< Γένεσις 22 >
1 Μετά δε τα πράγματα ταύτα ο Θεός εδοκίμασε τον Αβραάμ, και είπε προς αυτόν, Αβραάμ· ο δε είπεν, Ιδού, εγώ.
૧ત્યાર બાદ ઈશ્વરે ઇબ્રાહિમની આધીનતાની કસોટી કરી. તેમણે તેને કહ્યું, “ઇબ્રાહિમ!” ઇબ્રાહિમે કહ્યું, “હું આ રહ્યો.”
2 Και είπε, Λάβε τώρα τον υιόν σου τον μονογενή, τον οποίον ηγάπησας, τον Ισαάκ, και ύπαγε εις τον τόπον Μοριά, και πρόσφερε αυτόν εκεί εις ολοκαύτωμα, επί ενός των ορέων, το οποίον θέλω σοι ειπεί.
૨પછી ઈશ્વરે કહ્યું, “તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું ખૂબ પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં જા. અને ત્યાંના પર્વતોમાંના હું તને બતાવું તે પર તું તેનું દહનીયાર્પણ કર.”
3 Σηκωθείς δε Αβραάμ ενωρίς το πρωΐ, εσαμάρωσε την όνον αυτού και έλαβε μεθ' εαυτού δύο εκ των δούλων αυτού και Ισαάκ τον υιόν αυτού· και σχίσας ξύλα διά την ολοκαύτωσιν, εσηκώθη και υπήγεν εις τον τόπον τον οποίον είπε προς αυτόν ο Θεός.
૩તેથી ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને તેણે ગધેડા પર જીન બાંધ્યું. તેના બે યુવાન ચાકરોને તથા દીકરા ઇસહાકને તેની સાથે લીધા. દહનીયાર્પણને સારુ લાકડાં પણ લીધાં. ઈશ્વરે જે જગ્યા બતાવી હતી ત્યાં તેઓ ગયા.
4 Την δε τρίτην ημέραν υψώσας ο Αβραάμ τους οφθαλμούς αυτού, είδε τον τόπον μακρόθεν.
૪ત્રીજા દિવસે ઇબ્રાહિમે દૂરથી તે જગ્યાને નિહાળી.
5 Και είπεν ο Αβραάμ προς τους δούλους αυτού, Σεις καθίσατε αυτού μετά της όνου· εγώ δε και το παιδάριον θέλομεν υπάγει έως εκεί· και αφού προσκυνήσωμεν, θέλομεν επιστρέψει προς εσάς.
૫ઇબ્રાહિમે તેના જુવાનોને કહ્યું, “તમે અહીં ગધેડા પાસે રહો, હું તથા ઇસહાક ત્યાં ઉપર જઈશું. અમે અર્પણ કરીને તમારી પાસે પાછા આવીશું.”
6 Και λαβών ο Αβραάμ τα ξύλα της ολοκαυτώσεως, επέθεσεν επί τον Ισαάκ τον υιόν αυτού· και έλαβεν εις την χείρα αυτού το πυρ, και την μάχαιραν, και υπήγον οι δύο ομού.
૬પછી ઇબ્રાહિમે દહનીયાર્પણ માટેનાં લાકડાં ઊંચકી લેવા માટે પોતાના દીકરા ઇસહાકને આપ્યાં. તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધાં અને તેઓ બન્ને સાથે પર્વત પર ગયા.
7 Τότε ελάλησεν ο Ισαάκ προς Αβραάμ τον πατέρα αυτού και είπε, Πάτερ μου. Ο δε είπεν, Ιδού, εγώ, τέκνον μου. Και είπεν ο Ισαάκ, Ιδού, το πυρ και τα ξύλα· αλλά που το πρόβατον διά την ολοκαύτωσιν;
૭ઇસહાકે તેના પિતા ઇબ્રાહિમને કહ્યું, “મારા પિતા” અને તેણે કહ્યું, “બોલ, મારા દીકરા, હું આ રહ્યો.” તેણે કહ્યું, “જુઓ, અહીં અગ્નિ તથા લાકડાં તો છે, પણ દહનીયાર્પણને માટે ઘેટું ક્યાં છે?
8 Και είπεν ο Αβραάμ, Ο Θεός, τέκνον μου, θέλει προβλέψει εις εαυτόν το πρόβατον διά την ολοκαύτωσιν. Και επορεύοντο οι δύο ομού.
૮ઇબ્રાહિમે કહ્યું, “મારા દીકરા, દહનીયાર્પણને સારુ ઈશ્વર પોતે ઘેટું પૂરું પાડશે.” અને તેઓ આગળ ચાલ્યા.
9 Αφού δε έφθασαν εις τον τόπον τον οποίον είπε προς αυτόν ο Θεός, ωκοδόμησεν εκεί ο Αβραάμ το θυσιαστήριον και διέθεσε τα ξύλα, και δέσας τον Ισαάκ τον υιόν αυτού έβαλεν αυτόν επί το θυσιαστήριον επάνω των ξύλων·
૯જે જગ્યા વિશે ઈશ્વરે તેમને કહ્યું હતું, ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે ત્યાં વેદી બનાવી અને તેના પર લાકડાં ગોઠવ્યાં. પછી તેના દીકરા ઇસહાકને બાંધીને તેને વેદી પરનાં લાકડાં પર મૂક્યો.
10 και εκτείνας ο Αβραάμ την χείρα αυτού, έλαβε την μάχαιραν διά να σφάξη τον υιόν αυτού.
૧૦ઇબ્રાહિમે તેના દીકરાને મારવાને માટે હાથમાં છરો લીધો.
11 Άγγελος δε Κυρίου εφώνησε προς αυτόν εκ του ουρανού και είπεν, Αβραάμ, Αβραάμ. Ο δε είπεν, Ιδού, εγώ.
૧૧પછી તેણે છરો ઉગામ્યો એવામાં ઈશ્વરના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!” અને તેણે કહ્યું, “બોલો, હું અહીં છું.”
12 Και είπε, Μη επιβάλης την χείρα σου επί το παιδάριον, και μη πράξης εις αυτό μηδέν· διότι τώρα εγνώρισα ότι συ φοβείσαι τον Θεόν, επειδή δεν ελυπήθης τον υιόν σου τον μονογενή δι' εμέ.
૧૨દૂતે તેને કહ્યું, “તારા દીકરા પર તારો હાથ ઉગામીશ નહિ અને તેને કશી ઈજા કરીશ નહિ, કેમ કે મને ખાતરી થઈ છે કે તેં તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી. તું ઈશ્વરની બીક રાખે છે.”
13 Και υψώσας ο Αβραάμ τους οφθαλμούς αυτού είδε· και ιδού, κριός όπισθεν αυτού, κρατούμενος από των κεράτων αυτού εις φυτόν πυκνόκλαδον· και ελθών ο Αβραάμ, έλαβε τον κριόν και προσέφερεν αυτόν εις ολοκαύτωμα αντί του υιού αυτού.
૧૩ઇબ્રાહિમે ઉપર જોયું અને ત્યાં એક ઘેટો જોયો. તેનાં શિંગડાં ઝાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેના દીકરાને બદલે એ ઘેટાંનું દહનીયાર્પણ કર્યું.
14 Και εκάλεσεν ο Αβραάμ το όνομα του τόπου εκείνου Ιεοβά-ιρέ· ως λέγεται και την σήμερον, Εν τω όρει ο Κύριος θέλει εμφανισθή.
૧૪પછી તેણે દહનીયાર્પણની એ જગ્યાનું નામ “યહોવાહ-યિરેહ “પાડ્યું.” તે આજ સુધી એ નામે ઓળખાય છે તેનો અર્થ એ છે કે, “ઈશ્વરના પર્વત પર ઈશ્વર પૂરું પાડે છે.”
15 Και εφώνησε δεύτερον ο άγγελος του Κυρίου προς τον Αβραάμ εκ του ουρανού,
૧૫ઈશ્વરના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમ સાથે ફરીથી વાત કરી,
16 και είπεν, Ώμοσα εις εμαυτόν, λέγει Κύριος, ότι, επειδή έπραξας το πράγμα τούτο και δεν ελυπήθης τον υιόν σου, τον μονογενή σου,
૧૬અને કહ્યું કે, “આ ઈશ્વરની વાણી છે, “મેં પોતાના સમ ખાધા છે, તેં એ કામ કર્યું છે અને તારા એકનાએક દીકરાને તેં પાછો રાખ્યો નથી,
17 ότι ευλογών θέλω σε ευλογήσει, και πληθύνων θέλω πληθύνει το σπέρμα σου ως τα άστρα του ουρανού και ως την άμμον την παρά το χείλος της θαλάσσης· και το σπέρμα σου θέλει κυριεύσει τας πύλας των εχθρών αυτού·
૧૭તેથી નિશ્ચે હું તને આશીર્વાદ આપીશ અને આકાશના તારા તથા સમુદ્ર કિનારાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓના નગરના પ્રવેશદ્વારને કબજે કરશે.
18 και εν τω σπέρματί σου θέλουσιν ευλογηθή πάντα τα έθνη της γής· διότι υπήκουσας εις την φωνήν μου.
૧૮તારા વંશજોથી પૃથ્વીના સર્વ લોક આશીર્વાદિત થશે, કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”
19 Και επέστρεψεν ο Αβραάμ προς τους δούλους αυτού· και σηκωθέντες, υπήγον ομού εις Βηρ-σαβεέ· και κατώκησεν ο Αβραάμ εν Βηρ-σαβεέ.
૧૯પછી ઇબ્રાહિમ તથા ઇસહાક પોતાના જુવાન ચાકરો પાસે પાછા આવ્યા, ત્યાંથી તેઓ બેરશેબા આવ્યા અને ત્યાં રહ્યા.
20 Μετά δε τα πράγματα ταύτα, ανήγγειλαν προς τον Αβραάμ λέγοντες, Ιδού, η Μελχά εγέννησε και αυτή υιούς εις τον Ναχώρ τον αδελφόν σου·
૨૦પછી ઇબ્રાહિમને જણાવવામાં આવ્યું કે, “તારા ભાઈ નાહોરની પત્ની મિલ્કાએ દીકરાઓને જન્મ આપ્યો છે.”
21 τον Ουζ πρωτότοκον αυτού, και τον Βουζ αδελφόν αυτού, και τον Κεμουήλ τον πατέρα του Αράμ,
૨૧તેઓનાં નામ આ પ્રમાણે છે: તેનો મોટો દીકરો ઉસ, તેનો ભાઈ બૂઝ, પછી કમુએલ અરામનો પિતા,
22 και τον Κεσέδ, και τον Αζαύ, και τον Φαλδές, και τον Ιελδάφ, και τον Βαθουήλ.
૨૨કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ.
23 Ο δε Βαθουήλ εγέννησε την Ρεβέκκαν· τους οκτώ τούτους εγέννησεν η Μελχά εις τον Ναχώρ τον αδελφόν του Αβραάμ.
૨૩રિબકા બથુએલની દીકરી હતી. ઇબ્રાહિમના ભાઈ નાહોરને માટે મિલ્કાએ આ આઠ દીકરાઓને જન્મ આપ્યો હતો.
24 Και η παλλακή αυτού, η ονομαζομένη Ρευμά, εγέννησε και αυτή τον Ταβέκ και τον Γαάμ και τον Ταχάς και τον Μααχά.
૨૪બથુએલની ઉપપત્ની, રઉમાએ પણ ચાર બાળકો ટેબા, ગાહામ, તાહાશ તથા માકાને જન્મ આપ્યો.