< Philemon 1 >

1 [I], Paul, am a prisoner [who serves] Christ Jesus. [I am here] with Timothy, our fellow believer. [I am writing this letter] to [you], Philemon, our dear [friend] and fellow worker.
સેવાકાર્યમાં અમારા સાથીદાર વહાલાં ફિલેમોન, બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્ખિપસ તથા તારા ઘરમાંની વિશ્વાસી સમુદાયને
2 [I am also writing] to [your wife], Apphia, and to Archippus, [who is like] [MET] our fellow soldier [because he serves Christ steadfastly together with us]. I am also [writing this] to the congregation [that meets/gathers] in your [(sg)] house.
ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા ભાઈ તિમોથી લખે છે
3 [I pray that] God our Father and our Lord Jesus Christ [will continue to] act kindly toward you all and [will continue to] cause you to have [inner] peace.
ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.
4 I always thank my God when I pray for you [(sg)], because I hear [people say that] you love all God’s people [CHI]
ભાઈ ફિલેમોન પ્રભુ ઈસુ પર તથા સર્વ સંતો પરના તારા પ્રેમ તથા વિશ્વાસ વિષે,
5 and that you continue to trust in the Lord Jesus.
સાંભળવાથી તારું સ્મરણ હું નિત્ય મારી પ્રાર્થનાઓમાં કરું છું અને મારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું.
6 I pray that as a result of your knowing all the good things [that God/Christ has done for] us, you may (be effective/influence many others) as you tell others what you believe, in order that [they may honor] Christ.
મારી પ્રાર્થના છે કે આપણામાં જે સર્વ સારું છે તેનું જ્ઞાન થયાથી, તારા વિશ્વાસની ભાગીદારી ખ્રિસ્ત ઈસુના મહિમાને સારુ સફળ થાય.
7 I have rejoiced greatly and have been greatly encouraged because you, my dear friend, have acted lovingly toward God’s people by encouraging them [SYN].
કારણ કે તારા પ્રેમમાં મને ઘણો આનંદ તથા દિલાસો મળ્યો છે; કેમ કે, ઓ ભાઈ, તારાથી સંતોના હૃદય ઉત્તેજિત થયાં છે.
8 So [I have a request/favor to ask of you]. I am completely confident [that I have authority] to command you [to do] what you ought to do, because [I am an apostle of] Christ.
માટે જે યોગ્ય છે તે તને આજ્ઞા તરીકે કહેવાને મને ખ્રિસ્તમાં છૂટ છે ખરી,
9 But because [I know that you] love [God’s people], I request this instead of [commanding you to do it]. It is I, Paul, an old man and now also a prisoner [because I serve] Christ Jesus, [who am requesting it].
તોપણ હું પાઉલ વૃદ્ધ તથા હમણાં ખ્રિસ્ત ઈસુનો બંદીવાન હોવાથી હું બીજી રીતે, એટલે પ્રેમથી, તને વિનંતી કરું છું.
10 I request that you [do something] for someone [who has become like] my own son [because I told him about Christ] [MET] while [I have been] a prisoner [MTY] [here. His name is] Onesimus.
૧૦ઓનેસીમસ આ બંદીખાનામાં જે મારા દીકરા જેવો થયો છે તેને વિષે હું તને વિનંતી કરું છું.
11 Although [his name, as you know, means ‘useful’], formerly he was useless to you. But now he is useful both to you and to me!
૧૧અગાઉ તે તને ઉપયોગી ન હતો, પણ હમણાં તે તને તથા મને પણ ઉપયોગી છે;
12 Although (he is [as dear to me as/I love him as much as I love]) [MET] my own self [MTY], I am sending him back to you.
૧૨તેને પોતાને, એટલે મારા પોતાના હૃદય જેવાને, મેં તારી પાસે પાછો મોકલ્યો છે.
13 I would like to have kept him with me, in order that he might serve me on your behalf, while I am a prisoner [MTY] [because of my preaching] the message [about Christ].
૧૩તેને હું મારી પાસે રાખવા ઇચ્છતો હતો, કે સુવાર્તાને લીધે હું બંદીવાસમાં છું તે દરમિયાન તે તારા બદલામાં મારી મદદ કરે.
14 Nevertheless, because [I had not yet asked you and] you had not yet permitted me [to keep him here with me], I decided not to [keep him here. I decided that I should] not do anything without your permitting it. [I decided that you should help me only if you] really want to help me.
૧૪પણ તારી મરજી વિના કંઈ કરવાની મારી ઇચ્છા ન હતી, એ માટે કે તારો ઉપકાર દબાણથી નહિ, પણ રાજીખુશીથી થાય.
15 Perhaps the reason that [God permitted] Onesimus to be separated from {to leave} you for a little while was that [he would believe in Christ, and as a result] you would have him (back/with you) forever! (aiōnios g166)
૧૫કેમ કે તે સદા તારી પાસે રહે, તે માટે જ કદાચ થોડીવાર સુધી તારાથી દૂર થયો હશે, (aiōnios g166)
16 [You will no longer have him only] as a slave. Instead, [you will have him] as [someone who is] more than a slave. [You will have him] as a fellow believer! He is especially dear to me, but he certainly will be more dear to you [than he is to me] (OR, I love him very much, but you will certainly love him more than I do), [because now he] not only belongs to you but he also belongs to the Lord.
૧૬હવે પછી દાસના જેવો નહિ, પણ દાસથી અધિક, એટલે વહાલા ભાઈના જેવો છે, મને તો તે વિશેષ કરીને એવો છે, પણ તને તો દેહમાં તથા પ્રભુમાં કેટલો બધો વિશેષ છે!
17 So, if you consider me to be your partner [in God’s work], receive him as you would receive me.
૧૭માટે જો તું મને ભાગીદાર ગણે, તો જેમ મારો તેમ તેનો સ્વીકાર કરજે.
18 If he has wronged you in any manner or if he owes you anything, (charge that to me/tell me so that I can pay you).
૧૮પણ જો તેણે તારો કંઈ અન્યાય કર્યો હોય કે તેની પાસે તારું કંઈ લેણું હોય તો તેની જવાબદારી હું લઉં છું.
19 I, Paul, am now writing this in my own handwriting: I will repay you what he owes you, although I might mention to you that you owe me even more than Onesimus may owe you, because it was the result of my telling you about Christ that God saved you.
૧૯હું પાઉલ મારે પોતાને હાથે લખું છું કે, તે હું ભરપાઈ કરીશ; તોપણ હું તને નથી કહેતો કે તું પોતા વિષે મારો કરજદાર છે.
20 (Yes/I say it again), my dear friend, because you and I both have a relationship with the Lord, I want you to do this for me. Encourage me [SYN] [by receiving Onesimus kindly, just like you encourage others who believe] in Christ.
૨૦હા, ભાઈ, તારાથી પ્રભુમાં મને આનંદ થાય; ખ્રિસ્તમાં મારું હૃદય શાંત કર.
21 I have written [this letter] to you, confident that you will do what I am requesting you to [do]. [In fact], I know that you will do even more than what I am requesting [you to do].
૨૧તું મારું કહેલું માનીશ એવો ભરોસો રાખીને તારા પર આ પત્ર લખું છું, કેમ કે હું જાણું છું કે, જે હું કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ.
22 Also, keep a guest room ready for me [to stay in], because I confidently expect that as a result of your prayers [for me, I] will be released [from prison and will come] to you all.
૨૨સારુ, મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે. કેમ કે મને આશા છે કે તમારી પ્રાર્થનાઓથી મારે તમારી પાસે આવવાનું થશે.
23 Epaphras, who is [suffering] with me in prison because of [his serving] Christ Jesus, (sends his greetings to you/wants you to know that he is thinking fondly about you).
૨૩એપાફ્રાસ, ખ્રિસ્ત ઈસુમાં મારો સાથી બંદીવાન,
24 Mark, Aristarchus, Demas, and Luke, who are my [other] fellow workers, also (send their greetings to you/want you to know that they are thinking fondly about you).
૨૪સેવાકાર્યમાં મારા સાથીદાર માર્ક, આરિસ્તાર્ખસ, દેમાસ તથા લૂક સર્વ તને ક્ષેમકુશળ કહે છે.
25 [I pray that] the Lord Jesus Christ [will] ([continue to] work kindly in all your lives/kindly keep accomplishing what he desires within you).
૨૫આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.

< Philemon 1 >