< Genesis 8 >
1 But God (did not forget/thought) about Noah and all the wild animals and all the kinds of livestock that were with him in the boat. So one day God sent a wind to blow across the earth, and the wind caused the water [to begin] to recede.
૧ઈશ્વરે નૂહના કુટુંબની તથા તેની સાથે જે સર્વ પશુ, પક્ષી તથા સજીવો વહાણમાં હતા તેઓની સંભાળ લીધી. તેમણે પૃથ્વી પર પવન ફૂંકાવ્યો અને પાણીનું પ્રમાણ ઓછું થવા લાગ્યું.
2 God caused the water that was under the earth to stop bursting forth, and he caused the floodgates of water from the sky to close so that it stopped raining.
૨જળનિધિના ઝરા, આકાશના દ્વારો બંધ થયાં અને વરસાદ વરસતો અટકી ગયો.
3 The water on the earth gradually receded. 150 days after the flood began,
૩જળપ્રલય શરૂ થયાના એકસો પચાસ દિવસો પછી પૃથ્વી પરથી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યું.
4 (on the 17th day of the seventh month [of that year/late in March]), the boat came to rest on one of the mountains in the Ararat region.
૪સાતમા મહિનાને સત્તરમે દિવસે વહાણ અરારાટ પર્વત પર આવીને થંભ્યું.
5 The water continued to recede until, on the first day of the tenth month [of that year], the tops of other mountains became visible.
૫પાણી ઓસરતાં ગયાં અને ત્રીજા મહિના પછી અન્ય ઊંચા પહાડોનાં શિખર દેખાયાં.
6 40 days later, Noah opened the window that he had made in the side of the boat, and sent out a raven.
૬ચાળીસ દિવસ પછી નૂહે વહાણની બારી ઉઘાડી.
7 The raven flew back and forth [to and from the boat] until the water was completely gone.
૭તેણે એક કાગડાને બહાર મોકલ્યો. પૃથ્વી પરનાં પાણી સુકાયાં નહિ ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો.
8 Then Noah sent out a dove to find out if the water had all receded on the ground.
૮પછી જમીનની સપાટી પર પાણી ઓસર્યાં છે કે નહિ તે જોવા સારુ નૂહે એક કબૂતરને મોકલ્યું,
9 But the dove did not find any place to perch, so it flew back to Noah in the boat, because there was still water all over the surface of the earth. So Noah reached out his hand and took the dove back inside the boat.
૯પણ આખી પૃથ્વી પર પાણી હોવાને લીધે કબૂતરને પોતાના પગ મૂકવાની જગ્યા મળી નહિ, તેથી તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું.
10 Noah waited seven more days. Then he sent the dove out of the boat again.
૧૦બીજા સાત દિવસ રાહ જોયા પછી નૂહે ફરીથી વહાણમાંથી કબૂતરને મોકલ્યું.
11 This time the dove returned to him in the evening and, [surprisingly], in its beak there was a leaf from an olive tree that the dove had just plucked. Then Noah knew that the water had truly receded from the surface of the ground.
૧૧કબૂતર ફરીને સાંજે તેની પાસે પાછું આવ્યું. તેની ચાંચમાં જૈતૂનવૃક્ષનું એક પાંદડું હતું. તેથી નૂહને સમજાયું કે પૃથ્વી પરથી પાણી ઓસર્યાં છે.
12 Noah waited seven more days. Then he sent the dove out again, but this time it did not return to him.
૧૨તેણે બીજા સાત દિવસો સુધી રાહ જોઈ અને ફરીથી કબૂતરને બહાર મોકલ્યું. પણ તે તેની પાસે ફરી પાછું આવ્યું નહિ.
13 Noah was now 601 years old. By the first day of the first month [of the Jewish year], the water had completely drained away from the ground. Noah removed the covering on top of the ark, and he was surprised to see that the surface of the ground was drying.
૧૩નૂહની ઉંમર છસો એક વર્ષની થઈ ત્યારે તે વર્ષના પ્રથમ દિવસે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયાં. નૂહે વહાણની છત ઉઘાડીને બહાર જોયું, તો ભૂમિની સપાટી કોરી થયેલી હતી.
14 By the 27th day of the next month, the ground was completely dry.
૧૪બીજા મહિનાને સત્તાવીસમે દિવસે પૃથ્વી પરની ભૂમિ કોરી થઈ ગઈ હતી.
15 Then God said to Noah,
૧૫પછી ઈશ્વરે નૂહને કહ્યું કે,
16 “Leave the boat, along with your wife and your sons and their wives.
૧૬“તું, તારી પત્ની, તારા દીકરાઓ તથા તારી પુત્રવધૂઓ વહાણમાંથી બહાર આવો.
17 Bring out with you all the birds, the animals, and all the creatures that scurry across the ground, in order that they can spread all over the earth and become very numerous.”
૧૭વળી દરેક જાતનાં પ્રાણીઓને, એટલે પક્ષીઓ, પશુઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વને તારી સાથે બહાર લાવ, કે જેથી તેઓ પૃથ્વી પર સફળ થાય અને વૃદ્ધિ પામે.”
18 So Noah left the boat, along with his wife and his sons and their wives.
૧૮તેથી નૂહ તેની સાથે તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ સહિત બહાર આવ્યાં.
19 And every kind of creature, including all those that scurry across the ground, all the birds, every creature that moves on the earth, left the boat. They left the boat in groups of their own species.
૧૯દરેક સજીવ પ્રાણી, દરેક પેટે ચાલનારાં, દરેક પક્ષી તથા દરેક જે પૃથ્વી પર ચાલે છે તે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વહાણમાંથી બહાર આવ્યાં.
20 Then Noah built a (stone altar/place for offering sacrifices) to Yahweh. Then he took some of the animals that Yahweh had said were acceptable as sacrifices and killed them. Then he burned them whole on the altar.
૨૦નૂહે ઈશ્વરને અર્પણ કરવા માટે એક વેદી બાંધી. એ વેદી પર તેણે શુદ્ધ પશુઓમાંથી તથા શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાંકના દહનીયાર્પણ કર્યાં.
21 When Yahweh smelled the pleasant odor, he was pleased with the sacrifice. Then he said to himself, “I will never again devastate everything on the earth because of the sinful things people do. Even though everything that people think is evil from the time they are young, I will not destroy all the living creatures again, as I did this time.
૨૧યહોવાહે સુગંધીઓથી પ્રસન્ન થઈને પોતાના હૃદયમાં કહ્યું કે, “બાળપણથી જ માણસના હૃદયનું વલણ દુષ્ટ હોય છે તે છતાં પણ હવે પછી માનવજાતને નષ્ટ કરીને હું ભૂમિને ફરી શાપિત નહિ કરું. જેમ મેં સર્વ સજીવોનો નાશ કર્યો છે એવું ફરીથી કદી હું નહિ કરું.
22 As long as the earth exists, each year there will be seasons for planting seeds and seasons for harvesting crops. Each year there will be times when it is cold and times when it is hot, summer and winter (OR, rainy season and dry season). Each day there will be daytime and nighttime.”
૨૨પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી તથા કાપણીની મોસમ, ઠંડી તથા ગરમી, ઉનાળો તથા શિયાળો અને દિવસ તથા રાત થયા વગર રહેશે નહિ.”