< Acts 27 >
1 As it was decided that we were to sail to Italy, Paul and some other prisoners were put in charge of a centurion of the Augustan Guard, named Julius.
૧અમોને જળમાર્ગે ઇટાલી લઈ જવામાં આવે એવું નક્કી કરાયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક કેદીઓને બાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યા.
2 We went on board a ship from Adramyttium, which was on the point of sailing to the ports along the coast of Roman Asia, and put to sea. Aristarchus, a Macedonian from Thessalonica, went with us.
૨અદ્રમુત્તિયાનું એક વહાણ જે આસિયાના કિનારા પરના બંદરોએ જવાનું હતું તેમાં બેસીને અમે સફર શરુ કરી; મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો.
3 The next day we put in to Sidon, where Julius treated Paul in a friendly manner, and allowed him to go to see his friends and receive their hospitality.
૩બીજે દિવસે અમે સિદોનના બંદરે પહોંચ્યા, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ઘરે જઈને આરામ કરવાની પરવાનગી આપી.
4 Putting to sea again, we sailed under the lee of Cyprus, because the wind was against us;
૪ત્યાંથી નીકળ્યા પછી પવન સામો હોવાને લીધે અમે સાયપ્રસની બાજુએ રહીને હંકારી ગયા;
5 and, after crossing the sea of Cilicia and Pamphylia, we reached Myra in Lycia.
૫અને કિલીકિયા તથા પામ્ફૂલિયાની પાસેનો સમુદ્ર વટાવીને અમે લૂકિયોના મૂરા (બંદરે) પહોંચ્યા.
6 There the Roman officer found an Alexandrian ship on her way to Italy, and put us on board of her.
૬ત્યાં સૂબેદારને ઇટાલી તરફ જનારું આલેકસાંદ્રિયાનું એક વહાણ મળ્યું; તેમાં તેણે અમને બેસાડ્યા.
7 For several days our progress was slow, and it was only with difficulty that we arrived off Cnidus. As the wind was still unfavorable when we came off Cape Salmone, we sailed under the lee of Crete,
૭પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે વહાણ હંકારીને કનિદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા, ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહિ, માટે અમે સલ્મોનની આગળ ક્રીતની બાજુએ રહીને હંકાર્યું.
8 and with difficulty, by keeping close in shore, we reached a place called ‘Fair Havens,’ near which was the town of Lasea.
૮મુશ્કેલીથી તેને કિનારે કિનારે હંકારીને સુંદર બંદર નામની જગ્યાએ આવ્યા; તેની પાસે લાસીયા શહેર છે.
9 This had taken a considerable time, and sailing was already dangerous, for the Fast was already over; and so Paul gave this warning.
૯સમય ઘણો થઈ ગયો હોવાથી, હવે સફર કરવી એ જોખમી હતું. ઉપવાસ (નો દિવસ) વીતી ગયો હતો, ત્યારે પાઉલે તેઓને સાવધ કરતા કહ્યું કે,
10 “My friends,” he said, “I see that this voyage will be attended with injury and much damage, not only to the cargo and the ship, but to our own lives also.”
૧૦‘ઓ ભાઈઓ, મને માલૂમ પડે છે કે, આ સફરમાં એકલા સામાનને તથા વહાણને જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ છે; અને ઘણું નુકસાન થઈ શકે તેમ છે.
11 The Roman officer, however, was more influenced by the captain and the owner than by what was said by Paul.
૧૧પણ પાઉલે જે કહ્યું, તે કરતા કપ્તાન તથા વહાણના માલિકના કહેવા પર સૂબેદારે વધારે ભરોસો રાખ્યો.
12 And, as the harbor was not a suitable one to winter in, the majority were in favor of continuing the voyage, in hope of being able to reach Phoenix, and winter there. Phoenix was a Cretan harbor, open to the north-east and south-east.
૧૨વળી શિયાળો પસાર કરવા સારુ તે બંદર સગવડ ભરેલું નહોતું, માટે ઘણાને એ સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, કોઈ પણ રીતે ફેનિક્સ પહોંચીને ત્યાં શિયાળો ગાળીએ; ત્યાં ક્રીતનું બંદર છે, ઈશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.
13 So, when a light wind sprang up from the south, thinking that they had found their opportunity, they weighed anchor and kept along the coast of Crete, close in shore.
૧૩દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને ક્રીતને કિનારે કિનારે હંકાર્યું.
14 But shortly afterward a hurricane came down on us off the land – a north-easter, as it is called.
૧૪પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન ફુંકાયો.
15 The ship was caught by it and was unable to keep her head to the wind, so we had to give way and let her drive before it.
૧૫વહાણ તેમાં એવું સપડાયું કે પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું.
16 Running under the lee of a small island called Cauda, we only just managed to secure the ship’s boat,
૧૬કૌદા નામના એક નાના બંદરની બાજુમાં થઈને અમે પસાર થયા, ત્યારે મછવાને (જીવનરક્ષક હોડીઓ) માં બચાવી લેવામાં ઘણી મુસીબત પડી;
17 and, after hoisting it on board, the men frapped the ship. But, afraid of being driven on to the Syrtis Sands, they lowered the yard, and then drifted.
૧૭તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવના બંધ બાંધ્યા, અને સીર્તસ આગળ અથડાઈ પડવાની બીકથી સઢ છોડી નાખ્યાં, અને વહાણ સાથે અમે તણાવા લાગ્યા.
18 So violently were we tossed about by the storm, that the next day they began throwing the cargo overboard,
૧૮અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ બહાર નાખવા માંડ્યો;
19 and, on the following day, threw out the ship’s tackle with their own hands.
૧૯ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો.
20 As neither sun nor stars were visible for several days, and, as the gale still continued severe, all hope of our being saved was at last abandoned.
૨૦ઘણા દિવસ સુધી સૂર્ય તથા તારાઓ દેખાયા નહિ, તોફાન સતત ચાલતું રહ્યું, તેથી અમારા બચવાની કોઈ આશા રહી નહિ.
21 It was then, when they had gone a long time without food, that Paul came forward, and said, “My friends, you should have listened to me, and not have sailed from Crete and so incurred this injury and damage.
૨૧કેટલાક દિવસ સુધી ખોરાક પાણી વિના ચલાવ્યા પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, ‘ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, ક્રીતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર ન હતી.
22 Yet, even as things are, I beg you not to lose courage, for there will not be a single life lost among you – only the ship.
૨૨પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમ કે તમારામાંથી કોઈના પણ જીવને નુકસાન નહિ થશે, એકલા વહાણને થશે.
23 For last night an angel of the God to whom I belong, and whom I serve, stood by me, and said –
૨૩કેમ કે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના દૂતે ગઈ રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે,
24 ‘Have no fear, Paul; you must appear before the Emperor, and God himself has given you the lives of all your fellow voyagers.’
૨૪‘પાઉલ, ડરીશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.
25 Therefore, courage, my friends! For I believe God, that everything will happen exactly as I have been told.
૨૫એ માટે, ભાઈઓ, હિંમત રાખો, કેમ કે ઈશ્વર પર મારો ભરોસો છે કે, જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે.
26 We will, however, have to be driven on some island.”
૨૬તોપણ આપણને એક બેટ પર અથડાવું પડશે.
27 It was now the fourteenth night of the storm, and we were drifting about in the Adriatic Sea, when, about midnight, the sailors began to suspect that they were drawing near land.
૨૭ચૌદમી રાત આવી ત્યારે અમે આદ્રિયા સમુદ્રમાં આમતેમ ઘસડાતા હતા, અને આશરે મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજદીક આવી પહોંચ્યા છીએ.
28 So they took soundings, and found twenty fathoms of water. After waiting a little, they took soundings again, and found fifteen fathoms.
૨૮તેઓએ પાણી માપવાની દોરી નાખી, ત્યારે વીસ મીટર પાણી માલૂમ પડ્યું અને થોડે આગળ ગયા પછી તેઓએ ફરીથી દોરી નાખી. ત્યારે પંદર મીટર પાણી માલૂમ પડ્યું.
29 Then, as they were afraid of our being driven on some rocky coast, they let go four anchors from the stern, and longed for daylight.
૨૯રખેને કદાચ અમે ખડક સાથે અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા પાછળના ભાગ પરથી ચાર લંગર નાખ્યાં, અને દિવસ ઊગવાની રાહ જોતા બેઠા રહ્યા.
30 The sailors wanted to leave the ship, and had lowered the boat, on pretense of running out anchors from the bows,
૩૦ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતા હતા, અને વહાણના અગલા ભાગ પરથી લંગર નાખવાનો ડોળ કરીને તેઓએ સમુદ્રમાં મછવા (જીવનરક્ષક હોડીઓ) ઉતાર્યા.
31 when Paul said to the Roman officer and his men, “Unless the sailors remain on board, you cannot be saved.”
૩૧ત્યારે પાઉલે સૂબેદારોને તથા સિપાઈઓને કહ્યું કે, જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.
32 So the soldiers cut the ropes which held the boat, and let her drift away.
૩૨તેથી સિપાઈઓએ મછવાના દોરડાં કાપી નાખીને તેઓને જવા દીધા.
33 In the interval before daybreak Paul kept urging them all to take something to eat. “It is a fortnight today,” he said, “that, owing to your anxiety, you have gone without food, taking nothing.
૩૩દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને અન્ન ખાવાને વિનંતી કરીને કહ્યું કે, ‘આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે છેલ્લા ઘણા દિવસથી કંઈ ખાધું નથી.
34 So I beg you to take something to eat; your safety depends on it, for not one of you will lose even a hair of his head.”
૩૪એ માટે હું તમને વિનંતી કરું છું કે, કંઈક ખોરાક લો, કેમ કે એ તમારા રક્ષણને માટે છે; કારણ કે તમારામાંના કોઈના માથાનો એક પણ વાળ ખરવાનો નથી.’”
35 With these words he took some bread, and, after saying the thanksgiving to God before them all, broke it in pieces, and began to eat;
૩૫પાઉલે એવું કહીને રોટલી લીધી, અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને ભાંગીને ખાવા લાગ્યો.
36 and the men all felt cheered and had something to eat themselves.
૩૬ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ભોજન કર્યું.
37 There were about seventy-six of us on board, all told.
૩૭વહાણમાં અમે સર્વ મળીને બસ્સો છોતેર માણસો હતા.
38 After satisfying their hunger, they further lightened the ship by throwing the grain into the sea.
૩૮બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.
39 When daylight came, they could not make out what land it was, but, observing a creek in which there was a beach, they consulted as to whether they could run the ship safely into it.
૩૯દિવસ ઊગ્યો ત્યારે તેઓએ તે પ્રદેશ ઓળખ્યો નહિ, પણ (રેતીના) કાંઠાવાળી એક ખાડી દીઠી, અને વહાણને હંકારીને તે (કિનારા) પર પહોંચી શકાશે કે નહિ એ બાબતે તેઓ વિચારવા લાગ્યા.
40 Then they cast off, and abandoned the anchors, and at the same time unlashed the gear of the steering oars, hoisted the foresail to the wind, and made for the beach.
૪૦લંગરો છૂટાં કરીને સમુદ્રમાં રહેવા દીધાં, ને તેજ વખતે સુકાનના બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કિનારા તરફ જવા લાગ્યા.
41 They got, however, into a kind of channel, and there ran the ship aground. The bows stuck fast and could not be moved, while the stern began breaking up under the strain.
૪૧વહાણ સમુદ્રમાં રેતીના ઢગલા સાથે અથડાવાથી રેતીમાં ખૂંપી ગયું, અને વહાણનો આગળનો ભાગ રેતીમાં સજ્જડ ભરાઈ ગયો. અને ડબૂસો મોજાના મારથી ભાંગી જવા લાગ્યો.
42 The advice of the soldiers was that the prisoners should be killed, so that none of them could swim away and make their escape.
૪૨ત્યારે સિપાઈઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય.
43 But the Roman officer, anxious to save Paul, prevented their carrying out their intention, and ordered that those who could swim should be the first to jump into the sea and try to reach the shore;
૪૩પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેઓને એ સલાહને અમલમાં મૂકતા અટકાવ્યા, અને આજ્ઞા આપી કે, જેઓને તરતા આવડતું હોય તેઓએ દરિયામાં ઝંપલાવીને પહેલાં કિનારે જવું;
44 and that the rest should follow, some on planks, and others on different pieces of the ship. In these various ways everyone managed to get safely ashore.
૪૪અને બાકીનામાંથી કેટલાકે પાટિયા પર તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાન પર ટેકીને કિનારે જવું. તેથી એમ થયું કે તેઓ સઘળા સહીસલામત કિનારા પર પહોંચ્યા.