< Esdras 8 >

1 Et voici les chefs des pères et la généalogie de ceux qui montèrent avec moi de Babylone, sous le règne du roi Artaxerxès:
આર્તાહશાસ્તા રાજાના શાસનકાળ દરમિયાન બાબિલથી મારી સાથે જેઓ યરુશાલેમ આવ્યા હતા તેઓના પૂર્વજોના વડીલોની વંશાવળી આ પ્રમાણે છે;
2 des fils de Phinées, Guershom; des fils d’Ithamar, Daniel; des fils de David, Hattush;
ફીનહાસનો વંશજ ગેર્શોમ; ઈથામારનો વંશજ દાનિયેલ; દાઉદના વંશજ શખાન્યાનો પુત્ર હાટ્ટુશ.
3 des fils de Shecania, des fils de Parhosh, Zacharie, et avec lui, enregistrés par généalogies, les mâles, 150;
શખાન્યાનો વંશજ માં નો, પારોશનો વંશજ માં નો ઝખાર્યા; તેની સાથે વંશના એક્સો પચાસ પુરુષો હતા.
4 des fils de Pakhath-Moab, Élioénaï, fils de Zerakhia, et avec lui 200 hommes;
પાહાથ-મોઆબના વંશજ ઝરાહયાનો પુત્ર એલીહોએનાય; તેની સાથે બસો પુરુષો હતા.
5 des fils de Shecania, le fils de Jakhaziel, et avec lui 300 hommes;
શખાન્યાનો વંશજ યાહઝીએલ; તેની સાથે ત્રણસો પુરુષો હતા.
6 et des fils d’Adin, Ébed, fils de Jonathan, et avec lui 50 hommes;
આદીનના વંશજ યોનાથાનનો પુત્ર એબેદ; તેની સાથે પચાસ પુરુષો હતા.
7 et des fils d’Élam, Ésaïe, fils d’Athalia, et avec lui 70 hommes;
એલામના વંશજ અથાલ્યાનો પુત્ર યશાયા; તેની સાથે સિત્તેર પુરુષો હતા.
8 et des fils de Shephatia, Zebadia, fils de Micaël, et avec lui 80 hommes;
શફાટયાના વંશજ મિખાયેલનો પુત્ર ઝબાદ્યા; તેની સાથે એંસી પુરુષો હતા.
9 [et] des fils de Joab, Abdias, fils de Jekhiel, et avec lui 218 hommes;
યોઆબના વંશજ યહીએલનો પુત્ર ઓબાદ્યા; તેની સાથે બસો અઢાર પુરુષો હતા.
10 et des fils de Shelomith, le fils de Josiphia, et avec lui 160 hommes;
૧૦શલોમીથના વંશજ યોસિફિયાનો પુત્ર તેની સાથે એક્સો સાઠ પુરુષો હતા.
11 et des fils de Bébaï, Zacharie, fils de Bébaï, et avec lui 28 hommes;
૧૧બેબાયનો વંશજ ઝખાર્યા; તેની સાથે અઠ્ઠાવીસ પુરુષો હતા.
12 et des fils d’Azgad, Jokhanan, fils d’Hakkatan, et avec lui 110 hommes;
૧૨આઝગાદના વંશજ હાકાટાનનો પુત્ર યોહાનાન; તેની સાથે એક્સો દસ પુરુષો હતા.
13 et des fils d’Adonikam, les derniers, et ce sont ici leurs noms: Éliphéleth, Jehiel, et Shemahia, et avec eux 60 hommes;
૧૩છેલ્લાં અદોનિકામના વંશજો હતા; તેઓનાં નામ આ પ્રમાણે છે; અલિફેલેટ, યેઈએલ, શમાયા અને તેઓની સાથે સાઠ પુરુષો હતા.
14 et des fils de Bigvaï, Uthaï et Zabbud, et avec eux 70 hommes.
૧૪બિગ્વાયના વંશજ ઉથાય તથા ઝાબ્બૂદ; તેઓની સાથે સિત્તેર પુરુષો હતા.
15 Et je les rassemblai vers le fleuve qui s’en va vers Ahava, et nous avons campé là trois jours; et je considérai le peuple et les sacrificateurs, et je n’y trouvai aucun des fils de Lévi.
૧૫આહવા નદીને કિનારે મેં તેઓને એકત્ર કર્યા અને ત્યાં અમે ત્રણ દિવસ માટે છાવણી નાખી. તે દરમિયાન મેં બંદીવાસમાંથી આવેલા લોકોની યાદી તપાસી તો મને ખબર પડી કે તેમાં યાજકો હતા પણ લેવીના વંશજોમાંના કોઈ જોવામાં આવ્યા નહિ.
16 Alors j’envoyai chercher Éliézer, Ariel, Shemahia, et Elnathan, et Jarib, et Elnathan, et Nathan, et Zacharie, et Meshullam, qui étaient des chefs, et Joïarib, et Elnathan, hommes intelligents;
૧૬તેથી મેં એલિએઝેર, અરીએલ, શમાયા, એલ્નાથાન, યારીબ, નાથાન ઝખાર્યા અને મશુલ્લામ જેઓ આગેવાનો હતા તેઓને તથા યોયારીબ અને એલ્નાથાન કે જેઓ શિક્ષકો હતા તેઓને પણ બોલાવ્યા.
17 et je les envoyai à Iddo, qui était chef dans la localité [appelée] Casiphia, et je mis dans leurs bouches des paroles pour les dire à Iddo [et] à ses frères, les Nethiniens, dans la localité [appelée] Casiphia, pour nous amener des serviteurs pour la maison de notre Dieu.
૧૭અને તેમને આશ્શૂરના યહૂદી સમાજના આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા અને તેમની મારફતે ઇદ્દોને અને આશ્શૂરમાં રહેતા ભક્તિસ્થાનના તેના સાથી સેવક ભાઈઓને કહ્યું કે તેઓ અમારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સેવકો મોકલી આપે.
18 Et ils nous amenèrent, selon que la bonne main de notre Dieu était sur nous, un homme intelligent d’entre les fils de Makhli, fils de Lévi, fils d’Israël, et Shérébia et ses fils et ses frères, [au nombre de] 18;
૧૮અમારા પર ઈશ્વરની કૃપા હતી. એટલે તેઓએ અમારી પાસે જે સેવકો મોકલ્યા તેઓ આ પ્રમાણે છે; ઇઝરાયલના પુત્ર લેવીના પુત્ર માહલીનો વંશજ શેરેબ્યા, તેના ભાઈઓ અને તેના પુત્રો, કુલ અઢાર પુરુષો હતા. શેરેબ્યા ખૂબ હોશિયાર માણસ હતો.
19 et Hashabia, et avec lui Ésaïe, d’entre les fils de Merari, ses frères et leurs fils, [au nombre de] 20;
૧૯મરારીના વંશજો હશાબ્યા અને યશાયા. તેના ભાઈઓ તથા તેઓના પુત્રો, કુલ વીસ પુરુષો હતા.
20 et des Nethiniens, que David et les princes avaient donnés pour le service des lévites, 220 Nethiniens, tous désignés par [leurs] noms.
૨૦દાઉદે તથા તેના સરદારોએ સભાસ્થાનની સેવાને માટે જે લેવીઓને નીમ્યા હતા, તેઓમાંના બસો વીસ; તેઓના નામ દર્શાવવામાં આવેલા હતાં.
21 Et là, près du fleuve Ahava, je publiai un jeûne, pour nous humilier devant notre Dieu, pour lui demander le vrai chemin, pour nous et pour nos enfants, et pour tout notre avoir.
૨૧અમે આહવા નદીને કિનારે હતા ત્યારે મેં ઉપવાસ કરવાનું જાહેર કર્યું, કે અમે અમારા ઈશ્વરની સમક્ષ પોતાને નમ્ર બનાવીએ; અને પ્રાર્થના કરીને અમારે માટે, અમારા બાળકો માટે તથા અમારી મિલકતને માટે તેમની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ.
22 Car j’avais honte de demander au roi des forces et de la cavalerie pour nous aider en chemin contre l’ennemi; car nous avions parlé au roi, en disant: La main de notre Dieu est en bien sur tous ceux qui le cherchent; et sa force et sa colère sont contre tous ceux qui l’abandonnent.
૨૨શત્રુઓની વિરુદ્ધ અમને માર્ગમાં રક્ષણ કરવા માટે રાજા પાસે સૈનિકો અને ઘોડેસવારોની માગણી કરતાં મને ક્ષોભ થયો. કારણ અમે રાજાને કહ્યું હતું કે, “જે કોઈ ઈશ્વરને શોધે છે તેઓ પર ઈશ્વરનો હાથ હિતકારક છે પણ જે કોઈ તેના પ્રત્યે વિમુખ હોય છે તેના પર તેમનો ભયંકર કોપ અને પરાક્રમ આવે છે.”
23 Et nous avons jeûné, et nous avons demandé cela à notre Dieu, et il nous exauça.
૨૩તેથી અમે ઉપવાસ કર્યો અને સુરક્ષિત મુસાફરી માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને તેમણે અમારી પ્રાર્થના સાંભળી.
24 Et je séparai douze des chefs des sacrificateurs, Shérébia, Hashabia, et dix de leurs frères avec eux,
૨૪પછી મેં યાજકોમાંથી બાર આગેવાનોને પસંદ કર્યા, શેરેબ્યા, હશાબ્યા તથા તેના ભાઈઓમાંથી દસને પસંદ કર્યા.
25 et je leur pesai l’argent et l’or, et les ustensiles, l’offrande pour la maison de notre Dieu, qu’avaient offerte le roi, et ses conseillers, et ses princes, et tout Israël qui se trouvait là.
૨૫મેં તેઓને સોનું ચાંદી, પાત્રો અને અર્પણો ઈશ્વરના સભાસ્થાનને માટે રાજાએ, તેના સલાહકારોએ, અધિકારીઓએ અને ત્યાં હાજર રહેલા બધા ઇઝરાયલીઓએ આપ્યાં હતા તે સર્વ તોળીને આપ્યાં.
26 Et je pesai en leurs mains 650 talents d’argent, et en ustensiles d’argent 100 talents, [et] en or 100 talents,
૨૬મેં તેમને બાવીસ હજાર એક્સો કિલો ચાંદી, ત્રણ હજાર ચારસો કિલો વજનના ચાંદીનાં વાસણો, ત્રણ હજાર ચારસો કિલો સોનું,
27 et 20 coupes d’or valant 1 000 dariques, et deux vases d’airain d’un beau brillant, précieux comme l’or.
૨૭સોનાના વીસ ઘડાઓ, જેનું વજન સાડા આઠ કિલો હતું, પિત્તળના બે વાસણો, જે સોના જેટલાં જ કિંમતી હતાં તે આપ્યાં.
28 Et je leur dis: Vous êtes saints, [consacrés] à l’Éternel, et les ustensiles sont saints, et l’argent et l’or sont une offrande volontaire à l’Éternel, le Dieu de vos pères.
૨૮પછી મેં તેઓને કહ્યું, “તમે યહોવાહને માટે પવિત્ર છો, તેમ આ વાસણો પણ યહોવાહને માટે પવિત્ર છે. આ સોનું અને ચાંદી તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહને માટે ઐચ્છિકાર્પણ છે.”
29 Veillez, et gardez-les jusqu’à ce que vous les pesiez devant les chefs des sacrificateurs et des lévites, et devant les chefs des pères d’Israël à Jérusalem, dans les chambres de la maison de l’Éternel.
૨૯મેં તેઓને કહ્યું, “આ ખજાનાને કાળજીપૂર્વક સંભાળજો; ભક્તિસ્થાને પહોંચો ત્યાં સુધી તેનું રક્ષણ કરજો. ત્યાં ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારના ઓરડાઓમાં યાજકો, લેવીઓના આગેવાનો તથા યરુશાલેમમાં ઇઝરાયલીઓના કુટુંબનાં પૂર્વજોની સમક્ષ વજન કરીને સોંપી દેજો.”
30 Et les sacrificateurs et les lévites reçurent au poids l’argent et l’or, et les ustensiles, pour les porter à Jérusalem, à la maison de notre Dieu.
૩૦એમ યાજકોને અને લેવીઓને યરુશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાને લઈ જવા માટે ચાંદી, સોનું અને અન્ય પાત્રો વજન કરી આપ્યાં.
31 Et nous sommes partis du fleuve Ahava le douzième [jour] du premier mois, pour aller à Jérusalem. Et la main de notre Dieu fut sur nous, et il nous délivra de la main de l’ennemi et de [toute] embûche sur le chemin.
૩૧અમે પહેલા માસના બારમે દિવસે આહવા નદીથી યરુશાલેમ આવવા પ્રયાણ કર્યું. અમારા પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી અને તેમણે માર્ગમાં દુશ્મનોના હુમલાઓથી અને ચોર લૂંટારાઓથી અમારું રક્ષણ કર્યુ.
32 Et nous sommes arrivés à Jérusalem, et nous sommes demeurés là trois jours.
૩૨આ પ્રમાણે અમે યરુશાલેમ આવી પહોંચ્યા પછી અમે ત્યાં ત્રણ દિવસ આરામ કર્યો.
33 Et le quatrième jour, l’argent et l’or et les ustensiles furent pesés dans la maison de notre Dieu, entre les mains de Merémoth, fils d’Urie, le sacrificateur (et avec lui [était] Éléazar, fils de Phinées, et avec eux Jozabad, fils de Jéshua, et Noadia, fils de Binnuï, lévites),
૩૩ચોથે દિવસે, યાજક ઉરિયાના પુત્ર મરેમોથને અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં ચાંદી, સોનું, અને અન્ય પાત્રો વજન કરી આપ્યાં. તેની સાથે ફીનહાસનો પુત્ર એલાઝાર, યેશૂઆનો પુત્ર યોઝાબાદ અને બિન્નઇનો પુત્ર નોઆદ્યા લેવીઓ પણ હતા.
34 selon le nombre [et] selon le poids du tout; et en même temps tout le poids en fut inscrit.
૩૪દરેક વસ્તુનું ગણીને વજન કરવામાં આવ્યું હતું અને તે સમયે સોના અને ચાંદીના કુલ વજનની નોંધ કરવામાં આવી હતી.
35 Les fils de la transportation qui étaient revenus de la captivité présentèrent des holocaustes au Dieu d’Israël, douze taureaux pour tout Israël, 96 béliers, 77 agneaux, douze boucs en sacrifice pour le péché, le tout en holocauste à l’Éternel.
૩૫ત્યાર પછી બંદીવાસમાંથી જે લોકો પાછા આવ્યા હતા, તેઓએ ઇઝરાયલના ઈશ્વરને બાર બળદો અર્પણ કર્યા. છન્નું ઘેટાં, સિત્તોતેર હલવાનો અને બાર બકરાઓનું પાપાર્થાર્પણ તરીકે દહનીયાર્પણ કર્યું. તેઓએ આ સર્વનું ઈશ્વરને દહનીયાર્પણ કર્યું.
36 Et ils remirent les édits du roi aux satrapes du roi et aux gouverneurs de ce côté du fleuve, et ceux-ci donnèrent leur appui au peuple et à la maison de Dieu.
૩૬પછી તેઓએ નદી પાર પશ્ચિમ તરફના સર્વ રાજ્યોમાં તેના સરદારોને તેમ જ હાકેમોને રાજાનું ફરમાન કહી સંભળાવ્યું. તેઓએ લોકોને ઈશ્વરના ભક્તિસ્થાનના બાંધકામમાં મદદ કરી.

< Esdras 8 >