< Acts 12 >
1 And about that time, Herod the king put forth his hands, to do evil to certain of those of the assembly,
૧આશરે તે જ સમયે હેરોદ રાજાએ વિશ્વાસી સમુદાયના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા.
2 and he killed James, the brother of John, with the sword,
૨તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.
3 and having seen that it is pleasing to the Jews, he added to lay hold of Peter also — and they were the days of the unleavened food —
૩યહૂદીઓને એ વાતથી ખુશી થાય છે તે જોઈને તેણે પિતરની પણ ધરપકડ કરી. તે બેખમીર રોટલીના પર્વના દિવસો હતા.
4 whom also having seized, he did put in prison, having delivered [him] to four quaternions of soldiers to guard him, intending after the passover to bring him forth to the people.
૪તેણે પિતરને પકડીને જેલમાં પૂર્યો, અને તેની ચોકી કરવા સારુ ચાર ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને આધીન કર્યો, અને પાસ્ખાપર્વ પછી લોકોની સમક્ષ તેને બહાર લાવવાનો ઇરાદો રાખ્યો.
5 Peter, therefore, indeed, was kept in the prison, and fervent prayer was being made by the assembly unto God for him,
૫તેથી તેણે પિતરને જેલમાં રાખ્યો; પણ વિશ્વાસી સમુદાયે તેને સારુ આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરી.
6 and when Herod was about to bring him forth, the same night was Peter sleeping between two soldiers, having been bound with two chains, guards also before the door were keeping the prison,
૬હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બંધાયેલી સ્થિતિમાં ઊંઘતો હતો; અને ચોકીદારો જેલના દરવાજા આગળ ચોકી કરતા હતા.
7 and lo, a messenger of the Lord stood by, and a light shone in the buildings, and having smitten Peter on the side, he raised him up, saying, 'Rise in haste,' and his chains fell from off [his] hands.
૭ત્યારે જુઓ, પ્રભુનો સ્વર્ગદૂત તેની પાસે ઊભો રહ્યો, અને જેલમાં પ્રકાશ પ્રગટ્યો; તેણે પિતરને કૂખમાં હલકો હાથ મારીને જગાળ્યો, અને કહ્યું કે, જલદી ઊઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી સરકી પડી.
8 The messenger also said to him, 'Gird thyself, and bind on thy sandals;' and he did so; and he saith to him, 'Put thy garment round and be following me;'
૮સ્વર્ગદૂતે તેને કહ્યું કે, કમર બાંધ, અને તારાં ચંપલ પહેર. તેણે તેમ કર્યું. પછી સ્વર્ગદૂતે કહ્યું કે, તારો કોટ પહેરી લે અને મારી પાછળ આવ.
9 and having gone forth, he was following him, and he knew not that it is true that which is done through the messenger, and was thinking he saw a vision,
૯તે બહાર નીકળીને સ્વર્ગદૂતની પાછળ ગયો; અને સ્વર્ગદૂત જે કરે છે તે વાસ્તવિક છે એમ તે સમજતો નહોતો, પણ તે દર્શન જોઈ રહ્યો છે એમ તેને લાગ્યું.
10 and having passed through a first ward, and a second, they came unto the iron gate that is leading to the city, which of its own accord did open to them, and having gone forth, they went on through one street, and immediately the messenger departed from him.
૧૦તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોખંડના દરવાજે પહોંચ્યા; અને તે દરવાજો આપોઆપ ખૂલી ગયો; તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો; એટલે તરત સ્વર્ગદૂત તેની પાસેથી ચાલ્યો ગયો.
11 And Peter having come to himself, said, 'Now I have known of a truth that the Lord did sent forth His messenger, and did deliver me out of the hand of Herod, and all the expectation of the people of the Jews;'
૧૧જયારે પિતર સભાન થયો ત્યારે તેણે કહ્યું કે, હવે હું ચોક્કસ રીતે જાણું છું કે પ્રભુએ પોતાના સ્વર્ગદૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સર્વ ધારણાથી મને છોડાવ્યો છે.
12 also, having considered, he came unto the house of Mary, the mother of John, who is surnamed Mark, where there were many thronged together and praying.
૧૨પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની મા મરિયમના ઘરે આવ્યો, ત્યાં ઘણાં માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા.
13 And Peter having knocked at the door of the porch, there came a damsel to hearken, by name Rhoda,
૧૩તે આગળનો દરવાજો ખટખટાવતો હતો ત્યારે રોદા નામે એમ જુવાન દાસી દરવાજો ખોલવા આવી.
14 and having known the voice of Peter, from the joy she did not open the porch, but having run in, told of the standing of Peter before the porch,
૧૪તેણે પિતરનો અવાજ પારખીને આનંદને લીધે બારણું ન ઉઘાડતાં, અંદર દોડી જઈને કહ્યું કે, પિતર બારણા આગળ ઊભો છે.
15 and they said unto her, 'Thou art mad;' and she was confidently affirming [it] to be so, and they said, 'It is his messenger;'
૧૫તેઓએ તેને કહ્યું કે, તું પાગલ છે. પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું કે હું કહું છું તેમ જ છે. ત્યારે તેઓએ કહ્યું કે તેનો સ્વર્ગદૂત હશે.
16 and Peter was continuing knocking, and having opened, they saw him, and were astonished,
૧૬પણ પિતરે દરવાજો ખટખટાવ્યા કર્યો; અને તેઓએ બારણું ઉઘાડીને તેને જોયો, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા.
17 and having beckoned to them with the hand to be silent, he declared to them how the Lord brought him out of the prison, and he said, 'Declare to James and to the brethren these things;' and having gone forth, he went on to another place.
૧૭પણ પિતરે ચૂપ રહેવાને તેઓને હાથથી ઈશારો કર્યો; અને પ્રભુ તેમને શી રીતે જેલમાંથી બહાર લાવ્યા તે તેઓને કહી સંભળાવ્યું, તેમણે કહ્યું કે, એ સમાચાર યાકૂબને તથા બીજા ભાઈઓને પહોંચાડજો. પછી તે બીજી જગ્યાએ ચાલ્યો ગયો.
18 And day having come, there was not a little stir among the soldiers what then was become of Peter,
૧૮સૂર્યોદય થયો ત્યારે સિપાઈઓમાં ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ કે, પિતરનું શું થયું હશે?
19 and Herod having sought for him, and not having found, having examined the guards, did command [them] to be led away to punishment, and having gone down from Judea to Caesarea, he was abiding [there].
૧૯હેરોદે તેની શોધ કરી, પણ તે તેને મળ્યો નહિ, ત્યારે તેણે ચોકીદારોને પૂછપરછ કરી, અને તેઓને મારી નાખવાનો હુકમ કર્યો; પછી યહૂદિયાથી નીકળીને હેરોદ કાઈસારિયામાં ગયો, અને ત્યાં રહ્યો.
20 And Herod was highly displeased with the Tyrians and Sidonians, and with one accord they came unto him, and having made a friend of Blastus, who [is] over the bed-chambers of the king, they were asking peace, because of their country being nourished from the king's;
૨૦હવે તૂરના તથા સિદોનના લોક પર હેરોદ ઘણો ગુસ્સે થયો હતો; પણ તેઓ સર્વ સંપ કરીને તેની પાસે આવ્યા, અને રાજાના મુખ્ય સેવક બ્લાસ્તસને પોતાના પક્ષમાં લઈને સુલેહની માગણી કરી, કેમ કે તેઓના દેશના પોષણનો આધાર રાજાના દેશ પર હતો.
21 and on a set day, Herod having arrayed himself in kingly apparel, and having sat down upon the tribunal, was making an oration unto them,
૨૧પછી ઠરાવેલા દિવસે હેરોદે રાજપોશાક પહેરીને, તથા રાજ્યાસન પર બેસીને, તેઓની આગળ ભાષણ કર્યું.
22 and the populace were shouting, 'The voice of a god, and not of a man;'
૨૨ત્યારે લોકોએ પોકાર કર્યો કે, આ વાણી તો દેવની છે, માણસની નથી.
23 and presently there smote him a messenger of the Lord, because he did not give the glory to God, and having been eaten of worms, he expired.
૨૩તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ, માટે પ્રભુના સ્વર્ગદૂતે તરત તેને માર્યો; અને તેના શરીરમાં કીડા પડ્યા અને તે મરણ પામ્યો.
24 And the word of God did grow and did multiply,
૨૪પણ ઈશ્વરનું વચન પ્રસરતું અને વૃદ્ધિ પામતું ગયું.
25 and Barnabas and Saul did turn back out of Jerusalem, having fulfilled the ministration, having taken also with [them] John, who was surnamed Mark.
૨૫બાર્નાબાસ તથા શાઉલ દાનસેવા પૂરી કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેને સાથે લઈને યરુશાલેમથી પાછા આવ્યા.