< 1 કાળવ્રત્તાંત 24 >
1 ૧ હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
Men Aarons barnas ordning var denna: Aarons barn voro Nadab, Abihu, Eleazar och Ithamar.
2 ૨ નાદાબ અને અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. તેઓને સંતાન ન હતા, તેથી એલાઝાર તથા ઈથામાર યાજકનું કામ કરતા હતા.
Men Nadab och Abihu blefvo döde inför deras fader, och hade inga barn; och Eleazar och Ithamar vordo Prester.
3 ૩ સાદોક, એલાઝારના વંશજોમાંનો એક અને અહીમેલેખે, ઈથામારના વંશજોમાંનો એકની સાથે મળી, દાઉદે, યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા.
Och David skickade dem alltså, Zadok af Eleazars barn, och Ahimelech af Ithamars barn, efter deras tal och ämbete.
4 ૪ એલાઝારના પુત્રોમાં, ઈથામારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો સંખ્યામાં વધારે હતા, તેથી એલાઝારના પુત્રોના સોળ વર્ગ પાડવામાં આવ્યાં. ઈથામારના પુત્રોનાં કુટુંબોના આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેઓના આઠ વર્ગ પાડવામાં આવ્યા.
Och vordo Eleazars barn flere funne till yppersta starka män än Ithamars barn. Och han skickade dem alltså; nämliga sexton utaf Eleazars barn, till öfverstar ibland deras fäders hus; och åtta af Ithamars barn ibland deras fäders hus.
5 ૫ તેમણે ચિઠ્ઠીઓ નાંખી બિનપક્ષપાતીપણે તેઓને નિયુક્ત કર્યા તેથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ, એલાઝાર અને ઈથામાર, બન્નેના વંશજોમાંથી હતા.
Och han skifte dem efter lott, derföre, att både af Eleazars och Ithamars barn voro öfverstar i helgedomenom, och öfverstar för Gud.
6 ૬ નથાનએલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એક પછી એક ગણવામાં આવતું હતું.
Och skrifvaren Semaja, Nethaneels son, utaf Leviterna, beskref dem för Konungenom, och för öfverstarna, och för Zadok Prestenom, och för Ahimelech, AbJathars son, och för öfversta fäderna ibland Presterna och Leviterna; nämliga ett fadershus för Eleazar, och det andra för Ithamar.
7 ૭ પહેલી ચિઠ્ઠી યહોયારીબની અને બીજી યદાયાની નીકળી.
Och förste lotten föll uppå Jojarib, den andre uppå Jedaja;
8 ૮ ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની,
Den tredje på Harim, den fjerde på Seorim;
9 ૯ પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની,
Den femte på Malchija, den sjette på Mijamin;
10 ૧૦ સાતમી હાક્કોસની, આઠમી અબિયાની,
Den sjunde på Hakkoz, den åttonde på Abia;
11 ૧૧ નવમી યેશૂઆની, દસમી શખાન્યાની,
Den nionde på Jesua, den tionde på Sechania;
12 ૧૨ અગિયારમી એલ્યાશિબની, બારમી યાકીમની,
Den ellofte på EljaSib, den tolfte på Jakim;
13 ૧૩ તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની,
Den trettonde på Huppa, den fjortonde på Jesebeab;
14 ૧૪ પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની,
Den femtonde på Bilga, den sextonde på Immer;
15 ૧૫ સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની,
Den sjuttonde på Hesir, den adertonde på Happizez;
16 ૧૬ ઓગણીસમી પથાહ્યાની, વીસમી હઝકિયેલની,
Den nittonde på Petahja, den tjugonde på Jeheskel;
17 ૧૭ એકવીસમી યાખીનની, બાવીસમી ગામૂલની,
Den förste och tjugonde på Jachin, den andre och tjugonde på Gamul;
18 ૧૮ ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝયાની નીકળી હતી.
Den tredje och tjugonde på Delaja, den fjerde och tjugonde på Mahasia.
19 ૧૯ ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો.
Detta är ordningen efter deras ämbeten, till att gå i Herrans hus efter deras sätt, under deras fader Aaron, såsom Herren Israels Gud dem budit hade.
20 ૨૦ લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે: આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા.
Men utaf de andra Levi barn, af Amrams barn var Subael. Af Subaels barn var Jehdeja.
21 ૨૧ રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.
Af Rehabia barn var den förste Jissija.
22 ૨૨ ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ.
Men af de Jizeariter var Selomoth. Af Selomoths barn var Jahath.
23 ૨૩ હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
( Hebrons ) barn voro: Jeria den förste, Amaria den andre, Jahasiel den tredje, Jekameam den fjerde.
24 ૨૪ ઉઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર.
Ussiels barn voro: Micha. Utaf Micha barn var Samir.
25 ૨૫ મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા.
Micha broder var Jissija. Utaf Jissija barn var Zacharia.
26 ૨૬ મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો.
Merari barn voro: Maheli och Musi; hans son var Jaasia.
27 ૨૭ મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.
Merari barn, af Jaasia, hans son, voro: Soham, Saccur och Ibri.
28 ૨૮ માહલીના પુત્રો એલાઝાર, તે નિ: સંતાન હતા.
Men Maheli hade Eleazar, och Eleazar hade inga söner.
29 ૨૯ કીશનો પુત્ર: યરાહમેલ.
Af Kis: Kis barn voro: Jerahmeel.
30 ૩૦ મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરિમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા.
Musi barn voro: Maheli, Eder och Jerimoth. Detta äro de Leviters barn, i deras faders hus.
31 ૩૧ તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી.
Och man kastade också för dem lott, bredovid deras bröder Aarons barn, inför Konung David och Zadok, och Ahimelech, och inför de öfversta fäderna af Prestomen och Levitomen, dem minsta brodrenom så väl som dem öfversta af fäderna.