< Isaiah 63 >
1 'Who [is] this coming from Edom? With dyed garments from Bozrah? This that is honourable in his clothing, Travelling in the abundance of his power?' — 'I, speaking in righteousness, mighty to save.'
૧આ જે અદોમથી, બોસરાથી કિરમજી રંગનાં વસ્ત્ર પહેરીને આવે છે તે કોણ છે? આ રાજકીય પોશાકમાં, પોતાના પુષ્કળ સામર્થ્યમાં વિશ્વાસથી કૂચ કરીને કોણ આવે છે? એ તો હું, ન્યાયીપણાથી બોલનાર અને ઉદ્ધારવાને શક્તિમાન, તે હું છું.
2 'Wherefore [is] thy clothing red? And thy garments as treading in a wine fat?'
૨તારા પોશાક કેમ લાલ છે, તારાં વસ્ત્ર દ્રાક્ષચક્કીમાં દ્રાક્ષા ખૂંદનારનાં વસ્ત્ર જેવાં કેમ થયાં છે?
3 — 'A wine-press I have trodden by myself, And of the peoples there is no one with me, And I tread them in mine anger, And I trample them in my fury, Sprinkled is their strength on my garments, And all my clothing I have polluted.
૩મેં એકલાએ દ્રાક્ષકુંડમાં દ્રાક્ષ ખૂંદી છે અને લોકોમાંથી કોઈ માણસ મારી સાથે નહોતો. મેં મારા રોષમાં તેઓને ખૂંદી અને મારા કોપમાં તેઓને છૂંદી નાખી. તેઓનું રક્ત મારા વસ્ત્ર પર છંટાયું અને તેથી મારા તમામ પોશાક પર ડાઘ પડ્યા છે.
4 For the day of vengeance [is] in my heart, And the year of my redeemed hath come.
૪કેમ કે હું વેરના દિવસનો વિચાર કરતો હતો અને મારા છુટકારાનું વર્ષ આવી પહોંચ્યું છે.
5 And I look attentively, and there is none helping, And I am astonished that there is none supporting, And give salvation to me doth mine own arm. And my wrath — it hath supported me.
૫મેં જોયું અને ત્યાં સહાય કરનાર કોઈ નહોતો. કોઈ મદદ કરનાર નહોતો એથી હું વિસ્મય પામ્યો, પણ મારો પોતાનો ભુજ મારા માટે વિજય લાવ્યો અને મારા કોપે મને ટેકો આપ્યો.
6 And I tread down peoples in mine anger, And I make them drunk in my fury, And I bring down to earth their strength.
૬મેં મારા રોષમાં લોકોને છૂંદી નાખ્યા અને મારા કોપમાં તેમને પીવડાવીને ભાન ભૂલેલા કર્યા, અને મેં તેઓનું રક્ત ભૂમિ પર રેડી દીધું.
7 The kind acts of Jehovah I make mention of, The praises of Jehovah, According to all that Jehovah hath done for us, And the abundance of the goodness to the house of Israel, That He hath done for them, According to His mercies, And according to the abundance of His kind acts.
૭હું યહોવાહનાં કૃપાનાં કાર્ય વિષે કહીશ, જે સ્તુતિયોગ્ય કાર્યો યહોવાહે કર્યા છે તે જણાવીશ. યહોવાહે આપણા માટે શું કર્યું છે અને ઇઝરાયલનાં ઘર પર જે મહાન ભલાઈ કરી છે તે વિષે હું કહીશ. આ દયા તેમણે આપણને તેમની કૃપાને કારણે બતાવી છે અને તે કૃપાનું કાર્ય છે.
8 And He saith, Only My people they [are], Sons — they lie not, and He is to them for a saviour.
૮કેમ કે તેમણે કહ્યું, “ખરેખર તેઓ મારા લોકો છે, કપટ ન કરે એવાં છોકરાં છે.” તે તેઓના ઉદ્ધારક થયા.
9 In all their distress [He is] no adversary, And the messenger of His presence saved them, In His love and in His pity He redeemed them, And He doth lift them up, And beareth them all the days of old.
૯તેઓના સર્વ દુઃખોમાં તે દુઃખી થયા અને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો. પ્રભુએ પોતાના પ્રેમમાં અને પોતાની દયાથી તેઓનો ઉદ્ધાર કર્યો અને પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.
10 And they have rebelled and grieved His Holy Spirit, And He turneth to them for an enemy, He Himself hath fought against them.
૧૦પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો. તેથી તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડ્યા.
11 And He remembereth the days of old, Moses — his people. Where [is] He who is bringing them up from the sea, The shepherd of his flock? Where [is] He who is putting in its midst His Holy Spirit?
૧૧તેમના લોકોએ મૂસાના પુરાતન સમયનું સ્મરણ કર્યું. તેઓએ કહ્યું, “સમુદ્રમાંથી જે અમોને પોતાના ટોળાંના પાળક સહિત ઉપર લાવ્યા તે ઈશ્વર ક્યાં છે? જેમણે અમારામાં પોતાનો પવિત્ર આત્મા મૂક્યો, તે ઈશ્વર ક્યાં છે?
12 Leading by the right hand of Moses, the arm of His glory, Cleaving waters from before them, To make to Himself a name age-during.
૧૨જેમણે મૂસાને જમણે હાથે પોતાનું ગૌરવી સામર્થ્ય મોકલ્યું, અને પોતાનું નામ અનંતકાળને માટે કરવાને તેમણે અમારી આગળ સમુદ્રના પાણીના બે ભાગ કર્યા, તે ઈશ્વર ક્યાં છે?
13 Leading them through the depths, As a horse in a plain they stumble not.
૧૩જેમણે અમને જાણે મેદાન પર ઘોડો ચાલતો હોય તેમ ઊંડાણમાં એવી રીતે ચલાવ્યા કે અમે ઠોકર ખાધી નહિ, તે ઈશ્વર ક્યાં છે?
14 As a beast into a valley goeth down, The Spirit of Jehovah causeth him to rest, So hast Thou led Thy people, To make to Thyself a glorious name.
૧૪ખીણમાં ઊતરી જનારાં જાનવરની જેમ તેઓ યહોવાહના આત્માથી વિશ્રામ પામ્યા; તે પ્રમાણે તમે પોતાને માટે મહિમાવંત નામ કરવાને માટે તમારા લોકોને દોર્યા.
15 Look attentively from the heavens, And see from Thy holy and beauteous habitation, Where [is] Thy zeal and Thy might? The multitude of Thy bowels and Thy mercies Towards me have refrained themselves.
૧૫આકાશમાંથી નજર નાખીને તમારા પવિત્ર તથા પ્રતાપી નિવાસસ્થાનમાંથી જુઓ. તમારો ઉત્સાહ અને તમારાં મહાન કાર્યો ક્યાં છે? તમારી લાગણી અને તમારા દયાળુ કાર્યો અમારાથી દૂર રાખવામાં આવ્યાં છે.
16 For Thou [art] our Father, For Abraham hath not known us, And Israel doth not acknowledge us, Thou, O Jehovah, [art] our Father, Our redeemer from the age, [is] Thy name.
૧૬કેમ કે તમે અમારા પિતા છો, જો કે ઇબ્રાહિમ અમને જાણતા નથી અને ઇઝરાયલ અમને કબૂલ કરતા નથી, તમે, હે યહોવાહ, તમે અમારા પિતા છો. પ્રાચીન કાળથી “અમારો ઉદ્ધાર કરનાર” એ જ તમારું નામ છે.
17 Why causest Thou us to wander, O Jehovah, from Thy ways? Thou hardenest our heart from Thy fear, Turn back for Thy servants' sake, The tribes of Thine inheritance.
૧૭હે યહોવાહ, તમે શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો અને અમારાં હૃદયો કઠણ કરો છો, જેથી અમે તમારી આજ્ઞા પાળીએ નહિ? તમારા સેવકોની ખાતર, તમારા વારસાનાં કુળોને માટે પાછા આવો.
18 For a little while did Thy holy people possess, Our adversaries have trodden down Thy sanctuary.
૧૮થોડો જ વખત તમારા લોકોએ પવિત્રસ્થાનનું વતન ભોગવ્યું છે, પણ પછી અમારા શત્રુઓએ તેને કચડ્યું છે.
19 We have been from of old, Thou hast not ruled over them, Not called is Thy name upon them!
૧૯જેઓના પર તમે ક્યારેય રાજ કર્યું નથી, જેઓ તમારા નામથી ઓળખાતા નથી તેઓના જેવા અમે થયા છીએ.