< 1 John 3 >
1 See ye what love the Father hath given to us, that children of God we may be called; because of this the world doth not know us, because it did not know Him;
૧જુઓ, પિતાએ આપણા પર એટલો પ્રેમ રાખ્યો છે કે, આપણે ઈશ્વરના બાળકો કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેમના બાળકો છીએ. તેથી માનવજગત આપણને ઓળખતું નથી, કેમ કે તેમણે તેમને ઓળખ્યા નહિ.
2 beloved, now, children of God are we, and it was not yet manifested what we shall be, and we have known that if he may be manifested, like him we shall be, because we shall see him as he is;
૨પ્રિયો, હાલ આપણે ઈશ્વરનાં સંતાનો છીએ અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે તો જાણીએ છીએ, કે જયારે ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે, તેવા જ આપણે તેમને જોઈશું.
3 and every one who is having this hope on him, doth purify himself, even as he is pure.
૩જે દરેકને એવી આશા છે, તે જેમ તેઓ શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે.
4 Every one who is doing the sin, the lawlessness also he doth do, and the sin is the lawlessness,
૪દરેક જે પાપ કરે છે, તે નિયમભંગ પણ કરે છે. કેમ કે પાપ એ જ નિયમભંગ છે.
5 and ye have known that he was manifested that our sins he may take away, and sin is not in him;
૫તમે જાણો છો કે પાપનો નાશ કરવાને તેઓ પ્રગટ થયા અને તેમનાંમાં પાપ નથી.
6 every one who is remaining in him doth not sin; every one who is sinning, hath not seen him, nor known him.
૬જે કોઈ તેમનાંમાં રહે છે, પાપમાં ચાલુ રહેતો નથી, જે પાપ કર્યાં જ કરે છે તેણે તેમને જોયો નથી અને તેમને ઓળખતો પણ નથી.
7 Little children, let no one lead you astray; he who is doing the righteousness is righteous, even as he is righteous,
૭બાળકો, કોઈ તમને ભમાવે નહિ; જેમ તેઓ ન્યાયી છે, તેમ જે ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે.
8 he who is doing the sin, of the devil he is, because from the beginning the devil doth sin; for this was the Son of God manifested, that he may break up the works of the devil;
૮જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરતો આવ્યો છે; શેતાનના કામનો નાશ કરવાને ઈશ્વરના પુત્ર આપણા માટે પ્રગટ થયા.
9 every one who hath been begotten of God, sin he doth not, because his seed in him doth remain, and he is not able to sin, because of God he hath been begotten.
૯દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેમનું બીજ તેમનાંમાં રહે છે; અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે.
10 In this manifest are the children of God, and the children of the devil; every one who is not doing righteousness, is not of God, and he who is not loving his brother,
૧૦ઈશ્વરનાં બાળકો તથા શેતાનના છોકરાં ઓળખાઈ આવે છે. જે કોઈ ન્યાયીપણું કરતો નથી, જે પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી, તે ઈશ્વરનો નથી.
11 because this is the message that ye did hear from the beginning, that we may love one another,
૧૧કેમ કે જે સંદેશો તમે આરંભથી સાંભળ્યો છે તે એ જ છે કે, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.
12 not as Cain — of the evil one he was, and he did slay his brother, and wherefore did he slay him? because his works were evil, and those of his brother righteous.
૧૨જેમ કાઈન દુષ્ટનો હતો અને પોતાના ભાઈને મારી નાખ્યો, તેના જેવા આપણે થવું જોઈએ નહિ; તેણે શા માટે તેને મારી નાખ્યો? એ માટે કે તેના કામ ખરાબ હતાં અને તેના ભાઈનાં કામ ન્યાયી હતાં.
13 Do not wonder, my brethren, if the world doth hate you;
૧૩ભાઈઓ, જો માનવજગત તમારો દ્વેષ કરે તો તમે આશ્ચર્ય ન પામો.
14 we — we have known that we have passed out of the death to the life, because we love the brethren; he who is not loving the brother doth remain in the death.
૧૪આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ; જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે.
15 Every one who is hating his brother — a man-killer he is, and ye have known that no man-killer hath life age-during in him remaining, (aiōnios )
૧૫દરેક જે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હત્યારો છે. અને તમે જાણો છો કે કોઈ હત્યારામાં અનંતજીવન રહેતું નથી. (aiōnios )
16 in this we have known the love, because he for us his life did lay down, and we ought for the brethren the lives to lay down;
૧૬એથી પ્રેમ શું છે તે આપણે જાણીએ છીએ, કેમ કે તેમણે પોતાનો પ્રાણ આપણે માટે આપ્યો; એમ જ આપણે પણ ભાઈઓને માટે આપણો પ્રાણ આપવો જોઈએ.
17 and whoever may have the goods of the world, and may view his brother having need, and may shut up his bowels from him — how doth the love of God remain in him?
૧૭પણ જેની પાસે આ દુનિયાનું દ્રવ્ય હોય અને પોતાના ભાઈને તેની જરૂરિયાત છે એવું જોયા છતાં તેના પર દયા કરતો નથી, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે?
18 My little children, may we not love in word nor in tongue, but in word and in truth!
૧૮બાળકો, આપણે શબ્દથી નહિ કે જીભથી નહિ પણ કાર્યમાં તથા સત્યમાં પ્રેમ કરીએ.
19 and in this we know that of the truth we are, and before Him we shall assure our hearts,
૧૯આ રીતે આપણે જાણીશું કે આપણે સત્યનાં છીએ. જે કોઈ બાબતે આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે છે, તે વિષે તેમની આગળ આપણા અંતઃકરણને શાંત કરીશું,
20 because if our heart may condemn — because greater is God than our heart, and He doth know all things.
૨૦કેમ કે આપણા અંતઃકરણ કરતાં ઈશ્વર મહાન છે. તેઓ સઘળું જાણે છે.
21 Beloved, if our heart may not condemn us, we have boldness toward God,
૨૧વહાલાંઓ, જો આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવતું નથી, તો ઈશ્વરની આગળ આપણને હિંમત પ્રાપ્ત થાય છે.
22 and whatever we may ask, we receive from Him, because His commands we keep, and the things pleasing before Him we do,
૨૨જે કંઈ આપણે માગીએ છીએ, તે તેમના તરફથી પામીએ છીએ, કેમ કે તેમની આજ્ઞા આપણે પાળીએ છીએ અને તેમને જે પ્રસન્ન થાય છે તે કરીએ છીએ.
23 and this is His command, that we may believe in the name of His Son Jesus Christ, and may love one another, even as He did give command to us,
૨૩તેમની આજ્ઞા એ છે કે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તનાં નામ પર આપણે વિશ્વાસ કરીએ અને જેમ તેમણે આપણને આજ્ઞા આપી, તેમ એકબીજા પર પ્રેમ રાખીએ.
24 and he who is keeping His commands, in Him he doth remain, and He in him; and in this we know that He doth remain in us, from the Spirit that He gave us.
૨૪જે તેમની આજ્ઞાઓ પાળે છે, તે તેમનાંમાં રહે છે અને તેઓ તેનામાં રહે છે. જે આત્મા તેમણે આપણને આપ્યો છે તેથી આપણે જાણીએ છીએ કે તેઓ આપણામાં રહે છે.