< Hebrews 13 >

1 Let brotherly love remain;
ભાઈઓ પરનો પ્રેમ જાળવી રાખો.
2 of the hospitality be not forgetful, for through this unawares certain did entertain messengers;
પરોણાગત કરવાનું તમે ભુલશો નહિ, કેમ કે તેથી કેટલાકે અજાણતાં સ્વર્ગદૂતોને પરોણા રાખ્યા છે.
3 be mindful of those in bonds, as having been bound with them, of those maltreated, as also yourselves being in the body;
બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો, એવું સમજીને તેઓનું સ્મરણ કરો અને તમે પોતે પણ શરીરમાં છો, માટે જેઓનાં પર જુલમ ગુજારવામાં આવે છે તેઓનું સ્મરણ કરો.
4 honourable [is] the marriage in all, and the bed undefiled, and whoremongers and adulterers God shall judge.
લગ્નને માનપાત્ર ગણો, પથારી પવિત્ર રાખો. કેમ કે ઈશ્વર અસંયમી તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.
5 Without covetousness the behaviour, being content with the things present, for He hath said, 'No, I will not leave, no, nor forsake thee,'
દ્રવ્યલોભથી દૂર રહો; તમારી પાસે જે હોય તેમાં સંતોષ માનો; કેમ કે પ્રભુએ કહ્યું છે કે, ‘હું તને મૂકી દઈશ નહિ અને તજીશ પણ નહિ.’”
6 so that we do boldly say, 'The Lord [is] to me a helper, and I will not fear what man shall do to me.'
તેથી આપણે નિર્ભય થઈને કહીએ કે, ‘પ્રભુ મને સહાય કરનાર છે, હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
7 Be mindful of those leading you, who did speak to you the word of God, whose faith — considering the issue of the behaviour — be imitating,
જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને ઈશ્વરનું વચન કહ્યું છે, તેઓનું સ્મરણ કરો, તેઓના ચારિત્ર્યનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસને અનુસરો.
8 Jesus Christ yesterday and to-day the same, and to the ages; (aiōn g165)
ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજ તથા સદાકાળ એવા અને એવા જ છે. (aiōn g165)
9 with teachings manifold and strange be not carried about, for [it is] good that by grace the heart be confirmed, not with meats, in which they who were occupied were not profited;
તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઈ જશો નહિ; કેમ કે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે; અમુક ખોરાક ખાવા કે ના ખાવાથી એ પ્રમાણે વર્તવાથી કશો લાભ થતો નથી.
10 we have an altar, of which to eat they have no authority who the tabernacle are serving,
૧૦આપણને એવી યજ્ઞવેદી છે કે તે પરનું ખાવાનો અધિકાર મંડપની સેવા કરનારાઓને નથી.
11 for of those beasts whose blood is brought for sin into the holy places through the chief priest — of these the bodies are burned without the camp.
૧૧કેમ કે પાપોના બલિદાનને માટે જે પશુઓનું લોહી પ્રમુખ યાજક પવિત્રસ્થાનમાં લાવે છે, તેઓનાં શરીર છાવણી બહાર બળાય છે.
12 Wherefore, also Jesus — that he might sanctify through [his] own blood the people — without the gate did suffer;
૧૨એ માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મૃત્યુ સહન કર્યું.
13 now, then, may we go forth unto him without the camp, his reproach bearing;
૧૩તેથી આપણે પણ તેમનું અપમાન સહન કરીને તેમની પાસે છાવણી બહાર જઈએ.
14 for we have not here an abiding city, but the coming one we seek;
૧૪કેમ કે સ્થાયી રહે એવું નગર આપણને અહીંયાં નથી, પણ જે આપણું થવાનું છે તે નગરની આશા આપણે રાખીએ છીએ.
15 through him, then, we may offer up a sacrifice of praise always to God, that is, the fruit of lips, giving thanks to His name;
૧૫માટે તે દ્વારા આપણે ઈશ્વરને સ્તુતિરૂપ બલિદાન, એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ, નિત્ય કરીએ.
16 and of doing good, and of fellowship, be not forgetful, for with such sacrifices God is well-pleased.
૧૬ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવાં અર્પણથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.
17 Be obedient to those leading you, and be subject, for these do watch for your souls, as about to give account, that with joy they may do this, and not sighing, for this [is] unprofitable to you.
૧૭તમે પોતાના આગેવાનોની આજ્ઞાઓ માનીને તેઓને આધીન થાઓ, કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે, એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ, કેમ કે એથી તમને ગેરલાભ થશે.
18 Pray for us, for we trust that we have a good conscience, in all things willing to behave well,
૧૮તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંતઃકરણ શુદ્ધ છે એવી અમને ખાતરી છે અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.
19 and more abundantly do I call upon [you] to do this, that more quickly I may be restored to you.
૧૯તમે એ પ્રમાણે કરો તે માટે હું વિશેષ આગ્રહથી એ સારુ વિનંતી કરું છું કે તમારી પાસે હું વહેલો પાછો આવું.
20 And the God of the peace, who did bring up out of the dead the great shepherd of the sheep — in the blood of an age-during covenant — our Lord Jesus, (aiōnios g166)
૨૦હવે શાંતિના ઈશ્વર, જેણે અનંતકાળના કરારના રક્તથી ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યાં, (aiōnios g166)
21 make you perfect in every good work to do His will, doing in you that which is well-pleasing before Him, through Jesus Christ, to whom [is] the glory — to the ages of the ages! Amen. (aiōn g165)
૨૧તે તમને દરેક સારા કામને માટે એવા સંપૂર્ણ કરે કે, તમે તેમની ઇચ્છા પ્રમાણે જ બધું કરો. અને તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે, તે આપણી મારફતે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ કરાવે; તેમને સદાસર્વકાળ મહિમા હો. આમીન. (aiōn g165)
22 And I entreat you, brethren, suffer the word of the exhortation, for also through few words I have written to you.
૨૨ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા બોધના આ વચન સહન કરો, કેમ કે મેં તમારા પર સંક્ષિપ્તમાં લખ્યું છે.
23 Know ye that the brother Timotheus is released, with whom, if he may come more shortly, I will see you.
૨૩તમે જાણજો કે આપણો ભાઈ તિમોથી હવે જેલમાંથી છૂટો થએલો છે. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ.
24 Salute all those leading you, and all the saints; salute you doth those from Italy:
૨૪તમે તમારા સર્વ આગેવાનોને તથા સર્વ સંતોને સલામ કહેજો; ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ પાઠવે છે.
25 the grace [is] with you all! Amen.
૨૫તમ સર્વ ઉપર કૃપા હો. આમીન.

< Hebrews 13 >