< Proverbs 6 >
1 My son, if you set aside your money as a guarantee for your neighbor's loan, if you gave your promise for a loan of someone you do not know,
૧મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઈ પારકાને બદલે વચન આપ્યું હોય,
2 then you have laid a trap for yourself by your promise and you have been caught by the words of your mouth.
૨તો તું તારા મુખના વચનોથી ફસાઈ ગયો છે, તું તારા મુખના શબ્દોને લીધે સપડાયો છે.
3 When you are caught by your words, my son, do this and save yourself, since you have fallen into the hand of your neighbor; go and humble yourself and make your case before your neighbor.
૩મારા દીકરા, એ બાબતમાં તું આટલું કરીને છૂટો થઈ જજે, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કરજે.
4 Give your eyes no sleep and your eyelids no slumber.
૪તારી આંખોને નિદ્રા લેવા ન દે અને તારી પાંપણોને ઢળવા દઈશ નહિ.
5 Save yourself like a gazelle from the hand of the hunter, like a bird from the hand of the fowler.
૫જેમ હરણ શિકારીના હાથમાંથી છટકી જાય; પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.
6 Look at the ant, you lazy person, consider her ways, and be wise.
૬હે આળસુ માણસ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિવાન થા.
7 It has no commander, officer, or ruler,
૭તેના પર કોઈ આગેવાન નથી, કોઈ આજ્ઞા કરનાર નથી, કે કોઈ માલિક નથી.
8 yet it prepares its food in the summer and during the harvest it stores up what it will eat.
૮છતાંપણ તે ઉનાળાંમાં પોતાનાં અનાજનો, અને કાપણીની ઋતુમાં પોતાના ખોરાકનો સંગ્રહ કરે છે.
9 How long will you sleep, you lazy person? When will you rise from your sleep?
૯ઓ આળસુ માણસ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? તું ક્યારે તારી ઊંઘમાંથી ઊઠશે?
10 “A little sleep, a little slumber, a little folding of the hands to rest”—
૧૦તું કહે છે કે “હજી થોડોક આરામ, થોડીક ઊંઘ, અને પગ વાળીને થોડોક વિશ્રામ લેવા દો.”
11 and your poverty will come like a robber and your needs like an armed soldier.
૧૧તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ લૂંટારાની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.
12 A worthless person—a wicked man— lives by the crookedness of his speech,
૧૨નકામો માણસ અને દુષ્ટ માણસ ગેરમાર્ગે દોરનારી વાતોથી જીવન જીવે છે,
13 winking his eyes, making signals with his feet and pointing with his fingers.
૧૩તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે, અને આંગળીથી ઇશારો કરશે.
14 He plots evil with deceit in his heart; he always stirs up discord.
૧૪તેના મનમાં કપટ છે, તે ખોટાં તરકટ રચ્યા કરે છે; અને તે હંમેશા કુસંપના બીજ રોપે છે.
15 Therefore his disaster will overtake him in an instant; in a moment he will be broken beyond healing.
૧૫તેથી અચાનક તેના પર વિપત્તિનાં વાદળ ઘેરાય છે; અને તે એકાએક ભાંગીને ભૂક્કો થઈ જાય છે, તે ફરી બેઠો થઈ શકતો નથી.
16 There are six things that Yahweh hates, seven that are disgusting to him.
૧૬છ વાનાં યહોવાહ ધિક્કારે છે, હા સાત વાનાં તેમને કંટાળો ઉપજાવે છે:
17 The eyes of a proud person, a tongue that lies, hands that shed the blood of innocent people,
૧૭એટલે ગર્વિષ્ઠની આંખો, જૂઠું બોલનારની જીભ, નિર્દોષનું લોહી વહેવડાવનાર હાથ,
18 a heart that invents wicked schemes, feet that quickly run to do evil,
૧૮દુષ્ટ યોજનાઓ રચનાર હૃદય, દુષ્ટતા કરવા માટે તરત દોડી જતા પગ,
19 a witness who breathes out lies and one who sows discord among brothers.
૧૯અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.
20 My son, obey the command of your father and do not forsake the teaching of your mother.
૨૦મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓનું પાલન કરજે અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ.
21 Always bind them on your heart; tie them about your neck.
૨૧એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે; તેમને તારે ગળે બાંધ.
22 When you walk, they will guide you; when you sleep, they will watch over you; and when you wake up, they will teach you.
૨૨જ્યારે તું ચાલતો હોઈશ ત્યારે તેઓ તને માર્ગદર્શન આપશે; જ્યારે તું ઊંઘતો હશે ત્યારે તેઓ તારી ચોકી કરશે; અને જ્યારે તું જાગતો હશે ત્યારે તેઓ તારી સાથે વાતચીત કરશે.
23 For the commands are a lamp, and the teaching is a light; the corrections that come by instruction are the way of life.
૨૩કેમ કે આજ્ઞા તે દીપક છે, અને નિયમ તે પ્રકાશ છે; અને ઠપકો તથા શિક્ષણ તે જીવનના માર્ગદર્શક છે.
24 It keeps you from the immoral woman, from the smooth words of an immoral woman.
૨૪તે તને ખરાબ સ્ત્રીથી રક્ષણ આપશે, પરસ્ત્રીની લોભામણી વાણીથી તને બચાવશે.
25 Do not lust in your heart after her beauty and do not let her capture you with her eyelashes.
૨૫તારું અંતઃકરણ તેના સૌંદર્ય પર મોહિત ન થાય, અને તેની આંખનાં પોપચાંથી તું સપડાઈશ નહિ.
26 Sleeping with a prostitute can cost the price of a loaf of bread, but the wife of another may cost you your very life.
૨૬કારણ કે ગણિકાને ચૂકવવાનું મુલ્ય રોટલીના ટુકડા જેવું નજીવું છે, પણ વ્યભિચારિણી સ્ત્રી પુરુષના મૂલ્યવાન જીવનનો શિકાર કરશે.
27 Can a man carry a fire against his chest without burning his clothes?
૨૭જો કોઈ માણસ અગ્નિ પોતાને છાતીએ રાખે તો તેનું વસ્ત્ર સળગ્યા વિના ન રહે?
28 Can a man walk on hot coals without scorching his feet?
૨૮જો કોઈ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝયા વગર રહે?
29 So is the man who sleeps with his neighbor's wife; the one who sleeps with her will not go unpunished.
૨૯એટલે કોઈ તેના પાડોશીની પત્ની પાસે જાય છે અને તેને સ્પર્શ કરે છે; તેને શિક્ષા થયા વિના રહેતી નથી.
30 People do not despise a thief if he steals to satisfy his need when he is hungry.
૩૦જો કોઈ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો એવા માણસને ધિક્કારતા નથી.
31 Yet if he is caught, he will pay back seven times what he stole; he must give up everything of value in his house.
૩૧પણ જો તે પકડાય છે તો તેણે ચોરી કરી હોય તેના કરતાં સાતગણું પાછું આપવું પડે છે; તેણે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે છે.
32 The one who commits adultery has no sense; the one who does it destroys himself.
૩૨જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલહીન છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.
33 Wounds and shame are what he deserves and his disgrace will not be wiped away.
૩૩તેને ઘા તથા અપમાન જ મળશે, અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ.
34 For jealousy makes a man furious; he will show no mercy when he takes his revenge.
૩૪કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે; અને તે વૈર વાળતી વખતે જરાય દયા રાખશે નહિ.
35 He will accept no compensation and he cannot be bought off, though you offer him many gifts.
૩૫તે કોઈ બદલો સ્વીકારશે નહિ, તું તેને ઘણી ભેટો આપશે, તો પણ તે સંતોષ પામશે નહિ.