< 1 Petrus 5 >
1 Die Ältesten unter euch ermahne ich nun als Mitältester und Zeuge der Leiden Christi, aber auch als Mitgenosse der Herrlichkeit, die geoffenbart werden soll:
૧તમારામાં જે વડીલો છે, તેઓનો હું સાથી વડીલ અને ખ્રિસ્તનાં દુઃખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે,
2 Weidet die Herde Gottes bei euch, nicht gezwungen, sondern freiwillig, nicht aus schnöder Gewinnsucht, sondern aus Zuneigung,
૨ઈશ્વરના લોકોનું જે ટોળું તમારી સંભાળમાં છે તેનું પ્રતિપાલન કરો અધ્યક્ષનું કામ ફરજ પડવાથી નહિ પણ સ્વેચ્છાએ કરો; લોભને સારું નહિ, પણ આતુરતાથી કરો.
3 nicht als Herrscher über die euch zugewiesenen [Seelen], sondern als Vorbilder der Herde!
૩વળી તમારી જવાબદારીવાળાં સમુદાય પર માલિક તરીકે નહિ, પણ તેમને આદર્શરૂપ થાઓ,
4 So werdet ihr, wenn der Oberhirt erscheint, den unverwelklichen Ehrenkranz davontragen!
૪જયારે મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે કદી પણ કરમાઈ ન જનાર મહિમાનો મુગટ તમે પામશો.
5 Gleicherweise ihr Jüngeren, seid untertan den Ältesten; umschürzet euch aber alle gegenseitig mit der Demut! Denn «Gott widersteht den Hoffärtigen, aber den Demütigen gibt er Gnade».
૫એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ; અને તમે સઘળા એકબીજાને આધીન થઈને નમ્રતા ધારણ કરો, કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ નમ્ર માણસોને કૃપા આપે છે.
6 So demütiget euch nun unter die gewaltige Hand Gottes, damit er euch erhöhe zu seiner Zeit!
૬એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમ્ર કરો તે તમને યોગ્ય સમયે ઉચ્ચસ્થાને બેસાડે.
7 Alle eure Sorge werfet auf ihn; denn er sorgt für euch!
૭તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.
8 Seid nüchtern und wachet! Euer Widersacher, der Teufel, geht umher wie ein brüllender Löwe und sucht, wen er verschlingen könne;
૮સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.
9 dem widerstehet, fest im Glauben, da ihr wisset, daß eure Brüder in der Welt die gleichen Leiden erdulden.
૯તમે વિશ્વાસમાં દ્રઢ થઈને તેની સામે થાઓ, કેમ કે તમે જાણો છો કે, દુનિયામાંનાં તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુઃખો પડે છે.
10 Der Gott aller Gnade aber, der euch zu seiner ewigen Herrlichkeit in Christus berufen hat, wird euch selbst nach kurzem Leiden zubereiten, festigen, stärken, gründen. (aiōnios )
૧૦સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના અનંતકાળના મહિમાને સારુ બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. (aiōnios )
11 Sein ist die Kraft von Ewigkeit zu Ewigkeit! Amen. (aiōn )
૧૧તેમને સદાસર્વકાળ સત્તા હોજો, આમીન. (aiōn )
12 Durch Silvanus, der, wie ich glaube, euch ein treuer Bruder ist, habe ich euch in Kürze geschrieben, um euch zu ermahnen und zu bezeugen, daß dies die wahre Gnade Gottes ist, in welcher ihr stehet.
૧૨સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ માનું છું, તેની હસ્તક મેં ટૂંકમાં તમારા ઉપર લખ્યું છે, અને વિનંતી કરીને સાક્ષી આપી છે કે જે કૃપામાં તમે સ્થિર ઊભા રહો છો, તે ઈશ્વરની ખરી કૃપા છે.
13 Es grüßt euch die Mitauserwählte in Babylon und Markus, mein Sohn. Grüßet einander mit dem Kuß der Liebe!
૧૩બાબિલમાંની મંડળી જેને તમારી સાથે પસંદ કરેલી છે તે તથા મારો દીકરો માર્ક તમને સલામ કહે છે.
14 Friede sei mit euch allen, die in Christus Jesus sind!
૧૪તમે પ્રેમના ચુંબનથી એકબીજાને સલામ કરજો. ઈસુ ખ્રિસ્તમાં તમ સર્વને શાંતિ થાઓ. આમીન.