< Isaïe 9 >
1 Mais il n'y aura plus de tristesse pour celle qui était dans l'angoisse. Dans le temps passé, il a méprisé le pays de Zabulon et le pays de Nephtali; mais dans le temps passé, il l'a rendu glorieux, par le chemin de la mer, au-delà du Jourdain, la Galilée des nations.
૧પરંતુ જે ભૂમિ પર સંકટ પડ્યુ હતું, તેમાં અંધકાર નહિ રહે. પ્રથમ તેમણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો, પણ છેવટે તે સમુદ્રના રસ્તે આવેલા, યર્દનને પેલે પાર, ગાલીલના દેશોને પ્રતિષ્ઠા અપાવશે.
2 Le peuple qui marchait dans les ténèbres a vu une grande lumière. La lumière a brillé sur ceux qui vivaient dans le pays de l'ombre de la mort.
૨અંધકારમાં ચાલનારા લોકોએ મહાન પ્રકાશ જોયો છે; મૃત્યુની છાયાના દેશમાં રહેનારાઓ પર અજવાળું પ્રકાશ્યું છે.
3 Tu as multiplié la nation. Vous avez augmenté leur joie. Ils se réjouissent devant toi comme la joie de la moisson, comme on se réjouit quand on partage le butin.
૩તેં પ્રજાની વૃદ્ધિ કરી છે અને તેમનો આનંદ વધાર્યો છે; કાપણીમાં થતાં આનંદ પ્રમાણે તેઓ તમારી સમક્ષ આનંદ કરે છે, જેમ લોક લૂંટ વહેંચતા આનંદ કરે છે તેમ.
4 Car le joug de son fardeau, le bâton de son épaule, la verge de son oppresseur, tu les as brisés comme au temps de Madian.
૪કેમ કે મિદ્યાનને દિવસે થયું તે પ્રમાણે તેઓ ભારની ઝૂંસરીને, તેઓના ખભા પરની કાઠીને, તેઓના પર જુલમ કરનારની લાકડીને તેં ભાંગી નાખી છે.
5 Car toute l'armure de l'homme armé dans le combat bruyant, et les vêtements roulés dans le sang, seront pour brûler, combustible pour le feu.
૫સૈનિકોના અવાજ કરતા જોડા અને રક્તમાં બોળેલાં વસ્ત્રો, તે સર્વને બળતણની જેમ અગ્નિમાં બાળી નાખવામાં આવશે.
6 Car un enfant nous est né, un fils nous est donné. Un fils nous est donné; et le gouvernement sera sur ses épaules. Son nom sera appelé: Merveilleux conseiller, Dieu puissant, Père éternel, Prince de la paix.
૬કેમ કે આપણે સારુ છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; અને તેને અદ્દભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.
7 L'accroissement de son gouvernement et de la paix n'aura pas de fin, sur le trône de David et sur son royaume, pour l'affermir et le soutenir par la justice et l'équité, dès ce moment et à jamais. Le zèle de Yahvé des Armées accomplira cela.
૭દાઉદના રાજ્યાસન ઉપર અને તેના રાજ્ય ઉપર, તેમને ઇનસાફ તથા ન્યાયીપણાથી, તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દૃઢ કરવા માટે તેમની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહિ. સૈન્યોના યહોવાહનો ઉત્સાહ આમ કરશે.
8 Le Seigneur envoya une parole à Jacob, et elle tombe sur Israël.
૮પ્રભુએ યાકૂબ વિરુદ્ધ સંદેશો મોકલ્યો અને તે ઇઝરાયલ પહોચ્યો છે.
9 Tout le peuple saura, y compris Ephraïm et les habitants de Samarie, qui parlent avec fierté et arrogance de cœur,
૯એફ્રાઇમ અને સમરુનના સર્વ રહેવાસીઓ કે જેઓ ગર્વ અને બડાઈ મારીને કહે છે, તે સર્વ લોકો જાણશે કે,
10 « Les briques sont tombées, mais nous allons construire avec des pierres de taille. Les figuiers sycomores ont été coupés, mais nous mettrons des cèdres à leur place. »
૧૦“ઈંટો પડી ગઈ છે, પણ હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું; ગુલ્લર ઝાડ કાપી નાખવામાં આવ્યાં છે, પણ આપણે તેને બદલે દેવદાર વૃક્ષ લાવીશું.”
11 C'est pourquoi Yahvé élèvera contre lui les adversaires de Rezin, et remuera ses ennemis,
૧૧તેથી યહોવાહે રસીનના શત્રુઓને તેના પર ચઢાવ્યા છે, ને તેના દુશ્મનોને તેની વિરુદ્ધ ઉશ્કેર્યા છે;
12 Les Syriens devant, et les Philistins derrière; et ils dévoreront Israël à bouche ouverte. Pour autant, sa colère ne s'éteint pas, mais sa main est encore tendue.
૧૨પૂર્વ તરફથી અરામીઓ અને પશ્ચિમથી પલિસ્તીઓ, તેઓ મુખ પહોળું કરીને ઇઝરાયલને ગળી જશે. એ સર્વ છતાં યહોવાહનો રોષ સમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો જ છે.
13 Et le peuple ne s'est pas retourné vers celui qui l'a frappé, ils n'ont pas non plus cherché Yahvé des armées.
૧૩તોપણ લોકો પોતાને મારનારની તરફ ફર્યા નથી, અને સૈન્યોના યહોવાહને તેઓએ શોધ્યા નથી.
14 C'est pourquoi Yahvé retranchera d'Israël la tête et la queue, branche de palmier et roseau, en un seul jour.
૧૪તેથી યહોવાહે ઇઝરાયલનું માથું તથા પૂછડું, ખજૂરીની ડાળી તથા બરુને એક જ દિવસે કાપી નાખશે.
15 L'homme le plus âgé et le plus honorable est le chef, et le prophète qui enseigne le mensonge est la queue.
૧૫વડીલ અને સન્માનનીય પુરુષ તે માથું અને અસત્ય શીખવનાર પ્રબોધક તે પૂંછડી છે.
16 Car ceux qui conduisent ce peuple l'égarent; et ceux qui sont dirigés par eux sont détruits.
૧૬આ લોકોના આગેવાન એ તેમને અન્ય માર્ગે દોરે છે, અને તેઓને અનુસરનારાને ખાઈ જવામાં આવ્યા છે.
17 C'est pourquoi l'Éternel ne se réjouira pas de leurs jeunes gens, Il n'aura pas non plus de compassion pour leurs orphelins et leurs veuves; car tous sont des profanes et des malfaiteurs, et toute bouche dit des folies. Pour autant, sa colère n'est pas détournée, mais sa main est encore tendue.
૧૭તેથી પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ, તેમ જ અનાથો તથા વિધવાઓ પર દયા રાખશે નહિ, કેમ કે તેઓ સર્વ અધર્મી અને કુકર્મ કરનારા છે અને દરેક મુખ મૂર્ખાઈની વાતો બોલે છે. એ સર્વ છતાં પ્રભુનો રોષ સમી ગયો નથી અને તેમનો હાથ હજી ઉગામેલો જ છે.
18 Car la méchanceté brûle comme un feu. Il dévore les ronces et les épines; oui, il s'allume dans les fourrés de la forêt, et ils roulent vers le haut dans une colonne de fumée.
૧૮દુષ્ટતા આગની જેમ બળે છે; તે કાંટા અને ઝાંખરાંને બાળી નાખે છે; તે ગીચ જંગલની ઝાડીને પણ બાળી મૂકે છે અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢે છે.
19 Par la colère de Yahvé des armées, le pays est brûlé; et les gens sont le combustible pour le feu. Personne n'épargne son frère.
૧૯સૈન્યોના યહોવાહના રોષથી દેશ બળી જાય છે અને લોકો અગ્નિનાં બળતણ જેવા થાય છે. કોઈ માણસ પોતાના ભાઈને છોડતો નથી.
20 L'un d'eux dévorera à sa droite, et aura faim; et il mangera à la main gauche, et ils ne seront pas rassasiés. Chacun mangera la chair de son propre bras:
૨૦તેઓ જમણે હાથે માંસ ખૂંચવી લે છે, છતાં પણ ભૂખ્યા રહેશે; તેઓ ડાબે હાથે માંસ ખાશે પણ સંતોષ પામશે નહિ. તેઓમાંના દરેક પોતાના હાથનું માંસ ખાશે.
21 Manassé mangeant Éphraïm et Éphraïm mangeant Manassé, et ils seront ensemble contre Juda. Pour autant, sa colère n'est pas détournée, mais sa main est encore tendue.
૨૧મનાશ્શા એફ્રાઇમને, એફ્રાઇમ મનાશ્શાને ગળી જશે; અને તેઓ બન્ને યહૂદાની સામે થશે. આ સર્વને લીધે યહોવાહનો રોષ સમી જશે નહિ પણ તેમનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે.