< 1 કાળવ્રત્તાંત 22 >

1 પછી દાઉદે કહ્યું, “અહીંયાં, ઈશ્વર યહોવાહનું ભક્તિસ્થાન, ઇઝરાયલ માટેની દહનીયાર્પણની વેદી સાથે થશે.”
Da sagde David: "Her skal Gud HERRENs Hus stå, her skal Israels Brændofferalter stå!"
2 દાઉદે ઇઝરાયલમાં રહેતા સર્વ વિદેશીઓને ભેગા કરવાની આજ્ઞા આપી. તેણે તેઓને, ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવા માટે પથ્થર કાપનારાઓ તરીકે નીમી, પથ્થરો કાપવાના કામે લગાડી દીધા.
David bød så, at man skulde samle alle de fremmede, som boede i Israels Land, og han satte Stenhuggere til at tilhugge Kvadersten til Opførelsen af Guds Hus;
3 દાઉદે બારણાં માટે ખીલા અને મિજાગરા બનાવવા પુષ્કળ લોખંડ પૂરું પાડ્યું. તેણે વિપુલ પ્રમાણમાં પિત્તળ પણ પૂરું પાડ્યું,
fremdeles anskaffede David Jern i Mængde til Nagler på Portfløjene og til Kramper, en umådelig Mængde Kobber
4 અને ઢગલાબંધ દેવદારવૃક્ષ પણ એકઠાં કર્યા. સિદોન અને તૂરના લોકો દાઉદ માટે એરેજવૃક્ષોનાં અસંખ્ય લાકડાં લાવ્યા હતા.
og talløse Cederbjælker, idet Zidonierne og Tyrierne bragte David Cederbjælker i Mængde.
5 દાઉદે કહ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન તથા બિનઅનુભવી છે અને યહોવાહ માટે જે ભક્તિસ્થાન બાંધવાનું છે તે ખૂબ ભવ્ય હોવું જોઈએ, જેથી બીજા સર્વ પ્રદેશોમાં તે વિખ્યાત અને શોભાયમાન થાય. તેથી હું તેની તૈયારી કરીશ.” તેથી દાઉદે, પોતાના મૃત્યુ અગાઉ પુષ્કળ તૈયારી કરી.
Thi David tænkte: "Min Søn Salomo er ung og uudviklet, men Huset, som skal bygges HERREN, skal være stort og mægtigt, for at det kan vinde Navnkundighed og Ry i alle Lande; jeg vil træffe Forberedelser for ham." Og David traf store Forberedelser, før han døde.
6 પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને બોલાવ્યો અને ઇઝરાયલના ઈશ્વર યહોવાહના ભક્તિસ્થાન બાંધવા માટે તેને આજ્ઞા આપી.
Derpå lod han sin Søn Salomo kalde og bød ham bygge HERREN, Israels Gud, et Hus.
7 દાઉદે સુલેમાનને કહ્યું “મારા પુત્ર, મારા ઈશ્વર યહોવાહના નામને માટે, ભક્તિસ્થાન બાંધવાનો મારો ઇરાદો હતો.
Og David sagde til Salomo: "Min Søn! Jeg havde selv i Sinde at bygge HERREN min Guds Navn et Hus;
8 પણ યહોવાહે મારી પાસે આવીને કહ્યું કે, ‘તેં ઘણું લોહી વહેવડાવ્યું છે અને તું ઘણાં યુદ્ધો લડ્યો છે. તું મારા નામને માટે ભક્તિસ્થાન બાંધશે નહિ કારણ કે તેં, પૃથ્વી પર, મારી નજર સમક્ષ, ઘણું લોહી વહેવડાવ્યું છે.
men da kom HERRENs Ord til mig således: Du har udgydt meget Blod og ført store brige; du må ikke bygge mit Navn et Hus, thi du har udgydt meget Blod på Jorden for mit Åsyn.
9 જો કે, તને એક પુત્ર થશે જે શાંતિશીલ માણસ હશે. હું તેને ચારેતરફના શત્રુઓથી રાહત આપીશ. તેનું નામ સુલેમાન અપાશે અને તેના રાજ્યકાળ દરમિયાન ઇઝરાયલમાં સુલેહ તથા શાંતિ જળવાશે.
Se, en Søn skal fødes dig; han skal være en Fredens Mand, og jeg vil skaffe ham Fred for alle hans Fjender rundt om; thi hans Navn skal være Salomo, og jeg vil give Israel Fred og Ro i hans Dage.
10 ૧૦ તે મારા નામને સારુ ભક્તિસ્થાન બાંધશે. તે મારો પુત્ર થશે અને હું તેનો પિતા થઈશ. હું ઇઝરાયલ પર તેનું રાજ્ય સર્વકાળ માટે સ્થાપિત કરીશ.’”
Han skal bygge mit Navn et Hus; og han skal være mig en Søn, og jeg vil være ham en Fader, og jeg vil grundfæste hans Kongedømmes Trone over Israel til evig Tid!
11 ૧૧ “હવે, મારા પુત્ર સુલેમાન, યહોવાહ તારી સાથે હો અને સફળ થવા માટે તને સહાય કરો. અને તેમના કહ્યા પ્રમાણે તું ભક્તિસ્થાન બાંધ.
Så være da HERREN med dig, min Søn, at du må få Lykke til at bygge HERREN din Guds Hus, således som han har forjættet om dig.
12 ૧૨ યહોવાહે, તને ઇઝરાયલીઓ પર અધિકારી ઠરાવ્યો છે, માટે તે તને ડહાપણ અને વિવેકબુદ્ધિ આપે, જેથી તું તારા ઈશ્વર યહોવાહનો નિયમ પાળે.
Måtte HERREN kun give dig Forstand og Indsigt, så han kan sætte dig over Israel og du kan holde HERREN din Guds Lov!
13 ૧૩ યહોવાહે, ઇઝરાયલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો આપ્યાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે ત્યારે તું સફળ થશે. બળવાન તથા હિંમતવાન થા. બીશ નહિ કે ગભરાઈશ નહિ.
Så vil det gå dig vel når du nøje holder Anordningerne og Lovbudene, som HERREN bød Moses at pålægge Israel. Vær frimodig og stærk, frygt ikke og tab ikke Modet!
14 ૧૪ હવે, જો, મેં યહોવાહના ભક્તિસ્થાન માટે પુષ્કળ મહેનત કરીને એક લાખ તાલંત સોનું, દસ લાખ તાલંત ચાંદી, પિત્તળ અને લોખંડ પુષ્કળ પ્રમાણમાં એકત્ર કર્યા છે. લાકડાં અને પથ્થર એ બધું તને આપું છું. તેમા તું વધારો કરી શકે છે.
Se, med stor Møje har jeg til HERRENs Hus tilvejebragt 100.000 Talenter Guld og en Million Talenter Sølv og desuden Kobber og Jern, som ikke er til at veje, så meget er der; dertil har jeg tilvejebragt Bjælker og Sten; og du skal sørge for flere.
15 ૧૫ તારી પાસે ઘણાં પથ્થર કાપનારાઓ, કડિયાઓ, સુથારો અને દરેક કામમાં નિપુણ પુષ્કળ કારીગરો છે,
En Mængde Arbejdere står til din Rådighed, Stenhuggere, Murere, Tømrere og alle Slags Folk, der forstår sig på Arbejder af enhver Art.
16 ૧૬ તેઓ સોના, ચાંદી, કાંસા અને લોખંડના ઉપયોગવાળા કામ પણ કરી શકે છે. માટે હવે બાંધકામ શરૂ કરી દે અને યહોવાહ તારી સાથે હો.”
Af Guld, Sølv, Kobber og Jern er der umådelige Mængder til Stede - så tag da fat, og HERREN være med dig!"
17 ૧૭ પછી દાઉદે, પોતાના પુત્ર સુલેમાનને સહાય કરવાની આજ્ઞા, ઇઝરાયલના સર્વ આગેવાનોને કરીને કહ્યું કે,
Og David bød alle Israels Øverster hjælpe hans Søn Salomo og sagde:
18 ૧૮ “યહોવાહ, તમારા ઈશ્વર તમારી સાથે છે અને તેમણે ચારેતરફ તમને શાંતિ આપી છે. પ્રદેશના રહેવાસીઓને મારા હાથમાં સોંપ્યા છે. યહોવાહ તથા તેમના લોકોની સામે, પ્રદેશ પરાજિત થયો છે.
"Er HERREN eders Gud ikke med eder, har han ikke skaffet eder Ro til alle Sider? Han har jo givet Landets Indbyggere i min Hånd, og Landet er underlagt HERREN og hans Folk;
19 ૧૯ હવે પૂરા હૃદયથી યહોવાહ તમારા ઈશ્વરની ભક્તિમાં મન લગાડો. તૈયાર થઈ જાઓ અને યહોવાહ ઈશ્વર માટે પવિત્રસ્થાન બાંધો. પછી તમે યહોવાહના કરારકોશને અને ઈશ્વરનાં પવિત્ર પાત્રોને યહોવાહના નામે જે ભક્તિસ્થાન બાંધવામાં આવે છે તેમાં લાવો.”
så giv da eders Hjerter og Sjæle hen til at søge HERREN eders Gud og tag fat på at bygge Gud HERRENs Helligdom, så at HERRENs Pagts Ark og Guds hellige Ting kan føres ind i Huset, der skal bygges HERRENS Navn."

< 1 કાળવ્રત્તાંત 22 >