< 1 કાળવ્રત્તાંત 28 >
1 ૧ દાઉદે ઇઝરાયલના તમામ અધિકારીઓ, કુળના આગેવાનો, રાજાની સેવા કરનારા ઉપરીઓ, સહસ્રાધિપતિઓ અને શતાધિપતિઓ તથા રાજાની અને તેના પુત્રોની તમામ સંપત્તિ અને જાનવરોને સંભાળનાર કારભારીઓ તેમ જ અમલદારો તથા પરાક્રમી પુરુષો અને બધા શૂરવીરોને યરુશાલેમમાં એકત્ર કર્યા.
Dawut Israildiki barliⱪ ǝmǝldarlarni, ⱨǝrⱪaysi ⱪǝbilǝ baxliⱪliri, nɵwǝtlixip padixaⱨning hizmitini ⱪilidiƣan ⱪoxun bexi, mingbexi, yüzbexi, padixaⱨ wǝ xaⱨzadilǝrning barliⱪ mal-mülük, qarwa mallirini baxⱪuridiƣan ǝmǝldarlarni, xuningdǝk mǝⱨrǝm-ƣojidarlar, palwanlar wǝ barliⱪ batur jǝngqilǝrni Yerusalemƣa qaⱪirtip kǝldi.
2 ૨ દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઈને સંબોધન કર્યુ, “મારા ભાઈઓ અને મારા પ્રજાજનો, મારી વાત સાંભળો. યહોવાહના કરારકોશને માટે તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે વિશ્રાંતિનું ભક્તિસ્થાન બાંધવાનું મારા મનમાં હતું અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી.
Padixaⱨ Dawut ornidin turup mundaⱪ dedi: — I buradǝrlirim wǝ hǝlⱪim, gepimgǝ ⱪulaⱪ selinglar: Kɵnglümdǝ Pǝrwǝrdigarning ǝⱨdǝ sanduⱪi üqün bir aramgaⱨ, Hudayimizning tǝhtipǝrisi bolidiƣan bir ɵy selix arzuyum bar idi ⱨǝmdǝ uni selixⱪa tǝyyarliⱪmu kɵrüp ⱪoyƣanidim.
3 ૩ પણ ઈશ્વરે મને કહ્યું, ‘તું મારે નામે ભક્તિસ્થાન બાંધીશ નહિ, કારણ કે, તેં ઘણાં યુદ્ધો કર્યા છે અને પુષ્કળ લોહી વહેવડાવ્યું છે.’”
Lekin Huda manga: «Sǝn Mening namimƣa atap ɵy salsang bolmaydu, qünki Sǝn jǝngqi, adǝm ɵltürüp ⱪan tɵkkǝnsǝn» dedi.
4 ૪ તેમ છતાં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મારા પિતાના આખા કુટુંબમાંથી ઇઝરાયલ પર રાજા થવા માટે મને પસંદ કર્યો છે. યહૂદાના કુળમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યું છે અને તેઓ મારા પર એટલા બધાં કૃપાળુ હતા કે પિતાના પુત્રોમાંથી તેમણે મને પસંદ કરીને આખા ઇઝરાયલનો રાજા બનાવ્યો.
Israilning Hudasi bolƣan Pǝrwǝrdigar atamning pütün jǝmǝtidin meni ǝbǝdil’ǝbǝd Israilƣa padixaⱨ boluxⱪa tallidi; qünki U Yǝⱨudani yolbaxqi boluxⱪa talliƣan; U Yǝⱨuda jǝmǝti iqidǝ atamning jǝmǝtini talliƣan, atamning oƣulliri iqidǝ mǝndin razi bolup, meni pütün Israilƣa padixaⱨ ⱪilip tikligǝn;
5 ૫ યહોવાહે મને ઘણાં પુત્રો આપ્યાં તેમાંથી ઇઝરાયલ પર ઈશ્વરનું જે રાજ્ય છે તેના સિંહાસન પર બેસવા માટે મારા પુત્ર સુલેમાનને જ પસંદ કર્યો.
mening oƣullirim iqidin (Pǝrwǝrdigar dǝrwǝⱪǝ manga kɵp oƣul ata ⱪilƣan) U yǝnǝ oƣlum Sulaymanni Pǝrwǝrdigarning padixaⱨliⱪining tǝhtigǝ olturup, Israilƣa ⱨɵkümran boluxⱪa tallidi.
6 ૬ ઈશ્વરે મને કહ્યું કે, ‘તારો પુત્ર સુલેમાન મારે માટે ભક્તિસ્થાન બાંધશે, કારણ કે, મેં તેને મારા પુત્ર તરીકે પસંદ કર્યો છે. અને હું તેનો પિતા થઈશ.
U manga: «Sening oƣlung Sulayman bolsa Mening ɵyüm wǝ ⱨoylilirimni salƣuqi bolidu; qünki Mǝn uni Ɵzümgǝ oƣul boluxⱪa tallidim, Mǝnmu uningƣa ata bolimǝn.
7 ૭ જો તે મારી આજ્ઞાઓ તથા સૂચનોનું પાલન આજે કરે છે તે પ્રમાણે દૃઢતાથી કાયમ કરતો રહેશે, તો હું તેનું રાજ્ય સદાને માટે સ્થાપન કરીશ.’”
U Mening ǝmr-bǝlgilimilirimgǝ bügünkidǝk qing turup riayǝ ⱪilidiƣan bolsa, uning padixaⱨliⱪini mǝnggü mustǝⱨkǝm ⱪilimǝn» degǝnidi.
8 ૮ માટે હવે ઈશ્વરની પ્રજા એટલે સર્વ ઇઝરાયલના જોતાં તથા આપણા ઈશ્વરના સાંભળતાં કહું છું કે, તમે પોતાના ઈશ્વર પ્રભુની સર્વ આજ્ઞાઓ પાળો તથા તે પર ધ્યાન રાખો, કે તમે આ સારા દેશનું વતન ભોગવો અને તમારાં બાળકોને માટે સદાને માટે તેનો વારસો મૂકી જાઓ.
Xunga bügün Pǝrwǝrdigarning jamaiti pütkül Israil hǝlⱪining, xundaⱪla Hudayimizning aldida [xuni eytimǝn]: — Bu yahxi yurtⱪa igidarqiliⱪ ⱪilix üqün wǝ kǝlgüsidǝ baliliringlarƣa mǝnggülük miras ⱪilip ⱪaldurux üqün, silǝr Hudayinglar Pǝrwǝrdigarning barliⱪ ǝmrlirini izdǝp tutunglar.
9 ૯ “વળી મારા પુત્ર સુલેમાનને જણાવું છું કે, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ અને સંપૂર્ણ અંત: કરણથી અને રાજીખુશીથી તેમની સેવા કર, ઈશ્વર સર્વનાં અંત: કરણો તપાસે છે, અને તેઓના વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને પ્રાપ્ત કરશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તેઓ તને સદાને માટે તજી દેશે.
— I, sǝn oƣlum Sulayman, atangning Hudasi bolƣan Pǝrwǝrdigarni bil, sap dil wǝ pidakarliⱪ bilǝn Uning hizmitidǝ bolƣin. Qünki Pǝrwǝrdigar jimi adǝmning kɵnglini kɵzitip turidu, barliⱪ oy-niyǝtlirini pǝrⱪ etidu. Sǝn Uni izdisǝng, U Ɵzini sanga tapⱪuzidu; Uningdin tenip kǝtsǝng, seni mǝnggü üzüp taxlaydu.
10 ૧૦ તું યાદ રાખજે કે, ઈશ્વરે તને ભક્તિસ્થાન બાંધવા માટે પસંદ કર્યો છે. બળવાન થા, અને કાળજીપૂર્વક તે કામ પૂરું કરજે.”
Əmdi sǝn kɵngül ⱪoyƣin, Pǝrwǝrdigar muⱪǝddǝshana ⱪilix üqün bir ɵyni selixⱪa seni tallidi; batur bol, uni ada ⱪil!».
11 ૧૧ પછી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને સભાસ્થાનનો, તેના આંગણાનો, તેના ઓરડાઓનો ભંડારોનો, તેના માળ પરના અને અંદરના ખંડોનો અને દયાસનની જગાની રૂપરેખાનો નકશો પણ આપ્યો.
Dawut [muⱪǝddǝsgaⱨning] dǝⱨlizi, haniliri, hǝziniliri, balihaniliri, iqki ɵyliri wǝ kafarǝt tǝhtidiki ɵyining layiⱨisining ⱨǝmmisini oƣli Sulaymanƣa tapxurdi;
12 ૧૨ ઈશ્વરના ભક્તિસ્થાનનાં આંગણાને માટે ચારે તરફના સર્વ ઓરડાઓને યહોવાહના ભક્તિસ્થાનનાં ભંડારો માટે તથા અર્પિત વસ્તુઓના ભંડારોને માટે જે કંઈ ઈશ્વરના આત્માએ તેના મનમાં નાખ્યું હતું તે સર્વ વિગતો એ નકશામાં દર્શાવેલી હતી.
[Hudaning] Roⱨidin tapxuruwalƣini boyiqǝ u Pǝrwǝrdigarning ɵyining ⱨoyliliri, tɵt ǝtrapidiki kiqik ɵylǝr, muⱪǝddǝshanidiki hǝzinlǝr, muⱪǝddǝs dǝp beƣixlanƣan buyumlar ⱪoyulidiƣan hǝzinilǝrning layiⱨilirini ⱪaldurmay uningƣa kɵrsǝtti.
13 ૧૩ યાજકો અને લેવીઓની વારા પ્રમાણે ટુકડીઓ નિયુક્ત કરવા માટે, યહોવાહના સભાસ્થાનની સેવાના સર્વ કામને માટે તથા યહોવાહના સભાસ્થાનની સેવાનાં પાત્રોને માટે કરેલી સર્વ વ્યવસ્થા દાઉદે સુલેમાને કહી જણાવી.
Yǝnǝ kaⱨinlar bilǝn Lawiylarning guruppilinixi, Pǝrwǝrdigarning ɵyidiki ⱨǝrhil wǝzipilǝr, xuningdǝk Pǝrwǝrdigarning ɵyigǝ eⱨtiyajliⱪ barliⱪ ǝswablar toƣrisidiki bǝlgilimilǝrni kɵrsǝtti;
14 ૧૪ સર્વ પ્રકારની સેવાનાં તમામ પાત્રોને માટે જોઈતું સોનું તથા દરેક જાતની સેવાને માટે રૂપાનાં તમામ પાત્રોને સારુ જોઈતું ચાંદી પણ તેણે તોળીને આપ્યું.
wǝ ⱨǝrhil ixlarƣa kerǝklik altun ǝswablarni yasitixⱪa ketidiƣan altun, ⱨǝrhil ixlarƣa kerǝklik kümüx ǝswablarni yasitixⱪa ketidiƣan kümüx,
15 ૧૫ સોનાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની સોનાની દીવીઓને માટે જોઈતું સોનું તથા રૂપાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની દીવીઓને માટે જોઈતું ચાંદી તોળીને આપ્યું.
altun qiraƣdanlarƣa, ularƣa tǝwǝ altun qiraƣlarƣa, yǝni ⱨǝrbir qiraƣdan wǝ qiraƣlarƣa ketidiƣan altun; kümüx qiraƣdanlarƣa, yǝni ⱨǝrbir qiraƣdan wǝ xuningƣa tǝwǝ qiraƣlar üqün ketidiƣan kümüxni tapxurup bǝrdi. U ⱨǝrbir qiraƣdanƣa ixlitix orniƣa ⱪarap kerǝklikini bǝrdi;
16 ૧૬ અર્પિત રોટલીની મેજોને સારુ જોઈતું સોનું અને રૂપાની મેજોને સારુ જોઈતું ચાંદી તોળીને આપ્યું.
nan tizidiƣan altun xirǝlǝrni yasitixⱪa, yǝni ⱨǝrbir xirǝ üqün kerǝklik altun bǝrdi; kümüx xirǝlǝrni yasitixⱪa kerǝklik kümüx bǝrdi;
17 ૧૭ વળી તેણે ચોખ્ખા સોનાનાં ત્રિપાંખી સાધનો, થાળીઓ, વાટકાઓ અને પ્યાલાંને સારુ સોનું અને રૂપાનાં પ્યાલાને સારુ ચાંદી તોળીને આપ્યું.
wilka-ilmǝklǝr, tǝhsǝ-piyalǝ wǝ qɵgünlǝrni yasaxⱪa, altun qinilǝr, yǝni ⱨǝrhil qinini yasaxⱪa kerǝklik bolƣan sap altun bǝrdi; kümüx qinilǝrni yasaxⱪa, yǝni ⱨǝrbir qinǝ üqün kerǝklik kümüx bǝrdi;
18 ૧૮ ધૂપ વેદી માટે ગાળેલું સોનું અને રથ માટે એટલે યહોવાહના કરારકોશ ઉપર પાંખો પ્રસારીને તેનું આચ્છાદન કરનાર કરુબોનો પ્રતિકૃતિને માટે જોઈતું સોનું પણ તોળીને આપ્યું.
huxbuygaⱨ yasaxⱪa kerǝklik esil altun bǝrdi. U yǝnǝ ⱪanatlirini kerip Pǝrwǝrdigarning ǝⱨdǝ sanduⱪini yepip turidiƣan altun kerublar ⱪaraydiƣan [kafarǝt] tǝhtining nushisini tapxurup bǝrdi.
19 ૧૯ દાઉદે કહ્યું, “આ નકશાની સર્વ વિગતો અને સર્વ કામ વિષેના યહોવાહ તરફના લેખની મને સમજણ પાડવામાં આવી છે.”
«Bularning ⱨǝmmisi, Pǝrwǝrdigar Ɵz ⱪolini üstümgǝ ⱪoyƣanda manga kɵrsǝtkǝn barliⱪ nusha-ǝndizilǝr bolƣaqⱪa, mǝn yezip ⱪoydum» dedi Dawut.
20 ૨૦ વળી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું કે, બળવાન અને ખૂબ હિંમતવાન થઈને એ કામ કરજે. બીશ નહિ અને ગભરાઈશ પણ નહિ. કેમ કે ઈશ્વર યહોવાહ, મારા ઈશ્વર, તારી સાથે છે. જ્યાં સુધી યહોવાહના સભાસ્થાનની સર્વ સેવાનું કામ સંપૂર્ણ થાય ત્યાં સુધી તે તને સહાય કર્યા વગર રહેશે નહિ. અને તને તજી દેશે નહિ.
Dawut yǝnǝ oƣli Sulaymanƣa: «Sǝn batur wǝ jasarǝtlik bol, buni ada ⱪil; ⱪorⱪma, alaⱪzadimu bolup kǝtmǝ; qünki Pǝrwǝrdigar Huda, mening Hudayim sening bilǝn billǝ bolidu; taki Pǝrwǝrdigarning ɵyidiki keyinki ibadǝt hizmiti üqün tǝyyarliⱪ ixliri tügigǝngǝ ⱪǝdǝr U sǝndin ⱨeq ayrilmaydu yaki taxlapmu ⱪoymaydu.
21 ૨૧ યાજકોની અને લેવીઓની યહોવાહના ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે ટુકડીઓ નિયુક્ત કરેલી છે. બધાં કામોમાં કુશળ કારીગરો તને રાજીખુશીથી મદદ કરશે અને બધા અમલદારો તેમ જ લોકો પણ તારી આજ્ઞાનું પાલન તને આધીન રહેશે.”
Ⱪara, Hudaning ɵyidiki barliⱪ hizmitini bejiridiƣan kaⱨinlar wǝ Lawiylarning guruppiliri tǝyyar turidu; sening yeningda ⱨǝrhil ⱨünǝrgǝ usta, ⱨǝrbir hizmǝtkǝ tǝyyar turƣan ⱨünǝrwǝnlǝrmu raziliⱪ bilǝn turidu; uning üstigǝ ǝmǝldarlar wǝ barliⱪ hǝlⱪ sening ǝmringni kütidu» dedi.