< 1 કાળવ્રત્તાંત 2 >

1 ઇઝરાયલના દીકરાઓ: રુબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન,
Questi sono i figli di Israele: Ruben, Simeone, Levi, Giuda, Issacar, Zàbulon,
2 દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.
Dan, Giuseppe, Beniamino, Nèftali, Gad e Aser.
3 યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો.
Figli di Giuda: Er, Onan, Sela; i tre gli nacquero dalla figlia di Sua la Cananea. Er, primogenito di Giuda, era malvagio agli occhi del Signore, che perciò lo fece morire.
4 યહૂદાના દીકરા: પેરેસ અને ઝેરાહ. આ દીકરાઓ તેની વિધવા પુત્રવધૂ તામાર સાથેના તેના સંબંધથી જન્મ્યા હતા. આમ યહૂદાને પાંચ દીકરાઓ હતા.
Tamàr sua nuora gli partorì Perez e Zerach. Totale dei figli di Giuda: cinque.
5 પેરેસના દીકરાઓ: હેસ્રોન તથા હામૂલ.
Figli di Perez: Chezròn e Camùl.
6 ઝેરાહના દીકરાઓ: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા. તેઓ બધા મળીને કુલ પાંચ હતા.
Figli di Zerach: Zimri, Etan, Eman, Calcol e Darda; in tutto: cinque.
7 કાર્મીનો દીકરો: આખાન તે પ્રભુને સમર્પિત વસ્તુ બાબતે ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો.
Figli di Carmì: Acar, che provocò una disgrazia in Israele con la trasgressione dello sterminio.
8 એથાનનો દીકરો: અઝાર્યા.
Figli di Etan: Azaria.
9 હેસ્રોનના પુત્રો: યરાહમેલ, રામ તથા કલૂબાય.
Figli che nacquero a Chezròn: Ieracmèl, Ram e Chelubài.
10 ૧૦ રામનો દીકરો આમ્મીનાદાબ, આમ્મીનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો.
Ram generò Amminadàb; Amminadàb generò Nacsòn, capo dei figli di Giuda.
11 ૧૧ નાહશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ.
Nacsòn generò Salmà; Salmà generò Booz.
12 ૧૨ બોઆઝનો દીકરો ઓબેદ અને ઓબેદનો દીકરો યિશાઈ.
Booz generò Obed; Obed generò Iesse.
13 ૧૩ યિશાઈનો જયેષ્ઠ દીકરો અલિયાબ, બીજો અબીનાદાબ, ત્રીજો શીમઆ,
Iesse generò Eliàb il primogenito, Abinadàb, secondo, Simèa, terzo,
14 ૧૪ ચોથો નથાનએલ, પાંચમો રાદાય,
Netaneèl, quarto, Raddài, quinto,
15 ૧૫ છઠ્ઠો ઓસેમ તથા સાતમો દીકરો દાઉદ.
Ozem, sesto, Davide, settimo.
16 ૧૬ તેઓની બહેનો સરુયા તથા અબિગાઈલ. સરુયાના ત્રણ દીકરાઓ: અબિશાય, યોઆબ તથા અસાહેલ.
Loro sorelle furono: Zeruià e Abigàil. Figli di Zeruià furono Abisài, Ioab e Asaèl: tre.
17 ૧૭ અબિગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો.
Abigàil partorì Amasà, il cui padre fu Ieter l'Ismaelita.
18 ૧૮ હેસ્રોનનો દીકરો કાલેબ: તેની પત્ની અઝૂબાહ તથા તેની દીકરી યરીઓથ. યરીઓથના દીકરાઓ: યેશેર, શોબાબ તથા આર્દોન.
Caleb, figlio di Chezròn, dalla moglie Azubà ebbe Ieriòt. Questi sono i figli di lei: Ieser, Sobàb e Ardon.
19 ૧૯ અઝૂબાહ મરણ પામી, ત્યારે કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, તેણે હૂરને જન્મ આપ્યો.
Morta Azubà, Caleb prese in moglie Efrat, che gli partorì Cur.
20 ૨૦ હૂરનો દીકરો ઉરી અને ઉરીનો દીકરો બસાલેલ.
Cur generò Uri; Uri generò Bezaleèl.
21 ૨૧ ત્યાર બાદ, હેસ્રોન સાઠ વર્ષનો હતો ત્યારે તેણે ગિલ્યાદના પિતા માખીરની દીકરી સાથે લગ્ન કર્યું. તેણે સગુબને જન્મ આપ્યો.
Dopo Chezròn si unì alla figlia di Machir, padre di Gàlaad; egli la sposò a sessant'anni ed essa gli partorì Segùb.
22 ૨૨ સગુબનો દીકરો યાઈર, તેણે ગિલ્યાદના ત્રેવીસ નગરોને પોતાના નિયંત્રણમાં રાખ્યાં હતાં.
Segùb generò Iair, cui appartennero ventitrè città nella regione di Gàlaad.
23 ૨૩ ગશૂર અને અરામના લોકોએ યાઈર અને કનાથનાં નગરો પોતાને તાબે કર્યા. બધાં મળીને સાઠ નગરો પડાવી લીધાં. ત્યાંના રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા.
Ghesur e Aram presero loro i villaggi di Iair con Kenat e le dipendenze: sessanta città. Tutti questi furono figli di Machir, padre di Gàlaad.
24 ૨૪ હેસ્રોનના મરણ પછી કાલેબ તેના પિતા હેસ્રોનની પત્ની એફ્રાથા સાથે સૂઈ ગયો. તેનાથી તેણીએ તકોઆના પિતા આશ્હૂરને જન્મ આપ્યો.
Dopo la morte di Chezròn, Caleb si unì a Efrata, moglie di suo padre Chezròn, la quale gli partorì Ascùr, padre di Tekòa.
25 ૨૫ હેસ્રોનના જ્યેષ્ઠ દીકરા યરાહમેલના દીકરાઓ આ હતા: જ્યેષ્ઠ દીકરો રામ પછી બૂના, ઓરેન, ઓસેમ તથા અહિયા.
I figli di Ieracmèl, primogenito di Chezròn, furono Ram il primogenito, Buna, Oren, Achia.
26 ૨૬ યરાહમેલની બીજી પત્નીનું નામ અટારા હતું. તે ઓનામની માતા હતી.
Ieracmèl ebbe una seconda moglie che si chiamava Atara e fu madre di Onam.
27 ૨૭ યરાહમેલના જ્યેષ્ઠ દીકરા રામના દીકરાઓ: માસ, યામીન તથા એકેર.
I figli di Ram, primogenita di Ieracmèl, furono Maas, Iamin ed Eker.
28 ૨૮ ઓનામના દીકરાઓ: શામ્માય તથા યાદા. શામ્માયના દીકરાઓ: નાદાબ તથા અબિશુર.
I figli di Onam furono Sammài e Iada. Figli di Sammài: Nadàb e Abisùr.
29 ૨૯ અબિશુરની પત્નીનું નામ અબિહાઈલ. તેણે આહબાન અને મોલીદને જન્મ આપ્યો.
La moglie di Abisùr si chiamava Abiàil e gli partorì Acbàn e Molìd.
30 ૩૦ નાદાબના દીકરાઓ: સેલેદ તથા આપ્પાઈમ. સેલેદ નિ: સંતાન મૃત્યુ પામ્યો.
Figli di Nadàb furono Seled ed Efraim. Seled morì senza figli.
31 ૩૧ આપ્પાઈમનો દીકરો યીશી, ઈશીનો દીકરો શેશાન, શેશાનનો દીકરો આહલાય.
Figli di Efraim: Isèi; figli di Isèi: Sesan; figli di Sesan: Aclài.
32 ૩૨ શામ્માયના ભાઈ યાદાના દીકરાઓ: યેથેર તથા યોનાથાન. યેથેર નિ: સંતાન મૃત્યુ પામ્યો.
Figli di Iada, fratello di Sammài: Ieter e Giònata. Ieter morì senza figli.
33 ૩૩ યોનાથાનના દીકરાઓ: પેલેથ તથા ઝાઝા. આ બધા યરાહમેલના વંશજો હતા.
Figli di Giònata: Pelet e Zaza. Questi furono i discendenti di Ieracmèl.
34 ૩૪ શેશાનને દીકરાઓ ન હતા પણ ફક્ત દીકરીઓ જ હતી. શેશાનને એક મિસરી ચાકર હતો, જેનું નામ યાર્હા હતું.
Sesan non ebbe figli, ma solo figlie; egli aveva uno schiavo egiziano chiamato Iarcà.
35 ૩૫ શેશાને પોતાની દીકરીનું લગ્ન તેના ચાકર યાર્હા સાથે કરાવ્યું. તેણે આત્તાયને જન્મ આપ્યો.
Sesan diede in moglie allo schiavo Iarcà una figlia, che gli partorì Attài.
36 ૩૬ આત્તાયનો દીકરો નાથાન, નાથાનનો દીકરો ઝાબાદ.
Attài generò Natàn; Natàn generò Zabad;
37 ૩૭ ઝાબાદનો દીકરો એફલાલ, એફલાલનો દીકરો ઓબેદ.
Zabad generò Eflal; Eflal generò Obed;
38 ૩૮ ઓબેદનો દીકરો યેહૂ, યેહૂનો દીકરો અઝાર્યા.
Obed generò Ieu; Ieu generò Azaria;
39 ૩૯ અઝાર્યાનો દીકરો હેલેસ, હેલેસનો દીકરો એલાસા.
Azaria generò Chelez; Chelez generò Eleasà;
40 ૪૦ એલાસાનો દીકરો સિસ્માય, સિસ્માયનો દીકરો શાલ્લુમ.
Eleasà generò Sismài; Sismài generò Sallùm;
41 ૪૧ શાલ્લુમનો દીકરો યકામ્યા, યકામ્યાનો દીકરો અલિશામા.
Sallùm generò Iekamià; Iekamià generò Elisamà.
42 ૪૨ યરાહમેલના ભાઈ કાલેબના દીકરાઓ: જયેષ્ઠ દીકરો મેશા, મેશાનો દીકરો ઝીફ. કાલેબનો બીજો દીકરો મારેશા, તેનો દીકરો હેબ્રોન.
Figli di Caleb, fratello di Ieracmèl, furono Mesa, suo primogenito, che fu padre di Zif; il figlio di Maresà fu padre di Ebron.
43 ૪૩ હેબ્રોનના દીકરાઓ: કોરા, તાપ્પુઆ, રેકેમ તથા શેમા.
Figli di Ebron: Core, Tappùach, Rekem e Samài.
44 ૪૪ શેમાનો દીકરો રાહામ, રાહામનો દીકરો યોર્કામ, રેકેમનો દીકરો શામ્માય.
Samài generò Ràcam, padre di Iorkoàm; Rekem generò Sammài.
45 ૪૫ શામ્માયનો દીકરો માઓન, માઓનનો દીકરો બેથ-સૂર.
Figlio di Sammài: Maòn, che fu padre di Bet-Zur.
46 ૪૬ કાલેબની ઉપપત્ની એફાએ હારાન, મોસા તથા ગાઝેઝને જન્મ આપ્યો. હારાનનો દીકરો ગાઝેઝ.
Efa, concubina di Caleb, partorì Caràn, Moza e Gazez; Caran generò Gazez.
47 ૪૭ યહદાયના દીકરાઓ: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા શાફ.
Figli di Iadài: Reghem, Iotam, Ghesan, Pelet, Efa e Saàf.
48 ૪૮ કાલેબની ઉપપત્ની માકાએ શેબેર તથા તિર્હનાને જન્મ આપ્યાં.
Maaca, concubina di Caleb, partorì Seber e Tircanà;
49 ૪૯ વળી તેણે માદમાન્નાના પિતા શાફ, માખ્બેનાના પિતા શવા તથા ગિબયાના પિતાને જન્મ આપ્યાં. કાલેબની પુત્રી આખ્સાહ હતી.
partorì anche Saàf, padre di Madmannà, e Seva, padre di Macbenà e padre di Gàbaa. Figlia di Caleb fu Acsa.
50 ૫૦ કાલેબના વંશજો આ હતા: એફ્રાથાથી જન્મેલો તેનો જ્યેષ્ઠ દીકરો હૂર, તેનો દીકરો શોબાલ, તેનો દીકરો કિર્યાથ-યારીમ.
Questi furono i figli di Caleb. Ben-Cur, primogenito di Efrata, Sobal, padre di Kiriat-Iearìm,
51 ૫૧ બેથલેહેમનો દીકરો સાલ્મા અને હારેફનો દીકરો બેથ-ગદેર.
Salma, padre di Betlemme, Haref, padre di Bet-Gader.
52 ૫૨ કિર્યાથ-યારીમના પિતા શોબાલના વંશજો આ હતા: હારોએ, મનુહોથના અડધા ભાગના લોકો,
Sobal, padre di Kiriat-Iearìm, ebbe come figli Reaia, Cazi e Manacàt.
53 ૫૩ કિર્યાથ-યારીમના કુટુંબો: યિથ્રીઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઇઓ. સોરાથીઓ તથા એશ્તાઓલીઓ, આ લોકોના વંશજ હતા.
Le famiglie di Kiriat-Iearìm sono quelle di Ieter, di Put, di Suma e di Masra. Da costoro derivarono quelli di Zorea e di Estaòl.
54 ૫૪ સાલ્માના વંશજો આ પ્રમાણે હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ, માનાહાથીઓનો અડધો ભાગ તથા સોરાઈઓ.
Figli di Salma: Betlemme, i Netofatiti, Atarot-Bet-Ioab e metà dei Manactei e degli Zoreatei.
55 ૫૫ યાબેસવાસી લહિયાઓનાં કુટુંબો: તિરાથીઓ, શિમાથીઓ તથા સુખાથીઓ. રેખાબના કુટુંબનાં પૂર્વજ હામ્માથથી થયેલા જે કેનીઓ તેઓ એ છે.
Le famiglie degli scribi che abitavano in Iabèz: i Tireatei, Simeatei e i Sucatei. Questi erano Keniti, discendenti da Cammat della famiglia di Recàb.

< 1 કાળવ્રત્તાંત 2 >