< Ezekiel 27 >
1 And the word of Yahweh came unto me, saying:
૧ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
2 Thou, therefore, son of man, Take up over Tyre a dirge;
૨“હવે, હે મનુષ્યપુત્ર, તું તૂર વિષે વિલાપ કર,
3 And thou shalt say unto Tyre, O thou that dwellest by the entrances of the sea, Thou merchant of the peoples unto many shores, — Thus, saith My Lord, Yahweh, O Tyre, Thou saidst, I, am the perfection of beauty!
૩અને તૂરને કહે, ‘હે સમુદ્રના તટ પર રહેનારા, ઘણા ટાપુઓના લોકોના વેપારી, પ્રભુ યહોવાહ કહે છે: હે તૂર, તેં કહ્યું છે કે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું.’
4 In the heart of the seas, were thy bounds, —Thy builders perfected thy beauty:
૪તારી સરહદો સમુદ્રમાં છે; તારા બાંધનારાઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
5 With fir-trees from Senir, but they for thee all the two-decked vessels, — Cedar from Lebanon, fetched they, to make masts for thee:
૫તેઓએ તારાં પાટિયાં સનીર પર્વતના સરુના બનાવ્યાં છે; તારા માટે ડોલ બનાવવા માટે તેઓએ લબાનોનના દેવદાર વૃક્ષો લીધાં હતાં.
6 With oaks from Bashan, made they thine oars, — Thy benches, made they of ivory, inlaid with boxwood, From the shores of the West:
૬તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં; તારું તૂતક સાયપ્રસ બેટોથી સરળ કાષ્ટની તથા હાથીદાંતથીજડિત બનાવવામાં આવ્યું હતું.
7 Of fine linen with embroidered work from Egypt, was thy sail, To serve thee for ensign, — Blue and purple from the shores of Aeolis became thine awning:
૭તારાં સઢ મિસરના રંગીન શણમાંથી બનાવ્યાં હતાં, તે તારી નિશાનીની ગરજ સારતો હતો, તારી છત એલીશા ટાપુઓના નીલ તથા જાંબુડિયાં વસ્ત્રની હતી.
8 the inhabitants of Zidon and Arvad, Became rowers for thee, — Thine own skilled men O Tyre, were within thee, They were thy sailors:
૮તારાં હલેસાં મારનારા સિદોન તથા આર્વાદના રહેવાસીઓ હતા. તારામાં જે તૂરના કુશળ પુરુષો હતા તેઓ તારા ખલાસીઓ હતા.
9 the elders of Byblus and the skilled men thereof, were within thee, Thy calkers, — All the ships of the sea and their mariners, were within thee, To carry on thy traffic,
૯ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતા હતા. દેશપરદેશથી સમુદ્રના બધાં વહાણો તથા ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા.
10 They of Persia and Lud and Phut were in thine army, Thy men of war, — Shield and helmet, hung they up within thee, They set forth thy splendour:
૧૦ઇરાન, લૂદ તથા પૂટના તારા સૈન્યમાં તારા યોદ્ધા હતા. તેઓએ તારી અંદર ઢાલ અને ટોપ લટકાવ્યા હતા અને તેઓ તારી શોભા વધારતા હતા!
11 The sons of Arvad: with thine army, were upon thy walls round about, And valorous in thy towers, — Their shields, hung they up on thy walls round about, They perfected thy beauty:
૧૧તારા સૈન્ય સાથે આર્વાદ તથા સિસિલના માણસો તારા કિલ્લાની ચારેબાજુ હતા. ગામ્માદીઓ તારા બુરજોમાં હતા! તેઓએ પોતાની ઢાલો તારી દીવાલો પર ચારેબાજુ લટકાવેલી હતી, તેઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
12 Tarshish was a trader of thine. For the abundance of all wealth, — With silver iron. tin and lead, Took they part in thy traffic:
૧૨તારી પાસે સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ હોવાથી તારી સાથે તાર્શીશ વેપાર કરતું હતું: તેઓ તારા માલના માટે ચાંદી, લોખંડ, કલાઈ તથા સીસું લાવતા હતા.
13 Javan. Tubal and Meshech, They were merchants of thine, — With the persons of men and vessels of bronze, Shared they in thy barter:
૧૩યાવાન, તુબાલ તથા મેશેખથી તેઓ તારી સાથે વેપાર કરતા હતા, તેઓ ગુલામો તથા પિત્તળનાં વાસણો આપીને બદલામાં તારો માલ લઈ જતા હતા.
14 Some of the house of Togarmah, with horses and horsemen and mules, Took part in thy traffic:
૧૪બેથ તોગાર્માના લોકો તારા માલના બદલામાં ઘોડા, યુદ્ધઘોડાઓ તથા ખચ્ચર આપતા હતા.
15 the sons of Dedan were merchants of thine, Many, isles, took the merchandise of thy hand, —Horns of ivory and ebony, gave they back to thee in exchange:
૧૫દેદાનવાસીઓ તથા ટાપુઓ તારી સાથે વેપાર કરતા હતા. માલ તારા હાથમાં હતો, તેઓ હાથીદાંત તથા અબનૂસ નજરાણાં તારે સારુ લાવતા.
16 Syria, was a trader of thine For the abundance of thy manufactures, - With carbuncle and purple and embroidery and fine linen and coral and rubies, Took they part in thy traffic:
૧૬તારી પાસે બનાવેલો માલ ઘણો હોવાને લીધે અરામ તારી સાથે વેપાર કરતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામનાં વસ્ત્રો, બારીક શણ, મોતી તથા માણેક આપીને તારો માલ લેતા હતા.
17 Judah and the land of Israel, They, were merchants of thine, — With the wheat of Minnith and the sweets of pannag and honey and oil and balsam, Shared they in thy barter:
૧૭યહૂદિયા તથા ઇઝરાયલી લોકો તારી સાથે વેપાર કરતા હતા. તેઓ મિન્નીથનાં ઘઉં, બાજરી, મધ, તેલ, ઔષધ તથા બોળ આપતા હતા.
18 Damascus was a trader of thine For the multitude of thy manufactures For the multitude of all wealth, - With the wine of Helbon and white wool:
૧૮તારી સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિને લીધે દમસ્કસ તારી સાથે વેપાર કરતું હતું, તારી પાસે કારીગરીનો ઘણો માલ હતો તેને બદલે હેલ્બોનનો દ્રાક્ષારસ તથા સફેદ ઊન આપતા હતા.
19 Wedan and Javan, from Uzal, Brought into thy traffic, — Steel, cassia and calamus, Were, in thy merchandise:
૧૯ઉઝાલથી દાન તથા યાવાન તને ઘડતરનું લોઢું, દાલચીની તથા સૂતરનો માલ આપતાં હતાં. આ માલ તારો હતો.
20 Dedan was a merchant of thine, - With spreading wraps for riding:
૨૦દેદાન તારી સાથે સવારીના ધાબળાનો વેપાર કરતો હતો.
21 Arabia and all the princes of Kedar, They, were traders at thy service, — With lambs and rams and he-goats, With these, were they traders of thine:
૨૧અરબસ્તાનના તથા કેદારના સર્વ આગેવાનો તારી સાથે વેપાર કરતા હતા; તેઓ હલવાનો, ઘેટાં તથા બકરાનો વેપાર કરતા હતા.
22 The merchants of Sheba and Raamah, They were merchants of thine, — With the chief of all spices and with every kind of precious stone and gold, Took they part in thy traffic:
૨૨શેબા તથા રામાહના વેપારીઓ સર્વ પ્રકારના ઉત્તમ જાતના તેજાના, રત્નો તથા સોનું આપીને તારો માલ લઈ જતા.
23 Haran and Canneh and Eden, the merchants of Sheba, —Asshur. Chilmad, Were merchants of thine:
૨૩હારાન, કાન્નેહ તથા એદેન, શેબા, આશ્શૂર તથા ખિલ્માદના વેપારીઓ તારી સાથે વેપાર કરતા હતા.
24 Those were thy merchants for gorgeous garments, for wrappings of blue and embroidery, and for treasure-chests of variegated cloth, —for cords, twisted and strong, in thy market:
૨૪તારા માલની સાથે તેઓ ઉત્તમ વસ્તુઓ, નીલ તથા ભરતકામનાં વસ્ત્રો, દોરડાથી બાંધેલા, એરેજકાષ્ટની બનાવેલી કિંમતી વસ્ત્રની પેટીઓથી તારી સાથે વેપાર કરતા હતા.
25 the ships of Tarshish, were thy masts Carrying on thy barter, So wast thou filled and becamest very glorious In the heart of the seas.
૨૫તાર્શીશનાં વહાણો તારા માલનાં પરિવાહકો હતાં. તું ભરસમુદ્રમાં સમૃદ્ધ હતો.
26 Into mighty waters, have they brought thee, the rowers—even thee, — the east wind, hath broken thee In the heart of the seas:
૨૬તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે; પૂર્વના પવનોએ તને સમુદ્રની વચ્ચે ભાંગી નાખ્યું છે.
27 Thy wealth and thy wares, thy merchandise thy mariners, and thy sailors, -thy calkers and the barterers of thy merchandise and all thy men of war who are in thee and in all thy gathered host which is in thy midst Shall fall into the heart of the seas, In the day of thy fall.
૨૭તારું દ્રવ્ય, તારો માલ, તારો વેપાર, તારા નાવિકો, તારા ખલાસીઓ તારા મરામત કરનારાઓ, તારા માલનો વેપાર કરનારાઓ અને તારી અંદરના યોદ્ધાઓ, તારા સર્વ સૈનિકો તારા નાશના દિવસે સમુદ્રના ઊંડાણોમાં ગરક થઈ જશે.
28 At the sound of the outcry of thy pilots, the coasts shall quake:
૨૮તારા નાવિકોની બૂમોથી દરિયા કિનારો કંપી ઊઠશે.
29 Then shall come down from their ships all that handle the oar, mariners, all the sailors of the sea— Upon the land, shall they take up their station;
૨૯તારા હલેસાં મારનારાઓ પોતપોતાનાં વહાણો પરથી ઊતરી જશે; નાવિકો તથા ખલાસી સર્વ કિનારા પર ઊભા રહેશે.
30 And make loud [lament] over thee, with their voice, And make biter outcry, - And shall lift up dust on their heads, In ashes, shall roll themselves;
૩૦તેઓ તારું દુ: ખ જોઈને વિલાપ કરશે અને દુ: ખમય રુદન કરશે; તેઓ માથા પર ધૂળ નાખશે અને રાખમાં આળોટશે.
31 And shall make bald for thee a baldness And gird them with sackcloth, — And shall weep for thee in bitterness of soul A bitter lamentation;
૩૧તેઓ તારે લીધે પોતાના માથાં મૂંડાવશે. તેઓ પોતાના શરીર પર ટાટ પહેરશે, પોતે હૈયાફાટ તથા દુઃખમય વિલાપ કરીને તારા માટે રડશે.
32 And shall take up for thee in their Wailing: a dirge, And shall chant over thee, - Who is like Tyre? Like the Sent One in the midst of the sea?
૩૨તેઓ તારા માટે રુદન કરશે અને વિલાપગીત ગાશે, તૂર સમુદ્રમાં શાંત કરી નંખાયું છે, તેના જેવું કોણ છે?
33 By the going forth of thy commodities out of the seas, Thou didst satisfy many peoples, By the multitude of thy wares and of thy merchandise, Thou didst enrich the kings of the earth.
૩૩જ્યારે તારો માલ સમુદ્રમાંથી ઊતરતો ત્યારે તું ઘણી પ્રજાઓને સંતોષતું હતું. તારા માલથી તથા પુષ્કળ દ્રવ્યથી રાજાઓ ધનાઢ્ય થતા હતા.
34 Now, thou art wrecked out of the seas In the depths of waters, — Thy merchandise and all thy gathered host In thy midst, have fallen.
૩૪જ્યારે સમુદ્રનાં મોજાંઓએ તને ભાંગી નાખ્યું, ત્યારે તારો બધો માલ તથા તારા બધા માણસો તારી સાથે નાશ પામ્યા છે.
35 All the dwellers in the coastlands, Are astounded over thee, - And their kings have been made to shudder a shuddering, To be troubled in countenance.
૩૫દ્વીપોના સર્વ રહેવાસીઓ તારી દશા જોઈને સ્તબ્ધ થઈ ગયા છે, તેઓના રાજાઓ ભયભીત થઈ ગયા છે અને તેઓના ચહેરાઓ પર ગભરાટ છવાયેલો છે.
36 The traders among the peoples, have hissed over thee: A terror, hast thou become, And, art not, Unto times age-abiding.
૩૬પ્રજાઓના વેપારીઓ ડરીને બૂમો પાડે છે; તું ભયરૂપ થયું છે, તું ફરી કદી હયાતીમાં આવશે નહિ!”