< 1 કાળવ્રત્તાંત 18 >

1 દાઉદે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને હરાવ્યા અને તેઓના હાથમાંથી ગાથ નગર અને તેની આસપાસનાં ગામો પોતાના તાબે કરી લીધાં.
ଏଥିଉତ୍ତାରେ ଦାଉଦ ପଲେଷ୍ଟୀୟମାନଙ୍କୁ ପରାସ୍ତ କରି ନତ କଲେ; ଆଉ ପଲେଷ୍ଟୀୟମାନଙ୍କ ହସ୍ତରୁ ଗାଥ୍‍ ଓ ତହିଁର ଉପନଗରସକଳ ହରଣ କଲେ।
2 તેણે મોઆબીઓને પણ હરાવ્યા, તેઓ દાઉદના દાસો બનીને તેને કર આપવા લાગ્યા.
ତହିଁ ଉତ୍ତାରେ ସେ ମୋୟାବୀୟମାନଙ୍କୁ ପରାସ୍ତ କଲେ; ତହିଁରେ ମୋୟାବୀୟମାନେ ଦାଉଦଙ୍କର ଦାସ ହୋଇ ଭେଟି ଆଣିଲେ।
3 એ પછી દાઉદે સોબાહના રાજા હદાદેઝેરને હમાથ આગળ હરાવ્યો અને હદારએઝેર ફ્રાત નદીની આસપાસના જે પ્રદેશ પર પોતાનું નિયંત્રણ સ્થાપવા માગતો હતો તે પર દાઉદે કબજો કર્યો.
ଆହୁରି ସୋବାର ରାଜା ହଦଦେଷର ଫରାତ୍‍ ନଦୀ ନିକଟରେ ଆପଣା ରାଜ୍ୟ ସ୍ଥାପନ କରିବାକୁ ଯିବା ସମୟରେ ଦାଉଦ ତାହାକୁ ହମାତ୍‍ ପର୍ଯ୍ୟନ୍ତ ପରାସ୍ତ କଲେ।
4 દાઉદે તેની પાસેથી તેના એક હજાર રથો, સાત હજાર ઘોડેસવારો અને વીસ હજાર પાયદળ સૈનિકોને કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાના પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના સો રથોને માટે પૂરતા ઘોડાઓનો બચાવ કર્યો.
ପୁଣି, ଦାଉଦ ତାହାଠାରୁ ଏକ ସହସ୍ର ରଥ ଓ ସାତ ସହସ୍ର ଅଶ୍ୱାରୂଢ଼ ଓ କୋଡ଼ିଏ ସହସ୍ର ପଦାତିକ ସୈନ୍ୟ ନେଲେ; ଆଉ ଦାଉଦ ରଥ-ଅଶ୍ୱ ସମସ୍ତର ଗୋଡ଼-ଶିରା କାଟି ପକାଇଲେ, ମାତ୍ର ତହିଁ ମଧ୍ୟରୁ ଶହେ ରଥ ପାଇଁ ଅଶ୍ୱ ରଖିଲେ;
5 દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદેઝેરની સહાય કરવા આવ્યા ત્યારે દાઉદે બાવીસ હજાર અરામી સૈનિકોને મારી નાખ્યા.
ଏଉତ୍ତାରେ ଦମ୍ମେଶକର ଅରାମୀୟମାନେ ସୋବାର ରାଜା ହଦଦେଷରକୁ ସାହାଯ୍ୟ କରିବାକୁ ଆସନ୍ତେ, ଦାଉଦ ସେହି ଅରାମୀୟମାନଙ୍କର ବାଇଶ ହଜାର ଲୋକଙ୍କୁ ଆଘାତ କଲେ।
6 પછી દાઉદે દમસ્કસના અરામીઓના વિસ્તારમાં લશ્કરો ગોઠવ્યા. તેઓ દાઉદના દાસો બની ગયા અને તેઓ તેને કર આપવા લાગ્યા. દાઉદ જ્યાં કંઈ ગયો ત્યાં યહોવાહે તેને વિજય અપાવ્યો.
ତହୁଁ ଦାଉଦ ଦମ୍ମେଶକର ଅରାମ ଦେଶରେ ପ୍ରହରୀ-ଦଳ ସ୍ଥାପନ କଲେ; ପୁଣି, ଅରାମୀୟ ଲୋକମାନେ ଦାଉଦଙ୍କର ଦାସ ହୋଇ ଭେଟି ଆଣିଲେ। ଏହି ପ୍ରକାରେ ଦାଉଦ ଯେଉଁଆଡ଼େ ଗଲେ; ସଦାପ୍ରଭୁ ତାଙ୍କୁ ଜୟ ଦାନ କଲେ।
7 દાઉદ હદાદેઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરુશાલેમમાં લઈ આવ્યો.
ଆଉ, ଦାଉଦ ହଦଦେଷରର ଦାସମାନଙ୍କ ସୁବର୍ଣ୍ଣ-ଢାଲସବୁ ନେଇ ଯିରୂଶାଲମକୁ ଆଣିଲେ।
8 વળી દાઉદે હદાદેઝેરના નગરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ પિત્તળ મેળવ્યું તેમાંથી સુલેમાને પિત્તળનો મોટો હોજ, સ્તંભો અને પિત્તળનાં વાસણો ભક્તિસ્થાન માટે તૈયાર કરાવ્યાં.
ପୁଣି, ଦାଉଦ ହଦଦେଷରର ଅଧିକାରସ୍ଥ ଟିଭତ୍‍ ଓ କୂନ୍‍ ନଗରରୁ ଅଧିକ ପରିମାଣର ପିତ୍ତଳ ଆଣିଲେ, ତଦ୍ଦ୍ୱାରା ଶଲୋମନ ପିତ୍ତଳମୟ ସମୁଦ୍ରରୂପ ପାତ୍ର ଓ ଦୁଇ ସ୍ତମ୍ଭ ଓ ପିତ୍ତଳମୟ ପାତ୍ରସକଳ ନିର୍ମାଣ କଲେ।
9 હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાહના રાજા હદાદેઝેરને હરાવીને તેના સૈન્યનો સંહાર કર્યો છે,
ଏଥିଉତ୍ତାରେ ଦାଉଦ ସୋବାର ରାଜା ହଦଦେଷରର ସମସ୍ତ ସୈନ୍ୟଦଳକୁ ପରାସ୍ତ କରିଅଛନ୍ତି, ଏହା ହମାତ୍‍ର ରାଜା ତୟି ଶୁଣନ୍ତେ,
10 ૧૦ ત્યારે તેણે પોતાના પુત્ર હદોરામને દાઉદ પાસે સોનું, ચાંદી અને પિત્તળનાં વાસણો લઈને તેને સન્માનવા અને હદાદેઝેરને યુદ્ધમાં હરાવવા બદલ ધન્યવાદ આપવા મોકલ્યો. કારણ કે, હદાદેઝેરને તોઉ સાથે યુદ્ધ ચાલ્યા કરતું હતું.
ଦାଉଦ ରାଜାଙ୍କର ମଙ୍ଗଳ ବାର୍ତ୍ତା ପଚାରିବା ପାଇଁ ଓ ହଦଦେଷରର ପ୍ରତିକୂଳରେ ଯୁଦ୍ଧ କରି ତାହାକୁ ପରାସ୍ତ କରିବା ସକାଶୁ ତାଙ୍କର ଧନ୍ୟବାଦ କରିବା ପାଇଁ ସେ ଆପଣା ପୁତ୍ର ହଦୋରାମକୁ ତାଙ୍କ ନିକଟକୁ ପଠାଇଲା; ଯେହେତୁ ହଦଦେଷରର ତୟି ସଙ୍ଗେ ଯୁଦ୍ଧ ଥିଲା; ଆଉ ହଦୋରାମ ସହିତ ସୁନା ଓ ରୂପା ଓ ପିତ୍ତଳର ସର୍ବପ୍ରକାର ପାତ୍ର ଥିଲା।
11 ૧૧ દાઉદે તે બધાં પાત્રો યહોવાહના સભાસ્થાનની સેવા માટે અર્પણ કર્યા. તે જ રીતે, તેણે જીતેલી બધી પ્રજાઓ અદોમ, મોઆબીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ અને અમાલેકીઓ પાસેથી મેળવેલું સોનું ચાંદી પણ તેણે ઈશ્વરને અર્પણ કર્યું.
ଦାଉଦ ରାଜା ଇଦୋମ ଓ ମୋୟାବ ଓ ଅମ୍ମୋନ-ସନ୍ତାନଗଣ ଓ ପଲେଷ୍ଟୀୟଗଣ ଓ ଅମାଲେକ ପ୍ରଭୃତି ସମସ୍ତ ଗୋଷ୍ଠୀଠାରୁ ଯେଉଁ ସୁନା ଓ ରୂପା ଆଣିଥିଲେ ତହିଁ ସଙ୍ଗେ ଏହିସବୁ ହିଁ ସଦାପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ପବିତ୍ର କଲେ।
12 ૧૨ સરુયાના પુત્ર અબિશાયે મીઠાની ખીણમાં અઢાર હજાર અદોમીઓને મારી નાખ્યા.
ଆହୁରି ସରୁୟାର ପୁତ୍ର ଅବୀଶୟ ଲବଣ ଉପତ୍ୟକାରେ ଅଠର ହଜାର ଇଦୋମୀୟ ଲୋକଙ୍କୁ ବଧ କଲା।
13 ૧૩ તેણે સમગ્ર અદોમ પ્રદેશમાં લશ્કરી છાવણીઓ ગોઠવી. બધા અદોમીઓ હવે દાઉદના દાસ બની ગયા. આમ, દાઉદ જ્યાં કંઈ ગયો, ત્યાં યહોવાહે તેને વિજય અપાવ્યો.
ଆଉ ସେ ଇଦୋମରେ ପ୍ରହରୀ-ଦଳ ସ୍ଥାପନ କଲା; ତହିଁରେ ଇଦୋମୀୟ ସମସ୍ତ ଲୋକ ଦାଉଦଙ୍କର ଦାସ ହେଲେ। ପୁଣି, ଦାଉଦ ଯେଉଁଆଡ଼େ ଗଲେ, ସଦାପ୍ରଭୁ ତାଙ୍କୁ ଜୟ ଦାନ କଲେ।
14 ૧૪ દાઉદ આખા ઇઝરાયલ પર રાજ કરતો હતો અને તેના સર્વ લોકોનો ન્યાય કરીને તેમનો ઇનસાફ કરતો હતો.
ଏହିରୂପେ ଦାଉଦ ସମଗ୍ର ଇସ୍ରାଏଲ ଉପରେ ରାଜତ୍ୱ କଲେ ଓ ଆପଣାର ସମସ୍ତ ଲୋକଙ୍କ ପ୍ରତି ବିଚାର ଓ ନ୍ୟାୟ କଲେ।
15 ૧૫ સરુયાનો પુત્ર યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો.
ପୁଣି, ସରୁୟାର ପୁତ୍ର ଯୋୟାବ ସୈନ୍ୟ ଉପରେ ପ୍ରଧାନ ଥିଲା; ଆଉ ଅହୀଲୂଦର ପୁତ୍ର ଯିହୋଶାଫଟ୍‍ ଇତିହାସ ଲେଖକ ଥିଲା।
16 ૧૬ અહિટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અબીમેલેખ યાજકો હતા. શાવ્શા શાસ્ત્રી હતો.
ପୁଣି, ଅହୀଟୂବ୍‍ର ପୁତ୍ର ସାଦୋକ ଓ ଅବୀୟାଥରର ପୁତ୍ର ଅହୀମେଲକ୍‍ ଯାଜକ ଥିଲେ; ଆଉ, ଶାବ୍ଶା ଲେଖକ ଥିଲା।
17 ૧૭ યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકો કરેથીઓ અને પલેથીઓનો ઉપરી હતો. અને દાઉદના દીકરાઓ રાજાની સમક્ષ મુખ્ય સલાહકારો હતા.
ପୁଣି, ଯିହୋୟାଦାର ପୁତ୍ର ବନାୟ କରେଥୀୟ ଓ ପଲେଥୀୟମାନଙ୍କ ଉପରେ ନିଯୁକ୍ତ ଥିଲା; ଆଉ ଦାଉଦଙ୍କର ପୁତ୍ରମାନେ ରାଜାଙ୍କର ନିକଟବର୍ତ୍ତୀ ପ୍ରଧାନ ଥିଲେ।

< 1 કાળવ્રત્તાંત 18 >