< Genesis 25 >
1 And Abraham addeth and taketh a wife, and her name [is] Keturah;
૧ઇબ્રાહિમે બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. તેનું નામ કટૂરા હતું.
2 and she beareth to him Zimran, and Jokshan, and Medan, and Midian, and Ishbak, and Shuah.
૨કટૂરાએ ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શૂઆને જન્મ આપ્યો.
3 And Jokshan hath begotten Sheba and Dedan; and the sons of Dedan were Asshurim, and Letushim, and Leummim;
૩શેબા તથા દેદાન એ યોકશાનના પુત્રો હતા. આશ્શૂરિમના લોકો, લટુશીમના લોકો તથા લઉમીમના લોકો દેદાનના વંશજો હતા.
4 and the sons of Midian [are] Ephah, and Epher, and Hanoch, and Abidah, and Eldaah: all these [are] sons of Keturah.
૪એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ એ મિદ્યાનના પુત્રો હતા. એ બધા કટૂરાના વંશજો હતા.
5 And Abraham giveth all that he hath to Isaac;
૫ઇબ્રાહિમે પોતાના વારસાની મિલકત ઇસહાકને આપી.
6 and to the sons of the concubines whom Abraham hath, Abraham hath given gifts, and sendeth them away from Isaac his son (in his being yet alive) eastward, unto the east country.
૬પણ પોતાની ઉપપત્નીના દીકરાઓને તેણે કેટલીક ચીજવસ્તુની બક્ષિસો આપીને તેઓને પોતાની તથા પોતાના દીકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.
7 And these [are] the days of the years of the life of Abraham, which he lived, a hundred and seventy and five years;
૭ઇબ્રાહિમે એકસો પંચોતેર વર્ષનું આયુષ્ય પૂરું કર્યું.
8 and Abraham expireth, and dieth in a good old age, aged and satisfied, and is gathered unto his people.
૮પછી ઘણી વૃદ્ધા ઉંમરે તે મરણ પામ્યો અને તે પોતાના પૂર્વજો સાથે મળી ગયો.
9 And Isaac and Ishmael his sons bury him at the cave of Machpelah, at the field of Ephron, son of Zoar the Hittite, which [is] before Mamre —
૯તેના દીકરા ઇસહાકે તથા ઇશ્માએલે માખ્પેલાની ગુફામાં, એટલે મામરેની નજીક સોહાર હિત્તીના દીકરા એફ્રોનના ખેતરમાં, તેને દફનાવ્યો.
10 the field which Abraham bought from the sons of Heth — there hath Abraham been buried, and Sarah his wife.
૧૦હેથના દીકરાઓ પાસેથી આ ખેતર ઇબ્રાહિમે વેચાતું લીધું હતું. તેમાં ઇબ્રાહિમને તેની પત્ની સારાની કબર પાસે દફનાવવામાં આવ્યો.
11 And it cometh to pass after the death of Abraham, that God blesseth Isaac his son; and Isaac dwelleth by the Well of the Living One, my Beholder.
૧૧ઇબ્રાહિમના મરણ પછી, તેના દીકરા ઇસહાકને ઈશ્વરે આશીર્વાદ આપ્યો અને ઇસહાક બેર-લાહાય-રોઈ પાસે રહ્યો.
12 And these [are] births of Ishmael, Abraham's son, whom Hagar the Egyptian, Sarah's handmaid, hath borne to Abraham;
૧૨હવે ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ, જેને સારાની દાસી હાગાર મિસરીએ જન્મ આપ્યો હતો, તેની વંશાવળી આ પ્રમાણે છે.
13 and these [are] the names of the sons of Ishmael, by their names, according to their births: first-born of Ishmael, Nebajoth; and Kedar, and Adbeel, and Mibsam,
૧૩ઇશ્માએલના દીકરાઓનાં નામ તેઓની પેઢીઓ પ્રમાણે આ છે: ઇશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, ત્યાર પછી કેદાર, આદબએલ, મિબ્સામ,
14 and Mishma, and Dumah, and Massa,
૧૪મિશમા, દુમા, માસ્સા,
15 Hadar, and Tema, Jetur, Naphish, and Kedemah:
૧૫હદાદ, તેમાં, યટુર, નાફીશ તથા કેદમા ઇશ્માએલના દીકરા હતા.
16 these are sons of Ishmael, and these their names, by their villages, and by their towers; twelve princes according to their peoples.
૧૬તેઓનાં ગામો તથા મુકામો પ્રમાણે તેઓનાં નામ એ હતાં; તેઓના કુળોના બાર સરદારો હતા.
17 And these [are] the years of the life of Ishmael, a hundred and thirty and seven years; and he expireth, and dieth, and is gathered unto his people;
૧૭ઇશ્માએલનું આયુષ્ય એકસો સાડત્રીસ વર્ષનું હતું. પછી તે મરણ પામ્યો અને તેના પૂર્વજોની સાથે વિલીન થઈ ગયો.
18 and they tabernacle from Havilah unto Shur, which [is] before Egypt, in [thy] going towards Asshur; in the presence of all his brethren hath he fallen.
૧૮હવીલાથી આશ્શૂર જતા મિસર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા. તેઓ તેમના ભાઈઓના વિરોધી હતા.
19 And these [are] births of Isaac, Abraham's son: Abraham hath begotten Isaac;
૧૯ઇબ્રાહિમના દીકરા ઇસહાકની વંશાવળી આ છે: ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો.
20 and Isaac is a son of forty years in his taking Rebekah, daughter of Bethuel the Aramaean, from Padan-Aram, sister of Laban the Aramaean, to him for a wife.
૨૦ઇસહાકે અરામી લાબાનની બહેન પાદ્દાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે લગ્ન કર્યાં ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.
21 And Isaac maketh entreaty to Jehovah before his wife, for she [is] barren: and Jehovah is entreated of him, and Rebekah his wife conceiveth,
૨૧ઇસહાકની પત્ની નિઃસંતાન હતી માટે તેણે તેને સારુ ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ.
22 and the children struggle together within her, and she saith, 'If [it is] right — why [am] I thus?' and she goeth to seek Jehovah.
૨૨તેના પેટમાં છોકરાઓ ધક્કામુક્કી કરતા હતા. એટલે તેને થયું કે, “મારી સાથે આમ કેમ બન્યું?” તે વિષે તેણે ઈશ્વરને પૃચ્છા કરી.
23 And Jehovah saith to her, 'Two nations [are] in thy womb, and two peoples from thy bowels are parted; and the [one] people than the [other] people is stronger; and the elder doth serve the younger.'
૨૩ઈશ્વરે તેને કહ્યું, “તારા પેટમાં બે કુળ છે અત્યારથી જ બે પ્રજાઓ અલગ થશે. એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે અને મોટો દીકરો નાનાનો દાસ થશે.”
24 And her days to bear are fulfilled, and lo, twins [are] in her womb;
૨૪જયારે તેની ગર્ભવસ્થાના દિવસો પૂરા થયા, ત્યારે તેના પેટમાં જોડિયા નર બાળકો હતા.
25 and the first cometh out all red as a hairy robe, and they call his name Esau;
૨૫જે પ્રથમ જન્મ્યો તેનો વર્ણ લાલ રુંવાટીવાળા વસ્ત્ર જેવો હતો. તેમણે તેનું નામ એસાવ પાડ્યું.
26 and afterwards hath his brother come out, and his hand is taking hold on Esau's heel, and one calleth his name Jacob; and Isaac [is] a son of sixty years in her bearing them.
૨૬ત્યાર પછી એસાવની એડી હાથમાં પકડીને તેનો ભાઈ જન્મ્યો. તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. તેણે તેઓને જન્મ આપ્યો ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.
27 And the youths grew, and Esau is a man acquainted [with] hunting, a man of the field; and Jacob [is] a plain man, inhabiting tents;
૨૭તે છોકરાઓ મોટા થયા. એસાવ કુશળ શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો; પણ યાકૂબ શાંત પ્રકૃતિનો હતો. તે પોતાનો સમય તંબુમાં વિતાવતો હતો.
28 and Isaac loveth Esau, for [his] hunting [is] in his mouth; and Rebekah is loving Jacob.
૨૮હવે ઇસહાક એસાવ પર પ્રેમ રાખતો હતો કેમ કે જે પશુઓનો તે શિકાર કરતો તે ઇસહાક ખાતો હતો. પણ રિબકા યાકૂબ પર પ્રેમ રાખતી હતી.
29 And Jacob boileth pottage, and Esau cometh in from the field, and he [is] weary;
૨૯એક દિવસે યાકૂબે શાક રાંધ્યું હતું, ત્યારે એસાવ ખેતરમાંથી આવ્યો. તે થાકેલો હતો.
30 and Esau saith unto Jacob, 'Let me eat, I pray thee, some of this red red thing, for I [am] weary;' therefore hath [one] called his name Edom [Red];
૩૦એસાવે યાકૂબને કહ્યું, “પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ કેમ કે હું થાકી ગયો છું!” તે માટે તેનું નામ અદોમ કહેવાયું.
31 and Jacob saith, 'Sell to-day thy birthright to me.'
૩૧યાકૂબે કહ્યું, “પહેલાં તું મને તારું જ્યેષ્ઠપણું વેચાતું આપ.”
32 And Esau saith, 'Lo, I am going to die, and what is this to me — birthright?'
૩૨એસાવે કહ્યું, “જો, હું મરવાની અણી પર છું. આ વરિષ્ઠપદ મારે કશા કામમાં આવવાનું નથી.”
33 and Jacob saith, 'Swear to me to-day:' and he sweareth to him, and selleth his birthright to Jacob;
૩૩યાકૂબે કહ્યું, “પહેલા તું મારી આગળ સોગન લે.” એસાવે સોગન લીધા અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું.
34 and Jacob hath given to Esau bread and pottage of lentiles, and he eateth, and drinketh, and riseth, and goeth; and Esau despiseth the birthright.
૩૪યાકૂબે એસાવને રોટલી તથા મસૂરનું બનાવેલું શાક આપ્યાં. તેણે ખાધું, પીધું અને પછી તે ઊઠીને પોતાને રસ્તે ચાલ્યો ગયો. આ રીતે એસાવે પોતાની વરિષ્ઠતાને તુચ્છ ગણી.