرگی است. عبادتگاهی که می‌خواهد بسازد، یک ساختمان معمولی نیست، بلکه خانهٔ خداوند است.
2 મેં મારી તમામ શક્તિ અનુસાર મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સોનાની વસ્તુઓ માટે સોનું, રૂપાની વસ્તુઓ માટે ચાંદી, પિતળની વસ્તુઓ માટે પિતળ, લોખંડની વસ્તુઓ માટે લોખંડ એકત્ર કર્યા છે. અને લાકડાની વસ્તુઓ માટે લાકડું, મણિ જડાવકામને સારુ દરેક જાતનાં મૂલ્યવાન જવાહિરો, અકીક તથા સંગેમરમરના પુષ્કળ પાષાણો તૈયાર કરાવ્યાં છે.
برای بنای خانهٔ خدای خود تا آنجا که توانسته‌ام طلا و نقره، مفرغ و آهن، چوب و سنگ جزع، سنگهای گران قیمت دیگر و جواهرات با ارزش و سنگ مرمر جمع کرده‌ام،
3 તદુપરાંત, પવિત્રસ્થાનના બાંધકામ માટે મારા ફાળા રૂપે મારા ભંડારમાં જે કંઈ સોનું અને ચાંદી છે તે બધું હું મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે આપી દઉં છું.
و چون دلبستگی به خانهٔ خدا دارم، تمام طلا و نقرهٔ خزانهٔ شخصی خود را برای بنای آن بخشیده‌ام. این علاوه بر آن مصالح ساختمانی است که قبلاً تدارک دیده‌ام.
4 સભાસ્થાનની ઇમારતોની દીવાલોને મઢવા માટે ઓફીરમાંથી ત્રણ હજાર તાલંત સોનું એકસો દસ ટન અને સાત હજાર તાલંત ચોખ્ખી ચાંદી બસો સાઠ ટન;
این هدایای شخصی شامل صد تن طلای خالص و دویست و چهل تن نقرهٔ خالص برای روکش دیوارهای خانهٔ خدا
5 કારીગરો જે વસ્તુઓ બનાવવાના છે તેને માટે હું સોનું ચાંદી આપું છું. હવે આજે તમારામાંથી બીજા કોણ યહોવાહને માટે રાજીખુશીથી ઉદારતાપૂર્વક પોતાનો ફાળો આપવા ઇચ્છે છે?”
و تمام لوازمی است که به دست صنعتگران ساخته می‌شود. حال چه کسی حاضر است خود را با هر چه دارد در اختیار خداوند بگذارد؟»
6 પછી પિતૃઓના કુટુંબોના વડાઓ, ઇઝરાયલના કુળોના આગેવાનો, હજારના અને સેના અધિપતિઓ તથા રાજ્યસેવાના અધિકારીઓએ રાજીખુશીથી અર્પણ આપ્યાં.
آنگاه رؤسای قبایل و طوایف، فرماندهان سپاه و ناظران دارایی پادشاه، با اشتیاق ۱۷۰ تن طلا، ۳۴۰ تن نقره، ۶۱۰ تن مفرغ و ۳٬۴۰۰ تن آهن هدیه کردند.
7 તેઓએ ઈશ્વરના ભક્તિસ્થાનના કાર્ય માટે સ્વેચ્છાથી પાંચ હજાર તાલંત સોનું, દસ હજાર સોનાની દારીક, દસ હજાર તાલંત ચાંદી અને અઢાર હજાર તાલંત પિત્તળ તેમ જ એક લાખ તાલંત લોખંડ આપ્યું.
8 વળી, જેમની પાસે રત્નો હતાં તેમણે તે રત્નો યહોવાહના ભક્તિસ્થાનના ભંડારમાં આપી દીધાં. તેનો વહીવટ ગેર્શોનનો વંશજ યહીએલ કરતો હતો.
کسانی هم که سنگهای قیمتی داشتند آنها را به خزانهٔ خانهٔ خداوند آورده، به یحی‌ئیل (پسر جرشون) تحویل دادند.
9 તેઓએ સર્વ રાજીખુશીથી યહોવાહને માટે ઉદાર મનથી આપ્યું હોવાથી લોકો ઘણાં હરખાયા. રાજા દાઉદ પણ ઘણો ખુશ થયો.
تمام بنی‌اسرائیل از اینکه چنین فرصتی برای ایشان پیش آمده بود تا با اشتیاق هدایایی تقدیم خداوند کنند، خوشحال بودند. داوود پادشاه نیز از این بابت بسیار شاد شد.
10 ૧૦ સમગ્ર સભાની સમક્ષ દાઉદે યહોવાહની સ્તુતિ કરતાં કહ્યું, “અમારા પિતૃઓના, ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ, સદા સર્વદા તમારી સ્તુતિ હો!
داوود در حضور آن گروه خداوند را ستایش کرده، گفت: «ای خداوند، خدای جد ما یعقوب، نام تو از ازل تا به ابد مورد ستایش باشد!
11 ૧૧ યહોવાહ તમે જ મહાન, શક્તિશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવાહ રાજ્ય તમારું છે અને એ બધાં પર તમારો જ અધિકાર છે.
عظمت و قدرت، جلال و شکوه و بزرگی برازندهٔ توست. ای خداوند، هر چه در آسمان و زمین است مال توست. سلطنت از آن توست. تو بالاتر و برتر از همه هستی.
12 ૧૨ તમારાથી જ ધન અને પ્રતાપ પ્રાપ્ત થાય છે. તમે જ સર્વ પ્રજા પર શાસન કરો છો. સામર્થ્ય અને સત્તા તમારા જ હાથમાં છે. તમે જ સૌને મહાન તથા બળવાન કરો છો,
ثروت و افتخار از تو می‌آید؛ تو بر همه چیز حاکم هستی. قدرت و توانایی در دست تو است؛ این تو هستی که به انسان قدرت و بزرگی می‌بخشی.
13 ૧૩ હવે અત્યારે, હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા મહિમાવંત નામની સ્તુતિ કરીએ છીએ.
ای خدای ما، از تو سپاسگزاریم و نام باشکوه تو را ستایش می‌کنیم.
14 ૧૪ પરંતુ હું કે મારી પ્રજા કોણ કે રાજીખુશીથી અર્પણ આપવા માટે અમે સમર્થ હોઈએ? કારણ કે જે સર્વસ્વને અમે પોતાનું માનીએ છીએ તે તમારાથી જ અમને મળેલું છે અને જે અમે તમને આપીએ છીએ તે સર્વ તમારું જ છે.
«ولی من و قوم من چه هستیم که چنین افتخاری نصیب ما ساخته‌ای که به تو چیزی بدهیم؟ هر چه داریم از تو داریم، و از مال تو به تو داده‌ایم.
15 ૧૫ કેમ કે અમે અમારા પૂર્વજોની જેમ તમારી આગળ મુસાફર તથા પરદેશી જેવા છીએ, આ પૃથ્વી પરના અમારા દિવસો પડછાયા જેવા છે. પૃથ્વી પર અમને કંઈ જ આશા નથી.
ما در این دنیا مانند اجداد خود غریب و مهمانیم. عمر ما روی زمین مثل سایه، زودگذر است و دوامی ندارد.
16 ૧૬ યહોવાહ અમારા ઈશ્વર, તમારા પવિત્ર નામને માટે ભક્તિસ્થાન બાંધવા સારુ અમે ભેગી કરેલી બધી સંપત્તિ તમારા તરફથી મળેલી છે, એ બધું તમારું જ છે.
ای خداوند، خدای ما، تمام این چیزهایی که به تو تقدیم کرده‌ایم تا خانه‌ای برای نام قدوس تو ساخته شود، از تو به ما رسیده و همه مال توست.
17 ૧૭ હું જાણું છું, મારા ઈશ્વર કે તમે અંત: કરણને તપાસો છો અને મનનું ખરાપણું તમને આનંદ પમાડે છે. આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યું છે અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકોને રાજીખુશીથી અર્પણ કરતા જોઈને મને આનંદ થાય છે.
خدای من، می‌دانم که تو از قلب انسانها آگاهی و کسی را که به راستی عمل می‌کند، دوست داری. من تمام این کارها را از صمیم قلب انجام داده‌ام و شاهدم که قوم تو با شادی و اشتیاق هدایای خود را تقدیم کرده‌اند.
18 ૧૮ હે યહોવાહ, અમારા પિતૃઓ, ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયલના પ્રભુ, તમારા લોકોનાં હૃદય અને વિચારો સદા એવા જ રાખો અને તેમના હૃદયને તમારી તરફ વાળો.
ای خداوند، ای خدای اجداد ما ابراهیم و اسحاق و یعقوب، این اشتیاق را همیشه در دل قوم خود نگه دار و نگذار علاقهٔ خود را نسبت به تو از دست بدهند.
19 ૧૯ મારા પુત્ર સુલેમાનને સંપૂર્ણ સમર્પિત હૃદય આપો જેથી તે તમારી બધી જ આજ્ઞાઓ, વિધિઓ અને નિયમોનું પાલન કરે અને આ બધાં કામો કરે. જે મહેલને માટે મેં તૈયારી કરી છે તે મહેલ પણ તે બાંધે.”
اشتیاقی در دل پسرم سلیمان به وجود آور تا از جان و دل تمام اوامر تو را نگاه دارد و بنای خانهٔ تو را که برایش تدارک دیده‌ام به اتمام برساند.»
20 ૨૦ દાઉદે સમગ્ર સભાના લોકોને કહ્યું, “યહોવાહ તમારા ઈશ્વરની સ્તુતિ કરો!” અને આખી સભાએ યહોવાહ તેમના પિતૃઓના ઈશ્વર સમક્ષ પોતાના માથા નમાવીને તેમની આરાધના કરી અને રાજાનું અભિવાદન કર્યુ.
سپس داوود به تمام بنی‌اسرائیل گفت: «خداوند، خدای خود را ستایش کنید.» و تمام جماعت در حضور خداوند، خدای اجداد خود و پادشاه زانو زدند و خداوند را ستایش کردند.
21 ૨૧ બીજે દિવસે યહોવાહના માટે તેઓએ બલિદાન આપ્યાં અને દહનીયાર્પણ ચઢાવ્યા. તેઓએ એક હજાર બળદો, એક હજાર હલવાન અને એક હજાર ઘેટાંના અર્પણ સહિત આખા ઇઝરાયલ માટે પેયાર્પણ કર્યું.
روز بعد بنی‌اسرائیل هزار گاو، هزار قوچ و هزار بره برای قربانی سوختنی و نیز هدایای نوشیدنی به خداوند تقدیم کردند. علاوه بر اینها، قربانیهای دیگری نیز به خداوند تقدیم نموده، گوشت آنها را بین تمام قوم تقسیم کردند.
22 ૨૨ તે દિવસે, તેઓએ યહોવાહ સમક્ષ ખાંધુપીધું અને ખૂબ આનંદ કર્યો. તેમણે દાઉદના પુત્ર સુલેમાનને બીજીવાર રાજા જાહેર કર્યો અને તેનો યહોવાહના નામે શાસક તરીકે અને સાદોકને ઈશ્વરના યાજક તરીકે અભિષેક કર્યો.
آنها جشن گرفتند و با شادی فراوان در حضور خداوند خوردند و نوشیدند. بنی‌اسرائیل بار دیگر پادشاهی سلیمان، پسر داوود را تأیید کردند و او را به عنوان پادشاه و صادوق را به عنوان کاهن تدهین نمودند.
23 ૨૩ પછી સુલેમાન પોતાના પિતા દાઉદના અનુગામી તરીકે યહોવાહે સ્થાપેલા સિંહાસન પર બિરાજયો. તે સમૃદ્ધ થયો અને સમગ્ર ઇઝરાયલ લોકો તેને આધીન થયા.
به این ترتیب سلیمان به جای پدرش داوود بر تخت نشست تا بر قوم خداوند سلطنت کند.
24 ૨૪ તમામ અધિકારીઓએ અને યોદ્ધાઓએ તેમ જ રાજા દાઉદના બધા પુત્રોએ રાજા સુલેમાન પ્રત્યે વફાદારીના શપથ લીધાં.
مقامات و فرماندهان سپاه و نیز تمام پسران داوودِ پادشاه پشتیبانی خود را از سلیمان پادشاه اعلام داشتند.
25 ૨૫ યહોવાહે, સુલેમાનને ઇઝરાયલની નજરમાં ખૂબ મહાન કર્યો અને ઇઝરાયલના કોઈ પણ રાજાએ પહેલાં કદી મેળવી ના હોય તેવી જાહોજલાલી તેને આપી.
خداوند، سلیمان را در نظر تمام قوم اسرائیل بسیار بزرگ ساخت و به او جلالی شاهانه بخشید، به طوری که به هیچ پادشاه اسرائیل قبل از او داده نشده بود.
26 ૨૬ યિશાઈના પુત્ર દાઉદે આખા ઇઝરાયલ પર શાસન કર્યું.
داوود پسر یَسا مدت چهل سال پادشاه اسرائیل بود. از این چهل سال، هفت سال در حبرون سلطنت کرد و سی و سه سال در اورشلیم.
27 ૨૭ તેણે ઇઝરાયલ પર ચાળીસ વર્ષ સુધી સત્તા ભોગવી. તેણે સાત વર્ષ હેબ્રોનમાં અને તેત્રીસ વર્ષ યરુશાલેમમાં રાજય કર્યુ હતું.
28 ૨૮ સંપત્તિ અને સન્માન સાથે દીર્ધાયુથી પરિપૂર્ણ થઈને તે મૃત્યુ પામ્યો અને તેના પછી તેના પુત્ર સુલેમાને રાજય કર્યું.
او در کمال پیری، زمانی که در اوج ثروت و افتخار بود، از دنیا رفت و سلیمان به جای او پادشاه شد.
29 ૨૯ રાજા દાઉદના શાસનમાં બનેલા બધા જ બનાવો પહેલેથી છેલ્લે સુધી પ્રબોધક શમુએલ, પ્રબોધક નાથાન અને પ્રબોધક ગાદના પુસ્તકોમાં લખેલા છે.
شرح تمام رویدادهای دوران سلطنت داوود در کتب سه نبی، یعنی سموئیل، ناتان و جاد نوشته شده است.
30 ૩૦ તેની આખી કારકિર્દી, તેના પરાક્રમ તથા તેના ઉપર ઇઝરાયલ પર તેમ જ દેશોના સર્વ રાજ્યો ઊપર જે સમય ગુજાર્યો તે સર્વ વિષે તેમાં લખેલું છે.
این نوشته‌ها شرح سلطنت و قدرت او و پیش‌آمدهایی است که برای او و اسرائیل و سایر اقوام همسایه رخ داد.

< 1 કાળવ્રત્તાંત 29 >