< Job 6 >
1 Then Job answered and said,
૧પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,
2 “Oh, if only my anguish were weighed; if only all my calamity were laid in the balance!
૨“અરે, મારી વિપત્તિઓનો તોલ થાય, અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવે તોલી શકાય તો કેવું સારું!
3 For now it would be heavier than the sand of the seas. That is why my words were reckless.
૩કેમ કે ત્યારે તો તે સમુદ્રોની રેતી કરતાં પણ ભારે થાય. તેથી મારું બોલવું અવિચારી હતું.
4 For the arrows of the Almighty are in me, my spirit drinks up the poison; the terrors of God have arranged themselves in array against me.
૪કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા હૃદયમાં વાગે છે, અને તેમનું વિષ મારો આત્મા ચૂસી લે છે; ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે.
5 Does the wild donkey bray in despair when he has grass? Or does the ox low in hunger when it has fodder?
૫શું જંગલી ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂંકે? અથવા બળદની આગળ ઘાસ હોય છતાં શું તે બરાડા પાડે?
6 Can that which has no taste be eaten without salt? Or is there any taste in the white of an egg?
૬શું ફિક્કી વસ્તુ મીઠા વગર ખવાય? અથવા શું ઈંડાની સફેદીમાં કંઈ સ્વાદ હોય?
7 I refuse to touch them; they are like disgusting food to me.
૭હું તેને અડકવા માગતો નથી; તે મને કંટાળાજનક અન્ન જેવાં લાગે છે.
8 Oh, that I might have my request; oh, that God would grant me the thing I long for:
૮અરે, જો મારી વિનંતી સફળ થાય; અને જેની હું આશા રાખું છું તે જો ઈશ્વર મને બક્ષે!
9 that it would please God to crush me once, that he would let loose his hand and cut me off from this life!
૯એટલે ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે, અને પોતાના છૂટા હાથથી મને મારી નાખે તો કેવું સારું!
10 May this still be my consolation— even if I exult in pain that does not lessen: that I have not denied the words of the Holy One.
૧૦તેથી હજીયે મને દિલાસો થાય. હા, અસહ્ય દુ: ખ હોવા છતાં હું આનંદ માનું, કેમ કે મેં પવિત્ર ઈશ્વરનાં વચનોની અવગણના કરી નથી.
11 What is my strength, that I should try to wait? What is my end, that I should prolong my life?
૧૧મારું બળ શું છે કે હું સહન કરું? અને મારો અંત કેવો આવવાનો છે કે હવે હું ધીરજ રાખું?
12 Is my strength the strength of stones? Or is my flesh made of bronze?
૧૨શું મારી મજબૂતી પથ્થરોની મજબૂતી જેવી છે? શું મારું શરીર પિત્તળનું છે?
13 Is it not true that I have no help in myself, and that wisdom has been driven out of me?
૧૩શું તે સાચું નથી કે હું મારી જાતને મદદ કરી શકતો નથી, શું બુદ્ધિથી કામ કરવાની શક્તિનો મારામાં લોપ થયો નથી?
14 To the person who is about to faint, faithfulness should be shown by his friend; even to him who forsakes the fear of the Almighty.
૧૪નિરાશ થયેલા માણસ પર તેના મિત્રએ કરુણા રાખવી જોઈએ; રખેને તે સર્વશક્તિમાનનો ભય ત્યજી દે.
15 But my brothers have been as faithful to me as a desert streambed, as channels of water that pass away to nothing,
૧૫પણ મારા ભાઈઓ નાળાંની માફક ઠગાઈથી વર્ત્યા છે. એટલે લોપ થઈ જતાં ઝરણાં કે,
16 which are darkened because of ice over them, and because of the snow that hides itself in them.
૧૬જેઓ બરફના કારણે કાળાં દેખાય છે. અને જેઓમાં હિમ ઢંકાયેલું હોય છે.
17 When they thaw out, they vanish; when it is hot, they melt out of their place.
૧૭તેઓ ગરમીમાં અદ્રશ્ય થઈ જાય છે; અને તાપ પડતાં તેઓ પોતાની જગ્યાએથી નાશ પામે છે.
18 The caravans that travel by their way turn aside for water; they wander into barren land and then perish.
૧૮તેઓની પાસે કાફલા જાય છે અને તેઓ અરણ્યમાં દાખલ થઈને નાશ પામે છે.
19 Caravans from Tema looked there, while companies of Sheba hoped in them.
૧૯તેમા ના કાફલા પાણીને ઝંખી રહ્યા હતા, શેબાના સંઘે તેઓની રાહ જોઈ.
20 They were disappointed because they had been confident of finding water. They went there, but they were deceived.
૨૦પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા. પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ નિરાશ થયા હતા.
21 For now you friends are nothing to me; you see my dreadful situation and are afraid.
૨૧કેમ કે હવે તમે એવા જ છો; મારી ભયંકર દશા જોઈને તમે બીહો છો.
22 Did I say to you, 'Give something to me?' Or, 'Offer me a gift from your wealth?'
૨૨શું મેં તમને કહ્યું કે, મને કંઈ આપો?’ અથવા તમારી દ્રવ્યમાંથી મારે સારુ ખર્ચ કરો?’
23 Or, 'Save me from my adversary's hand?' Or, 'Ransom me from the hand of my oppressors?'
૨૩અથવા, ‘મને મારા શત્રુઓના હાથમાંથી ઉગારો?’ કે, ‘જુલમીના હાથમાંથી મને છોડાવો?’
24 Teach me, and I will hold my peace; make me understand where I have been wrong.
૨૪મને સમજાવો એટલે હું ચૂપ રહીશ; અને મેં કરેલી ભૂલ મને બતાવો.
25 How painful are truthful words! But your arguments, how do they actually rebuke me?
૨૫સત્ય વચન કેવાં અસરકારક હોય છે! પણ તમે જે ઠપકો આપો છો તે શાનો ઠપકો?
26 Do you plan to ignore my words, treating the words of a desperate man like the wind?
૨૬પણ હતાશ માણસનાં શબ્દો પવન જેવા હોય છે. તેમ છતાં કે તમે શબ્દોને કારણે ઠપકો આપવાનું ધારો છો?
27 Indeed, you cast lots for a fatherless child, and haggle over your friend like merchandise.
૨૭હા, તમે તો અનાથો પર ચિઠ્ઠીઓ નાખો છો, તથા તમારા મિત્રોનો વેપાર કરો એવા છો.
28 Now, therefore, please look at me, for surely I would not lie to your face.
૨૮તો હવે, કૃપા કરીને મારી સામે જુઓ, કેમ કે તમારી સમક્ષ તો હું જૂઠું બોલીશ નહિ.
29 Relent, I beg you; let there be no injustice with you; Indeed, relent, for my cause is just.
૨૯તો હવે કૃપા કરીને પાછા ફરો; કંઈ અન્યાય થવો ન જોઈએ; હા, પાછા ફરો, મારી દલીલ વાજબી છે.
30 Is there evil on my tongue? Cannot my mouth detect malicious things?
૩૦શું મારી જીભમાં અન્યાય છે? શું હાનિકારક વસ્તુઓને પારખવાની શક્તિ મારામાં રહી નથી?”