< 1 કાળવ્રત્તાંત 29 >
1 ૧ પછી દાઉદ રાજાએ સમગ્ર સભાને કહ્યું, ઇઝરાયલીઓમાંથી મારા પુત્ર સુલેમાન ને જ ઈશ્વરે પસંદ કર્યો છે, તે હજી જુવાન અને બિનઅનુભવી છે અને કામ મોટું છે, કારણ કે આ ભક્તિસ્થાન માણસને માટે નહિ પણ ઈશ્વર યહોવાહને માટે છે.
Тогава цар Давид каза на цялото събрание: Син ми Соломон, когото сам Бог избра, е още млад и нежен, а работата е голяма; защото тоя палат не е за човека, но за Господа Бога.
2 ૨ મેં મારી તમામ શક્તિ અનુસાર મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સોનાની વસ્તુઓ માટે સોનું, રૂપાની વસ્તુઓ માટે ચાંદી, પિતળની વસ્તુઓ માટે પિતળ, લોખંડની વસ્તુઓ માટે લોખંડ એકત્ર કર્યા છે. અને લાકડાની વસ્તુઓ માટે લાકડું, મણિ જડાવકામને સારુ દરેક જાતનાં મૂલ્યવાન જવાહિરો, અકીક તથા સંગેમરમરના પુષ્કળ પાષાણો તૈયાર કરાવ્યાં છે.
Аз, прочее, приготвих, с всичката си сила, за дома на моя Бог златото за златните вещи, среброто за сребърните вещи, желязото за железните вещи, и дърветата за дървените вещи, тоже ониксови камъни, камъни за влагане, камъни лъскави и разноцветни, и всякакви скъпоценни камъни, и голямо количество мрамори.
3 ૩ તદુપરાંત, પવિત્રસ્થાનના બાંધકામ માટે મારા ફાળા રૂપે મારા ભંડારમાં જે કંઈ સોનું અને ચાંદી છે તે બધું હું મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે આપી દઉં છું.
При това, понеже утвърдиха сърцето към дома на моя Бог, освен всичко що съм приготвил за светия дом, частното си съкровище от злато и сребро,
4 ૪ સભાસ્થાનની ઇમારતોની દીવાલોને મઢવા માટે ઓફીરમાંથી ત્રણ હજાર તાલંત સોનું એકસો દસ ટન અને સાત હજાર તાલંત ચોખ્ખી ચાંદી બસો સાઠ ટન;
а именно, три хиляди таланта злато от офирското злато и седем хиляди таланта пречистено сребро, с което да облекат стените на обиталищата,
5 ૫ કારીગરો જે વસ્તુઓ બનાવવાના છે તેને માટે હું સોનું ચાંદી આપું છું. હવે આજે તમારામાંથી બીજા કોણ યહોવાહને માટે રાજીખુશીથી ઉદારતાપૂર્વક પોતાનો ફાળો આપવા ઇચ્છે છે?”
златото за златните вещи, и среброто за сребърните вещи, и за всякаква работа, която ще се изработи с ръцете на художниците. Кой, прочее, ще направи днес доброволен принос Господу?
6 ૬ પછી પિતૃઓના કુટુંબોના વડાઓ, ઇઝરાયલના કુળોના આગેવાનો, હજારના અને સેના અધિપતિઓ તથા રાજ્યસેવાના અધિકારીઓએ રાજીખુશીથી અર્પણ આપ્યાં.
Тогава първенците на бащините домове, първенците на Израилевите племена, на хилядниците, стотниците и надзирателите на царските работи пожертвуваха усърдно;
7 ૭ તેઓએ ઈશ્વરના ભક્તિસ્થાનના કાર્ય માટે સ્વેચ્છાથી પાંચ હજાર તાલંત સોનું, દસ હજાર સોનાની દારીક, દસ હજાર તાલંત ચાંદી અને અઢાર હજાર તાલંત પિત્તળ તેમ જ એક લાખ તાલંત લોખંડ આપ્યું.
и дадоха за работата на Божия дом пет хиляди таланта и десет хиляди драхми злато, десет хиляди таланта сребро, осемнадесет хиляди таланта мед и сто хиляди таланта желязо.
8 ૮ વળી, જેમની પાસે રત્નો હતાં તેમણે તે રત્નો યહોવાહના ભક્તિસ્થાનના ભંડારમાં આપી દીધાં. તેનો વહીવટ ગેર્શોનનો વંશજ યહીએલ કરતો હતો.
И у които се намериха скъпоценни камъни, и тях дадоха за съкровищницата на Господния дом чрез ръката на гирсонеца Ехиил.
9 ૯ તેઓએ સર્વ રાજીખુશીથી યહોવાહને માટે ઉદાર મનથી આપ્યું હોવાથી લોકો ઘણાં હરખાયા. રાજા દાઉદ પણ ઘણો ખુશ થયો.
Тогава людете се зарадваха, защото жертвуваха усърдно, понеже с цялото сърце принасяха доброволно Господу; също и цар Давид се зарадва твърде много.
10 ૧૦ સમગ્ર સભાની સમક્ષ દાઉદે યહોવાહની સ્તુતિ કરતાં કહ્યું, “અમારા પિતૃઓના, ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ, સદા સર્વદા તમારી સ્તુતિ હો!
Затова Давид благослови Господа пред цялото събрание; и Давид каза: Благословен си, Господи, от века и до века, Бог на нашия баща Израил.
11 ૧૧ યહોવાહ તમે જ મહાન, શક્તિશાળી, ગૌરવવંત, ભવ્ય અને પ્રતાપી છો. આ પૃથ્વી પર અને આકાશમાં જે કંઈ છે તે સર્વ તમારું છે. હે યહોવાહ રાજ્ય તમારું છે અને એ બધાં પર તમારો જ અધિકાર છે.
Твое, Господи, е величието, и силата, и великолепието, и сиянието, и славата; защото сичко е Твое що е на небето и на земята; Твое е царството, Господи, и Ти си на високо, като глава над всичко.
12 ૧૨ તમારાથી જ ધન અને પ્રતાપ પ્રાપ્ત થાય છે. તમે જ સર્વ પ્રજા પર શાસન કરો છો. સામર્થ્ય અને સત્તા તમારા જ હાથમાં છે. તમે જ સૌને મહાન તથા બળવાન કરો છો,
Богатствата и славата са от Тебе, и Ти владееш над всичко; в Твоята ръка е магъществото и силата и в Твоята ръка е да възвеличаваш и да укрепяваш всички.
13 ૧૩ હવે અત્યારે, હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા મહિમાવંત નામની સ્તુતિ કરીએ છીએ.
Сега, прочее, Боже наш, ние Ти благодарим, и хвалим Твоето славно име.
14 ૧૪ પરંતુ હું કે મારી પ્રજા કોણ કે રાજીખુશીથી અર્પણ આપવા માટે અમે સમર્થ હોઈએ? કારણ કે જે સર્વસ્વને અમે પોતાનું માનીએ છીએ તે તમારાથી જ અમને મળેલું છે અને જે અમે તમને આપીએ છીએ તે સર્વ તમારું જ છે.
Но кой съм аз, и кои са людете ми, та да можем да принесем доброволно принос като тоя? защото всичко е от Тебе, и от Твоето славно име.
15 ૧૫ કેમ કે અમે અમારા પૂર્વજોની જેમ તમારી આગળ મુસાફર તથા પરદેશી જેવા છીએ, આ પૃથ્વી પરના અમારા દિવસો પડછાયા જેવા છે. પૃથ્વી પર અમને કંઈ જ આશા નથી.
Защото сме чужденци пред Тебе, и пришелци, както всичките ни бащи; дните ни на земята са като сянка, и трайност няма.
16 ૧૬ યહોવાહ અમારા ઈશ્વર, તમારા પવિત્ર નામને માટે ભક્તિસ્થાન બાંધવા સારુ અમે ભેગી કરેલી બધી સંપત્તિ તમારા તરફથી મળેલી છે, એ બધું તમારું જ છે.
Господи Боже наш, целият тоя куп материал, който сме приготвили за да Ти построим дом за Твоето свето име, иде от Твоята ръка, и всичко е Твое.
17 ૧૭ હું જાણું છું, મારા ઈશ્વર કે તમે અંત: કરણને તપાસો છો અને મનનું ખરાપણું તમને આનંદ પમાડે છે. આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યું છે અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકોને રાજીખુશીથી અર્પણ કરતા જોઈને મને આનંદ થાય છે.
И зная, Боже мой, че Ти изпитваш сърцето и че благоволението Ти е в правдата. С правотата на сърцето си аз принесох доброволно всичко това; и сега с радост видях, че и Твоите люде, които присъствуват тук, принасят на Тебе доброволно.
18 ૧૮ હે યહોવાહ, અમારા પિતૃઓ, ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયલના પ્રભુ, તમારા લોકોનાં હૃદય અને વિચારો સદા એવા જ રાખો અને તેમના હૃદયને તમારી તરફ વાળો.
Господи Боже на бащите ни Авраама, Исаака и Израиля, опази това за винаги в сърдечните размишления на людете Си, и оправи сърцето им към Себе Си;
19 ૧૯ મારા પુત્ર સુલેમાનને સંપૂર્ણ સમર્પિત હૃદય આપો જેથી તે તમારી બધી જ આજ્ઞાઓ, વિધિઓ અને નિયમોનું પાલન કરે અને આ બધાં કામો કરે. જે મહેલને માટે મેં તૈયારી કરી છે તે મહેલ પણ તે બાંધે.”
и дай на сина ми Соломона съвършено сърце за да пази заповедите Ти, изявленията Ти, и повеленията Ти, и да върши всичко това, и да построи палата, за който направих приготовление.
20 ૨૦ દાઉદે સમગ્ર સભાના લોકોને કહ્યું, “યહોવાહ તમારા ઈશ્વરની સ્તુતિ કરો!” અને આખી સભાએ યહોવાહ તેમના પિતૃઓના ઈશ્વર સમક્ષ પોતાના માથા નમાવીને તેમની આરાધના કરી અને રાજાનું અભિવાદન કર્યુ.
Тогава Давид каза на цялото събрание: Благословете сега Господа вашия Бог. И тъй, цялото събрание благослови Господа Бога на бащите си, и като се наведоха поклониха се Господу и на царя.
21 ૨૧ બીજે દિવસે યહોવાહના માટે તેઓએ બલિદાન આપ્યાં અને દહનીયાર્પણ ચઢાવ્યા. તેઓએ એક હજાર બળદો, એક હજાર હલવાન અને એક હજાર ઘેટાંના અર્પણ સહિત આખા ઇઝરાયલ માટે પેયાર્પણ કર્યું.
И на следния ден пожертвуваха жертви Господу, като принесоха във всеизгаряния Господу хиляда юнеца, хиляда овни, и хиляда агнета, с възлиянията им, също и голямо количество жертви за целия Израил;
22 ૨૨ તે દિવસે, તેઓએ યહોવાહ સમક્ષ ખાંધુપીધું અને ખૂબ આનંદ કર્યો. તેમણે દાઉદના પુત્ર સુલેમાનને બીજીવાર રાજા જાહેર કર્યો અને તેનો યહોવાહના નામે શાસક તરીકે અને સાદોકને ઈશ્વરના યાજક તરીકે અભિષેક કર્યો.
и на същия ден ядоха и пиха пред Господа с голяма радост. И втори път прогласиха Давидовия син Соломона за цар, и помазаха го Господу за управител, а Соломона за свещеник.
23 ૨૩ પછી સુલેમાન પોતાના પિતા દાઉદના અનુગામી તરીકે યહોવાહે સ્થાપેલા સિંહાસન પર બિરાજયો. તે સમૃદ્ધ થયો અને સમગ્ર ઇઝરાયલ લોકો તેને આધીન થયા.
Тогава Соломон седна на Господния престол като цар, вместо баща си Давида, и благоуспяваше; и целият Израил му се покори.
24 ૨૪ તમામ અધિકારીઓએ અને યોદ્ધાઓએ તેમ જ રાજા દાઉદના બધા પુત્રોએ રાજા સુલેમાન પ્રત્યે વફાદારીના શપથ લીધાં.
Също и всичките първенци, и силните мъже, още и всичките цар Давидови синове се покориха на цар Соломона.
25 ૨૫ યહોવાહે, સુલેમાનને ઇઝરાયલની નજરમાં ખૂબ મહાન કર્યો અને ઇઝરાયલના કોઈ પણ રાજાએ પહેલાં કદી મેળવી ના હોય તેવી જાહોજલાલી તેને આપી.
И Господ възвеличи Соломона твърде много пред целия Израил, и даде му такова царско величие, каквото никой цар не бе имал преди него в Израиля.
26 ૨૬ યિશાઈના પુત્ર દાઉદે આખા ઇઝરાયલ પર શાસન કર્યું.
Така Давид, Есеевият син, царува над целия Израил.
27 ૨૭ તેણે ઇઝરાયલ પર ચાળીસ વર્ષ સુધી સત્તા ભોગવી. તેણે સાત વર્ષ હેબ્રોનમાં અને તેત્રીસ વર્ષ યરુશાલેમમાં રાજય કર્યુ હતું.
И времето, през което царува над Израиля, бе четиридесет години7 седем години царува в Хеврон, и тридесет и три в Ерусалим.
28 ૨૮ સંપત્તિ અને સન્માન સાથે દીર્ધાયુથી પરિપૂર્ણ થઈને તે મૃત્યુ પામ્યો અને તેના પછી તેના પુત્ર સુલેમાને રાજય કર્યું.
И умря в честите старост, сит от дни, богатство и слава; и вместо него се възцари син му Соломон.
29 ૨૯ રાજા દાઉદના શાસનમાં બનેલા બધા જ બનાવો પહેલેથી છેલ્લે સુધી પ્રબોધક શમુએલ, પ્રબોધક નાથાન અને પ્રબોધક ગાદના પુસ્તકોમાં લખેલા છે.
А делата на цар Давида, първите и последните, ето, написани са в Книгата на гледача Самуил, и в Книгата на пророка Натан, и в Книгата на гледача Гад,
30 ૩૦ તેની આખી કારકિર્દી, તેના પરાક્રમ તથા તેના ઉપર ઇઝરાયલ પર તેમ જ દેશોના સર્વ રાજ્યો ઊપર જે સમય ગુજાર્યો તે સર્વ વિષે તેમાં લખેલું છે.
с всичките събития на царуването му, и с могъществото му, и с времената, които преминаха над него, над Израиля, и над всичките царства на околните страни.