< Isaïe 32 >
1 Voici un roi qui régnera dans la justice, et les princes gouverneront dans la justice.
૧જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે અને રાજકુમારો ઇનસાફથી શાસન કરશે.
2 L'homme sera comme une cachette contre le vent, et un abri de la tempête, comme des ruisseaux d'eau dans un endroit sec, comme l'ombre d'un grand rocher dans une terre épuisée.
૨તેમાંનો દરેક માણસ વાયુથી આશ્રયસ્થાન અને વાવાઝોડા સામે આશરા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળાં જેવો, કંટાળાજનક દેશમાં એક વિશાળ ખડકની છાયા જેવો થશે.
3 Les yeux de ceux qui voient ne s'obscurcissent pas, et les oreilles de ceux qui entendent écouteront.
૩પછી જોનારની આંખો ઝાંખી થશે નહિ અને જેઓ સાંભળી શકે છે તેઓના કાન ધ્યાનપૂર્વક સાંભળશે.
4 Le cœur de l'impétueux comprendra la connaissance, et la langue des bègues sera prête à parler clairement.
૪ઉતાવળિયાઓનાં મન ડહાપણ સમજશે અને મૂંગાઓની જીભ સ્પષ્ટ બોલશે.
5 L'insensé ne sera plus appelé noble, ni le scélérat être hautement respecté.
૫ત્યારે મૂર્ખને કોઈ ખાનદાન કહેશે નહિ, કે ઠગ નીતિમાન કહેવાશે નહિ.
6 Car l'insensé dira des folies, et son cœur commettra l'iniquité, de pratiquer le blasphème, et de proférer des erreurs contre Yahvé, pour vider l'âme de ceux qui ont faim, et de faire manquer le breuvage des assoiffés.
૬કેમ કે મૂર્ખ મૂર્ખાઈની જ વાત બોલશે અને તેનું હૃદય દુષ્ટ યોજનાઓ કરશે અને તે અધર્મનાં કાર્યો અને યહોવાહ વિષે ભૂલભરેલી વાત બોલશે. તે ભૂખ્યાઓને અતૃપ્ત રાખશે અને તરસ્યાઓને પીવાનું પાણી આપશે નહિ.
7 Les voies du scélérat sont mauvaises. Il élabore des plans méchants pour détruire les humbles par des paroles mensongères, même quand le nécessiteux parle juste.
૭ઠગની રીતો દુષ્ટ છે. જ્યારે દરિદ્રી કહે છે કે સત્ય શું છે તોપણ તે દરિદ્રીને જૂઠી વાતોથી નાશ કરવાને માટે દુષ્ટ યુકિત યોજે છે.
8 Mais le noble conçoit des choses nobles, et il continuera dans les choses nobles.
૮પણ ઉદાર વ્યક્તિ ઉદારતાની યોજના બનાવે છે; અને તેના ઉદારતા કાર્ય માં તે સ્થિર રહેશે.
9 Levez-vous, femmes qui êtes à l'aise! Entendez ma voix! Filles insouciantes, écoutez mon discours!
૯સુખી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર દીકરીઓ, મને સાંભળો.
10 Pendant des jours au-delà d'une année, vous serez troublées, femmes insouciantes; pour le millésime échouera. La récolte ne viendra pas.
૧૦હે બેદરકાર સ્ત્રીઓ, એક વર્ષ ઉપરાંત કેટલાક દિવસો પછી તમારો વિશ્વાસ ઊઠી જશે, કેમ કે દ્રાક્ષાની ઊપજ બંધ થશે અને તેને એકત્ર કરવાનો સમય આવશે નહિ.
11 Tremblez, vous les femmes qui êtes à l'aise! Soyez inquiets, bande d'insouciants! Déshabillez-vous, mettez-vous à nu, et mettez un sac sur votre taille.
૧૧હે સુખી સ્ત્રીઓ, કાંપો; વિશ્વાસુ સ્ત્રીઓ તમે મુશ્કેલીમાં મુકાશો; તમારા રોજબરોજનાં વસ્રો કાઢીને નિર્વસ્ત્ર થાઓ; કમર પર ટાટ બાંધો.
12 Battez vos poitrines pour les champs agréables, pour la vigne féconde.
૧૨તમે આનંદદાયક ખેતરોને માટે, ફળદાયક દ્રાક્ષવેલાને માટે આક્રંદ કરશો.
13 Les épines et les ronces pousseront sur la terre de mon peuple; oui, sur toutes les maisons de joie de la ville joyeuse.
૧૩મારા લોકોની ભૂમિ પર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે, ઉલ્લાસી નગરનાં સર્વ આનંદભર્યાં ઘર પર તેઓ ઊગશે.
14 Car le palais sera abandonné. La ville populeuse sera déserte. La colline et la tour de guet seront pour toujours des repaires, un délice pour les ânes sauvages, un pâturage de troupeaux,
૧૪કેમ કે, રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે, વસ્તીવાળું નગર ઉજ્જડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાના આનંદનું સ્થાન અને ઘેટાંનું ચરવાનું સ્થાન થશે;
15 jusqu'à ce que l'Esprit soit répandu sur nous d'en haut, et le désert devient un champ fertile, et le champ fructueux est considéré comme une forêt.
૧૫જ્યાં સુધી કે ઉપરથી આત્મા આપણા પર રેડાય અને અરણ્ય ફળદ્રુપ વાડી થાય અને ફળદ્રુપ વાડી વન સમાન બને ત્યાં સુધી એવું થશે.
16 Alors la justice habitera dans le désert; et la justice restera dans le champ fructueux.
૧૬પછી ઇનસાફ અરણ્યમાં વસશે; અને ન્યાયપણું ફળદ્રુપ વાડીમાં રહેશે.
17 L'œuvre de la justice sera la paix, et l'effet de la justice, la tranquillité et la confiance pour toujours.
૧૭ન્યાયીપણાનું કામ શાંતિ અને ન્યાયીપણાનું પરિણામ સર્વકાળનો વિશ્રામ અને વિશ્વાસ થશે.
18 Mon peuple vivra dans une demeure paisible, dans des logements sûrs, et dans des lieux de repos tranquilles,
૧૮મારા લોકો શાંતિના સ્થાનમાં, સુરક્ષિત આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.
19 bien que la grêle aplatisse la forêt, et la ville est complètement rasée.
૧૯પરંતુ જંગલના પતન સમયે કરા પડશે અને નગર જમીનદોસ્ત કરવામાં આવશે.
20 Heureux ceux qui sèment près de toutes les eaux! qui envoie les pieds du bœuf et de l'âne.
૨૦તમે જેઓ સર્વ ઝરણાંની પાસે વાવો છો અને તમારા બળદ અને ગધેડાને છૂટથી ચરવા મોકલો છો, તેઓ પરમસુખી છે.