< Proverbs 7 >
1 My son! keep my sayings, And my commands lay up with thee.
૧મારા દીકરા, મારાં વચનો પાળ અને મારી આજ્ઞાઓ સંઘરી રાખ.
2 Keep my commands, and live, And my law as the pupil of thine eye.
૨મારી આજ્ઞાઓ પાડીને જીવતો રહે અને મારા શિક્ષણને તારી આંખની કીકીની જેમ જતન કરજે.
3 Bind them on thy fingers, Write them on the tablet of thy heart.
૩તેઓને તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ.
4 Say to wisdom, 'My sister Thou [art].' And cry to understanding, 'Kinswoman!'
૪ડહાપણને કહે કે “તું મારી બહેન છે,” અને બુદ્ધિને કહે, “તું મારી ઘનિષ્ઠ મિત્ર છે.”
5 To preserve thee from a strange woman, From a stranger who hath made smooth her sayings.
૫જેથી એ બન્ને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. તે ખુશામતના શબ્દો ઉચ્ચારનારી પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે.
6 For, at a window of my house, Through my casement I have looked out,
૬કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર કરી;
7 And I do see among the simple ones, I discern among the sons, A young man lacking understanding,
૭અને ત્યાં મેં ઘણાં ભોળા યુવાનોને જોયા. તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો.
8 Passing on in the street, near her corner, And the way [to] her house he doth step,
૮એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો, તે સીધો તેના ઘર તરફ જતો હતો.
9 In the twilight — in the evening of day, In the darkness of night and blackness.
૯દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી અને રાતના અંધકારનાં સમયે.
10 And, lo, a woman to meet him — (A harlot's dress, and watchful of heart,
૧૦અચાનક એક સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે ગણિકાના જેવાં વસ્ત્રો પહેર્યા હતાં અને તે જાણતી હતી કે તે શા માટે ત્યાં છે.
11 Noisy she [is], and stubborn, In her house her feet rest not.
૧૧તે કપટી અને મીઠું બોલનારી અને સ્વછંદી હતી, તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા;
12 Now in an out-place, now in broad places, And near every corner she lieth in wait) —
૧૨કોઈવાર ગલીઓમાં હોય, તો ક્યારેક બજારની એકાંત જગામાં, તો કોઈવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી.
13 And she laid hold on him, and kissed him, She hath hardened her face, and saith to him,
૧૩તે સ્ત્રીએ તેને પકડીને ચુંબન કર્યુ; અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે,
14 'Sacrifices of peace-offerings [are] by me, To-day I have completed my vows.
૧૪શાંત્યર્પણો મારી પાસે તૈયાર કરેલાં છે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે; આજે મેં મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે.
15 Therefore I have come forth to meet thee, To seek earnestly thy face, and I find thee.
૧૫તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો છે.
16 [With] ornamental coverings I decked my couch, Carved works — cotton of Egypt.
૧૬મેં મારા પલંગ ઉપર સુંદર ભરતકામવાળી ચાદરો પાથરી છે તથા મિસરી શણનાં સુંદર વસ્ત્રો બિછાવ્યાં છે.
17 I sprinkled my bed — myrrh, aloes, and cinnamon.
૧૭મેં મારું બિછાનું બોળ, અગર અને તજથી સુગંધીદાર બનાવ્યું છે.
18 Come, we are filled [with] loves till the morning, We delight ourselves in loves.
૧૮ચાલ, આપણે સવાર સુધી ભરપેટ પ્રેમનો અનુભવ કરીએ; આખી રાત મગ્ન થઈ પ્રેમની મજા માણીએ.
19 For the man is not in his house, He hath gone on a long journey.
૧૯મારો પતિ ઘરે નથી; તે લાંબી મુસાફરીએ ગયો છે.
20 A bag of money he hath taken in his hand, At the day of the new moon he cometh to his house.'
૨૦તે પોતાની સાથે રૂપિયાની થેલી લઈ ગયો છે; અને તે પૂનમે પાછો ઘરે આવશે.”
21 She turneth him aside with the abundance of her speech, With the flattery of her lips she forceth him.
૨૧તે ઘણા મીઠા શબ્દોથી તેને વશ કરે છે; અને તે પોતાના હોઠોની ખુશામતથી તેને ખેંચી જાય છે.
22 He is going after her straightway, As an ox unto the slaughter he cometh, And as a fetter unto the chastisement of a fool,
૨૨જેમ બળદ કસાઈવાડે જાય છે, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઈ જવાય છે તેમ તે જલદીથી તેની પાછળ જાય છે.
23 Till an arrow doth split his liver, As a bird hath hastened unto a snare, And hath not known that it [is] for its life.
૨૩આખરે તેનું કાળજું તીરથી વીંધાય છે; જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વિના જાળમાં ધસી જાય છે, તેમ તે સપડાઈ જાય છે.
24 And now, ye sons, hearken to me, And give attention to sayings of my mouth.
૨૪હવે, મારા દીકરાઓ, સાંભળો; અને મારા મુખનાં વચનો પર લક્ષ આપો.
25 Let not thy heart turn unto her ways, Do not wander in her paths,
૨૫તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે; તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ.
26 For many [are] the wounded she caused to fall, And mighty [are] all her slain ones.
૨૬કારણ, તેણે ઘણાંને ઘાયલ કર્યા છે, તેઓને મારી નાખ્યા છે; અને તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા પુષ્કળ છે.
27 The ways of Sheol — her house, Going down unto inner chambers of death! (Sheol )
૨૭તેનું ઘર મૃત્યુના માર્ગે છે; એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે. (Sheol )