< Néhémie 8 >
1 Or tout le peuple s'assembla, comme si ce n'eût été qu'un seul homme, en la place qui était devant la porte des eaux; et ils dirent à Esdras le Scribe qu'il apportât le Livre de la Loi de Moïse, laquelle l'Eternel avait ordonnée à Israël.
૧સર્વ લોકો ખાસ હેતુસર પાણીના દરવાજાની સામેના મેદાનમાં એકત્ર થયા. મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાહે ઇઝરાયલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવા માટે તેઓએ એઝરા શાસ્ત્રીને જણાવ્યું.
2 Et ainsi le premier jour du septième mois Esdras le Sacrificateur apporta la Loi devant l'assemblée, composée d'hommes, et de femmes, et de tous ceux qui étaient capables d'entendre, afin qu'on l'écoutât.
૨સાતમા માસને પહેલે દિવસે, જેઓ સાંભળીને સમજી શકે એવાં તમામ સ્ત્રીઓ તથા પુરુષોની સમક્ષ એઝરા યાજક નિયમશાસ્ત્ર લઈ આવ્યો.
3 Et il lut au Livre, dans la place qui [était] devant la porte des eaux, depuis l'aube du jour jusqu'à midi, en la présence des hommes, et des femmes, et de ceux qui étaient capables d'entendre; et les oreilles de tout le peuple étaient attentives à la lecture du Livre de la Loi.
૩પાણીના દરવાજાની સામેના ચોક આગળ સવારથી બપોર સુધી તેઓની સમક્ષ તેણે નિયમોનું વાચન કર્યું. તેઓ સર્વ ખૂબ ધ્યાનપૂર્વક નિયમશાસ્ત્ર સાંભળતાં હતાં.
4 Ainsi Esdras le Scribe se tint debout sur un lieu éminent bâti de bois, qu'on avait dressé pour cela; et il avait auprès de lui Mattitia, Sémah, Hanaja, Urija, Hilkija et Mahaséja, à sa main droite; et à sa gauche étaient Pédaja, Misaël, Malkija, Hasum, Hasbadduna, Zacharie, et Mésullam.
૪લોકોએ બનાવેલા લાકડાના ચોતરા પર નિયમશાસ્ત્ર વાંચી સંભળાવવા માટે એઝરા શાસ્ત્રી ઊભો હતો. તેની જમણી બાજુએ માત્તિથ્યા, શેમા, અનાયા, ઉરિયા, હિલ્કિયા અને માસેયા ઊભા હતા. અને તેની ડાબી બાજુએ પદાયા, મીશાએલ, માલ્કિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા અને મશુલ્લામ ઊભા હતા.
5 Et Esdras ouvrit le Livre devant tout le peuple; car il était au-dessus de tout le peuple; et sitôt qu'il l'eut ouvert, tout le peuple se tint debout.
૫એઝરા સર્વ લોકો કરતાં ઊંચા સ્થાને ઊભેલો હતો. તેણે સર્વ લોકોના દેખતા નિયમશાસ્ત્ર ઊઘાડ્યું. જયારે તેણે તે ઉઘાડ્યું ત્યારે સર્વ લોકો ઊભા થઈ ગયા.
6 Puis Esdras bénit l'Eternel, le grand Dieu; et tout le peuple répondit: Amen! Amen! En élevant leurs mains. Puis ils s'inclinèrent et se prosternèrent devant l'Eternel, le visage contre terre.
૬એઝરાએ મહાન ઈશ્વર યહોવાહનો આભાર માન્યો. સર્વ લોકોએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું, “આમીન!, આમીન!” પછી તેઓએ પોતાના માથા નમાવીને મુખ ભૂમિ તરફ નીચાં રાખ્યાં અને યહોવાહની આરાધના કરી.
7 Aussi Jésuah, Bani, Sérebja, Jamin, Hakkub, Sabéthaï, Hodija, Mahaséja, Kélita, Hazaria, Jozabad, Hanan, Pelaja, et les [autres] Lévites, faisaient comprendre la Loi au peuple, le peuple se tenant en sa place.
૭યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કુબ, શાબ્બથાય, હોદિયા, માસેયા, કેલીટા, અઝાર્યા, યોઝાબાદ, હાનાન, પલાયા અને લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજવામાં મદદ કરતા હતા. લોકો પોતપોતની જગ્યાએ ઊભા રહેલા હતા.
8 Et ils lisaient au Livre de la Loi de Dieu, ils l'expliquaient, et en donnaient l'intelligence, la faisant comprendre par l'Ecriture [même.]
૮તેઓએ ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી જે વાચન કર્યું તે લોકો સમજી શકે માટે સ્પષ્ટતાપૂર્વક તેનો અર્થ અને ખુલાસો પણ સમજાવ્યો.
9 Or Néhémie, qui est Attirsatha, et Esdras Sacrificateur et Scribe, et les Lévites qui instruisaient le peuple dirent à tout le peuple; ce jour est saint à l'Eternel notre Dieu, ne menez point de deuil, et ne pleurez point; car tout le peuple pleura dès qu'il eut entendu les paroles de la Loi.
૯નિયમશાસ્ત્રનાં વચનો સાંભળતી વખતે લોકો રડતા હતા તેથી મુખ્ય આગેવાન નહેમ્યાએ, યાજક અને શાસ્ત્રી એઝરાએ તથા અર્થઘટન કરી લોકોને સમજાવનાર લેવીઓએ સર્વને કહ્યું કે, “આ દિવસ તમારા ઈશ્વર યહોવાહને માટે પવિત્ર છે માટે તમે શોક કરશો નહિ અને રડશો પણ નહિ.”
10 Puis on leur dit: Allez, mangez du plus gras, et buvez du plus doux; et envoyez-en des portions à ceux qui n'ont rien de prêt; car ce jour est saint à notre Seigneur: ne soyez donc point tristes, puisque la joie de l'Eternel est votre force.
૧૦પછી નહેમ્યાએ તેઓને કહ્યું કે, “તમારા માર્ગે જાઓ, સ્વાદિષ્ટ ભોજન ખાઓ, મધુપાન કરો અને જેઓએ કંઈ તૈયાર કરેલું ના હોય તેઓને માટે તમારામાંથી હિસ્સા મોકલી આપો. કારણ, આપણા યહોવાહને સારુ આજનો દિવસ પવિત્ર છે. ઉદાસ થશો નહિ, કારણ, યહોવાહનો આનંદ એ જ તમારું સામર્થ્ય છે.”
11 Et les Lévites faisaient faire silence parmi tout le peuple, en disant: Faites silence, car ce jour est saint, et ne vous attristez point.
૧૧“છાના રહો, કેમ કે આજનો દિવસ પવિત્ર છે; માટે ઉદાસ ન થાઓ,” એમ કહીને લેવીઓએ સર્વ લોકોને શાંત પાડ્યા.
12 Ainsi tout le peuple s'en alla pour manger et pour boire, et pour envoyer des présents, et pour faire une grande réjouissance, parce qu'ils avaient bien compris les paroles qu'on leur avait enseignées.
૧૨તેથી બધા લોકોએ જઈને ખાધુંપીધું, બીજાઓને તેઓના હિસ્સા મોકલ્યા અને તેઓએ ઘણા આનંદ સાથે ઉજવણી કરી. કેમ કે તેઓને જે શાસ્ત્રવચનો વાંચી સંભળાવવામાં આવ્યાં હતાં તે તેઓ સમજ્યા હતા.
13 Et le second jour [du mois], les Chefs des pères de tout le peuple, les Sacrificateurs, et les Lévites, s'assemblèrent vers Esdras le Scribe, pour avoir l'intelligence des paroles de la Loi.
૧૩બીજે દિવસે સમગ્ર પ્રજાના પિતૃઓના કુટુંબનાં આગેવાનો, યાજકો અને લેવીઓ નિયમશાસ્રની વાતો વિષે સમજવા માટે એઝરા શાસ્ત્રીની સમક્ષ એકઠા થયા.
14 Ils trouvèrent donc écrit en la Loi que l'Eternel avait ordonnée par le moyen de Moïse, que les enfants d'Israël demeurassent dans des tabernacles pendant la fête solennelle au septième mois.
૧૪અને તેઓને ખબર પડી કે નિયમશાસ્ત્રમાં એવું લખેલું છે કે યહોવાહે મૂસા મારફતે એવી આજ્ઞા આપી હતી કે સાતમા માસનાં પર્વમાં ઇઝરાયલીઓએ માંડવાઓમાં રહેવું.
15 Ce qu'ils firent savoir et qu'ils publièrent par toutes leurs villes, et à Jérusalem, en disant: Allez sur la montagne, et apportez des rameaux d'oliviers, et des rameaux d'autres arbres huileux, des rameaux de myrte, des rameaux de palmier, et des rameaux de bois branchus, afin de faire des tabernacles, selon ce qui est écrit.
૧૫એટલે તેઓએ યરુશાલેમમાં અને બીજાં બધાં નગરોમાં એવું જાહેર કરાવ્યું કે, “પર્વતીય પ્રદેશમાં જાઓ અને નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે માંડવા બનાવવા માટે જૈતૂનની, જંગલી જૈતૂનની, મેંદીની, ખજૂરીની તેમ જ બીજાં ઘટાદાર વૃક્ષોની ડાળીઓ લઈ આવો.”
16 Le peuple donc alla [sur la montagne], et ils apportèrent [des rameaux], et se firent des tabernacles, chacun sur son toit, et dans les cours [de leurs maisons], et dans les parvis de la maison de Dieu, et à la place de la porte des eaux, et à la place de la porte d'Ephraïm.
૧૬તે પ્રમાણે લોકો જઈને ડાળીઓ લઈ આવ્યા અને તેઓમાંના દરેકે પોતાના ઘરના છાપરા પર, પોતાના આંગણામાં, ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઇમના દરવાજાના ચોકમાં પોતાને સારુ માંડવા બનાવ્યા.
17 Et ainsi toute l'assemblée de ceux qui étaient retournés de la captivité fit des tabernacles, et ils se tinrent dans les tabernacles. Or les enfants d'Israël n'en avaient point fait de tels, depuis les jours de Josué fils de Nun, jusqu'à ce jour-là; et il y eut une fort grande joie.
૧૭બંદીવાસમાંથી પાછા આવેલા સર્વ લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા. નૂનના પુત્ર યહોશુઆના સમયથી માંડીને તે દિવસ સુધી ઇઝરાયલીઓએ કદી આવું કર્યુ નહોતું. તેઓના આનંદનો કોઈ પાર નહોતો.
18 Et on lut au Livre de la Loi de Dieu chaque jour, depuis le premier jour jusqu'au dernier. Ainsi on célébra la fête solennelle pendant sept jours, et il y eut une assemblée solennelle au huitième jour, comme il était ordonné.
૧૮સાત દિવસોના આ પર્વના પ્રત્યેક દિવસે એઝરાએ ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી વાંચન કર્યુ અને તેઓએ સાત દિવસ સુધી ઉજવણી કરી અને આઠમા દિવસે નિયમ પ્રમાણે સભાની પૂર્ણાહુતિ કરી.