< Psaumes 127 >
1 Cantique des degrés. De Salomon. Si l’Eternel ne bâtit pas une maison, c’est en vain que peinent ceux qui la construisent; si l’Eternel ne garde pas une ville, c’est en vain que la sentinelle veille avec soin.
૧ચઢવાનું ગીત; સુલેમાનનું. જો યહોવાહ ઘર ન બાંધે તો, તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે.
2 C’Est en vain que vous avancez l’heure du lever, que vous prolongez tard vos veilles, mangeant un pain péniblement gagné! A celui qu’il aime Dieu donne le nécessaire pendant son sommeil.
૨તમારું વહેલું ઊઠવું, અને મોડું સૂવું, અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે યહોવાહ પોતાના વહાલાઓને ઊંઘમાં આપે છે.
3 Voyez, le vrai don de l’Eternel, ce sont des fils; sa récompense, c’est le fruit des entrailles.
૩જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે.
4 Des flèches dans la main d’un guerrier, voilà ce que sont les fils de la jeunesse.
૪યુવાવસ્થામાંના પુત્રો બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
5 Heureux l’homme qui en a rempli son carquois! Ils n’auront pas à rougir, lorsqu’ils plaideront contre des ennemis à la Porte.
૫જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.