+ Genesis 1 >
1 In the beginning, God created the heavens and the earth.
૧પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.
2 Now, the earth, had become waste and wild, and darkness, was on the face of the roaring deep, —but, the Spirit of God, was brooding on the face of the waters,
૨પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો.
3 And God said—Light, be, And light was.
૩ઈશ્વરે કહ્યું, “ત્યાં અજવાળું થાઓ” અને અજવાળું થયું.
4 And God saw the light, that it was, good, and God divided the light, from the, darkness;
૪ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યાં.
5 and God called the light, day, but the darkness, called he, night. So it was evening—and it was morning, one day.
૫ઈશ્વરે અજવાળાંને “દિવસ” અને અંધારાને “રાત” કહ્યું. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ.
6 And God said, Let there be an expanse in the midst of the waters, and let it be a means of dividing, between waters and waters,
૬ઈશ્વરે કહ્યું, “પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો.”
7 And God made the expanse, and it divided between the waters that were under the expanse and the waters that were above the expanse. And it was so.
૭ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી અલગ કર્યાં. એ પ્રમાણે થયું.
8 And God called the expanse, heavens. So it was evening—and it was morning, a, second day.
૮ઈશ્વરે અંતરિક્ષને “આકાશ” કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ.
9 And God said—Let the waters under the heavens be gathered together, into one place, and let the dry—ground appear. And it was so.
૯ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ.” એ પ્રમાણે થયું.
10 And God called, the dry-ground, land, but the gathering together of the waters, called he seas. And God saw that it was good.
૧૦ઈશ્વરે કોરી જગ્યાને “ભૂમિ” કહી અને એકત્ર થયેલા પાણીને “સમુદ્રો” કહ્યા. તેમણે જોયું કે તે સારું છે.
11 And God said—Let the land put-forth vegetation—herb yielding seed, fruit-tree, bearing fruit after its kind, whose seed is within it on the land. And it was so,
૧૧ઈશ્વરે કહ્યું, “પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે.” એ પ્રમાણે થયું.
12 And the land brought-forth vegetation—herb yielding seed after its kind, and tree bearing fruit, whose seed is within it, after its kind, And God saw that it was good.
૧૨ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
13 So it was evening—and it was morning, a third day.
૧૩સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.
14 And God said—Let there be luminaries in the expanse of the heavens, to divide between the day and the night, —and let them be for signs, and for seasons, and for days and years;
૧૪ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ.
15 yea let them be for luminaries in the expanse of the heavens, to give light on the earth. And it was so.
૧૫પૃથ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ.” એ પ્રમાણે થયું.
16 And God made the two great luminaries, —the greater luminary to rule the day, and the lesser luminary to rule the night, also the stars.
૧૬ઈશ્વરે જ્યોતિ આપવા માટે બે મોટી પ્રકાશ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી પ્રકાશ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક પ્રકાશ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા.
17 And God set them in the expanse of the heavens, —to give light on the earth;
૧૭ઈશ્વરે પૃથ્વી પર અજવાળું આપવાને,
18 and to rule over the day and over the night, and to divide the light from the darkness. And God saw that it was good.
૧૮દિવસ અને રાત પર અમલ ચલાવવાને, અને અંધારામાંથી અજવાળાંને જુદાં કરવાને આકાશમાં તેઓને સ્થિર કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
19 So it was evening—and it was morning, a fourth day.
૧૯સાંજ થઈ તથા સવાર થઈ, ચોથો દિવસ.
20 And God said—Let the waters swarm with an abundance of living soul, and, birds, shall fly over the earth, over the face of the expanse of the heavens.
૨૦ઈશ્વરે કહ્યું, “પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ષીઓ ઉડો.”
21 And God created the great sea-monsters, —and every living soul that moveth—[with] which the waters swarmed after their kind and every winged bird—after its kind. And God saw that it was good.
૨૧ઈશ્વરે સમુદ્રમાંના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં પક્ષીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.
22 And God blessed them, saying, —Be fruitful and multiply, and fill the waters in the seas, and let, the birds, multiply in the land.
૨૨ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, “સફળ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાણીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ષીઓ વધો.”
23 So it was evening—and it was morning, a fifth day.
૨૩સાંજ થઈ તથા સવાર થઈ, પાંચમો દિવસ.
24 And God said—Let the land, bring forth, living soul, after its kind, tame-beast and creeping thing and wild-beast, of the land, after its kind. And it was so.
૨૪ઈશ્વરે કહ્યું કે, “પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ, પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો.” એ પ્રમાણે થયું.
25 And God made the wild-beast of the land after its kind, and the tame-beast after its kind, and every creeping thing of the ground, after its kind. And God saw that it was good.
૨૫ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, ગ્રામ્યપશુઓ, અને પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને બનાવ્યાં. તેમણે જોયું કે તે સારું છે.
26 And God said—Let us make man in our image after our likeness—and let them have dominion over the fish of the sea, and over the bird of the heavens and over the tame-beast—and over all the land, and over every creeping thing, that creepeth on the land.
૨૬ઈશ્વરે કહ્યું કે, “આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે.”
27 And God created the man in his own image, In the image of God, created he him, —Male and female, created he, them.
૨૭ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. તેમણે ઈશ્વરના સ્વરૂપમાં તેને ઉત્પન્ન કર્યું. તેમણે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યાં.
28 And God blessed them, and God said to them Be fruitful and multiply and fill the earth and subdue it, —and have dominion over the fish of the sea and over the bird of the heavens, and over every living thing that moveth on the land.
૨૮ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.”
29 And God said—Lo! I have given to you—every herb yielding seed which is on the face of all the land, and every tree wherein is the fruit of a tree yielding seed, —to you, shall it be, for food;
૨૯ઈશ્વરે કહ્યું કે, “જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને દરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારા ખોરાકને સારુ થશે.
30 and to every living thing of the land—and to every bird of the heavens, and to every thing that moveth on the land, wherein is a living soul, every green herb for food. And it was so.
૩૦“પૃથ્વીનું દરેક પશુ, આકાશમાંનું દરેક પક્ષી, પૃથ્વી પર પેટે ચાલનારું દરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે.” એ પ્રમાણે થયું.
31 And God saw every thing which he had made, and lo! it was very good. So it was evening—and it was morning, the sixth day.
૩૧ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેમણે જોયું. તે સર્વોત્તમ હતું. સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.