< Proverbs 13 >
1 son: child wise discipline father and to mock not to hear: hear rebuke
૧જ્ઞાની દીકરો પોતાના પિતાની શિખામણ માને છે, પણ અડિયલ દીકરો ઠપકાને ગણકારતો જ નથી.
2 from fruit lip man to eat good and soul: appetite to act treacherously violence
૨માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ભોગવે છે, પણ કપટીનો જીવ જુલમ વેઠશે.
3 to watch lip his to keep: guard soul: life his to open lips his terror to/for him
૩પોતાનું મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.
4 to desire and nothing soul his sluggish and soul sharp to prosper
૪આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ કશું પામતો નથી, પણ ઉદ્યમી વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.
5 word: because deception to hate righteous and wicked to stink and be ashamed
૫સદાચારી માણસ જૂઠને ધિક્કારે છે, પણ દુષ્ટ માણસ અપમાન અને ફજેતીનો ભોગ બને છે.
6 righteousness to watch integrity way: conduct and wickedness to pervert sin
૬નેકી ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીઓને ઉથલાવી નાખે છે,
7 there to enrich and nothing all be poor and substance many
૭કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે અને કેટલાક એવા પણ છે કે જેઓ કંગાળ હોવા છતાં ધનવાન હોય છે.
8 ransom soul: life man riches his and be poor not to hear: hear rebuke
૮દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, પણ ગરીબ વ્યક્તિને ધમકી સાંભળવી પડતી નથી.
9 light righteous to rejoice and lamp wicked to put out
૯નેકીવાનોનો પ્રકાશ આનંદ છે, પણ દુષ્ટનો દીવો હોલવી નાંખવામાં આવશે.
10 except in/on/with arrogance to give: give strife and with to advise wisdom
૧૦અભિમાનથી તો કેવળ ઝઘડો જ ઉત્પન્ન થાય છે; પણ સારી સલાહ માનનારાઓ પાસે ડહાપણ છે.
11 substance from vanity to diminish and to gather upon hand to multiply
૧૧કુમાર્ગે મેળવેલી સંપત્તિ કદી ટકતી નથી. પણ મહેનતથી સંગ્રહ કરેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે.
12 hope to draw be weak: ill heart and tree life desire to come (in): fulfill
૧૨આશાનું ફળ મળવામાં વિલંબ થતાં અંતઃકરણ ઝૂરે છે, પણ ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.
13 to despise to/for word to destroy to/for him and afraid commandment he/she/it to complete
૧૩શિખામણને નકારનારનો નાશ થાય છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે.
14 instruction wise fountain life to/for to turn aside: depart from snare death
૧૪જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે, જે તે વ્યક્તિને મૃત્યુના ફાંદામાંથી ઉગારી લે છે.
15 understanding pleasant to give: give favor and way: conduct to act treacherously strong
૧૫સારી સમજવાળાને કૃપા મળે છે, પણ કપટીનો માર્ગ ખરબચડો છે.
16 all prudent to make: do in/on/with knowledge and fool to spread folly
૧૬પ્રત્યેક ડાહ્યો માણસ ડહાપણથી નિર્ણય લે છે; પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.
17 messenger wicked to fall: fall in/on/with bad: evil and envoy faithful healing
૧૭દુષ્ટ સંદેશાવાહક મુશ્કેલીમાં સપડાઈ જાય છે, પણ વિશ્વાસુ સંદેશવાહક સમાધાન લાવે છે.
18 poverty and dishonor to neglect discipline and to keep: guard argument to honor: honour
૧૮જે શિખામણનો ત્યાગ કરે છે તેને ગરીબી અને અપમાન પ્રાપ્ત થાય છે, પણ ઠપકાનો સ્વીકાર કરે છે તેને માન મળે છે.
19 desire to be (to please *LAH(b)*) to/for soul and abomination fool to turn aside: depart from bad: evil
૧૯ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે, પણ દુષ્ટતાથી પાછા વળવું એ મૂર્ખોને આઘાતજનક લાગે છે.
20 (to go: walk *Q(K)*) with wise (be wise *Q(K)*) and to accompany fool be evil
૨૦જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પણ જે મૂર્ખની સોબત કરે છે તેને નુકસાન થશે.
21 sinner to pursue distress: harm and [obj] righteous to complete good
૨૧પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે, પણ જે સારા માણસો છે તેઓને હિતકારક બદલો મળશે.
22 pleasant to inherit son: child son: child and to treasure to/for righteous strength: rich to sin
૨૨સારો માણસ પોતાનાં સંતાનોનાં સંતાનોને માટે વારસો મૂકી જાય છે, પણ પાપીનું ધન નેકીવાનને સારુ ભરી મૂકવામાં આવે છે.
23 abundance food fallow ground be poor and there to snatch in/on/with not justice
૨૩ગરીબોના ખેતરમાં ઘણું અનાજ ઊપજે છે, પણ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે.
24 to withhold tribe: staff his to hate son: child his and to love: lover him to seek him discipline
૨૪જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.
25 righteous to eat to/for satiety soul: appetite his and belly: abdomen wicked to lack
૨૫નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે, પણ દુષ્ટનું પેટ હંમેશાં ભૂખ્યુંને ભૂખ્યું જ રહે છે.