< Genèse 13 >
1 Abram monta hors d'Égypte - lui, sa femme, tout ce qu'il possédait, et Lot avec lui - dans le Sud.
૧તેથી ઇબ્રામ તેની સ્ત્રી અને તેની સર્વ સંપત્તિને લઈને મિસરથી નેગેબમાં ગયો. લોત પણ તેઓની સાથે ગયો.
2 Abram était très riche en bétail, en argent et en or.
૨ઇબ્રામ પાસે જાનવરો, ચાંદી તથા સોનું પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે ઘણો ધનવાન હતો.
3 Il partit du Sud jusqu'à Béthel, à l'endroit où se trouvait sa tente au début, entre Béthel et Aï,
૩નેગેબથી મુસાફરી કરીને જ્યાં તેણે અગાઉ છાવણી કરી હતી ત્યાં તે આવી પહોંચ્યો. આ જગ્યા બેથેલ તથા આયની વચ્ચે આવેલી હતી.
4 à l'endroit de l'autel qu'il avait fait là au début. Là, Abram invoqua le nom de Yahvé.
૪અહીં તેણે અગાઉ વેદી બાંધી હતી. એ વેદી આગળ તેણે ઈશ્વરના નામે પ્રાર્થના કરી.
5 Lot, qui était allé avec Abram, avait aussi des troupeaux et des tentes.
૫હવે લોત, જે ઇબ્રામની સાથે મુસાફરી કરી રહ્યો હતો, તેની પાસે પણ ઘેટાં, અન્ય જાનવરો તથા કુટુંબો હતા.
6 Le pays ne pouvait pas les porter, pour qu'ils vivent ensemble; car leurs biens étaient si grands qu'ils ne pouvaient pas vivre ensemble.
૬તે દેશ એટલો બધો ફળદ્રુપ ન હતો કે તેઓ બન્ને એકસાથે રહી શકે, કેમ કે તેઓના પાલતું પશુઓની સંખ્યા ઘણી હતી.
7 Il y eut des querelles entre les bergers du bétail d'Abram et les bergers du bétail de Lot. Les Cananéens et les Phéréziens vivaient dans le pays en ce temps-là.
૭એવામાં ઇબ્રામના ગોવાળિયાઓ અને લોતના ગોવાળિયાઓની વચ્ચે ઝઘડો થયો. તે સમયે કનાનીઓ તથા પરિઝીઓ તે દેશમાં રહેતા હતા.
8 Abram dit à Lot: « Je t'en prie, qu'il n'y ait pas de dispute entre toi et moi, entre tes bergers et mes bergers, car nous sommes parents.
૮તેથી ઇબ્રામે લોતને કહ્યું, “તારી તથા મારી વચ્ચે અને તારા તથા મારા ગોવાળિયાઓની વચ્ચે તકરાર થવી ન જોઈએ; કારણ કે આપણે ભાઈઓ છીએ.
9 Le pays tout entier n'est-il pas devant toi? Je te prie de te séparer de moi. Si tu vas à gauche, je vais à droite. Ou si tu vas à droite, j'irai à gauche. »
૯શું તારી આગળ આખો દેશ નથી? તું આગળ જા અને પોતાને મારાથી જુદો કર. જો તું ડાબી બાજુ જશે, તો હું જમણી બાજુ જઈશ. અથવા જો તું જમણી બાજુ જશે, તો પછી હું ડાબી બાજુ જઈશ.”
10 Lot leva les yeux et vit toute la plaine du Jourdain, qui était partout bien arrosée, avant que Yahvé ne détruise Sodome et Gomorrhe, comme le jardin de Yahvé, comme le pays d'Égypte, en allant vers Zoar.
૧૦તેથી લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પુષ્કળ પાણી છે. ઈશ્વરે સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ ઈશ્વરની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો.
11 Lot choisit donc pour lui la plaine du Jourdain. Lot voyagea vers l'est, et ils se séparèrent les uns des autres.
૧૧તેથી લોતે પોતાને સારુ યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો. તે પૂર્વ તરફ ગયો. આમ ભાઈઓ એકબીજાથી અલગ થયા.
12 Abram habita le pays de Canaan, et Lot habita les villes de la plaine, et il déplaça sa tente jusqu'à Sodome.
૧૨ઇબ્રામ કનાન દેશમાં રહ્યો અને લોત તે સપાટ પ્રદેશવાળા નગરોમાં ગયો. તેણે સદોમ નગરમાં સ્થાયી વસવાટ કર્યો.
13 Or, les hommes de Sodome étaient extrêmement méchants et pécheurs contre Yahvé.
૧૩હવે સદોમના માણસો ઈશ્વરની વિરુદ્ધ અતિ ભ્રષ્ટ તથા દુરાચારી હતા.
14 Yahvé dit à Abram, après que Lot se fut séparé de lui: « Maintenant, lève les yeux et regarde du lieu où tu es, vers le nord et vers le sud, vers l'est et vers l'ouest,
૧૪ઇબ્રામથી લોત જુદો થયા પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, “તું જ્યાં ઊભો છે ત્યાંથી પોતાની આંખો ઊંચી કરીને ઉત્તર, દક્ષિણ, પૂર્વ તથા પશ્ચિમ તરફ જો.
15 car je donnerai tout le pays que tu vois, à toi et à ta postérité, pour toujours.
૧૫જે સર્વ પ્રદેશ તું જુએ છે, તે હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ.
16 Je rendrai ta descendance comme la poussière de la terre, de sorte que si un homme peut compter la poussière de la terre, alors ta descendance pourra aussi être comptée.
૧૬અને હું તારો વંશ પૃથ્વીની ધૂળની રજકણો જેટલો કરીશ. જો કોઈ માણસ ધૂળની રજકણોને ગણી શકે તો તે તારો વંશ ગણી શકે.
17 Lève-toi, parcours le pays dans sa longueur et dans sa largeur, car je te le donnerai. »
૧૭ઊઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની સરહદ સુધી ફર, કારણ કે તે દેશ હું તને આપીશ.”
18 Abram déplaça sa tente et vint s'établir près des chênes de Mamré, qui sont à Hébron, et il y bâtit un autel à Yahvé.
૧૮તેથી ઇબ્રામે પોતાનો તંબુ ઉઠાવીને મામરેનાં એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે ત્યાં સ્થાપિત કર્યો, ત્યાં તે રહ્યો અને ઈશ્વરને નામે એક વેદી બાંધી.