< 1 કાળવ્રત્તાંત 27 >
1 ૧ ઇઝરાયલપુત્રોની સંખ્યા, એટલે તેઓનાં કુટુંબોના સરદારો, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા સૈન્યના અધિકારીઓ, જેઓની ટુકડીઓમાંથી એકેક ટુકડીના સૈનિકો પોતાના નિયતક્રમ પ્રમાણે વર્ષમાં માસવાર ફરજ બજાવતા હતા. તથા જેઓ દરેક બાબતમાં રાજાની સેવા કરતા હતા. દરેક ટુકડીઓમાં તેઓની સંખ્યા ચોવીસ હજારની હતી.
A synów Izraelskich według liczby ich, przedniejszych w domach ojcowskich, i półkowników, i rotmistrzów, i przełożonych nad tymi, którzy służyli królowi we wszelkiej potrzebie, w podziałach swoich, przychodzących i odchodzących na każdy miesiąc przez wszystkie miesiące w roku; w każdym podziale było dwadzieścia i cztery tysiące.
2 ૨ પહેલા માસને માટે ટુકડીનો ઉપરી ઝાબ્દીએલનો પુત્ર યાશોબામ હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર હતા.
Nad hufem pierwszego miesiąca był Jasobeam, syn Sabdyjelowy, a w podziele jego było dwadzieścia i cztery tysiące.
3 ૩ તે પેરેસના પુત્રોમાંનો હતો. તે પ્રથમ માસની ટુકડીના સર્વ સરદારોનો ઉપરી હતો.
Ten był z synów Faresowych przedniejszym nad wszystkiemi przełożonymi w wojsku miesiąca pierwszego.
4 ૪ બીજા માસની ટુકડીનો ઉપરી દોદાય અહોહી હતો. મિક્લોથ બીજા ક્રમે હતો. તેની ટોળીમાં ચોવીસ હજાર માણસો હતા.
A nad podziałem wtórego miesiąca był Dodaj Achochytczyk i z podziałem swym; po nim Michlot, książę, a w podziale jego było ludu dwadzieścia i cztery tysiące.
5 ૫ ત્રીજા માસની ટુકડીનો ઉપરી સૈન્યનો આગેવાન યહોયાદા યાજકનો પુત્ર બનાયા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
Przełożony trzeci wojska miesiąca trzeciego był Banajas, syn Jojady kapłana, przedniejszym, a w podziale jego dwadzieścia i cztery tysiące.
6 ૬ જે ત્રીસ શૂરવીરોમાં પરાક્રમી તથા તેમનો જે સરદાર હતો તે જ એ બનાયા હતો. તેની ટુકડીમાં તેનો પુત્ર આમ્મીઝાબાદ હતો.
Ten Banajas był mocarz między trzydziestoma, i nad trzydziestoma, a nad podziałem jego był Ammisadab, syn jego.
7 ૭ ચોથા માસને માટે ટુકડીનો ઉપરી યોઆબનો ભાઈ અસાહેલ હતો. તેના પછી તેનો પુત્ર ઝબાદ્યા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
Czwarty czwartego miesiąca był Asael, brat Joabowy, a po nim Zabadyjasz, syn jego, a w podziale jego dwadzieścia i cztery tysiące.
8 ૮ પાંચમા માસને માટે પાંચમો સરદાર શામ્હૂથ યિઝાહીનો વંશજ હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
Piąty miesiąca piątego był przełożonym Samut Jezrahytczyk, a w podziale jego dwadzieścia i cztery tysiące.
9 ૯ છઠ્ઠા માસને માટે છઠ્ઠો સરદાર તકોઈ ઇક્કેશનો પુત્ર ઈરા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
Szósty miesiąca szóstego był Hyra, syn Ikkiessa Tekuitczyka, a w podziale jego dwadzieścia i cztery tysiące.
10 ૧૦ સાતમા માસને માટે સાતમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો હેલેસ પલોની હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
Siódmy miesiąca siódmego był Heles Felonitczyk z synów Efraimowych, a w podziale jego dwadzieścia i cztery tysiące.
11 ૧૧ આઠમા માસને માટે આઠમો સરદાર ઝેરાહીઓમાંનો સિબ્બખાય હુશાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
Osmy miesiąca ósmego był Sobochaj Husatczyk z Zarchejczyków, a w podziale jego dwadzieścia i cztery tysiące.
12 ૧૨ નવમા માસને માટે નવમો સરદાર બિન્યામીનીઓમાંના અબીએઝેર અનાથોથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
Dziewiąty miesiąca dziewiątego był Abijezer Anatotczyk z synów Jemini, a w podziale jego dwadzieścia i cztery tysiące.
13 ૧૩ દસમા માસને માટે દસમો સરદાર ઝેરાહીઓમાંનો મહારાય નટોફાથી હતો. તેની ટુકડીઓમાં ચોવીસ હજાર પુરુષો હતા.
Dziesiąty miesiąca dziesiątego był Mahary Netofatczyk z Zarchejczyków, a w podziale jego dwadzieścia i cztery tysiące.
14 ૧૪ અગિયારમા માસને માટે અગિયારમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો બનાયા પિરઆથોની હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
Jedenasty miesiąca jedenastego był Banajas Faratońszyk z synów Efraimowych, a w podziale jego dwadzieścia i cztery tysiące.
15 ૧૫ બારમા માસને માટે બારમો સરદાર ઓથ્નીએલનો હેલદાઈ નટોફાથી હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.
Dwunasty miesiąca dwunastego był Haldaj Netofatczyk z Otonijela, a w podziale jego dwadzieścia i cztery tysiące.
16 ૧૬ તે ઉપરાંત ઇઝરાયલનાં કુળો પર નિમાયેલા અધિકારીઓની યાદી: રુબેનીઓનો અમલદાર ઝિખ્રીનો પુત્ર એલિએઝેર, શિમયોનીઓનો માકાનો પુત્ર શફાટયા,
Nadto nad pokoleniem Izraelskiem byli: Nad Rubeńczykami był książęciem Elijezer, syn Zychrego; nad Symeończykami Sefatyjasz, syn Maachowy;
17 ૧૭ લેવીના કુળનો કમુએલનો પુત્ર હશાબ્યા, હારુનના પુત્રોમાંનો સાદોક,
Nad pokoleniem Lewiego Chasabijasz, syn Chemuelowy; nad Aaronowem Sadok;
18 ૧૮ યહૂદાકુળનો અલીહૂ, તે દાઉદના ભાઈઓમાંનો એક હતો. ઇસ્સાખારકુળનો, મિખાએલનો પુત્ર ઓમ્રી,
Nad Judowem Elihu z braci Dawidowych; nad Isascharowem Amry, syn Michaelowy;
19 ૧૯ ઝબુલોનનાકુળનો ઓબાદ્યાનો પુત્ર ઇશ્માયા, નફતાલી કુળનો આઝ્રીએલનો પુત્ર યરિમોથ,
Nad Zabulonowem Jesmajasz, syn Abdyjaszowy; nad Neftalimowem Jerymot, syn Asryjelowy;
20 ૨૦ એફ્રાઇમકુળના અઝાઝયાનો પુત્ર હોશિયા, મનાશ્શાના અર્ધકુળનો પદાયાનો પુત્ર યોએલ,
Nad synami Efraimowymi Hosejasz, syn Azazyjaszowy; nad połową pokolenia Manasesowego Joel, syn Fadajaszowy;
21 ૨૧ ગિલ્યાદમાં મનાશ્શાના અર્ધકુળનો ઝખાર્યા પુત્ર ઇદ્દો, બિન્યામીનકુળનો, આબ્નેરનો પુત્ર યાસિયેલ,
Nad drugą połową pokolenia Manasesowego w Galaadzie Iddo, syn Zacharyjaszowy; nad Benjaminowem Jaasyjel, syn Abnerowy.
22 ૨૨ દાનકુળનો યરોહામનો પુત્ર અઝારેલ, તેઓ ઇઝરાયલનાં કુળોના અધિકારીઓ હતા.
Nad Danowem Azraeel, syn Jerohamowy. Cić są książęta pokoleń Izraelskich.
23 ૨૩ દાઉદે તેની પ્રજામાંથી વીસ વર્ષના તથા તેથી ઓછી વયના લોકોની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણ કે યહોવાહે, ઇઝરાયલીઓની સંખ્યા આકાશના તારાઓની જેમ વધારવાનું વચન આપ્યું હતું.
A nie włożył Dawid w liczbę ich żadnego, co miał dwadzieścia lat i niżej; albowiem Pan był powiedział, iż miał rozmnożyć Izraela jako gwiazdy niebieskie.
24 ૨૪ સરુયાના પુત્ર યોઆબે વસ્તી ગણતરી શરૂ કરી પણ તેણે પૂરી કરી નહોતી. ગણતરી કરવાને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃત્તાંતના ઇતિહાસમાં આ ગણતરી નોંધાવામાં આવી ન હતી.
A Joab, syn Sarwii, począł był liczyć, ale nie dokończył, dlatego że był gniew przypadł na Izraela. I nie weszła ta liczba w liczbę kronik o sprawach króla Dawida.
25 ૨૫ રાજાના ભંડારો ઉપર અદીએલનો પુત્ર આઝમાવેથ નિમાયેલો હતો. સીમમાંના નગરોમાંના, ગામોમાંના અને કિલ્લાઓમાંના ભંડારો ઉપર ઉઝિયાનો પુત્ર યોનાથાન નિમાયેલો હતો.
A nad skarbami królewskiemi był Asmawet, syn Abdyjelowy; a nad dochodami z pól, z miast, i ze wsi i z zamków był Jonatan, syn Uzyjaszowy;
26 ૨૬ ખેતી કરનારાઓ ઉપર દેખરેખ રાખવા કલૂબનો પુત્ર એઝ્રી હતો.
A nad oraczami, którzy uprawiali ziemię, był Ezer, syn Chalubowy.
27 ૨૭ રામાથી શિમઈ દ્રાક્ષવાડીઓ ઉપર દેખરેખ રાખતો હતો, દ્રાક્ષારસના ભંડાર પર ઝાબ્દી શિફ્મી દેખરેખ રાખતો હતો.
A nad winnicami był Semejasz Ramatczyk; a nad urodzajami winnic i nad piwnicami winnemi Zabdyjasz Zyfmejczyk.
28 ૨૮ જૈતૂનવૃક્ષો તથા ગુલ્લરવૃક્ષો નીચાણના પ્રદેશમાં જે હતાં, તેઓ પર બાલ-હાનાન ગદેરી દેખરેખ રાખતો હતો. યોઆશની જવાબદારી તેલના ભંડાર પર હતી.
A nad oliwnicami, i nad drzewami figowemi, które są w polach, był Balanan Giedertczyk, a nad piwnicami oliwnemi Joas.
29 ૨૯ શારોનમાં ચરનારાં જાનવરો પર શિટ્રાય શારોની અને અદલાયનો પુત્ર શાફાટ ખીણોમાં ચરતાં જાનવરો પર દેખરેખ રાખતા હતા.
A nad bydłem, które paszono w Saron, Sytraj Saronitczyk; a nad bydłem po dolinach Safat, syn Adlajego.
30 ૩૦ ઓબિલ ઇશ્માએલી ઊંટોની અને મેરોનોથી યહદયા ગધેડાંની સંભાળ રાખતા હતા. યાઝીઝ હાગ્રી ઘેટાંબકરાં સંભાળતો હતો.
A nad wielbłądami był Obil Ismaelitczyk, a nad oślicami był Jechdejasz Merończyk.
31 ૩૧ આ બધા માણસો દાઉદ રાજાની સંપત્તિ સંભાળનારા અધિકારીઓ હતા.
A nad drobnem bydłem Jazys Agiertczyk. Cić wszysct byli przełożonymi nad majętnościami króla Dawida.
32 ૩૨ દાઉદના કાકા યોનાથાન, કુશળ સલાહકાર અને ચીટનીસ હતો. હાખ્મોનીનો પુત્ર યહીએલ રાજાના પુત્રોનો શિક્ષક હતો.
Ale Jonatan, stryj Dawidowy, był radcą, mąż mądry, i nauczony; ten, i Jehijel, syn Chachmonowy, był z synami królewskimi.
33 ૩૩ અહિથોફેલ રાજાનો સલાહકાર હતો અને હુશાય આર્કી રાજાનો અંગત સલાહકાર હતો.
Achitofel też był radcą królewskim, a Chusaj Archytczyk przyjacielem królewsskim.
34 ૩૪ બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર એ બન્ને અહિથોફેલના મદદનીશો હતા. અને યોઆબ રાજાના સૈન્યનો સેનાપતિ હતો.
A po Achitofelu był Jojada, syn Banajasowy, i Abujatar. A Joab był hetmanem wojska królewskiego.