< 1 કાળવ્રત્તાંત 15 >
1 ૧ દાઉદનગરમાં, દાઉદે પોતાને માટે મહેલો બનાવ્યાં. તેણે ઈશ્વરના કોશને સારુ જગ્યા તૈયાર કરીને ત્યાં તેને માટે મંડપ બાંધ્યો.
След това Давид си построи и други къщи в Давидовия град; приготви и място за Божия ковчег, и постави шатър за него.
2 ૨ પછી દાઉદે કહ્યું, “ફક્ત લેવીઓ આ ઈશ્વરના કોશને ઊંચકે, કેમ કે યહોવાહે, તેઓને કોશ ઊંચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે પસંદ કર્યા છે.”
Тогава рече Давид: Не бива да дигат Божия ковчег други освен левитите, защото тях избра Господ да носят Божия ковчег и да Му слугуват винаги.
3 ૩ પછી દાઉદે યહોવાહના કોશને માટે જે જગ્યા તૈયાર કરી હતી, ત્યાં તેને લઈ જવા માટે યરુશાલેમમાં સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યાં.
И Давид събра целия Израил в Ерусалим за да принесат Господния ковчег на мястото, което беше ковчег на мястото, което беше приготвил за него.
4 ૪ દાઉદે હારુનના વંશજોને તથા લેવીઓને એકત્ર કર્યા.
Давид събра Аароновите потомци и левитите;
5 ૫ તેઓમાં કહાથના વંશજોમાંના મુખ્ય આગેવાન ઉરીએલ તથા તેના ભાઈઓ, એક સો વીસ હતા.
от Каатовите потомци, началника Уриил и братята му, сто и двадесет души;
6 ૬ મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ, બસો વીસ હતા.
от Марариевите потомци началника Асаия и братята му, двеста и двадесет души;
7 ૭ ગેર્શોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ, એકસો ત્રીસ હતા.
от Гирсоновите потомци, началника Иоил и братята му, сто и тридесет души;
8 ૮ અલિસાફાનના વંશજોમાંના મુખ્ય આગેવાન શમાયા તથા તેના ભાઈઓ, બસો હતા.
от Елисафановите потомци, началника Семаия и братята му, двеста души;
9 ૯ હેબ્રોનના વંશજોમાંના મુખ્ય આગેવાન અલીએલ તથા તેના ભાઈઓ, એંશી હતા.
от Хевроновите потомци, началника Семаия и братята му, двеста души;
10 ૧૦ ઉઝિયેલના વંશજોમાંના મુખ્ય આગેવાન આમ્મીનાદાબ તથા તેના ભાઈઓ, એકસો બાર હતા.
от Озииловите потомци, началника Аминадав и братята му, сто и двадесет души.
11 ૧૧ દાઉદે સાદોક અને અબ્યાથાર યાજકોને તથા ઉરીએલ, અસાયા, યોએલ, શમાયા, અલીએલ તથા આમ્મીનાદાબ લેવીઓને બોલાવ્યા.
И Давид повика свещениците Садок и Авиатар и левитите Уриил, Асаия, Иоил, Семаия, Емиил и Аминадав, та им рече:
12 ૧૨ તેણે તેઓને કહ્યું, “તમે લેવીઓનાં કુટુંબોના આગેવાનો છો. તમે તથા તમારા ભાઈઓ બન્ને પ્રકારના સેવકો પોતાને શુદ્ધ કરો, એ માટે કે જે જગ્યા મેં ઇઝરાયલના ઈશ્વર, યહોવાહના કોશને માટે તૈયાર કરી છે, ત્યાં તમે તેને લઈ આવો.
Вие сте началници на бащините домове на левитите, осветете се вие и братята ви за да пренесете ковчега на Господа Израилевия Бог на мястото, което съм приготвил за него.
13 ૧૩ તમે અગાઉ તેને ઊંચક્યો ન હતો. તે માટે આપણા ઈશ્વર યહોવાહ, આપણા પર શિક્ષા લાવ્યા કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ.”
Защото, понеже първия път вие не го дигнахте, Господ нашият Бог нанесе поражение върху нас, защото не Го потърсихме според както е заповядано.
14 ૧૪ તેથી યાજકોએ તથા લેવીઓએ ઇઝરાયલના ઈશ્વર યહોવાહનો કોશ લઈ આવવા સારુ પોતાને શુદ્ધ કર્યા.
И той, свещениците и левитите осветиха себе си за да пренесат ковчега на Господа Израилевия Бог.
15 ૧૫ તેથી ઈશ્વરના વચન પ્રમાણે મૂસાએ જે આજ્ઞા આપી હતી, તે પ્રમાણે લેવીઓએ પોતાના ખભા પર ઈશ્વરનો કોશ તેની અંદરનાં દાંડા વડે ઉપાડ્યો.
(Левийците бяха, които носеха Божия ковчег с върлините горе на рамената си, както заповяда Моисей, според Господното слово).
16 ૧૬ દાઉદે લેવીઓના આગેવાનોને વાજિંત્રો, એટલે સિતાર, વીણા, ઝાંઝ ઊંચે સ્વરે વગાડવા માટે તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા માટે પોતાના ગાયક ભાઈઓને નીમવાને કહ્યું.
И Давид каза на левитските началници да поставят братята си певците с музикалните инструменти, псалтири и арфи и кимвали, за да свирят весело със силен глас.
17 ૧૭ માટે લેવીઓએ યોએલના પુત્ર હેમાનને, તેના ભાઈઓમાંના બેરેખ્યાના પુત્ર આસાફને તથા તેઓના ભાઈઓ, એટલે મરારીના વંશજોમાંના કૂશાયાના પુત્ર એથાનને નીમ્યા.
И така левитите поставиха Емана, Иоилевия син, а от братята му Асафа Варахииния син; а от братята им, Мерариевите потомци, Етана Кисиевия син;
18 ૧૮ તેઓની સાથે તેઓના બીજા યોદ્ધા ભાઈઓને, એટલે ઝર્ખાયા, બની, યઝીએલ, શમિરામોથ, યહીએલ, ઉન્ની, અલિયાબ, બનાયા, માસેયા, માત્તિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ તથા યેઈએલને દ્વારપાળો તરીકે નીમ્યા.
и с тях братята им от втория чин, вратарите Захария, Вена, Яазиил, Семирамот, Ехиил, Уний, Елиав, Ванаия, Маасия, Мататия, Елифалей, Микнеия, Овид-едом и Еиил.
19 ૧૯ હેમાન, આસાફ તથા એથાન, એ ગાયકોને પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા સારુ નીમવામાં આવ્યા.
Така певците Еман, Асаф и Етан се определиха да дрънкат с медни кимвали;
20 ૨૦ સિતારો વગાડવા માટે ઝખાર્યા, અઝીએલ, શમિરામોથ, યહીએલ, ઉન્ની, અલિયાબ, માસેયા તથા બનાયાને પસંદ કર્યા.
а Захария, Азиил, Семирамот, Ехиил, Уний, Елиав, Маасия и Ванаия с псалтири по Аламот;
21 ૨૧ વીણા વગાડવા માટે માત્તિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ, યેઈએલ તથા અઝાઝયાને નીમવામાં આવ્યા.
а Мататия, Елифалей, Минеия, Авид-едом, Еиил и Азазия, с арфи по Семинит, за да ръководят пеенето.
22 ૨૨ લેવીઓનો આગેવાન કનાન્યા ગાયક તરીકે પ્રવીણ હતો. તે ગાયકોને માર્ગદર્શન આપતો હતો.
А Ханания, главен певец на левитите, ръководеше пеенето, понеже бе изкусен.
23 ૨૩ બેરેખ્યા તથા એલ્કાના કોશના દ્વારપાળો હતા.
А Варахия и Елкана бяха вратари за ковчега.
24 ૨૪ શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાય, ઝખાર્યા, બનાયા, એલિએઝેર યાજકો, ઈશ્વરના કોશની આગળ રણશિંગડાં વગાડનારા હતા. ઓબેદ-અદોમ તથા યહિયા કોશના દ્વારપાળો હતા.
А свещениците на Севания, Иосафата, Натанаил, Амасий, Захария, Ванаия и Елиезер свиреха с тръбите пред Божия ковчег; а Овид-едом и Ехия бяха вратари за ковчега.
25 ૨૫ પછી દાઉદ તથા ઇઝરાયલના વડીલો અને સહસ્રાધિપતિઓ, આનંદથી ઓબેદ-અદોમના ઘરમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા ગયા.
И тъй, Давид и Израилевите старейшини и хилядниците отидоха да дигнат с веселие ковчега на Господния завет от Овид-едомовата къща.
26 ૨૬ જયારે ઈશ્વર યહોવાહનો કરારકોશ ઊંચકનારા લેવીઓને સહાય કરી, ત્યારે તેઓએ સાત બળદો તથા સાત ઘેટાંઓનું અર્પણ કર્યું.
И понеже Бог помагаше на левитите, които носеха ковчега на Господния завет, те пожертвуваха седем юнеца и седем овена.
27 ૨૭ દાઉદે કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકો તથા ગાયકોના ઉપરી કનાન્યાની જેમ સુંદર શણનો એફોદ ઝભ્ભો પહેરેલો હતો. દાઉદે સુંદર શણનો એફોદ પહેરેલો હતો.
И Давид бе облечен с одежда от висон както и всичките левити, които носеха ковчега и певците, и Ханания ръководител на певците; а Давид носеше ленен ефод.
28 ૨૮ તેથી સર્વ ઇઝરાયલીઓ યહોવાહના કરારકોશને હર્ષનાદ સહિત તથા શરણાઈ, રણશિંગડાં, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી ઊંચા અવાજો સાથે લઈ આવ્યા.
Така целият Израил възвеждаше ковчега на Господния завет с възклицание с глас от рог, с тръби и с кимвали, като свиреха с псалтири и с арфи.
29 ૨૯ યહોવાહનો કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો, ત્યારે શાઉલની પુત્રી મિખાલે બારીમાંથી બહાર જોયું. તેણે દાઉદ રાજાને, નૃત્ય કરતો તથા ઉજવણી કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેને તુચ્છકાર્યો.
А когато ковчегът на Господния завет влизаше в Давидовия град, Михала, Сауловата дъщеря, погледна от прозореца, и като видя, че цар Давид скачаше и играеше, презря го в сърцето си.