< Josué 21 >
1 Alors vinrent les princes des familles de Lévi vers Eléazar, le prêtre, vers Josué, fils de Nun, et vers les chefs des familles de chaque tribu des enfants d’Israël.
૧પછી લેવીઓના કુટુંબોના વડીલો એલાઝાર યાજક પાસે, નૂનના પુત્ર યહોશુઆ અને ઇઝરાયલના પૂર્વજોના આગેવાનો પાસે આવ્યા.
2 Et ils leur parlèrent à Silo, dans la terre de Chanaan, et dirent: Le Seigneur a ordonné par l’entremise de Moïse, qu’on nous donnât des villes pour habiter, et leur faubourgs pour nourrir les bêtes.
૨તેઓએ કનાન દેશના શીલોહ આગળ તેમને કહ્યું, “યહોવાહે મૂસાની મારફતે તેઓને આજ્ઞા આપી કે અમને રહેવા સારુ નગરો અને અમારા જાનવરોને માટે ઘાસવાળી જમીન આપવી.”
3 Et les enfants d’Israël donnèrent de leurs possessions, selon l’ordre du Seigneur, les villes et leurs faubourgs.
૩તેથી ઇઝરાયલી લોકોએ યહોવાહની આજ્ઞા પ્રમાણે, પોતાના વારસામાંથી નગરો અને ગૌચરો લેવીઓને આપ્યાં.
4 Et le sort assigna à la famille de Caath, pour les enfants d’Aaron, le prêtre, treize villes des tribus de Juda, de Siméon et de Benjamin;
૪કહાથીઓના કુટુંબોને માટે જે ચિઠ્ઠી પસંદ થઈ તેની આ પ્રમાણે કાર્યવાહી થઈ. લેવીઓમાંના હારુન યાજકોના વંશજોએ યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી અને બિન્યામીનના કુળમાંથી તેર નગરો પ્રાપ્ત કર્યા.
5 Et aux autres enfants de Caath, c’est-à-dire aux Lévites qui restaient, dix villes des tribus d’Ephraïm, de Dan, et de la demi-tribu de Manassé.
૫કહાથીઓના બાકીનાં કુટુંબોને માટે ચિઠ્ઠીઓ નાખતાં તેઓને એફ્રાઇમનાં કુળના કુટુંબોમાંથી, દાનના કુળમાંથી અને મનાશ્શાના અર્ધકુળમાંથી દસ નગરો પ્રાપ્ત થયાં.
6 Mais pour les enfants de Gerson, le sort décida qu’ils recevraient des villes au nombre de treize, des tribus d’Issachar, d’Aser, de Nephthali et de la demi-tribu de Manassé.
૬ગેર્શોનપુત્રોને માટે ચિઠ્ઠીઓ નાખતા તેમને ઇસ્સાખાર કુળના કુટુંબોમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી અને બાશાનમાં મનાશ્શાના અર્ધકુળમાંથી તેર નગરો આપવામાં આવ્યા.
7 Et pour les enfants de Mérari, selon leur parenté, douze villes des tribus de Ruben, de Gad et de Zabulon.
૭મરારીના વંશજોના જે લોકો હતા તેઓને રુબેનના, ગાદ અને ઝબુલોનના કુળમાંથી બાર નગરો પ્રાપ્ત થયા.
8 Les enfants d’Israël donnèrent aux Lévites ces villes et leurs faubourgs, comme avait ordonné le Seigneur par l’entremise de Moïse, les distribuant à chacun par le sort.
૮તેથી યહોવાહે મૂસાની મારફતે જે આજ્ઞા આપી હતી, તેમ ઇઝરાયલ લોકોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો તેઓનાં ગૌચરો સહિત લેવીઓને આપ્યાં.
9 Josué donna les villes des tribus des enfants de Juda et de Siméon, dont voici les noms:
૯અને તેઓના નામની યાદી પ્રમાણે યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી, ઉપર દર્શાવ્યાં પ્રમાણેનાં નગરોના ભાગ તેઓને સોંપવામાં આવ્યા.
10 Aux enfants d’Aaron d’entre les familles de Caath de la race lévitique (car le premier sort sortit pour eux),
૧૦હારુનના વંશજો જે લેવીઓના કુળમાંથી પાછા ફર્યા હતા અને કહાથીઓના કુટુંબો મધ્યે હતા, તેમને આ નગરો આપવામાં આવ્યાં હતાં. કેમ કે પહેલી ચિઠ્ઠી તેઓના નામની નીકળી હતી.
11 Cariatharbé du père d’Enac, qui est appelée Hébron, sur la montagne du Juda, et ses faubourgs tout autour.
૧૧ઇઝરાયલીઓએ તેઓને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ-આર્બા અનાકના પિતાનું નગર, એટલે હેબ્રોન તેની આસપાસનાં ગૌચર સહિત આપ્યાં.
12 Pour ses champs et ses villages, il les avait donnés à Caleb, fils de Jéphoné, pour les posséder.
૧૨પણ નગરનાં ખેતરો અને તેનાં ગામો યફૂન્નેના પુત્ર કાલેબને અગાઉથી જ સુપ્રત કરાયા હતાં.
13 Il donna donc aux enfants d’Aaron, le prêtre, Hébron, ville de refuge, et ses faubourgs, ainsi que Lobna avec ses faubourgs;
૧૩તેઓએ હારુન યાજકના વંશજોને મનુષ્યઘાતક માટેના આશ્રયનું નગર તે, હેબ્રોન તેનાં ગૌચર સહિત તથા લિબ્નાહ તેનાં ગૌચર સહિત અને
૧૪યાત્તીર તેનાં ગૌચર સહિત, એશ્તમોઆ તેનાં ગૌચર સહિત.
૧૫હોલોન પણ તેનાં ગૌચર સહિત, દબીર તેનાં ગૌચર સહિત આપ્યાં,
16 Aïn, Jeta et Bethsamès, avec leurs faubourgs: neuf villes des deux tribus, comme il a été dit.
૧૬આઈન તેનાં ગૌચર સહિત, યૂટ્ટા તેનાં ગૌચર સહિત અને બેથ-શેમેશ તેનાં ગૌચર સહિત. એ નવ નગરો આ બે કુળને આપવામાં આવ્યાં.
17 De la tribu des enfants de Benjamin: Gabaon, Gabaé,
૧૭બિન્યામીનના કુળમાંથી ગિબ્યોન તેનાં ગૌચર સહિત, ગેબા તેનાં ગૌચર સહિત,
18 Et Anathoth et Almon avec leurs faubourgs: quatre villes.
૧૮અનાથોથ તેનાં ગૌચર સહિત તથા આલ્મોન તેનાં ગૌચર સહિત એ ચાર નગરો.
19 Toutes ces villes des enfants d’Aaron, le prêtre, forment ensemble le nombre de treize avec leurs faubourgs.
૧૯હારુનના વંશજોના યાજકોને, બધાં મળીને કુલ તેર નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં.
20 Quant aux autres enfants de Caath de la race lévitique, selon leurs familles, voici la possession qui leur fût donnée:
૨૦કહાથના કુટુંબનાં જે લેવી પુત્રો હતા તેઓને માટે ચિઠ્ઠીઓ નાખતાં તે પ્રમાણે એફ્રાઇમનાં કુળમાંથી તેઓને નગરો આપવામાં આવ્યાં.
21 De la tribu d’Ephraïm, les villes de refuge, Sichem avec ses faubourgs, sur la montagne d’Ephraïm, Gazer,
૨૧તેઓને એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર શખેમ તેનાં ગૌચર સહિત તથા ગેઝેર તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં,
22 Et Cibsaïm et Beth-horon avec leurs faubourgs: quatre villes;
૨૨કિબ્સાઈમ તેનાં ગૌચર સહિત તથા બેથ-હોરોન તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો તેઓને આપ્યાં.
23 De la tribu de Dan, Elthéco, Gabathon,
૨૩દાનના કુળમાંથી કહાથના કુટુંબોને એલ્તકે તેનાં ગૌચર સહિત, ગિબ્બથોન તેનાં ગૌચર સહિત આપ્યાં હતાં,
24 Et Aïalon et Gethremmon, avec leurs faubourgs: quatre villes;
૨૪આયાલોન તેનાં ગૌચર સહિત, ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત. ચાર નગરો આપવામાં આવ્યાં.
25 Mais de la demi-tribu de Manassé, Thanach et Gethremmon, avec leurs faubourgs: deux villes.
૨૫કહાથના કુટુંબનાં મનાશ્શાના અર્ધકુળમાંથી, તાનાખ તેનાં ગૌચર સહિત તથા ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત એ બે નગરો આપવામાં આવ્યાં.
26 En tout dix villes et leurs faubourgs furent donnés aux enfants de Caath, d’un rang inférieur.
૨૬કહાથના બાકીના કુટુંબોના સર્વ મળીને દસ નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં.
27 Il donna aussi de la demi-tribu de Manassé, aux enfants de Gerson, de la race lévitique, les villes de refuge, Gaulon en Basan, et Bosra, avec leurs faubourgs: deux villes;
૨૭મનાશ્શાના અર્ધકુળમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં ગૌચર સહિત, બેશ્તરા તેનાં ગૌચર સહિત. એ બે નગરો લેવીઓના કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને આપવામાં આવ્યાં.
28 De la tribu d’Issachar, Césion, Dabéreth,
૨૮ગેર્શોનના કુટુંબોથી ઇસ્સાખારના કુળમાંથી કિશ્યોન તેનાં ગૌચર સહિત, દાબરાથ તેનાં ગૌચર સહિત,
29 Et Jaramoth et Engannim, avec leurs faubourgs: quatre villes;
૨૯યાર્મૂથ તેનાં ગૌચર સહિત એન-ગાન્નીમ તેનાં ગૌચર સહિત ચાર નગરો આપવામાં આવ્યાં.
30 De la tribu d’Aser, Masal, Abdon,
૩૦આશેરના કુળમાંથી મિશાલ અને તેના ગૌચર સહિત, આબ્દોન તેના ગૌચર સહિત,
31 Et Helcath et Rohob, avec leurs faubourgs: quatre villes;
૩૧હેલ્કાથ તેના ગૌચર સહિત અને રહોબ તેનાં ગૌચર સહિત એ ચાર નગરો આપવામાં આવ્યાં.
32 Et aussi de la tribu de Nephthali, les villes de refuge, Cédés en Galilée, Hammoth-Dor et Carthan, avec leurs faubourgs: trois villes;
૩૨નફતાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ તેનાં ગૌચર સહિત, હામ્મોથ-દોર તેનાં ગૌચર સહિત તથા કાર્તાન તેનાં ગૌચર સહિત એ ત્રણ નગરો આપ્યાં.
33 En tout, aux familles de Gerson, treize villes avec leurs faubourgs.
૩૩ગેર્શોનીઓનાં કુટુંબો માટે, તેનાં ગૌચરો સહિત બધાં મળીને તેર નગરોનો સમાવેશ થતો હતો.
34 Mais aux enfants de Mérari, lévites d’un rang inférieur, et selon leurs familles, furent données de la tribu de Zabulon, Jecnan, Cartha,
૩૪બાકી રહેલા લેવીઓને એટલે મરારીના કુટુંબોને ઝબુલોનના કુળમાંથી યોકનામ તેનાં ગૌચર સહિત, કાર્તા તેનાં ગૌચર સહિત,
35 Et Damna et Naalol: quatre villes avec leurs faubourgs;
૩૫દિમ્ના તેનાં ગૌચર સહિત, નાહલાલ તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો આપવામાં આવ્યાં.
36 De la tribu de Ruben, au-delà du Jourdain, contre Jéricho, les villes de refuge, Bosor dans le désert, Misor, Jaser, Jethson, et Méphaath: quatre villes avec leurs faubourgs;
૩૬રુબેનના કુળમાંથી મરારીના કુટુંબોને બેસેર તેનાં ગૌચરો સહિત, યાહસા તેનાં ગૌચરો સહિત,
37 De la tribu de Gad, les villes de refuge, Ramoth en Galaad, Manaïm, Hésébon et Jazer: quatre villes avec leurs faubourgs;
૩૭કદેમોથ તેનાં ગૌચરો સહિત તથા મેફાથ તેનાં ગૌચરો સહિત એ ચાર નગરો આપવામાં આવ્યાં.
૩૮તેઓએ ગાદના કુળમાંથી ગિલ્યાદમાંનું મનુષ્યઘાતક માટેનું આશ્રયનગર રામોથ તેનાં ગૌચરો સહિત તથા માહનાઇમ તેનાં ગૌચરો સહિત.
૩૯હેશ્બોન તેનાં ગૌચરો સહિત તથા યાઝેર તેનાં ગૌચરો સહિત બધાં મળીને કુલ ચાર નગરો.
40 En tout, aux enfants de Mérari, selon leurs familles et leur parenté, douze villes.
૪૦આ બધાં નગરો, મરારીપુત્રોના અનેક કુટુંબોના નગરો હતાં, જે લેવીના કુળથી ચિઠ્ઠી નાખવાથી તેઓને આપવામાં આવ્યાં હતાં.
41 Ainsi, toutes les villes des Lévites au milieu de la possession des enfants d’Israël furent au nombre de quarante-huit,
૪૧ઇઝરાયલના લોકોએ કબજે કરેલી જમીનની મધ્યેથી લેવીઓએ અડતાળીસ નગરો તેનાં ગૌચર સહિત મેળવ્યાં.
42 Avec leurs faubourgs, chacune ayant été distribuée selon les familles.
૪૨આ નગરોમાં પ્રત્યેક નગરની આસપાસ તેનાં ગૌચરો હતાં. એ જ પ્રમાણે એ સર્વ નગરોનું હતું.
43 Le Seigneur Dieu donna ainsi à Israël toute la terre qu’il avait juré de livrer à leurs pères; et ils la possédèrent et ils y habitèrent.
૪૩તે પ્રમાણે તેમણે ઇઝરાયલને તે સઘળો દેશ આપ્યો. યહોવાહે ઇઝરાયલના પૂર્વજોને જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી. ઇઝરાયલીઓએ તેનો કબજો લીધો અને ત્યાં વસવાટ કર્યો.
44 Et il leur donna la paix avec toutes les nations d’alentour; et nul de leurs ennemis n’osa leur résister; mais tous furent soumis à leur domination.
૪૪પછી યહોવાહે તેઓને બધી બાજુએથી શાંતિ આપી કે જેની તેમણે તેઓના પૂર્વજો સાથે પ્રતિજ્ઞા કરી હતી. તેઓના સર્વ શત્રુમાંથી કોઈ તેઓને હરાવી શક્યું નહિ. યહોવાહ તેઓના સર્વ શત્રુઓને તેઓના હાથમાં સોંપ્યા.
45 Pas même une seule parole de tout ce que Dieu avait promis de leur donner, ne fut vaine; mais toutes furent exactement accomplies.
૪૫યહોવાહે ઇઝરાયલના ઘરનાઓને જે કંઈ વચન આપ્યું હતું તે સર્વમાંથી એકેય પૂરું થયા વિના રહ્યું નહિ. તેમાંના તમામ વચનો પરિપૂર્ણ થયાં.