< 1 Kings 18 >

1 So after many days the word of Yahweh came to Elijah, in the third year of the drought, saying, “Go, show yourself to Ahab and I will send rain on the land.”
ઘણા દિવસો પછી દુકાળના ત્રીજા વર્ષે યહોવાહનું વચન એલિયાની પાસે આવ્યું કે, “જા, આહાબ સમક્ષ હાજર થા અને હવે હું પૃથ્વી પર વરસાદ વરસાવીશ.”
2 Elijah went to show himself to Ahab; now the famine was severe in Samaria.
એલિયા આહાબને મળવા ગયો; એ સમયે સમરુનમાં સખત દુકાળ વ્યાપેલો હતો.
3 Ahab called Obadiah, who was in charge of the palace. Now Obadiah honored Yahweh very much,
આહાબે ઓબાદ્યાને બોલાવ્યો. તે મહેલનો કારભારી હતો. હવે ઓબાદ્યા તો યહોવાહથી ઘણો બીતો હતો.
4 for when Jezebel was killing the prophets of Yahweh, Obadiah took one hundred prophets and hid them by fifties in a cave and fed them with bread and water.
કેમ કે જયારે ઇઝબેલ યહોવાહના પ્રબોધકોને મારી નાખતી હતી, ત્યારે ઓબાદ્યાએ સો પ્રબોધકોને લઈને પચાસ પચાસની ટુકડી બનાવીને તેઓને ગુફામાં સંતાડ્યા હતા અને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું હતું.
5 Ahab said to Obadiah, “Go through the land to all the water springs and brooks. Perhaps we will find grass and save the horses and mules alive, so that we will not lose all the animals.”
આહાબે ઓબાદ્યાને કહ્યું, “આખા દેશમાં ફરીને પાણીના સર્વ ઝરા આગળ તથા સર્વ નાળાં આગળ જા. જેથી આપણને ઘાસચારો મળી આવે અને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ, કે જેથી આપણે બધાં જાનવરોને ખોઈ ન બેસીએ.”
6 So they divided the land between them to pass through it and look for water. Ahab went one way by himself and Obadiah went another way.
તેથી તેઓએ આખા દેશમાં ફરી વળવા માટે અંદરોઅંદર ભાગ પાડી લીધા. આહાબ એકલો એક બાજુએ ગયો અને ઓબાદ્યા બીજી બાજુ ગયો.
7 As Obadiah was on the road, Elijah unexpectedly met him. Obadiah recognized him and lay facedown on the ground. He said, “Is it you, my master Elijah?”
ઓબાદ્યા પોતાના માર્ગમાં હતો ત્યારે, ત્યાં તેને અચાનક એલિયા મળ્યો. ઓબાદ્યાએ તેને ઓળખીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું, “હે મારા માલિક એલિયા, એ શું તમે છો?”
8 Elijah answered him, “It is I. Go tell your master, 'Look, Elijah is here.'”
એલિયાએ તેને જવાબ આપ્યો. “હા, હું તે જ છું. જા તારા માલિક આહાબને કહે, ‘જો, એલિયા અહીં છે.”
9 Obadiah replied, “How have I sinned, that you would give your servant into the hand of Ahab, for him to kill me?
ઓબાદ્યાએ જવાબ આપ્યો, “મેં શો અપરાધ કર્યો છે કે તું મને મારી નાખવા માટે આ તારા સેવકને આહાબના હાથમાં સોંપવા ઇચ્છે છે?
10 As Yahweh your God lives, there is no nation or kingdom where my master has not sent men to find you. Whenever a nation or kingdom says, 'Elijah is not here,' Ahab makes them take an oath swearing that they could not find you.
૧૦તારા ઈશ્વર યહોવાહના સમ કે, એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે, જ્યાં તારી શોધ કરવા મારા માલિકે માણસ મોકલ્યા ન હોય. જ્યારે તેઓએ કહ્યું, ‘એલિયા અહીં નથી,’ ત્યારે તમે તેઓને નથી મળ્યા, એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજાને ખવડાવ્યા.
11 Yet now you say, 'Go, tell your master that Elijah is here.'
૧૧હવે તું કહે છે, ‘જા તારા માલિક આહાબને કહે કે એલિયા અહીં છે.’”
12 As soon as I am gone from you, the Spirit of Yahweh will carry you some place I do not know. Then when I go and tell Ahab, and when he cannot find you, he will kill me. Yet I, your servant, have worshiped Yahweh from my youth.
૧૨હું તારી પાસેથી જઈશ કે, તરત યહોવાહનો આત્મા હું ન જાણું ત્યાં તને લઈ જશે. પછી હું જ્યારે જઈને આહાબને ખબર આપું અને જ્યારે તું તેને મળે નહિ, ત્યારે તે મને મારી નાખશે. પણ હું તારો સેવક, મારા બાળપણથી યહોવાહથી બીતો આવ્યો છું.
13 Has it not been told to you, my master, what I did when Jezebel killed the prophets of Yahweh, how I hid one hundred of Yahweh's prophets by fifties in a cave and fed them with bread and water?
૧૩ઇઝબેલ યહોવાહના પ્રબોધકોને મારી નાખતી હતી ત્યારે મેં જે કર્યું એટલે મેં યહોવાહના પ્રબોધકોમાંથી સો માણસોને પચાસ પચાસની ટોળી કરીને ગુફામાં કેવા સંતાડ્યા અને રોટલી તથા પાણીથી તેઓનું પોષણ કર્યું, તેની ખબર મારા માલિકને નથી મળી શું?
14 Now you say to me, 'Go and tell your master that Elijah is here,' so that he will kill me.”
૧૪અને હવે તું કહે છે, ‘જા, તારા માલિકને કહે કે એલિયા અહીં છે,’ આથી તે મને મારી નાખશે.”
15 Then Elijah responded, “As Yahweh of hosts lives, before whom I stand, I will surely show myself to Ahab today.”
૧૫પછી એલિયાએ જવાબ આપ્યો, “સૈન્યોના યહોવાહ જેમની આગળ હું ઊભો રહું છું, તેમના સમ કે હું ચોક્કસ આજે તેને મળીશ.”
16 So Obadiah went to meet Ahab, and told him what Elijah said. Then the king went to meet Elijah.
૧૬તેથી ઓબાદ્યા આહાબને મળ્યો; આહાબને કહ્યું એટલે તે એલિયાને મળ્યો.
17 When Ahab saw Elijah, he said to him, “Is it you? You are the one who brings trouble to Israel!”
૧૭જ્યારે આહાબે એલિયાને જોયો ત્યારે તેણે તેને કહ્યું, “હે ઇઝરાયલને દુઃખ આપનાર, એ શું તું છે?”
18 Elijah answered, “I have not brought trouble to Israel, but you and your father's family are the ones who have caused trouble by abandoning the commandments of Yahweh and by following the Baals.
૧૮એલિયાએ જવાબ આપ્યો, “મેં ઇઝરાયલને દુઃખ આપ્યું નથી, પણ તેં તથા તારા પિતાના કુટુંબે યહોવાહની આજ્ઞાનો ત્યાગ કરીને તથા બઆલની પૂજા કરીને દુઃખ આપ્યું છે.
19 Now then, send word and gather to me all Israel at Mount Carmel, along with the 450 prophets of Baal and the four hundred prophets of Asherah who eat at Jezebel's table.”
૧૯હવે પછી, માણસ મોકલીને સર્વ ઇઝરાયલને, બઆલના ચારસો પચાસ પ્રબોધકો તથા ઇઝબેલની મેજ પર જમનારાં અશેરા દેવીના ચારસો પ્રબોધકોને કાર્મેલ પર્વત પર મારી પાસે એકત્ર કર.”
20 So Ahab sent word to all the people of Israel and gathered the prophets together at Mount Carmel.
૨૦તેથી આહાબે સર્વ ઇઝરાયલી લોકો પાસે માણસો મોકલીને કાર્મેલ પર્વત પર એકત્ર કર્યા.
21 Elijah came near to all the people and said, “How long will you keep changing your mind? If Yahweh is God, follow him. But if Baal is God, then follow him.” Yet the people did not answer him a word.
૨૧એલિયાએ સર્વ લોકોની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવાહ ઈશ્વર હોય, તો તમે તેમને અનુસરો. પણ જો બઆલ દેવ હોય તો તેને અનુસરો.” લોકો જવાબમાં એક પણ શબ્દ બોલી શક્યા નહિ.
22 Then Elijah said to the people, “I, I alone, am left as a prophet of Yahweh, but Baal's prophets are 450 men.
૨૨પછી એલિયાએ લોકોને કહ્યું, “હું, હા, હું એકલો જ, યહોવાહનો પ્રબોધક બાકી રહ્યો છું, પણ બઆલના પ્રબોધકો તો ચારસો પચાસ છે.
23 So let them give us two bulls. Let them choose one bull for themselves and cut it in pieces, and lay it on the wood, but put no fire under it. Then I will prepare the other bull and lay it on the wood, and put no fire under it.
૨૩તો અમને બે બળદ આપો. તેઓ પોતાને માટે એક બળદ પસંદ કરીને એને કાપીને તેના ટુકડાં કરે અને તેને લાકડાં પર મૂકે અને નીચે આગ ન મૂકે. પણ હું બીજો બળદ તૈયાર કરીને તેને લાકડાં પર મૂકીશ અને નીચે આગ નહિ મૂકું.
24 Then you will call on the name of your god, and I will call on the name of Yahweh, and the God who answers by fire, then let him be God.” So all the people answered and said, “This is good.”
૨૪તમે તમારા દેવને વિનંતી કરજો અને હું યહોવાહને નામે વિનંતી કરીશ. અને જે ઈશ્વર અગ્નિ દ્વારા જવાબ આપે તેને જ ઈશ્વર માનવા.” તેથી સર્વ લોકોએ જવાબ આપ્યો, “એ વાત સારી છે.”
25 So Elijah said to the prophets of Baal, “Choose one bull for yourselves and prepare it first, for you are many people. Then call on the name of your god, but put no fire under the bull.”
૨૫પછી એલિયાએ બઆલના પ્રબોધકોને કહ્યું, “તમે તમારે સારુ એક બળદ પસંદ કરો અને તેને કાપીને પહેલા તૈયાર કરો, કારણ તમે ઘણા છો, તમારા દેવને પ્રાર્થના કરો, પણ બળદની નીચે આગ લગાડશો નહિ.”
26 They took the bull that was given to them and prepared it, and they called on the name of Baal from morning until noon, saying, “Baal, hear us.” But there was no voice, nor anyone who answered. They danced around the altar they had made.
૨૬જે બળદ તેમને આપવામાં આવ્યો હતો તેને તેઓએ તૈયાર કર્યો અને સવારથી તે બપોર સુધી બઆલના નામે વિનંતી કર્યા કરી કે “ઓ બાલ, અમને જવાબ આપ.” પણ ત્યાં કોઈ અવાજ ન હતો અને જવાબ આપનાર પણ કોઈ ન હતું. જે વેદી તેઓએ બાંધી હતી તેના ફરતે ગોળાકારે નૃત્ય પણ કર્યુ.
27 At noon Elijah mocked them and said, “Shout out loudly! He is a god! Perhaps he is thinking, or is relieving himself, or he is traveling on a journey, or perhaps he is sleeping and must be awakened.”
૨૭આમ અને આમ બપોર થઈ ગઈ એટલે એલિયા તેઓની મશ્કરી કરીને બોલ્યો, “હજી મોટા સાદે બૂમો પાડો! તે દેવ છે! કદાચ એ વિચારમાં ઊંડો ડૂબી ગયો હશે! અથવા કંઈ કામમાં ગૂંથાયો હશે કે, મુસાફરીમાં હશે, કદાચ ઊંઘી પણ ગયો હોય તો જગાડવો પણ પડે.”
28 So they shouted more loudly, and they cut themselves, as they usually did, with swords and spears, until their blood flowed out over themselves.
૨૮તેથી તેઓ વધારે મોટે સાદે બૂમો પાડવા લાગ્યા અને જેમ તેઓ કરતા હતા તેમ તલવાર અને ભાલા વડે પોતાનાં શરીર પર એવા ઘા કરવા લાગ્યા કે, લોહી વહેવા લાગ્યું.
29 Midday passed, and they were still raving until the time of offering of the evening sacrifice, but there was no voice or anyone to answer; there was no one who paid any attention to their pleadings.
૨૯બપોર વીતી ગઈ અને છેક સાંજનું અર્પણ ચઢાવવાના સમય સુધી તેઓએ પ્રબોધ કર્યો. પણ ત્યાં કંઈ અવાજ હતો નહિ કે તેમને સાંભળનાર તથા તેમની પર ધ્યાન આપનાર કોઈ હતું નહિ.
30 Then Elijah said to all the people, “Come near to me,” and all the people came near to him. Then he repaired the altar of Yahweh that was lying in ruin.
૩૦પછી એલિયાએ બધા લોકોને કહ્યું, “અહીં મારી નજીક આવો.” લોકો તેની પાસે નજીક આવ્યા; યહોવાહની વેદી જે તોડી નાખવામાં આવી હતી, તેને તેણે સમારી.
31 Elijah took twelve stones, each stone representing one of the tribes of the sons of Jacob—it was Jacob to whom the word of Yahweh came, saying, “Israel will be your name.”
૩૧યાકૂબ કે જેની પાસે યહોવાહનું એવું વચન આવ્યું હતું કે, “તારું નામ ઇઝરાયલ થશે.” તેના પુત્રોના કુળસમૂહોની સંખ્યા પ્રમાણે તેણે બાર પથ્થર લીધા.
32 With the stones he built an altar in the name of Yahweh and he dug a trench around the altar large enough to contain two seahs of seeds.
૩૨તે પથ્થરો વડે એલિયાએ યહોવાહને નામે એક વેદી બનાવી. તેણે તે વેદીની આસપાસ બે હાથ પહોળી ખાઈ ખોદી.
33 He arranged the wood for a fire, cut the bull in pieces, and laid the pieces of the bull on the wood. He said, “Fill four jars with water and pour it on the burnt offering and on the wood.”
૩૩પછી તેણે આગને સારુ લાકડાં પણ ગોઠવ્યાં. બળદને કાપીને ટુકડાં કર્યા અને તેને લાકડાં પર મૂક્યા. પછી તેણે કહ્યું કે, “ચાર ઘડા પાણી ભરી લાવીને દહનીયાર્પણ પર અને લાકડાં પર રેડો.”
34 Then he said, “Do it a second time,” and they did it a second time. Once more he said, “Do it a third time,” and they did it a third time.
૩૪વળી તેણે કહ્યું, “આમ બીજી વાર પણ કરો.” અને તેઓએ તેમ બીજી વાર કર્યું. પછી તેણે કહ્યું, “આમ ત્રીજી વાર પણ કરો.” અને તેઓએ તેમ ત્રીજી વાર પણ કર્યું.
35 The water ran around the altar and filled the trench.
૩૫તેથી પાણી વેદીની ચારે બાજુએ ફેલાઈ ગયું. અને પેલો ખાડો પણ પાણીથી છલકાઈ ગયો.
36 It happened at the time of the offering of the evening sacrifice, that Elijah the prophet came near and said, “Yahweh, the God of Abraham, of Isaac, and of Israel, let it be known this day that you are God in Israel, and that I am your servant, and that I have done all these things at your word.
૩૬સાંજે અર્પણના સમયે એલિયા પ્રબોધક નજીક આવીને બોલ્યો, “ઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર યહોવાહ, તમે જ ઇઝરાયલમાં ઈશ્વર છો. હું તમારો સેવક છું અને આ બધું મેં તમારા કહેવાથી કર્યું છે એમ આજે આ લોકોને ખબર પડવા દો.
37 Hear me, Yahweh, hear me, that these people may know that you, Yahweh, are God, and that you have turned their heart back again to yourself.”
૩૭હે યહોવાહ, મારું સાંભળો, મારું સાંભળો. જેથી આ લોકો જાણે કે, તમે જ યહોવાહ ઈશ્વર છો અને તમે જ તેઓનાં હૃદય પાછાં પોતાના તરફ ફેરવ્યાં છે.”
38 Then the fire of Yahweh fell and consumed the burnt offering, as well as the wood, the stones, and the dust, and licked up the water that was in the trench.
૩૮પછી એકાએક યહોવાહનાં અગ્નિએ પડીને દહનીયાર્પણ, લાકડાં, પથ્થર અને ધૂળ બાળીને ભસ્મ કરી નાખ્યાં અને તે ખાડાના પાણીને પણ સૂકવી નાખ્યાં.
39 When all the people saw this, they lay facedown on the ground and said, “Yahweh, he is God! Yahweh, he is God!”
૩૯જ્યારે લોકોએ આ જોયું ત્યારે તેઓએ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, “યહોવાહ એ જ ઈશ્વર છે! યહોવાહ એ જ ઈશ્વર છે!”
40 So Elijah said to them, “Take the prophets of Baal. Do not let one of them escape.” So they took them, and Elijah brought the prophets of Baal down to the Kishon River and killed them there.
૪૦એલિયાએ કહ્યું, “બઆલના પ્રબોધકોને પકડો. તેઓમાંથી એકને પણ નાસી જવા ન દો.” તેથી લોકોએ તેઓને પકડી લીધા અને એલિયાએ તેમને કીશોન નાળાંની તળેટીમાં લાવીને મારી નાખ્યા.
41 Elijah said to Ahab, “Get up, eat and drink, for there is the sound of much rain.”
૪૧એલિયાએ આહાબને કહ્યું, “ઊઠ, ખા તથા પી, કારણ, મને ધોધમાર વરસાદનો અવાજ સંભળાય છે.”
42 So Ahab went up to eat and to drink. Then Elijah went up to the top of Carmel, bowed himself down on the earth and put his face between his knees.
૪૨તેથી આહાબ ખાવાપીવા માટે ઉપર ગયો. પછી એલિયા, કાર્મેલ પર્વતના શિખર સુધી ગયો અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું.
43 He said to his servant, “Go up now, look toward the sea.” His servant went up and looked and said, “There is nothing.” So Elijah said, “Go again, seven times.”
૪૩તેણે પોતાના ચાકરને કહ્યું, “હવે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર.” ઉપર જઈને નજર કરીને તે બોલ્યો, “ત્યાં કશું નથી.” તેથી એલિયાએ કહ્યું, “ફરી સાત વાર જા.”
44 At the seventh time the servant said, “Look, there is a cloud going up from the sea, as small as a man's hand.” Elijah replied, “Go up and say to Ahab, 'Make ready your chariot and go down before the rain stops you.'”
૪૪સાતમી વખતે તે ચાકર બોલ્યો, “જો, માણસના હાથની હથેળી જેટલું નાનું વાદળું સમુદ્રમાંથી ઉપર ચઢે છે.” ત્યારે એલિયાએ જવાબ આપ્યો કે, “ઉપર જઈને આહાબને કહે, વરસાદ તને અટકાવે તે પહેલાં રથ જોડીને નીચે ઊતરી આવ.”
45 It happened that in a little while the heavens grew black with clouds and wind, and there was a great rain. Ahab rode and went to Jezreel,
૪૫અને થોડી વારમાં એમ થયું કે આકાશ વાદળથી તથા પવનથી અંધારાયું અને ધોધમાર વરસાદ વરસ્યો. આહાબ રથમાં બેસીને યિઝ્રએલ ગયો.
46 but the hand of Yahweh was on Elijah. He tucked his robe in his belt and ran before Ahab to the entrance of Jezreel.
૪૬પણ યહોવાહનો હાથ એલિયા પર હતો. તે કમર બાંધીને તેનો ઝભ્ભો થોડો ઊંચો કરીને આહાબના રથની આગળ છેક તે યિઝ્રએલના પ્રવેશદ્વાર સુધી દોડતો ગયો.

< 1 Kings 18 >