< Maatoosa 6 >
1 “Asi be7o gidi hintte lo77o oosuwa asa sinthan oothonnaada naagettite. Hessatho hanonna ixxiko salon de7iya hintte Aawappe woyto demmeketa.
૧માણસો તમને જુએ તે હેતુથી તેઓની આગળ તમારાં ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો સ્વર્ગમાંના તમારા પિતાથી તમને બદલો મળશે નહિ.
2 “Hinttee manqotas immiya wode asa sinthan bonchchettanaw gidi cubboti ogiya doonaninne Ayhude Woosa Keethatan ootheyssada asi be7o gidi oothofite. Ta hinttew tuma odays; entti bantta kumetha woytuwa ekkidosona.
૨માટે જયારે તમે દાનધર્મ કરો, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ પોતાની આગળ રણશિંગડું ન વગાડો. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
3 Shin hinttee manqotas immiya wode hintte ushachcha kushey ootheyssa hintte haddirssa kushey eroppo;
૩પણ તમે જયારે દાનધર્મ કરો, ત્યારે જે તમારો જમણો હાથ કરે તે તમારો ડાબો હાથ ન જાણે,
4 hintte imoy geeman gido. Geeman ootheyssa be7iya hintte aaway hinttew woytuwa qonccen immana.
૪એ માટે કે તમારા દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
5 “Woosa woossishe cubbotatho hanoppite. Entti, banttana asi be7o gidi Ayhude Woosa Keethaninne ogiya doonan eqqidi woosseyssa dosoosona. Ta hinttew tuma odays; entti bantta kumetha woytuwa ekkidosona.
૫જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે ઢોંગીઓનાં જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
6 Shin neeni woossiya wode, ne soo gela, wulaa gorddada geeman de7iya ne Aawakko woossa; geeman oosettidayssa be7iya ne aaway new woytuwa immana.
૬પણ જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને ગુપ્તમાં તમારા પિતાને પ્રાર્થના કરો; અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
7 Hintte woossiya wode Ayhude gidonna asaatho coo qaala darssidi woossofite. Entti adussi woossin Xoossay si7ees gidi qoppoosona.
૭તમે પ્રાર્થના કરતાં બિનયહૂદીઓની જેમ બકવાસ ન કરો; કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણાં બોલવાથી અમારું સાંભળવામાં આવશે.
8 Hessa gisho, enttayssada hanoppite. Ays giikko, hintte aaway hinttew ay koshshiyako hintte woossanaappe sinthattidi erees.
૮એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને જરૂર છે, તે તેમની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે.
9 “Hiza, hintte yaagidi woossite, ‘Salon de7iya nu aawaw, ne geeshsha sunthay anjjetto.
૯માટે તમે આ રીતે પ્રાર્થના કરો: “ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.
10 Ne kawotethay yo, ne sheney salon hanidayssada sa7ankka hano.
૧૦તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.
11 Gallasa kathaa hachchi hachchi nuus imma.
૧૧દિવસની અમારી રોટલી આજ અમને આપો.
12 Nuuni nuna qohidayssata, atto geyssada, nuuskka nu qohuwa atto ga.
૧૨જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો.
13 Nuna iitappe ashshafe attin paacen gelssofa. [Kawotethay, wolqqaynne bonchchoy merinaw neessa. Amin7i.]
૧૩અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.”
14 “Hintte hinttena qohidayssata atto giikko, salon de7iya hintte Aaway hintte qohuwakka atto gaana.
૧૪કેમ કે જો તમે માણસોના અપરાધો તેઓને માફ કરો, તો તમારા સ્વર્ગમાંના પિતા પણ તમને માફ કરશે.
15 Shin hintte hara asa nagara atto goonna ixxiko hintte Aaway hintte nagara atto geenna.
૧૫પણ જો તમે માણસોને તેઓના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધો પણ માફ નહિ કરે.
16 “Hintte xoomiya wode cubbotatho kayottofite. Ays giikko, entti xoomeyssa asi erana mela bantta som77uwa qitayoosona. Ta tuma odays; entti bantta woytuwa ekkidosona.
૧૬વળી જયારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની માફક ઊતરી ગયેલા ચહેરાવાળાં ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાના મોં પડી ગયેલા બતાવે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
17 “Shin neeni xoomiya wode ne som77uwa meecca, ne huu7iya tiyetta.
૧૭પણ જયારે તમે ઉપવાસ કરો, ત્યારે તમારા માથા પર તેલ લગાવો અને તમારો ચહેરો ધોઓ,
18 Hessada ne oothiko ne xoomiya xoomay asappe geemmidayssa, shin geeman de7iya ne Aaway eriya xooma gidana. Geeman oosettidayssa be7iya ne Aaway new woytuwa immana.
૧૮એ માટે કે ફક્ત માણસો ન જાણે કે તમે ઉપવાસ કરી રહ્યા છો, પણ તમારા પિતા જે ગુપ્તમાં છે તેમને તમે ઉપવાસી દેખાવ. અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
19 “Bili miyason, biraati shi7iyason, kaysoy bookkidi ekkiyason, ha sa7an, hinttew shalo shiishoppite.
૧૯પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે.
20 Shin bili moonason, biraati shi7onnason, kaysoy bookkidi ekkonnason salon hinttew shalo shiishite.
૨૦પણ તમે પોતાને સારુ સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી.
21 Ne shaloy de7iyasuwan ne wozanay de7ana.
૨૧કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.
22 “Ayfey asatethaas xomppe. Hessa gisho, ne ayfey payya gidikko ne kumetha asatethay poo7o gidees.
૨૨શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તમારી દ્રષ્ટિ સારી હોય, તો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે.
23 Ne ayfey hargganchcho gidikko ne kumetha asatethay dhuma gidees. Hiza, nenan de7iya poo7oy dhuma gidikko, dhumay ay mela aadhdhidi dhumanddeshsha!
૨૩પણ જો તમારી દ્રષ્ટિ ખરાબ હોય, તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું થશે. માટે તમારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો!
24 “Issi asi nam77u godas haarettanaw dandda7enna. Issuwa dosikko hankkuwa ixxees; woykko issuwa bonchchiko hankkuwa kadhees. Xoossasinne miishes haarettanaw dandda7ekketa.
૨૪કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.
25 “Hiza, si7ite! Hinttee de7on daanaw, ‘Ay maanee? Ay uyanee? Ay ma77anee?’ gidi un77ettofite; de7oy kathafe woykko ma7oppe aadhdhenee?
૨૫એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી?
26 Salo kafota xeellite; entti zerokkona, buuccokona, shaalen yeggokona, shin hintte salo aaway entta muzees. Hinttee enttafe keehi aadhdheketii?
૨૬આકાશના પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા સ્વર્ગીય પિતા તેઓનું પોષણ કરે છે. તો તેઓ કરતાં તમે અધિક મૂલ્યવાન નથી શું?
27 Hintte giddofe daro un7ettidi ba laythaa bolla issi gallas gujjanaw dandda7ey de7ii?
૨૭ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળમાં એકાદ પળનો વધારો કરી શકે છે?
28 “Qassi hintte ma77iyabaas ays un7ettetii? Ane ciishshata be7ite, ooson daaburokkona woykko suqqokona.
૨૮વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી અને કાંતતાં પણ નથી.
29 Si7ite! Hari attoshin, kawuwa Solomoney ba bonchcho ubban ha ciishshatappe issuwa melakka ma77ibeenna.
૨૯તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.
30 Hinttenoo, ammanoy paccidayssato, Xoossay hachchi benttidi wontto taman wodhdhanaw de7iya maata yaatidi mayziyabaa gidikko, hinttena enttafe aathidi waati mayzennee?
૩૦એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું તેથી વિશેષ નહિ પહેરાવે?
31 Hessa gisho, ‘Ay maanee? Ay uyanee? Ay ma77anee?’ gidi un7ettofite.
૩૧માટે ‘અમે શું ખાઈશું?’, ‘શું પીશું?’ અથવા ‘શું પહેરીશું?’ એમ કહેતાં ચિંતા ન કરો.
32 He ubbaa Xoossaa ammanonna asay darssidi demmanaw un77ettoosona. Hintte salo aaway he ubbay hinttew koshsheyssa erees.
૩૨કારણ કે એ સઘળાં વાનાં અવિશ્વાસીઓ શોધે છે; કેમ કે સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે એ બધાની તમને જરૂર છે.
33 Shin ubbaafe sinthe Xoossaa kawotethaanne iya xillotethaa koyite; he ubbay hinttew gujji imettana.
૩૩પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે.
34 Hessa gisho, wonttos qoppishe un7ettofite. Wonttoyssi wonttos aqo; issi issi gallasay baw gidiya metora de7ees.
૩૪તે માટે આવતી કાલને સારુ ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને સારુ તે દિવસનું દુઃખ બસ છે.