< Psalms 30 >

1 A psalm; a song at the dedication of the temple. A psalm of David. I will exalt you, Yahweh, for you have raised me up and have not allowed my enemies to rejoice over me.
ઘરની પ્રતિષ્ઠા કરતી વખતનું ગાયન. દાઉદનું (ગીત). હે યહોવાહ, હું તમને મોટા માનીશ, કારણ કે તમે મને ઊંચો કર્યો છે અને તમે મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.
2 Yahweh my God, I cried to you for help, and you healed me.
હે યહોવાહ, મારા ઈશ્વર, મેં તમને સહાયને માટે અરજ કરી અને તમે મને સાજો કર્યો છે.
3 Yahweh, you have brought up my soul from Sheol; you have kept me alive from going down to the grave. (Sheol h7585)
હે યહોવાહ, તમે મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યા છો; તમે મને જીવતો રાખ્યો છે અને મને કબરમાં પડવા દીધો નથી. (Sheol h7585)
4 Sing praises to Yahweh, you his faithful people! Give thanks when you remember his holiness.
હે યહોવાહના વિશ્વાસુ ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ! તેમના પવિત્ર નામની આભારસ્તુતિ કરો.
5 For his anger is only for a moment; but his favor is for a lifetime. Weeping comes for a night, but joy comes in the morning.
તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે; પણ તેમની કૃપા જીવનભર છે. રુદન રાત પર્યંત રહે છે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 In confidence I said, “I will never be shaken.”
હું નિર્ભય હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું કદી ડગીશ નહિ.”
7 Yahweh, by your favor you established me as a strong mountain; but when you hid your face, I was troubled.
હે યહોવાહ, તમે મારા પર કૃપા કરીને મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે; પણ જ્યારે તમે મારાથી મુખ ફેરવ્યું, ત્યારે હું ભયભીત થયો.
8 I cried to you, Yahweh, and sought favor from my Lord!
હે યહોવાહ, મેં તમને પોકાર કર્યો અને મેં મારા પ્રભુને વિનંતી કરી!
9 What advantage is there in my death, if I go down to the grave? Will the dust praise you? Will it declare your trustworthiness?
જો હું કબરમાં જાઉં તો મારા મરણથી તમને શો લાભ થાય? શું ધૂળ તમારી સ્તુતિ કરશે? શું તે તમારું સત્ય પ્રગટ કરશે?
10 Hear, Yahweh, and have mercy on me! Yahweh, be my helper.
૧૦હે યહોવાહ, સાંભળો અને મારા પર દયા કરો! હે યહોવાહ, તમે મારા સહાયકારી થાઓ.
11 You have turned my mourning into dancing; you have removed my sackcloth and clothed me with gladness.
૧૧તમે મારા શોકને નૃત્યમાં ફેરવ્યું છે; તમે મારા શોકનાં વસ્ત્રો ઉતારી લઈને મને ઉત્સાહ રૂપી વસ્ત્રો પહેરાવી દીધાં.
12 So now my glory will sing praise to you and not be silent; Yahweh my God, I will give thanks to you forever!
૧૨જેથી મારું ગૌરવી હૃદય તમારાં સ્તોત્ર ગાય અને શાંત રહે નહિ; હું આનંદપૂર્વક, યહોવાહ મારા ઈશ્વરની સદાકાળ આભારસ્તુતિ કરીશ!

< Psalms 30 >