< Luke 9 >
1 And, calling together the twelve, he gave them power and authority over all the demons, and to be curing, diseases;
૧ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને તેઓને સઘળા દુષ્ટાત્માઓને તાબે કરવાની, તથા રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યાં;
2 and sent them forth, to be proclaiming the kingdom of God, and to be healing;
૨ઈશ્વરના રાજ્યની ઘોષણા તથા માંદાઓને સાજાં કરવા ઈસુએ તેઓને મોકલ્યા.
3 and said unto them—Nothing, take ye for the journey, —neither staff, nor satchel, nor bread, nor silver, nor to have, two tunics.
૩ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી મુસાફરીને સારુ કંઈ લેતા નહિ; લાકડી, થેલી, રોટલી કે નાણાં, વળી બે જોડી વસ્ત્ર પણ લેશો નહિ.
4 And, into whatsoever house ye enter, there, abide, and, thence, be going forth.
૪જે ઘરમાં તમે જાઓ, ત્યાં જ રહો, અને ત્યાંથી જ બીજે સ્થળે જવા રવાના થજો.
5 And, as many soever as shall not welcome you, in going forth from that city, the dust of your feet, shake ye off, for a witness against them.
૫તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાંએ તમારો સત્કાર કર્યો ન હોય તેમની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો.’”
6 And they went forth, and were passing through, along the villages, —delivering the glad-message, and effecting cures in every direction.
૬અને શિષ્યો ત્યાંથી નીકળ્યા, અને ગામેગામ સુવાર્તાનો પ્રચાર કરતા અને બીમાર લોકોને સાજાં કરતા બધે ફરવા લાગ્યા.
7 Now Herod the tetrarch heard of all the things which were coming to pass, and was utterly at a loss, because of its being said, by some, that, John, had been raised from the dead;
૭જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ મૂંઝવણમાં પડ્યો, કેમ કે કેટલાક એમ કહેતાં હતા કે, મૃત્યુ પામેલો યોહાન ફરી પાછો આવ્યો છે.’”
8 and, by some, that, Elijah, had appeared; and, by others, that, some prophet of the ancients, had arisen.
૮કેટલાક કહેતાં હતા કે, ‘એલિયા પ્રગટ થયો છે’; અને બીજાઓ કહેતાં હતા કે, ‘પ્રાચીન પ્રબોધકોમાંનો એક પાછો ઊઠ્યો છે.’”
9 But Herod said—John, I myself, beheaded; but, who is this, concerning whom I am hearing such things as these? And he was seeking to see him.
૯હેરોદે કહ્યું કે, ‘યોહાનનું માથું મેં કાપી નંખાવ્યું; પણ આ કોણ છે કે જેને વિશે હું આવી બધી વાતો સાંભળું છું?’ અને હેરોદે ઈસુને જોવા માટે ઈચ્છા કરી.
10 And the Apostles, returning, related to him what great things they had done. And, taking them aside, he retired privately, into a city called Bethsaida.
૧૦પ્રેરિતોએ પાછા આવીને જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. અને ઈસુ તેઓને સાથે લઈને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા.
11 But, the multitudes, getting to know, followed him; and, giving them welcome, he began speaking unto them concerning the kingdom of God, —and, them that had need of cure, he healed,
૧૧લોકોને ખબર પડતાં જ તેઓનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા; અને ઈસુએ તેઓને આવકાર કરીને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સંદેશ કહ્યો, અને જેઓને સાજાં થવાની ગરજ હતી તેઓને સાજાં કર્યા.
12 And, the day, began to decline; and the twelve, coming near, said to him—Dismiss the multitude, that, going into the surrounding villages and hamlets, they may lodge, and find provisions; because, here, in a desert place, are we.
૧૨દિવસ પૂરો થવા આવ્યો, ત્યારે બાર શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, ‘લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં ગામોમાં તથા પરાંમાં જઈને ઊતરે, અને ખાવાનું મેળવે; કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ.’”
13 But he said unto them—Give, ye, them to eat. They, however, said—We have not more than five loaves, and two fishes, —unless perhaps, we, should go, and buy food, for all this people.
૧૩ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’ શિષ્યોએ કહ્યું કે, ‘અમારી પાસે તો જવની પાંચ રોટલી અને બે માછલી સિવાય બીજું કશું નથી. અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય.’”
14 For there were about five thousand men. And he said unto his disciples—Make them recline, in companies of about fifty each.
૧૪કેમ કે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો.
15 And they did so, —and made, one and all, recline.
૧૫શિષ્યોએ તે પ્રમાણે કર્યું, અને લોકોને બેસાડ્યા.
16 And, taking the five loaves, and the two fishes, looking up into heaven, he blessed them, and brake [them] up, and went on giving to the disciples, to set before the multitude;
૧૬પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડાં કરીને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી.
17 and they did all eat and were filled. And that which remained over to them, was taken up, —of broken pieces, twelve baskets.
૧૭તેઓ સર્વ જમ્યાં અને તૃપ્ત થયા; ભાણામાં વધી પડેલા ટુકડાંઓથી તેઓએ બાર ટોપલીઓ ભરી.
18 And, it came to pass, when he was praying in solitude, the disciples, were with him. And he questioned them, saying—Who do the multitudes say that I am?
૧૮એમ થયું કે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતા હતા, ત્યારે શિષ્યો તેમની સાથે હતા; ઈસુએ શિષ્યોને પૂછ્યું કે, ‘હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?’”
19 And they, answering, said John the Immerser; But some, Elijah, and others, that, some prophet of the ancients, hath arisen.
૧૯શિષ્યોએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘યોહાન બાપ્તિસ્મા કરનાર, પણ કેટલાક કહે છે કે, એલિયા; અને બીજા કહે છે કે, ભૂતકાળના પ્રબોધકોમાંના એક પાછા સજીવન થયેલ પ્રબોધક.’”
20 And he said to them—But who say, ye, that I am? And, Peter, answering, said—The Christ of God!
૨૦ઈસુએ તેઓને કહ્યું કે, ‘પણ હું કોણ છું તે વિષે તમે શું કહો છો?’ પિતરે ઉત્તર આપતા કહ્યું કે, ‘ઈશ્વરના ખ્રિસ્ત.’”
21 He, however, sternly admonishing them, gave charge that, unto no one, should they be telling this;
૨૧પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે, ‘એ વાત કોઈને કહેશો નહિ.’”
22 saying—The Son of Man must needs suffer, many things, and be rejected by the Elders and High priests and Scribes, and be slain, —and, on the third day, arise.
૨૨વળી, ઈસુએ તેઓને કહ્યું કે, ‘માણસના દીકરાને ઘણું દુ: ખ સહેવું, વડીલોથી તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, મરવું, અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.’”
23 And he was saying, unto all—If any one intendeth after me to come, Let him deny himself, and take up his cross daily, —and be following me.
૨૩ઈસુએ બધાને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને રોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
24 For, whosoever intendeth, his life, to save, shall lose it; but, whosoever shall lose his life for my sake, the same, shall save it?
૨૪કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.
25 For what doth a man profit, who hath gained the whole world, but hath lost, or been made to forfeit, himself?
૨૫જો કોઈ માણસ આખું ભૌતિક જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા તેને હાનિ પહોંચવા દે તો તેને શો લાભ?
26 For, whosoever shall be ashamed of me, and of my words, of him, the Son of Man, will be ashamed, whensoever he shall come in his glory, and that of the Father, and of the holy messengers.
૨૬કેમ કે જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો જયારે પોતે પોતાના તથા બાપના તથા પવિત્ર સ્વર્ગદૂતોનાં મહિમામાં આવશે ત્યારે શરમાશે.
27 But I tell you of a truth—There, are, some of those, here, standing, who shall in nowise taste of death, until they see the kingdom of God.
૨૭હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ ઈશ્વરનું રાજ્ય જોશે ત્યાં સુધી મૃત્યુ પામશે નહિ.
28 And it came to pass, after these words, about eight days, taking with him Peter and John and James, he went up into the mountain to pray.
૨૮એ વચનો કહ્યાંને આશરે આઠ દિવસ પછી એમ થયું કે ઈસુ પિતર, યોહાન તથા યાકૂબને લઈને પ્રાર્થના કરવા માટે પહાડ ઉપર ગયા.
29 And it came to pass, while he was praying, that, the appearance of his face, was changed, and, his clothing, became white, effulgent.
૨૯ઈસુ પોતે પ્રાર્થના કરતા હતા તે સમયે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમના વસ્ત્ર ઊજળાં તથા ચળકતાં થયાં.
30 And lo! two men, were conversing with him, who, indeed, were Moses and Elijah, —
૩૦અને, જુઓ, બે પુરુષ, એટલે મૂસા તથા એલિયા, તેમની સાથે વાત કરતા હતા.
31 who, appearing in glory, were speaking as to his departure, which he was about to fulfil in Jerusalem.
૩૧તેઓ બન્ને મહિમાવાન દેખાતા હતા, અને ઈસુનું મૃત્યુ જે યરુશાલેમમાં થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા.
32 Now, Peter, and they who were with him, had become heavy with sleep; but, waking up, they saw his glory, and the two men who were standing with him.
૩૨હવે પિતર તથા જેઓ ઈસુની સાથે હતા તેઓ ઊંઘે ઘેરાયલા હતા; પણ જયારે તેઓ જાગ્રત થયા, ત્યારે તેઓએ ઈસુનો મહિમા જોયું અને પેલા બે પુરુષોને પણ જોયા.
33 And it came to pass, when they were being parted from him, Peter said unto Jesus—Master! it is, delightful, for us to be, here: Let us, therefore, make three tents, one for thee, and one for Moses, and one for Elijah: —not knowing what he said.
૩૩તેઓ ઈસુની પાસેથી વિદાય થતાં હતાં, ત્યારે પિતરે ઈસુને કહ્યું કે, ગુરુ, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે; પણ તે પોતે શું કહી રહ્યો છે તે સમજતો નહોતો.
34 Now, while he was saying these things, there came a cloud, and it began to overshadow them, —and they were overcome with fear as they entered into the cloud.
૩૪તે એમ કહેતો હતો, એટલામાં એક વાદળું આવ્યું, અને તેઓ પર તેની છાયા પડી; અને તેઓ વાદળમાં પ્રવેશ્યા ત્યારે શિષ્યો ભયભીત થઈ ગયા.
35 And, a voice, came out of the cloud, saying—This, is my Son, the Chosen One: Unto him, be hearkening.
૩૫વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો પસંદ કરેલો દીકરો છે; તેનું સાંભળો.’”
36 And, when the voice came, there was found, Jesus alone. And they held their peace, and, unto no one, reported they, in those days, any of the things which they had seen.
૩૬તે વાણી થઈ રહી, ત્યારે ઈસુ એકલા દેખાયા. અને તેઓ મૌન રહ્યા, અને જે જોયું હતું તેમાંનું કંઈ તેઓએ તે દિવસોમાં કોઈને કહ્યું નહિ.
37 And it came to pass, on the next day, when they came down from the mountain, that there met him a great multitude.
૩૭બીજે દિવસે તેઓ પહાડ પરથી ઊતર્યા, ત્યારે ઘણાં લોકો ઈસુને મળ્યા.
38 And lo! a man from the multitude, uttered a cry, saying—Teacher! I beg of thee, to look upon my son, because, my only begotten, he is.
૩૮અને, જુઓ, લોકો વચ્ચેથી એક માણસે બૂમો પાડીને કહ્યું કે, ‘ઉપદેશક, હું તમને વિનંતી કરું છું કે, મારા દીકરા પર દૃષ્ટિ કરો. કેમ કે તે મારો એકનો એક પુત્ર છે;
39 And lo! a spirit, taketh him, and, suddenly, he crieth out, —and it convulseth him—with foaming, and with difficulty departeth from him, sorely bruising him.
૩૯એક દુષ્ટાત્મા તેને વળગે છે, અને એકાએક તે બૂમ પાડે છે; અને તે તેને એવો મરડે છે કે તેને ફીણ આવે છે, અને તેને ઘણી ઈજા કરીને માંડમાંડ તેને જતો કરે છે.
40 And I begged of thy disciples, that they would cast it out, and they could not.
૪૦તેને કાઢવાની મેં તમારા શિષ્યોને વિનંતી કરી, પણ તેઓ તેને કાઢી શક્યા નહિ.’”
41 And, making answer, Jesus said—O faithless and perverted generation! how long shall I be with you, and bear with you? Bring, hither, thy son.
૪૧ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ.’”
42 And, while yet he was coming, the demon tare him, and mangled him. But Jesus rebuked the impure spirit, and healed the boy, and gave him back to his father.
૪૨તે આવતો હતો એટલામાં દુષ્ટાત્માએ તેને પછાડી નાખ્યો, અને તેને બહુ મરડ્યો પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, છોકરાંને સાજો કર્યો, અને તેને તેના બાપને પાછો સોંપ્યો.
43 And they were all being struck with astonishment, at the majesty of God. And, while all were marvelling at all things which he was doing, he said unto his disciples:
૪૩ઈશ્વરના મહા પરાક્રમથી તેઓ બધા ચકિત થઈ ગયા. પણ ઈસુએ જે જે કર્યું તે સઘળું જોઈને બધા આશ્ચર્યમાં ડૂબેલા હતા.
44 Lay, ye, up in your ears, these words; for, the Son of Man, is about to be delivered up, into the hands of men.
૪૪ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ‘આ વચનો તમારા મનમાં ઊતરવા દો; કેમ કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.’”
45 But, they, understood not this saying, and it had become veiled from them, that they might not grasp it, —and they were afraid to question him, concerning this saying.
૪૫પણ એ વચન તેઓ સમજ્યા નહિ, અને તેઓથી તે ગુપ્ત રખાયું, એ માટે કે તેઓ તે સમજે નહિ અને આ વચન સંબંધી ઈસુને પૂછતાં તેમને બીક લાગતી હતી.
46 But there entered a reasoning among them, as to who of them should be greatest.
૪૬શિષ્યોમાં ચર્ચા શરૂ થઈ કે, ‘આપણામાં સૌથી મોટો કોણ છે?’”
47 And, Jesus, perceiving the reasoning of their heart, taking a child, placed it near himself, —
૪૭પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને તેને પોતાની પાસે ઊભું રાખ્યું,
48 and said unto them—Whosoever shall give welcome unto this child, on my name, unto me, giveth welcome; and, whosoever, unto me, giveth welcome, giveth welcome unto him that sent me forth. For, he who is least among you all, the same, is, great.
૪૮ઈસુએ તેઓને કહ્યું કે, ‘જે કોઈ મારે નામે આ બાળકનો સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે મને મોકલનારનો સ્વીકાર કરે છે; કેમ કે તમારામાંનો જે વ્યક્તિ નાનામાં નાનું છે એ સૌથી મહાન છે.’”
49 But John, answering, said—Master! we saw some one, in thy name, casting out demons, —and we forbade him, because he followeth not with us.
૪૯યોહાને કહ્યું કે, ગુરુ, અમે એક માણસને તમારે નામે દુષ્ટાત્માઓ કાઢતાં જોયો; પણ તે અમારી સાથે આપનો અનુયાયી નહોતો એટલે અમે તેને મના કરી.’”
50 And Jesus said unto him—Do not forbid; for, whosoever is not against you, is, for you.
૫૦પણ ઈસુએ કહ્યું કે, ‘તેને મના ન કરો, કેમ કે જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષનો છે.’”
51 And it came to pass, when the days for taking him up were on the point of being fulfilled, even he himself, set, his face, to be journeying unto Jerusalem;
૫૧એમ થયું કે ઈસુને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરુશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો.
52 and he sent messengers before his face, —and, taking their journey, they entered into a village of Samaritans, so as to prepare for him.
૫૨ઈસુએ પોતાની આગળ સંદેશવાહકો મોકલી આપ્યા, તેઓ તેમને માટે વ્યવસ્થા કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા.
53 And they welcomed him not, because, his face, was for journeying unto Jerusalem.
૫૩પણ ઈસુ યરુશાલેમ જતા હતા એટલે ગામના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહિ.
54 And the disciples James and John, seeing it, said—Lord! wilt thou, that we bid fire come down from heaven, and destroy them?
૫૪તેમના શિષ્યો યાકૂબ તથા યોહાને એ જોઈને કહ્યું કે, ‘પ્રભુ, શું, તમારી એવી ઇચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે સ્વર્ગથી આગ પડીને તેઓનો નાશ કરે?’”
55 But, turning, he rebuked them.
૫૫ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યાં.
56 And they journeyed into a different village.
૫૬અને તેઓ બીજે ગામ ગયા.
57 And, as they were journeying on the road, one said unto him—I will follow thee, whithersoever thou shalt depart.
૫૭તેઓ માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈ એકે ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.’”
58 And Jesus said unto him—the foxes, have, dens, and, the birds of heaven, nests; but, the Son of Man, hath not where, his head, he may recline.
૫૮ઈસુએ તેને કહ્યું કે, ‘શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.’”
59 And he said unto another—Be following me! But, he, said—Suffer me, first, to depart, and bury my father.
૫૯ઈસુએ બીજાને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’ પણ તેણે કહ્યું કે, ‘પ્રભુ મને રજા આપ કે હું જઈને પહેલાં મારા પિતાને દફનાવીને આવું.’”
60 And he said unto him—Leave, the dead, to bury their own dead; but, thou, departing, be declaring the kingdom of God.
૬૦પણ તેમણે કહ્યું કે, ‘મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો. પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર.’”
61 And, yet another, said—I will follow thee, Lord; But, first, suffer me to bid adieu to them that are in my house.
૬૧અને બીજાએ પણ કહ્યું કે, ‘હે પ્રભુ, હું તમારી પાછળ આવીશ; પણ પહેલાં જે મારે ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો.’”
62 But Jesus said [unto him] —No one, laying the hand on a plough and looking unto the things behind, is, fit, for the kingdom of God.
૬૨પણ ઈસુએ તેને કહ્યું કે, ‘કોઈ માણસ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.’”