< 1 કાળવ્રત્તાંત 11 >
1 ૧ પછી સમગ્ર ઇઝરાયલે, હેબ્રોનમાં દાઉદની પાસે એકઠા થઈને કહ્યું, “જો, અમારો તારી સાથે લોહીનો સંબંધ છે, તારા કુટુંબીઓ છીએ.
Wtedy cały Izrael zebrał się przy Dawidzie w Hebronie, mówiąc: Oto jesteśmy twoją kością i twoim ciałem.
2 ૨ ગતકાળમાં શાઉલ રાજા હતો ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તું જ હતો. તારા પ્રભુ યહોવાહે તને કહ્યું હતું કે, ‘તું મારા ઇઝરાયલી લોકોનું પાલન કરશે, તું મારા ઇઝરાયલી લોકો પર અધિકારી થશે.”
Już przedtem, gdy jeszcze Saul był królem, wyprowadzałeś i wprowadzałeś Izraela. I PAN, twój Bóg, powiedział ci: Ty będziesz pasł mój lud Izraela i ty będziesz wodzem nad moim ludem, Izraelem.
3 ૩ પછી ઇઝરાયલના બધા વડીલો હેબ્રોનમાં રાજા સમક્ષ આવ્યા, દાઉદે હેબ્રોનમાં યહોવાહની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. શમુએલ મારફતે અપાયેલા યહોવાહના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.
Przyszli więc wszyscy starsi Izraela do króla do Hebronu i Dawid zawarł z nimi przymierze w Hebronie przed PANEM. Namaścili Dawida na króla nad Izraelem zgodnie ze słowem PANA, [które wypowiedział] przez Samuela.
4 ૪ દાઉદ તથા સર્વ ઇઝરાયલ, યરુશાલેમ એટલે યબૂસ ગયા. દેશના રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.
I Dawid wyruszył wraz z całym Izraelem do Jerozolimy, to jest Jebus; mieszkańcami tej ziemi byli Jebusyci.
5 ૫ યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યું, “તારાથી અંદર આવી શકાશે નહિ.” તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે.
Wtedy mieszkańcy Jebus powiedzieli do Dawida: Nie wejdziesz tutaj. Dawid jednak zdobył twierdzę Syjon, to [jest] miasto Dawida.
6 ૬ દાઉદે કહ્યું, જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે.” સરુયાના દીકરા યોઆબે પ્રથમ હુમલો કર્યો, તે સેનાપતિ બન્યો.
Potem Dawid powiedział: Kto pierwszy pokona Jebusytów, będzie wodzem i naczelnikiem. Wystąpił więc jako pierwszy Joab, syn Serui, i został wodzem.
7 ૭ પછી દાઉદ કિલ્લામાં રહ્યો. માટે તેઓએ તેનું નામ દાઉદનગર પાડ્યું.
I Dawid zamieszkał w twierdzy, dlatego nazwano ją miastem Dawida.
8 ૮ તેણે મિલ્લોથી લઈને ચોતરફ નગર બાંધ્યું. યોઆબે બાકીના નગરને સમાર્યું.
Rozbudował miasto wokoło, od Millo, a Joab odbudował resztę miasta.
9 ૯ દાઉદ વધુ અને વધુ મહાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર તેની સાથે હતા.
A Dawid stawał się coraz potężniejszy, ponieważ PAN zastępów [był] z nim.
10 ૧૦ દાઉદના મુખ્ય યોદ્ધાઓ કે જેઓ, ઇઝરાયલ વિષે ઈશ્વરના વચન પ્રમાણે તેને રાજા બનાવવા માટે ઇઝરાયલની સાથે દ્રઢપણે તેના રાજયમાં તેની પડખે રહ્યા.
Oto naczelnicy spośród dzielnych wojowników, których miał Dawid i którzy dzielnie starali się z nim o jego królestwo wraz z całym Izraelem, aby uczynić go królem zgodnie ze słowem PANA o Izraelu.
11 ૧૧ તેઓની દાઉદે ગણતરી કરી. તેઓ આ છે: હાખ્મોનીનો દીકરો યાશોબામ એ ત્રણમાંનો મુખ્ય સેનાપતિ હતો. તેણે પોતાની બરછીથી ત્રણસો માણસોને એક જ વખતે મારી નાખ્યા હતા.
A oto spis dzielnych wojowników, których miał Dawid: Jaszobeam, syn Chakmoniego, naczelnik dowódców. On to podniósł swoją włócznię przeciw trzystu i pobił ich za jednym razem.
12 ૧૨ તેના પછી અહોહી દોદોનો દીકરો એલાઝાર હતો, જે ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો.
Po nim Eleazar, syn Dodo, Achochita, jeden spośród trzech dzielnych.
13 ૧૩ પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને સારુ એકઠા થયા હતા, લોકો પલિસ્તીઓની આગળથી નાસતા હતા.
Był on z Dawidem w Pas-Dammim, gdzie Filistyni zebrali się do walki. Było tam pole pełne jęczmienia, a lud uciekał przed Filistynami.
14 ૧૪ ત્યારે તેઓએ તે ખેતરની વચ્ચે ઊભા રહીને તેનો બચાવ કર્યો, પલિસ્તીઓને મારી નાખ્યા. ઈશ્વરે મોટો જય કરીને તેઓને બચાવ્યા.
I stanęli na środku tego pola, obronili je i pobili Filistynów. Tak dokonał PAN wielkiego wybawienia.
15 ૧૫ ત્રીસ આગેવાનોમાંના ત્રણ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમના મેદાનમાં છાવણી નાખી હતી.
A trzej spośród trzydziestu dowódców zeszli po skale do Dawida, do jaskini Adullam, podczas gdy wojsko Filistynów obozowało w dolinie Rafaim.
16 ૧૬ દાઉદ તે સમયે ગઢમાં હતો, બેથલેહેમમાં પલિસ્તીઓનું થાણું હતું.
Dawid bowiem [przebywał] w tym czasie w miejscu obronnym, a załoga Filistynów [znajdowała się] wtedy w Betlejem.
17 ૧૭ દાઉદે પાણી માટે આતુર થઈને કહ્યું, “જો કોઈ મને બેથલેહેમના દરવાજા પાસેના ફૂવાનું પાણી પીવડાવે તો કેવું સારુ!”
Dawid poczuł wówczas pragnienie i powiedział: Oby ktoś dał mi się napić wody ze studni w Betlejem, która jest przy bramie!
18 ૧૮ તેથી આ ત્રણ શૂરવીર પુરુષોએ પલિસ્તીઓની છાવણીમાં ધસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂવામાંથી પાણી કાઢ્યું. તેઓ તે પાણી લઈને દાઉદની પાસે આવ્યા, પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી. પણ તેણે તે ઈશ્વરની આગળ રેડી દીધું.
Wtedy ci trzej przebili się przez wojsko Filistynów i zaczerpnęli wody ze studni w Betlejem, która jest przy bramie. Zabrali ją i przynieśli do Dawida. Dawid jednak nie chciał jej pić, ale wylał ją [na ofiarę] dla PANA.
19 ૧૯ પછી તેણે કહ્યું, હું આ કેમ પીઉં? “મારા ઈશ્વર મને એવું કરવા ન દો. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવના જોખમે તે લાવ્યા છે.” માટે તે પીવાને રાજી ન હતો. આ કાર્યો એ ત્રણ યોદ્ધાઓએ કર્યાં હતાં.
I powiedział: Niech PAN mnie strzeże [od tego], abym miał to uczynić. Czy mam pić krew tych ludzi, którzy narażali swoje życie? Przynieśli bowiem [wodę] z narażeniem swego życia. I nie chciał jej pić. Tych [dzieł] dokonali ci trzej najdzielniejsi.
20 ૨૦ યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણનો ઉપરી હતો. કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખ્યા. એમ કરીને તેણે ત્રણમાં નામના મેળવી.
A Abiszaj, brat Joaba, stał na czele tych trzech. On to podniósł swoją włócznię przeciw trzystu i pobił [ich], i miał sławę wśród tych trzech.
21 ૨૧ ત્રીસમાં તે વધારે નામાંકિત હતો અને તે તેઓનો ઉપરી થયો. જો કે તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ.
Wśród tych trzech był on sławniejszy od pozostałych dwóch i był ich dowódcą. Nie dorównał jednak [tamtym] trzem.
22 ૨૨ કાબ્સએલના પરાક્રમી કૃત્યો કરનાર શૂરવીર પુરુષના દીકરા યહોયાદાનો દીકરો બનાયા હતો. તેણે મોઆબી અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા. વળી તેણે હીમ પડતું હતું ત્યારે ગુફામાં જઈને એક સિંહને મારી નાખ્યો.
Benajasz, syn Jehojady, syn walecznego męża z Kabseela, który dokonał wielu czynów, zabił dwóch wojowników z Moabu. On też zszedł do jamy i zabił lwa w śnieżnym dniu.
23 ૨૩ વળી તેણે પાંચ હાથ ઊંચા મિસરી પુરુષને પણ મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી, પરંતુ તે ફક્ત લાકડી લઈને તેની સામે થયો. તેણે તે બરછી મિસરીના હાથમાંથી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો.
Zabił również Egipcjanina, człowieka o wzroście pięciu łokci. Egipcjanin miał w ręku włócznię, [grubą] jak wał tkacki. On zaś zszedł do niego z kijem, wyrwał włócznię z ręki Egipcjanina i zabił go jego własną włócznią.
24 ૨૪ યહોયાદાના દીકરા બનાયાએ એ કાર્યો કર્યાં, તેથી તે પેલા ત્રણ યોદ્ધાઓના જેવો નામાંકિત થયો.
Tego dokonał Benajasz, syn Jehojady, i miał sławę wśród tych trzech dzielnych.
25 ૨૫ તે પેલા ત્રીસ યોદ્ધાઓ કરતાં પણ વધારે નામાંકિત હતો, પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.
Wśród trzydziestu był on sławny, ale nie dorównał tamtym trzem. I Dawid postawił go na czele swojej straży przybocznej.
26 ૨૬ વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન,
Dzielnymi wojownikami wojska [byli]: Asahel, brat Joaba, Elchanan, syn Dodo z Betlejem;
27 ૨૭ શામ્મોથ હરોરી, હેલેસ પલોની,
Szammot z Harodi, Cheles Pelonita;
28 ૨૮ તકોઈ ઇક્કેશનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી,
Ira, syn Ikkesza, Tekoitczyk, Abiezer Anatotczyk;
29 ૨૯ સિબ્બખાય હુશાથી, ઈલાહ અહોહી.
Sibbekaj Chuszatyta, Ilaj Achochita;
30 ૩૦ મહારાય નટોફાથી, નટોફાથી બાનાહનો દીકરો હેલેદ,
Maharaj Netofatyta, Cheled, syn Baany, Netofatyta;
31 ૩૧ બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો દીકરો ઈથાય, બનાયા પિરઆથોની,
Itaj, syn Ribaja, z Gibea synów Beniamina, Benajasz Piratończyk;
32 ૩૨ ગાઆશની ખીણવાળો હુરાય, અબીએલ આર્બાથી,
Churaj z potoków Gaasz, Abiel Arbatczyk;
33 ૩૩ આઝમાવેથ બાહરૂમી, એલ્યાહબા શાઆલ્બોની.
Azmawet Bacharumczyk, Eliachba Szaalbończyk;
34 ૩૪ ગેઝોની હાશેમના દીકરાઓ, હારારી શાગેનો દીકરો યોનાથાન,
Synowie Chaszema Gisończyka, Jonatan, syn Szagiego, Hararyta;
35 ૩૫ હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલિફાહ,
Achiam, syn Sakara, Hararyta, Elifal, syn Ura;
36 ૩૬ હેફેર મખેરાથી, અહિયા પલોની,
Chefer Mekeratyta, Achiasz Pelonita;
37 ૩૭ હેસ્રો કાર્મેલી, એઝબાયનો દીકરો નારાય.
Chesro Karmelita, Naaraj, syn Ezbaja;
38 ૩૮ નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો દીકરો મિબ્હાર,
Joel, brat Natana, Mibchar, syn Hagriego;
39 ૩૯ સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી,
Selek Ammonita, Nacharaj Berotczyk, giermek Joaba, syna Serui;
40 ૪૦ ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,
Ira Jitryta, Gareb Jitryta;
41 ૪૧ ઉરિયા હિત્તી, આહલાયનો દીકરો ઝાબાદ.
Uriasz Chetyta, Zabad, syn Achlaja;
42 ૪૨ રુબેનીઓનો મુખ્ય રુબેની શિઝાનો દીકરો અદીના અને તેની સાથે ત્રીસ સરદારો.
Adina, syn Szizy, Rubenita, naczelnik Rubenitów, a wraz z nim trzydziestu;
43 ૪૩ માકાનો દીકરો હાનાન, યોશાફાટ મિથ્ની,
Chanan, syn Maaki, Joszafat Mitnita;
44 ૪૪ ઉઝિયા આશ્તારોથી, અરોએરી હોથામના દીકરા શામા તથા યેઈએલ.
Uziasz Aszteratczyk, Szama i Jejel, synowie Chotamy Aroerczyka;
45 ૪૫ શિમ્રીનો દીકરો યદીએલ, તેનો ભાઈ તીસી નો યોહા,
Jediael, syn Szimriego, i jego brat Jocha, Tizyta;
46 ૪૬ અલીએલ માહવી, એલ્નામના દીકરો યરીબાઈ તથા યોશાવ્યા, યિથ્મા મોઆબણ,
Eliel Machawita, Jeribaj i Joszawiasz, synowie Elnaama, Jitma Moabita;
47 ૪૭ અલીએલ, ઓબેદ તથા યાસિયેલ મસોબાથી.
Eliel, Obed i Jaasiel Mezobata.