< Jeremiah 36 >
1 It came about in the fourth year of Jehoiakim son of Josiah king of Judah, that this word came to Jeremiah from Yahweh, and he said,
૧વળી યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના ચોથા વર્ષમાં યહોવાહનું વચન યર્મિયાની પાસે આવ્યું કે,
2 “Take a scroll for yourself and write on it all the words that I have told you concerning Israel and Judah, and every nation. Do this for everything I have told from the days of Josiah until this very day.
૨“જે દિવસથી મેં તારી સાથે વાત કરી એટલે કે યોશિયાના સમયથી તે આજ સુધી, ઇઝરાયલ અને યહૂદિયા તેમ જ બીજી પ્રજાઓ વિષે જે વચનો મેં તને કહ્યાં છે તે સર્વ એક ઓળિયું લઈને તેના પર લખ.
3 Perhaps the people of Judah will listen to all the disasters that I intend to bring on them. Perhaps everyone will turn away from his wicked way, so I can forgive their iniquity and their sin.”
૩કદાચ હું યહૂદિયાના લોકો પર જે આફતો ઉતારવાનું વિચારું છું તે તેઓ સાંભળે અને તેથી તેઓ પોતાના દુષ્ટ માર્ગોથી ફરે અને હું તેઓના અપરાધો અને પાપ માફ કરું.”
4 Then Jeremiah called Baruch son of Neriah, and Baruch wrote in a scroll, at Jeremiah's dictation, all the words of Yahweh spoken to him.
૪તેથી યર્મિયાએ નેરિયાના દીકરા બારુખને બોલાવ્યો અને યર્મિયાએ લખાવ્યું તે પ્રમાણે બારુખે યહોવાહના બધા ભવિષ્યવચનો ઓળિયામાં લખ્યાં.
5 Next Jeremiah gave a command to Baruch. He said, “I am in prison and cannot go to Yahweh's house.
૫ત્યારબાદ યર્મિયાએ બારુખને આજ્ઞા આપી અને કહ્યું કે, “હું કેદમાં છું અને મને યહોવાહના ઘરમાં જવાનો નિષેધ છે.
6 So you must go and read from the scroll that you wrote at my dictation. On the day of the fast, you must read Yahweh's words in the hearing of the people in his house, and also in the hearing of all of Judah who have come from their cities. Proclaim these words to them.
૬માટે તું જા અને જે ઓળિયામાં તેં મારા મુખના શબ્દો લખ્યા છે, તેમાંથી યહોવાહના વચનો યહોવાહનાં ઘરમાં ઉપવાસના દિવસે લોકોની આગળ અને પોતપોતાનાં નગરોમાંથી આવનાર યહૂદિયાની આગળ વાંચી સંભળાવ.
7 Perhaps their pleas for mercy will come before Yahweh. Perhaps each person will turn from his wicked way, since the wrath and fury that Yahweh has proclaimed against this people are severe.”
૭કદાચ તે લોકો યહોવાહને વિનંતી કરે અને ખોટે માગેર્થી પાછા વળે; કેમ કે, યહોવાહે એ લોકોને ભારે રોષ અને ક્રોધપૂર્વક ધમકી આપેલી છે.”
8 So Baruch son of Neriah did everything that Jeremiah the prophet had commanded him to do. He read aloud the words of Yahweh in the house of Yahweh.
૮યર્મિયા પ્રબોધકે કહ્યું હતું તે મુજબ નેરિયાના દીકરા બારુખે કર્યું અને યહોવાહના ઘરમાં લોકોની આગળ સર્વ વચનો વાંચી સંભળાવ્યાં.
9 It came about in the fifth year and ninth month of Jehoiakim son of Josiah, king of Judah, that all the people in Jerusalem and the people who came to Jerusalem from the cities of Judah proclaimed a fast before Yahweh.
૯યોશિયાના દીકરા યહોયાકીમ રાજાના શાસનકાળ દરમિયાન પાંચમા વર્ષના નવમા મહિનામાં યરુશાલેમના બધા લોકોએ તેમ જ યહૂદિયાના નગરોમાંથી જેઓ આવ્યા હતા તેઓને યહોવાહ સમક્ષ ઉપવાસ કરવાનું ફરમાવ્યું.
10 Baruch read aloud Jeremiah's words in the house of Yahweh, from the room of Gemariah son of Shaphan the scribe, in the upper courtyard, by the gate of the entrance to the house of Yahweh. He did this in the hearing of all the people.
૧૦ત્યારે બારુખે પુસ્તકમાંનાં યર્મિયાના વચનો યહોવાહના ઘરમાં વાંચી સંભળાવ્યાં. શાફાન લહિયાના દીકરા ગમાર્યાના ઉપરના આંગણામાંના ઓરડામાં અને યહોવાહના સભાસ્થાનના નવા દરવાજાના ઓટલા પાસે તેણે સર્વ લોકોની આગળ વાંચી સંભળાવ્યાં.
11 Now Micaiah son of Gemariah son of Shaphan heard all of Yahweh's words in the scroll.
૧૧હવે શાફાનના દીકરા ગમાર્યાના દીકરા મીખાયાએ યહોવાહ તરફથી આવેલા આ સંદેશાઓ જે પત્રકમાં લખેલાં હતા તે સાંભળ્યા.
12 He went down to the house of the king, to the secretary's room. Look, all the officials were sitting there: Elishama the secretary, Delaiah son of Shemaiah, Elnathan son of Akbor, Gemariah son of Shaphan, and Zedekiah son of Hananiah, and all the officials.
૧૨ત્યારે તે નીચે ઊતરીને રાજાના મહેલના વહીવટી સભાખંડમાં ગયો. ત્યારે સર્વ સરદારો એટલે લહિયા અલિશામા, શમાયાનો દીકરો દલાયા, આખ્બોરનો દીકરો એલ્નાથાન શાફાનનો દીકરો ગમાર્યા, હનાન્યાનો દીકરો સિદકિયા તથા બીજા બધા અમલદારો ત્યાં બેઠા હતાં.
13 Then Micaiah reported to them all the words that he had heard that Baruch read aloud in the hearing of the people.
૧૩ત્યાં બારુખે લોકોની સમક્ષ વાંચી સંભળાવેલા પુસ્તકના જે વચનો તેણે સાંભળ્યા હતાં તે સર્વ વિષે મીખાયાએ તેઓને કહી સંભળાવ્યાં.
14 So all the officials sent Jehudi son of Nethaniah son of Shelemiah son of Cushi, to Baruch. Jehudi said to Baruch, “Take the scroll in your hand, the scroll from which you were reading in the hearing of the people, and come.” So Baruch son of Neriah took the scroll in his hand and went to the officials.
૧૪પછી સર્વ અધિકારીઓએ કૂશીના દીકરા શેલેમ્યાના દીકરા નથાન્યાના દીકરા યેહૂદીને બારુખ પાસે મોકલીને કહેવડાવ્યું કે, “જે ઓળિયામાંથી તે લોકોને વાંચી સંભળાવ્યું છે, તે ઓળિયું તારા હાથમાં લઈને અહીં આવ.” તેથી નેરિયાના દીકરા બારુખે ઓળિયું હાથમાં લઈને અમલદારો પાસે ગયો.
15 Then they said to him, “Sit down and read this in our hearing.” So Baruch read the scroll.
૧૫તેઓએ તેને કહ્યું કે, “તું બેસીને તે અમને વાંચી સંભળાવ.” આથી બારુખે તેઓને તે વાંચી સંભળાવ્યું.
16 It happened that when they heard all these words, each man turned in fear to the one next to him and said to Baruch, “We must certainly report all of these words to the king.”
૧૬બારુખે તેઓની સામે જે વાંચન કર્યુ, તે જેવું તેઓએ સાંભળ્યું કે, તેઓ એકબીજાની સામે ભયથી જોવા લાગ્યા અને બારુખને કહ્યું, “તેં જે બધું વાંચ્યું છે તેના વિષે આપણે જરૂર રાજાને જણાવવું જોઈએ.”
17 Then they asked Baruch, “Tell us, how did you come to write all these words at Jeremiah's dictation?”
૧૭પછી તેઓએ બારુખને પૂછ્યું કે, અમને જણાવ કે, તે યર્મિયાના મુખમાંથી બોલેલા આ સર્વ વચન કેવી રીતે લખ્યા?”
18 Baruch said to them, “He dictated all these words to me, and I wrote them in ink on this scroll.”
૧૮તેથી બારુખે ખુલાસો કર્યો, યર્મિયાએ તેના મુખમાંથી આ સર્વ વચન ઉચ્ચાર્યાં અને મેં તે પત્રકમાં શાહીથી લખી લીધાં.”
19 Then the officials said to Baruch, “Go, hide yourself, and Jeremiah, too. Do not let anyone know where you are.”
૧૯પછી અધિકારીઓએ બારુખને કહ્યું, “તું અને યર્મિયા ક્યાંક છુપાઇ જાઓ. તમે ક્યાં છો તે વિષે કોઈને પણ જાણ કરશો નહિ.”
20 So they put the scroll in the room of Elishama the secretary, and they went to the king in the courtyard and they reported everything in the hearing of the king.
૨૦ત્યાર પછી લહિયો અલિશામાની ઓરડીમાં તે ઓળિયાને મૂકીને તેઓ ચોકમાં રાજાની પાસે ગયા. અને તે સર્વ વચન તેઓએ રાજાને કહી સંભળાવ્યાં.
21 Then the king sent Jehudi to get the scroll. Jehudi took it from the room of Elishama the secretary. Then he read it in the hearing of the king and all the officials who were standing beside him.
૨૧ત્યારે રાજાએ યેહૂદીને ઓળિયું લઈ આવવા મોકલ્યો, યેહૂદી તે ઓળિયું લહિયા અલિશામાની ઓરડીમાંથી લાવ્યો અને રાજાના તથા રાજાની આસપાસ ઊભા રહેલા સર્વ સરદારોના સાંભળતાં યેહુદીએ તે વાંચી સંભળાવ્યું.
22 Now the king was staying in the winter house in the ninth month, and a brazier was burning in front of him.
૨૨તે સમયે નવમા મહિનામાં રાજા તેના મહેલના હેમંતગૃહમાં બેઠો હતો. અને તેની આગળ સગડી બળતી હતી.
23 It happened that as Jehudi read three or four columns, the king would cut it off with a knife and throw it into the fire in the brazier until all of the scroll was destroyed.
૨૩જયારે યેહૂદીએ ત્રણચાર પાનાં વાંચ્યાં એટલે રાજાએ છરીથી તેટલો ભાગ કાપી લઈ સગડીમાં નાખ્યો. અને એમ આખું ઓળિયું સગડીમાં નાશ થઈ ગયું.
24 But neither the king nor any of his servants who heard all these words were frightened, nor did they tear their clothes.
૨૪આ બધું જ સાંભળ્યા પછી પણ રાજાએ કે તેના અમલદારોએ ન તો ગભરાટ વ્યકત કર્યો કે ન તો પોતાના વસ્ત્રો ફાડ્યાં.
25 Elnathan, Delaiah, and Gemariah had even urged the king not to burn the scroll, but he did not listen to them.
૨૫જો કે એલ્નાથાન, દલાયા અને ગમાર્યાએ રાજાને ઓળિયું ન બાળવા વિનંતી કરી, પણ તેણે તેના પર ધ્યાન આપ્યું નહિ.
26 Then the king commanded Jerahmeel, a relative, Seraiah son of Azriel, and Shelemiah son of Abdeel to arrest Baruch the scribe and Jeremiah the prophet, but Yahweh had hidden them.
૨૬પછી રાજાએ બારુખ લહિયાને તથા યર્મિયા પ્રબોધકને પકડવા માટે યરાહમએલને, આઝ્રીએલના દીકરા સરાયાને તથા આબ્દએલના દીકરા શેલેમ્યાને મોકલ્યા. પરંતુ યહોવાહે તેઓને સંતાડી રાખ્યા હતા.
27 Then the word of Yahweh came to Jeremiah after the king had burned the scroll and the words that Baruch had written at Jeremiah's dictation, saying,
૨૭બારુખે યર્મિયાના મુખના બોલેલા શબ્દો જે ઓળિયામાં લખ્યા હતા તે ઓળિયું રાજાએ બાળી નાખ્યું, પછી યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું કે,
28 “Go back, take another scroll for yourself, and write in it all the words that were on the original scroll, the one that Jehoiakim king of Judah burned.
૨૮“પાછો જા, બીજું ઓળિયું લઈને તેના પર યહૂદિયાના રાજા યહોયાકીમે બાળી મૂકેલા પહેલાનાં ઓળિયામાં જે લખ્યું હતું તે બધું તેમાં લખ.
29 Then you must say this to Jehoiakim king of Judah: 'You burned that scroll, saying, “Why have you written on it, 'The king of Babylon will certainly come and destroy this land, for he will destroy both man and beast in it'?”'”
૨૯પછી યહૂદિયાના રાજા યહોયાકીમને કહે કે; બાબિલનો રાજા નિશ્ચે આવીને દેશનો નાશ કરશે તથા તેમાંના માણસોનો અને પશુઓનો નાશ કરશે’ એવું યહોવાહ કહે છે, એવું તેં શા માટે આ ઓળિયામાં લખ્યું છે, એમ કહીને તેં એ ઓળિયું બાળી નાખ્યું છે.
30 Therefore Yahweh says this concerning you, Jehoiakim king of Judah: “No descendant of yours will ever sit on the throne of David. As for you, your corpse will be thrown out into the heat of day and the frost of night.
૩૦આથી યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે યહોવાહ કહે છે કે, તેનાં વંશમાંનો કોઈ દાઉદની ગાદીએ બેસશે નહિ. અને તેનો મૃતદેહ દિવસે તાપમાં અને રાત્રે હિમમાં બહાર પડી રહેશે.
31 For I will punish you, your descendants, and your servants for the iniquity of you all. I will bring on you, on all the inhabitants of Jerusalem, and on every person in Judah all the disasters with which I have threatened you with, but to which you paid no attention.”
૩૧હું તને, તારા વંશજોને તથા તારા અમલદારોને તેઓનાં દુષ્કૃત્યો માટે સજા કરીશ. અને તમારા પર, યરુશાલેમના રહેવાસીઓ પર અને યહૂદિયાના લોકો પર મેં જે વિપત્તિ લાવવા વિષે કહ્યું હતું તે તમારી પર લાવીશ. મેં તમને ચેતવ્યા, પણ તમે સાંભળ્યું નહિ.”
32 So Jeremiah took another scroll and gave it to Baruch son of Neriah the scribe. Baruch wrote on it at Jeremiah's dictation all the words that had been in the scroll burned by Jehoiakim king of Judah. Furthermore, many other similar words were added to this scroll.
૩૨ત્યારબાદ યર્મિયાએ બીજું ઓળિયું લીધું અને નેરિયાના દીકરા બારુખ લહિયાને લખવા આપ્યું. અને જે પુસ્તક યહૂદિયાના રાજા યહોયાકીમે અગ્નિમાં બાળી નાખ્યું હતું. તેમાંનાં યર્મિયાના મુખનાં બોલેલાં સર્વ વચન બારુખે તેમાં લખ્યાં. અને તેઓના જેવાં બીજા ઘણાં વચનો પણ તેમાં ઉમેર્યાં.