< 1 કાળવ્રત્તાંત 17 >
1 ૧ દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો, ત્યાર પછી તેણે નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદારના મહેલમાં રહું છું, પરંતુ ઈશ્વરનો કરારકોશ મંડપમાં રહે છે.”
I stalo se, když bydlil David v domě svém, že řekl Nátanovi proroku: Aj, já přebývám v domě cedrovém, truhla pak smlouvy Hospodinovy jest pod kortýnami.
2 ૨ પછી નાથાને દાઉદને કહ્યું, “જા, તારા મનમાં જે હોય તે કર, કેમ કે ઈશ્વર તારી સાથે છે.”
I řekl Nátan Davidovi: Cožkoli jest v srdci tvém, učiň; nebo Bůh s tebou jest.
3 ૩ પણ તે જ રાત્રે ઈશ્વરની વાણી નાથાનની પાસે આવી,
Potom té noci stalo se slovo Boží k Nátanovi, řkoucí:
4 ૪ “જા અને મારા સેવક દાઉદને કહે કે, ‘યહોવાહ એવું કહે છે: તારે મારે માટે રહેવાનું ભક્તિસ્થાન બાંધવું નહિ.
Jdi a rci Davidovi služebníku mému: Toto dí Hospodin: Ne ty stavěti mi budeš dům k bydlení,
5 ૫ કેમ કે હું ઇઝરાયલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું ભક્તિસ્થાનમાં રહ્યો નથી. પણ એક તંબુથી તે બીજા તંબુમાં તથા એક મંડપથી તે બીજા મંડપમાં ફરતો રહ્યો છું.
Poněvadž jsem nebydlil v žádném domě od toho dne, jakž jsem vyvedl syny Izraelské, až do dne tohoto, ale procházel jsem se z stánku do stánku, také i vně kromě příbytku.
6 ૬ જે બધી જગ્યાઓમાં હું સર્વ ઇઝરાયલીઓ સાથે ચાલ્યો છું, ત્યાં ઇઝરાયલના જે આગેવાનોને મેં મારા લોકોનું પોષણ કરવાની આજ્ઞા આપી હતી, તેઓમાંના કોઈને મેં કદી પૂછ્યું છે કે, “મારા માટે તમે દેવદારનું ભક્તિસ્થાન કેમ બાંધ્યું નથી?”
Nadto kudyž jsem koli chodil se vším Izraelem, zdali jsem slovo řekl kterému z soudců Izraelských, (jimž jsem přikázal, aby pásli lid můj), řka: Proč jste mi neustavěli domu cedrového?
7 ૭ માટે હવે, મારા સેવક દાઉદને કહે, ‘સર્વસમર્થ યહોવાહનાં આ વચન છે: “તું ઘેટાંને ચરાવતો હતો ત્યાંથી મેં તને મારા ઇઝરાયલીઓનો ઉપરી થવા માટે બોલાવી લીધો.
Protož nyní toto díš služebníku mému Davidovi: Takto praví Hospodin zástupů: Já jsem tě vzal z ovčince, když jsi chodil za stádem, abys byl vývodou lidu mého Izraelského.
8 ૮ અને તું જ્યાં કહીં ગયો, ત્યાં હું તારી સાથે રહ્યો છું, તારી આગળથી તારા શત્રુઓનો મેં નાશ કર્યો છે. હવે પછી હું તને પૃથ્વીના મહાન પુરુષો જેવો વિખ્યાત બનાવીશ.
A býval jsem s tebou všudy, kamž jsi koli se obrátil, všecky také nepřátely tvé vyhladil jsem před tváří tvou, a učinilť jsem jméno veliké, jako jméno vznešených na zemi.
9 ૯ હું મારા ઇઝરાયલી લોકોને માટે એક સ્થાન ઠરાવીને તેઓને ત્યાં ઠરીઠામ કરીશ કે જેથી તેઓ પોતાના સ્થળમાં રહે અને તેઓ મુશ્કેલીમાં ન આવે. ફરીથી તેમને કદી કોઈ ખસેડનાર નહિ હોય.
Ano i lidu svému Izraelskému způsobil jsem místo, a vštípil jej tu. I bude bydliti na místě svém, a nepohne se více, aniž na něj dotírati budou lidé nešlechetní, jako prvé,
10 ૧૦ અગાઉની માફક તથા જે સમયે મેં ન્યાયાધીશોને મારા ઇઝરાયલીઓ પર આધિપત્ય કરવાનો હુકમ કર્યો ત્યારથી થતું આવ્યું છે તેમ, હવે પછી દુષ્ટ માણસો તેમનો ક્ષય કરશે નહિ. હું તારા સર્વ શત્રુઓને વશ કરીશ. વળી હું તને કહું છું કે યહોવાહ તારું કુટુંબ કાયમ રાખશે.
Hned od toho času, jakž jsem ustanovil soudce nad lidem svým Izraelským, až jsem ponížil všech nepřátel tvých; nýbrž oznamujiť, že Hospodin sám vystaví tobě dům.
11 ૧૧ એમ થશે કે તારા દિવસો પૂરા થતાં તારે તારા પિતૃઓની સાથે જવું પડશે, ત્યારે હું તારા પછી તારા વંશજોને તારી જગ્યાએ સ્થાપિત કરીશ અને તારા વંશજોમાંથી જે રાજા થશે તેનું રાજ્ય હું કાયમ રાખીશ.
Nebo když se vyplní dnové tvoji, abys šel za otci svými, vzbudím símě tvé po tobě, kteréž bude z synů tvých, a utvrdím království jeho.
12 ૧૨ તે મારે માટે ભક્તિસ્થાન બાંધશે અને હું તેનું રાજ્યાસન સદાકાળ રાખીશ.
Onť mi ustaví dům, a já utvrdím trůn jeho až na věky.
13 ૧૩ હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. તેની પાસેથી મારા કરારનું વિશ્વાસુપણું હું લઈ લઈશ નહિ જેમ મેં તારી અગાઉના શાસક, શાઉલ પ્રત્યેથી લઈ લીધું હતું તેમ.
Já budu jemu otcem, a on mi bude synem, a milosrdenství svého neodejmu od něho, jako jsem je odjal od toho, kterýž byl před tebou.
14 ૧૪ હું તેને મારા ઘર તથા મારા રાજ્યમાં સદાકાળ રાખીશ અને તેનું રાજ્યાસન સદાના માટે સ્થાપીશ.”
Ale postavím jej v domě svém a v království svém až na věky, a trůn jeho bude nepohnutelný až na věky.
15 ૧૫ નાથાને દાઉદને આ સર્વ વચનોનો અહેવાલ તથા સર્વ દર્શન સંબંધી કહ્યું.
Podlé všech slov těchto, a podlé všeho vidění tohoto, tak mluvil Nátan Davidovi.
16 ૧૬ પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાહની સમક્ષ બેઠો અને બોલ્યો, “હે ઈશ્વર યહોવાહ, હું કોણ અને મારું કુટુંબ કોણ કે, તમે મને આવા ઉચ્ચસ્થાને લાવ્યા છો?
Tedy všed král David, posadil se před Hospodinem, a řekl: Kdož jsem já, ó Hospodine Bože, a jaký jest dům můj, že jsi mne tak zvýšil?
17 ૧૭ હે ઈશ્વર એ પણ તમારી દ્રષ્ટિમાં ઓછું જણાયું, એટલે તમારા સેવકના કુટુંબ સંબંધીના ઉજળા ભાવિ વિષે તમે મને વચન આપ્યું છે. હે ઈશ્વર યહોવાહ, તમે મને ઉચ્ચ પદવીના માણસની પંક્તિમાં મૂક્યો છે.
Anobrž i to jsi za málo u sebe položil, ó Bože, pročež jsi zamluvil se o domu služebníka svého i na dlouhé časy, a popatřil jsi na mne, jako na osobu člověka vzácného, Hospodine Bože.
18 ૧૮ તમે આ તમારા સેવક દાઉદને જે માન આપ્યું છે તે વિષે તો હું વધુ શું કહું? તમે તમારા સેવકને ખાસ ઓળખો છો.
Což ještě více mluviti má David před tebou o zvelebení služebníka tvého? Ty zajisté znáš služebníka svého.
19 ૧૯ હે યહોવાહ, તમારા સેવકની ખાતર તમારા ઉદ્દેશ પૂરા કરો, તમારા અંતઃકરણ પ્રમાણે તમે આ સર્વ મહાન કાર્યો પ્રગટ કર્યાં છે.
Hospodine, pro služebníka svého a podlé srdce svého činíš velikou věc tuto, abys v známost uvedl všecky převeliké věci.
20 ૨૦ હે યહોવાહ, અમારા સાંભળવા પ્રમાણે તમારા જેવા બીજા કોઈ નથી અને તમારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી.
Hospodine, neníť tobě rovného, anobrž není žádného Boha kromě tebe, podlé toho všeho, jakž jsme slýchali ušima svýma.
21 ૨૧ પૃથ્વી પર તમારા લોક ઇઝરાયલ કે જેને તમે, ઈશ્વર, મહાન અને અદ્દભુત કૃત્યો કરીને, પોતાના નામના મહિમા સારુ મિસરમાંથી છોડાવ્યા હોય, તેના જેવી બીજી કઈ પ્રજા છે? તમારા લોક જેઓને તમે મિસરમાંથી છોડાવી લાવ્યા તેઓની આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢી.
Nebo kde jest který národ na zemi, jako lid tvůj Izraelský, jehož by Bůh šel, aby vykoupil sobě lid a dobyl sobě jména, čině veliké a hrozné věci, vyháněje před tváří lidu svého, kterýž jsi vykoupil z Egypta, pohany?
22 ૨૨ તમે તમારા ઇઝરાયલ લોકોને સદાને માટે તમારા પોતાના લોક ગણ્યા છે અને હે યહોવાહ, તમે તેઓના ઈશ્વર બન્યા છો.
Zvolil jsi zajisté lid svůj Izraelský sobě za lid až na věky, a ty, Hospodine, sám jsi jejich Bohem.
23 ૨૩ તેથી હવે, હે યહોવાહ, તમે તમારા સેવક તથા તેના કુટુંબ સંબંધી જે બોલ્યા છો તે પૂરું કરો.
Nyní tedy, Hospodine, slovo to, jímž jsi zamluvil se služebníku svému a domu jeho, budiž jisté až na věky, a učiň tak, jakž jsi mluvil.
24 ૨૪ જેથી સદાકાળ તમારા નામનો મહિમા થાય અને લોકો કહે કે, ‘સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર છે’ હા, ઇઝરાયલના હકમાં તેઓ ઈશ્વર છે. અને તમારા સેવક દાઉદનું કુટુંબ તમારી આગળ સ્થાપિત થાઓ.
Budiž, pravím, jisté, tak aby velebeno bylo jméno tvé až na věky, a říkáno: Hospodin zástupů, Bůh Izraelský, jest Bůh nad Izraelem, a dům Davida služebníka tvého ať jest nepohnutelný před oblíčejem tvým.
25 ૨૫ હે મારા ઈશ્વર, તમારા આ સેવકને તમે સ્પષ્ટ કહ્યું છે કે તમે તેના કુટુંબને ટકાવી રાખશો. માટે આ તમારા સેવકે તમારી આગળ પ્રાર્થના કરવાની હિંમત કરી છે.
Nebo ty, Bože můj, zjevil jsi služebníku svému, že mu ustavíš dům, a protož směl služebník tvůj modliti se před tebou.
26 ૨૬ હવે હે યહોવાહ, તમે જ ઈશ્વર છો અને તમે તમારા સેવકને ખાતરી દાયક વચન આપ્યું છે:
A tak, ó Hospodine, ty jsi sám Bůh, a mluvil jsi o služebníku svém dobré věci tyto.
27 ૨૭ હવે તમારા સેવકનું કુટુંબ તમારી આગળ સર્વકાળ ટકી રહે, માટે તેને આશીર્વાદ આપવાનું તમને સારું લાગ્યું. હે યહોવાહ, તમે તેને આશીર્વાદ આપ્યો છે અને તે સદાને માટે આશીર્વાદિત થયું છે.”
Nyní tedy ráčil jsi požehnati domu služebníka svého, aby trval na věky před oblíčejem tvým; nebo jsi ty, Hospodine, požehnal, i budeť požehnaný na věky.