< Markus 3 >
1 Jeesus läks taas sünagoogi. Seal oli üks mees, kellel oli vigane käsi.
૧ઈસુ ફરી સભાસ્થાનમાં આવ્યા; અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો.
2 Seal oli ka neid, kes jälgisid, kas Jeesus teeb mehe hingamispäeval terveks, sest nad otsisid põhjust, et teda seaduserikkumises süüdistada.
૨તે વિશ્રામવારે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેમના પર સતત નજર રાખી, એ માટે કે તેઓ તેમના પર દોષ મૂકી શકે.
3 Jeesus ütles vigase käega mehele: „Tule ja seisa siia kõikide ette.“
૩પેલા સુકાયેલા હાથવાળા માણસને ઈસુએ કહ્યું કે, ‘વચમાં ઊભો થા.’”
4 „Kas hingamispäeval on seaduslik teha head või halba? Kas peaks elu säästma või tapma?“küsis ta neilt. Kuid nemad ei vastanud sõnagi.
૪અને તેમણે કહ્યું કે, ‘વિશ્રામવારે સારું કરવું કે ખોટું કરવું જોઈએ? જીવને બચાવવો કે મારી નાખવો, કયું ઉચિત છે?’ પણ તેઓ મૌન રહ્યા.
5 Ta vaatas neid ärritunult ja nende halastamatuse pärast ägestudes. Seejärel ütles ta mehele: „Siruta käsi välja.“Mees sirutas käe välja ja käsi sai terveks.
૫તેઓના હૃદયની કઠોરતાને લીધે તે દિલગીર થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓને જોઈને તે માણસને કહ્યું કે, ‘તારો હાથ લાંબો કર.’” તેણે તે લાંબો કર્યો; અને તેનો હાથ સાજો થયો.
6 Variserid lahkusid ja hakkasid kohe Heroodese pooldajatega salaplaane pidama, kuidas nad saaksid Jeesuse tappa.
૬શી રીતે ઈસુને મારી નાખવા તે વિષે ફરોશીઓએ બહાર જઈને તરત હેરોદીઓની સાથે તેમની વિરુદ્ધ મનસૂબો કર્યો.
7 Vahepeal läks Jeesus tagasi mere äärde ja suur hulk rahvast järgnes talle. Nad olid pärit Galileast, Juudamaalt,
૭અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની નજીકમાં ગયા; અને ગાલીલમાંથી ઘણાં લોકો તેમની પાછળ ગયા; તેમ જ યહૂદિયામાંથી
8 Jeruusalemmast, Idumeast, Jordani-taguselt alalt ning Tüürose ja Siidoni piirkonnast. Nii palju rahvast tuli teda vaatama sellepärast, et nad olid kuulnud kõigest, mida ta teeb.
૮તથા યરુશાલેમમાંથી, અદુમમાંથી, યર્દનને પેલે પારથી, તૂર તથા સિદોનની આસપાસના ઘણાં લોકો તેમણે જે જે કાર્યો કર્યા હતાં તે વિષે સાંભળીને તેમની પાસે આવ્યા.
9 Jeesus käskis oma jüngritel väikese paadi valmis panna juhuks, kui rahvas talle väga peale tungib,
૯લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણે પોતાને સારુ હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું;
10 sest ta oli nii paljud terveks teinud, et haiged tunglesid tema poole, et nad saaksid teda puudutada.
૧૦કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતાં અને તેથી જેટલાં માંદા હતાં તેટલાં તેમને અડકવા સારુ તેમના પર પડાપડી કરતાં હતાં.
11 Iga kord kui kurjad vaimud teda nägid, langesid nad tema ette maha ja kisendasid: „Sina oled Jumala Poeg!“
૧૧અશુદ્ધ આત્માઓએ જયારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો.’”
12 Kuid ta keelas neil avaldada, kes ta on.
૧૨તેમણે તેઓને હુકમ કર્યો કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ.’”
13 Seejärel läks Jeesus mägismaale. Ta kutsus need, keda ta soovis, enda juurde, ja nad tulid tema juurde.
૧૩ઈસુ પહાડ પર ચઢ્યાં અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા.
14 Ta valis neist kaksteist, kes oleksid temaga koos, ja nimetas nad apostliteks. Nad pidid olema temaga koos ning ta kavatses nad saata välja head sõnumit kuulutama
૧૪ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે,
15 ja nad pidid saama voli kurje vaime välja ajada.
૧૫અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે.
16 Need on kaksteist, kelle ta valis: Siimon (kelle ta nimetas Peetruseks),
૧૬સિમોનનું નામ તેમણે પિતર પાડ્યું.
17 Sebedeuse poeg Jaakobus ja tema vend Johannes (kelle kohta ta ütles Boanerges, mis tähendab „kõuepojad“),
૧૭તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે ‘બને-રગેસ’ પાડ્યું, એટલે કે ‘ગર્જનાના દીકરા;’
18 Andreas, Filippus, Bartolomeus, Matteus, Toomas, Alfeuse poeg Jaakobus, Taddeus, revolutsionäär Siimon
૧૮અને આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી, સિમોન જે અતિ ઝનૂની માણસ હતો
19 ja Juudas Iskariot (kes ta reetis).
૧૯તથા તેમને ધરપકડ કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા.
20 Jeesus läks koju, kuid taas kogunes nii suur rahvahulk, et temal ja ta jüngritel ei olnud isegi aega süüa.
૨૦પછી તે એક ઘરમાં આવ્યા જ્યાં એટલા બધા લોકો ભેગા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા.
21 Kui Jeesuse perekond sellest kuulis, tulid nad talle järele, öeldes: „Ta on aru kaotanud.“
૨૧તેમના સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું કે ‘તે અસ્થિર થઈ ગયો છે.’”
22 Ent Jeruusalemma vaimulikud juhid ütlesid: „Ta on Peltsebuli võimuses! Ta ajab kurje vaime välja kurjade vaimude valitseja abil!“
૨૨જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, ‘તેનામાં બાલઝબૂલ છે અને દુષ્ટાત્માઓનાં સરદારની મદદથી તે દુષ્ટાત્માઓને કાઢે છે.’”
23 Aga Jeesus kutsus nad enda juurde ning näitlikku selgitust kasutades küsis neilt: „Kuidas saab Saatan Saatanat välja ajada?
૨૩તેમણે તેઓને પાસે બોલાવીને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, ‘શેતાન શેતાનને કેવી રીતે હાંકી કાઢશે?
24 Kuningriik, mis on iseendaga sõjajalal, ei jää püsima.
૨૪જો કોઈ રાજ્ય પોતામાં ભાગલો પડે, તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી.
25 Riidlev leibkond on hukule määratud.
૨૫જો કોઈ ઘરમાં ભાગલા પડે, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ.
26 Kui Saatan on iseendaga riius ja sõjajalal, ei kesta ta kaua − peagi oleks tal lõpp.
૨૬જો શેતાન પોતાની ખુદની સામે થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય, તો તે નભી શકતો નથી; પણ તેનો અંત આવ્યો જાણવું.
27 Kindel on see, et kui keegi murrab tugeva mehe majja ja üritab tema asju võtta, ei jõua ta röövsaagiga kaugele, kui ta seda tugevat meest kõigepealt kinni ei seo.
૨૭બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી; પણ તેને બાંધ્યા પછી તે તેને લૂંટી શકશે.
28 Ma räägin teile tõtt: kõik patud ja jumalateotus on võimalik andeks saada,
૨૮હું તમને નિશ્ચે કહું છું કે, માણસોના દીકરાઓને અપરાધોની તથા જે દુર્ભાષણો તેઓ કરે તેની માફી મળશે.
29 aga kui inimesed teotavad Jumalat sellega, et lükkavad tagasi Püha Vaimu, siis ei saa nad kunagi andeks, sest nad on süüdi igaveses patus.“ (aiōn , aiōnios )
૨૯પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.’” (aiōn , aiōnios )
30 (Jeesus ütles nii sellepärast, et nad ütlesid: „Tal on kuri vaim.“)
૩૦કેમ કે તેઓ કહેતાં હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.
31 Seejärel jõudsid kohale Jeesuse ema ja vennad. Nad ootasid väljas ja saatsid talle teate, milles palusid tal välja tulla.
૩૧ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં અને બહાર ઊભા રહીને તેમને બોલાવવા તેમની પાસે માણસ મોકલ્યો.
32 Tema ümber istuv rahvas ütles talle: „Sinu ema ja vennad küsivad väljas sinu järele.“
૩૨ઘણાં લોકો તેમની આસપાસ બેઠેલા હતા; અને તેઓએ તેમને કહ્યું કે, ‘જો તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે અને તમને શોધે છે.’”
33 „Kes on mu ema? Kes on mu vennad?“vastas ta.
૩૩તેમણે તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?’”
34 Heitnud pilgu kõigile, kes istusid tema ümber ringis, ütles ta: „Siin on mu ema! Siin on mu vennad!
૩૪જેઓ તેમની આસપાસ બેઠા હતા તેઓ તરફ ચારેબાજુ જોઈને તે કહે છે કે, ‘જુઓ, મારી મા તથા મારા ભાઈઓ.
35 Kes iganes teeb seda, mis on Jumala tahtmine, on minu vend, õde ja ema.“
૩૫કેમ કે જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મા છે.’”