< 1 કાળવ્રત્તાંત 28 >

1 દાઉદે ઇઝરાયલના તમામ અધિકારીઓ, કુળના આગેવાનો, રાજાની સેવા કરનારા ઉપરીઓ, સહસ્રાધિપતિઓ અને શતાધિપતિઓ તથા રાજાની અને તેના પુત્રોની તમામ સંપત્તિ અને જાનવરોને સંભાળનાર કારભારીઓ તેમ જ અમલદારો તથા પરાક્રમી પુરુષો અને બધા શૂરવીરોને યરુશાલેમમાં એકત્ર કર્યા.
Собра же Давид вся началники Израилевы, началники судий и колен, и вся началники полков, почредно стрегущих царя, и началники тысящей и сотней, и стражы сокровищ, и сущыя над имениями своими и над всем стяжанием царевым, и сынов своих со евнухами, и сильныя и храбрыя воинства во Иерусалим.
2 દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઈને સંબોધન કર્યુ, “મારા ભાઈઓ અને મારા પ્રજાજનો, મારી વાત સાંભળો. યહોવાહના કરારકોશને માટે તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે વિશ્રાંતિનું ભક્તિસ્થાન બાંધવાનું મારા મનમાં હતું અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી.
И воста Давид царь посреде собрания и рече: слышите мя, братия моя и людие мои: бысть мне на сердцы создати дом упокоения кивоту завета Господня и подножие ног Господа (Бога) нашего, и уготовах на созидание потребная:
3 પણ ઈશ્વરે મને કહ્યું, ‘તું મારે નામે ભક્તિસ્થાન બાંધીશ નહિ, કારણ કે, તેં ઘણાં યુદ્ધો કર્યા છે અને પુષ્કળ લોહી વહેવડાવ્યું છે.’”
Бог же рече: не созиждеши мне дому еже именовати имя Мое в нем, зане человек воин еси ты и крови пролиял еси:
4 તેમ છતાં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મારા પિતાના આખા કુટુંબમાંથી ઇઝરાયલ પર રાજા થવા માટે મને પસંદ કર્યો છે. યહૂદાના કુળમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યું છે અને તેઓ મારા પર એટલા બધાં કૃપાળુ હતા કે પિતાના પુત્રોમાંથી તેમણે મને પસંદ કરીને આખા ઇઝરાયલનો રાજા બનાવ્યો.
и избра Господь Бог Израилев мене от всего дому отца моего, да буду царь над Израилем во веки, и во Иуде избра царство, и от дому Иудина дом отца моего: и от сынов отца моего во мне благоволи, еже быти ми царю над всем Израилем:
5 યહોવાહે મને ઘણાં પુત્રો આપ્યાં તેમાંથી ઇઝરાયલ પર ઈશ્વરનું જે રાજ્ય છે તેના સિંહાસન પર બેસવા માટે મારા પુત્ર સુલેમાનને જ પસંદ કર્યો.
от сынов же моих всех, сыны бо мне многи даде Господь, избра Соломона сына моего, да седит на престоле царства Господня, над Израилем:
6 ઈશ્વરે મને કહ્યું કે, ‘તારો પુત્ર સુલેમાન મારે માટે ભક્તિસ્થાન બાંધશે, કારણ કે, મેં તેને મારા પુત્ર તરીકે પસંદ કર્યો છે. અને હું તેનો પિતા થઈશ.
и рече мне Бог: Соломон сын твой созиждет дом Мой и двор Мой, зане того избрах Мне в сына быти, и Аз буду ему во Отца
7 જો તે મારી આજ્ઞાઓ તથા સૂચનોનું પાલન આજે કરે છે તે પ્રમાણે દૃઢતાથી કાયમ કરતો રહેશે, તો હું તેનું રાજ્ય સદાને માટે સ્થાપન કરીશ.’”
и укреплю царство его даже до века, аще укрепится хранити заповеди Моя и судбы Моя, якоже и днесь:
8 માટે હવે ઈશ્વરની પ્રજા એટલે સર્વ ઇઝરાયલના જોતાં તથા આપણા ઈશ્વરના સાંભળતાં કહું છું કે, તમે પોતાના ઈશ્વર પ્રભુની સર્વ આજ્ઞાઓ પાળો તથા તે પર ધ્યાન રાખો, કે તમે આ સારા દેશનું વતન ભોગવો અને તમારાં બાળકોને માટે સદાને માટે તેનો વારસો મૂકી જાઓ.
ныне убо пред лицем всего собрания Господня и во ушы Бога нашего, храните и взыщите вся заповеди Господа Бога нашего, да наследите землю благу и оставите в наследие сыном вашым по вас даже до века:
9 “વળી મારા પુત્ર સુલેમાનને જણાવું છું કે, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ અને સંપૂર્ણ અંત: કરણથી અને રાજીખુશીથી તેમની સેવા કર, ઈશ્વર સર્વનાં અંત: કરણો તપાસે છે, અને તેઓના વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને પ્રાપ્ત કરશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તેઓ તને સદાને માટે તજી દેશે.
и ныне, Соломоне, сыне мой, да знаеши Бога отец твоих и служи Ему сердцем совершенным и душевною волею, вся бо сердца испытует Господь и всяко помышление разумеет: аще взыщеши Его, обрящеттися: аще же оставиши Его, оставит тя в конец:
10 ૧૦ તું યાદ રાખજે કે, ઈશ્વરે તને ભક્તિસ્થાન બાંધવા માટે પસંદ કર્યો છે. બળવાન થા, અને કાળજીપૂર્વક તે કામ પૂરું કરજે.”
ныне убо виждь, яко избра тя Господь, да созиждеши ему дом во освящение, крепися и соверши.
11 ૧૧ પછી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને સભાસ્થાનનો, તેના આંગણાનો, તેના ઓરડાઓનો ભંડારોનો, તેના માળ પરના અને અંદરના ખંડોનો અને દયાસનની જગાની રૂપરેખાનો નકશો પણ આપ્યો.
Даде же Давид Соломону сыну своему начертание храма и домов его, и камар его, и горниц, и полагалищ внутренних, и дому очищения,
12 ૧૨ ઈશ્વરના ભક્તિસ્થાનનાં આંગણાને માટે ચારે તરફના સર્વ ઓરડાઓને યહોવાહના ભક્તિસ્થાનનાં ભંડારો માટે તથા અર્પિત વસ્તુઓના ભંડારોને માટે જે કંઈ ઈશ્વરના આત્માએ તેના મનમાં નાખ્યું હતું તે સર્વ વિગતો એ નકશામાં દર્શાવેલી હતી.
и подобие, еже помысли духом своим, дворов дому Господня, и всех камар окрест в сокровищих дому Господня, и влагалищ святынь,
13 ૧૩ યાજકો અને લેવીઓની વારા પ્રમાણે ટુકડીઓ નિયુક્ત કરવા માટે, યહોવાહના સભાસ્થાનની સેવાના સર્વ કામને માટે તથા યહોવાહના સભાસ્થાનની સેવાનાં પાત્રોને માટે કરેલી સર્વ વ્યવસ્થા દાઉદે સુલેમાને કહી જણાવી.
и виталищ, и дневных чред иерейских и левитских, во вся дела служения дому Господня, и влагалищ служебных сосудов службы дому Господня:
14 ૧૪ સર્વ પ્રકારની સેવાનાં તમામ પાત્રોને માટે જોઈતું સોનું તથા દરેક જાતની સેવાને માટે રૂપાનાં તમામ પાત્રોને સારુ જોઈતું ચાંદી પણ તેણે તોળીને આપ્યું.
и меру веса их златых и сребряных,
15 ૧૫ સોનાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની સોનાની દીવીઓને માટે જોઈતું સોનું તથા રૂપાનાં દીપવૃક્ષોને માટે તથા તેઓની દીવીઓને માટે જોઈતું ચાંદી તોળીને આપ્યું.
светилников вес даде ему и свещников.
16 ૧૬ અર્પિત રોટલીની મેજોને સારુ જોઈતું સોનું અને રૂપાની મેજોને સારુ જોઈતું ચાંદી તોળીને આપ્યું.
Даде ему подобне вес трапезы предложения, кияждо трапезы златыя, такожде и сребряных,
17 ૧૭ વળી તેણે ચોખ્ખા સોનાનાં ત્રિપાંખી સાધનો, થાળીઓ, વાટકાઓ અને પ્યાલાંને સારુ સોનું અને રૂપાનાં પ્યાલાને સારુ ચાંદી તોળીને આપ્યું.
и удиц, и возлиялниц, и фиал златых, и вес златых и сребряных, и кадилниц златых, коегождо веса:
18 ૧૮ ધૂપ વેદી માટે ગાળેલું સોનું અને રથ માટે એટલે યહોવાહના કરારકોશ ઉપર પાંખો પ્રસારીને તેનું આચ્છાદન કરનાર કરુબોનો પ્રતિકૃતિને માટે જોઈતું સોનું પણ તોળીને આપ્યું.
и жертвенника фимиамов от злата чиста вес оказа ему, и подобие колесницы херувимов простирающих крила и осеняющих над кивотом завета Господня.
19 ૧૯ દાઉદે કહ્યું, “આ નકશાની સર્વ વિગતો અને સર્વ કામ વિષેના યહોવાહ તરફના લેખની મને સમજણ પાડવામાં આવી છે.”
Вся писанная рукою Господнею даде Давид Соломону, по сущему в нем разуму дела изображения.
20 ૨૦ વળી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું કે, બળવાન અને ખૂબ હિંમતવાન થઈને એ કામ કરજે. બીશ નહિ અને ગભરાઈશ પણ નહિ. કેમ કે ઈશ્વર યહોવાહ, મારા ઈશ્વર, તારી સાથે છે. જ્યાં સુધી યહોવાહના સભાસ્થાનની સર્વ સેવાનું કામ સંપૂર્ણ થાય ત્યાં સુધી તે તને સહાય કર્યા વગર રહેશે નહિ. અને તને તજી દેશે નહિ.
И рече Давид Соломону сыну своему: укрепляйся и мужайся и твори: не бойся, ниже страшися, зане Господь Бог мой с тобою, не отступит от тебе, ниже оставит тя, дондеже совершиши ты все дело служения дому Господня: и се, подобие храма и дому Его, и камар Его, и горниц, и полагалищ внутренних, и дому очищения, и подобие дому Господня:
21 ૨૧ યાજકોની અને લેવીઓની યહોવાહના ભક્તિસ્થાનમાં સેવા કરવા માટે ટુકડીઓ નિયુક્ત કરેલી છે. બધાં કામોમાં કુશળ કારીગરો તને રાજીખુશીથી મદદ કરશે અને બધા અમલદારો તેમ જ લોકો પણ તારી આજ્ઞાનું પાલન તને આધીન રહેશે.”
и се, дневныя чреды иереев и левитов во всяко служение Дому Господня, и с тобою во всяцем действе, и всяк усердный в мудрости во всяцем художестве, и князи, и вси людие во вся словеса твоя.

< 1 કાળવ્રત્તાંત 28 >