< Psalms 140 >
1 to/for to conduct melody to/for David to rescue me LORD from man bad: evil from man violence to watch me
૧મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવાહ, દુષ્ટ માણસોથી મને છોડાવો; જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
2 which to devise: devise distress: evil in/on/with heart all day: always to quarrel battle
૨તેઓ પોતાની દુષ્ટ યોજનાઓ ઘડે છે; તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.
3 to sharpen tongue their like serpent rage viper underneath: under lips their (Selah)
૩તેઓએ પોતાની જીભ સાપના જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓની જીભની નીચે નાગનું વિષ છે. (સેલાહ)
4 to keep: guard me LORD from hand wicked from man violence to watch me which to devise: devise to/for to thrust beat my
૪હે યહોવાહ, દુષ્ટોના હાથમાંથી મને બચાવો; જેઓએ મને નુકસાન પહોંચાડવાની યોજના કરી છે; એવા જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
5 to hide proud snare to/for me and cord to spread net to/for hand: to track snare to set: make to/for me (Selah)
૫ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિછાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. (સેલાહ)
6 to say to/for LORD God my you(m. s.) to listen [emph?] LORD voice supplication my
૬મેં યહોવાહને કહ્યું, “તમે મારા ઈશ્વર છો; મારી આજીજી સાંભળો.”
7 YHWH/God Lord strength salvation my to cover to/for head my in/on/with day weapon
૭હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
8 not to give: give LORD desire wicked plan his not to promote to exalt (Selah)
૮હે યહોવાહ, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો; તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ. (સેલાહ)
9 head surrounds my trouble lips their (to cover them *Q(K)*)
૯મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે; તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.
10 (to shake *Q(K)*) upon them coal in/on/with fire to fall: fall them in/on/with flood not to arise: rise
૧૦ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો; તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે; એવા ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે કે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ.”
11 man tongue not to establish: establish in/on/with land: country/planet man violence bad: evil to hunt him to/for thrust
૧૧ખોટું બોલનારાઓને પૃથ્વીમાં રહેવા દેશો નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ પડી રહેશે.
12 (to know *Q(k)*) for to make: do LORD judgment afflicted justice needy
૧૨હું જાણું છું કે યહોવાહ તો દુઃખીની દાદ સાંભળશે અને ગરીબોનો હક જાળવશે.
13 surely righteous to give thanks to/for name your to dwell upright with face your
૧૩નિશ્ચે ન્યાયી માણસ યહોવાહના નામનો આભાર માનશે; યથાર્થ મનુષ્યો તમારી સમક્ષતામાં જીવશે.